Chorono Khajano - 60 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 60

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ચોરોનો ખજાનો - 60

રક્તપાત

રાજસ્થાનમાં એક હાઇવે પરથી જઈ રહેલી અમુક ગાડીઓને એક ચેકપોસ્ટ ઉપર ઊભી રાખવામાં આવી. થોડીવાર પહેલાં જ વાયરલેસ ઉપર મેસેજ મળેલો કે એકસરખી જ કાળા કલરના કાચ વાળી ગાડીઓ શંકાસ્પદ લાગી રહી છે, તેને રોકવી. આ ચેકપોસ્ટ ઉપર અત્યારે એક સી.આઈ. અને બીજા ચાર કોન્સ્ટેબલ પોતાની ફરજ બજાવી રહ્યા હતા.

એક કોન્સ્ટેબલે પોતાના ઉપરી અધિકારીને જણાવીને આ ગાડીઓને ઉભી રાખવા માટે સલાહ લીધી હતી. જ્યારે તેને આ બાબતે મંજૂરી મળી ગઈ એટલે તેણે આ ગાડીઓને રોડ બ્લોક કરીને ઊભી રાખી હતી.

સૌથી આગળની ગાડીના કાળા કાચ પર ઉલ્ટા હાથની બે આંગળીઓને ધીમેથી ફટકારીને તે કોન્સ્ટેબલે તે જ બે આંગળીઓ વડે કાચને નીચે ઉતારવા માટે ઈશારો કર્યો. તેના હાથમાં રહેલી ટોર્ચનો સીધો પ્રકાશ ગાડીના ડ્રાઇવરના ચેહરા ઉપર જઈ રહ્યો હતો. પ્રકાશમાં દેખાઈ રહેલો નારાયણ પોતાની આંખો ઉપર પ્રકાશ ન આવે એ રીતે ચેહરાને હાથ વડે ઢાંકવાની કોશિશ કરી રહ્યો હતો.

કાચ ખુલતાની સાથે જ ગાડીની અંદર ચાલુ રહેલા એસીની ઠંડી હવા બે ઘડી માટે બહાર ઉભેલા કોન્સ્ટેબલ સુધી ફરી વળી. આગળ અને પાછળ બંને સીટ ઉપર પોતાની નજર સાથે ટોર્ચનો પ્રકાશ ફેરવી અને અંદર સિપાહીના વેશે બેઠેલા અંગ્રેજ અધિકારીઓને જોઇને થોડુક અજીબ લાગ્યું એટલે તે કોન્સ્ટેબલ એકદમ શાંત થઈ ગયો. તેણે પોતાના ચેહરાના હાવભાવ છુપાવવાની નાકામ કોશિશ કરી.

डॉक्यूमेंट्स..। તે કોન્સ્ટેબલ ધીમેથી ગાડીના માલિક અને ડ્રાઈવર પાસે ગાડીના કાગળિયા માગતાં બોલ્યો. જો કે તે જાણતો નહોતો કે ગાડીમાં અત્યારે કોણ બેઠેલું હતું એટલે તેણે વધારે કંઈ પૂછપરશ ન કરી. તેણે આ ગાડીની પાછળની બધી જ ગાડીઓના કાગળિયા લઈને તેમના ઓફિસર પાસે આવવા કહ્યું.

ગાડીમાં બેઠેલો નારાયણ પોતાના અંગ્રેજ માલિકને હાથના ઇશારાથી શાંત રહેવા માટે કહ્યું અને કોઈ જ ચિંતાનો વિષય નથી એવું સમજાવ્યું.

નારાયણ ગાડીમાંથી ઉતરીને બધા જ ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈને પેલા ઓફિસરની પાસે ગયો.

अंदर जो अंग्रेज अफसर बैठे है वो कौन है? ખુરશી ઉપર બેઠેલો સી.આઈ., નારાયણ સામે જોઈને બોલ્યો.

नारायण: वो मेरे दोस्त है, और वो इंग्लैंड से यहां पर घूमने केलिए आए है। हम जैसलमेर और उसके आसपास के इलाके देखने जा रहे है और वही कही रास्ते में किसी होटल में रुकने वाले है। નારાયણે પોતાના ચેહરા ઉપરનો ડર છુપાવતા સી.આઈ.ને જવાબ આપ્યો.

कांस्टेबल: अच्छा, तो फिर उन्हे रोकने भर से उनके चेहरों के रंग क्यों उड़े हुए है। सच बताओ, क्या छुपा रहे हो और कौन है वो लोग। कही कोई छुपकर प्लान तो नही बना रहे तुम लोग? અચાનક જ પોતાના નિરીક્ષણમાં જોયા પ્રમાણે વર્ણન કરતા પેલો કોન્સ્ટેબલ ઉતાવળો થઈને બોલ્યો. ચોકીમાં લાઈટ ચાલુ હોવા છતાં હજી પણ તેના હાથમાંની ટોર્ચ તેણે બંધ ન્હોતી કરી.

नारायण: नही सर, हम लोग सच में टूरिस्ट ही है। घूमने आए है बस। નારાયણ પોતાની વાતને જડથી પકડી રાખતા બોલ્યો.

सी.आई.: ठीक है, उनके पासपोर्ट दिखाओ चलो। क्या हुआ? पासपोर्ट तो होगा ना उनके पास, या बिना पासपोर्ट के घुसे है वो लोग हिंदुस्तान में? સી. આઈ. પાસપોર્ટ માગતાં બોલ્યો. પણ જ્યારે નારાયણના ચેહરા ઉપર કોઈ ભાવ ન દેખાયા તો પોતાનો અવાજ ઊંચો કરીને બોલ્યો.

नारायण: नही, आई मीन, है ना सर। पासपोर्ट तो है, क्यों नही होगा। अभी दिखाता हु सर। શું જવાબ આપવો એ નારાયણને કંઈ સમજાયું નહિ એટલે ઉતાવળે ગાડી તરફ જવા લાગ્યો અને સી.આઈ.ને પણ આવવા કહ્યું.

જ્યારે નારાયણ અને સી.આઈ. બંને વાતો કરી રહ્યા હતા ત્યારે બાકીના ત્રણ કોન્સ્ટેબલ બીજી ગાડીઓની ડિક્કી ખોલાવીને તપાસ કરી રહ્યા હતા.

सर, यहां आइए जल्दी। ये देखिए, इनके पास क्या मिला है। અચાનક જ સી.આઈ.નું ધ્યાન પોતાની તરફ ખેંચતા એક કોન્સ્ટેબલ ચીલ્લાયો.

સી.આઈ. ત્યાં ગયો અને ગાડીમાં જે વસ્તુઓ હતી એ જોઈને તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. તે દોડતો સૌથી આગળ રહેલી ગાડી પાસે જવા લાગ્યો. જતા જતા પોતાની કમરે લટકાવેલી બંદૂક બહાર કાઢી અને ગાડીમાં આગળ બેઠેલા અંગ્રેજ તરફ તાકતા જોરથી બરાડ્યો.

सी.आई.: बताओ कौन हो तुम, और यहां इन हथियारों के साथ क्या कर रहे हो? किस उद्देश्य से हमारे देश में घूंसे हो? बताओ जल्दी।

હવે પેલા અંગ્રેજની આંખોના ભવાં સંકોચાયા. તેના ચેહરા ઉપર એકદમ ગુસ્સો ઉતરી આવ્યો. તેનો હાથ પોતાની બંદૂક ઉપર ગયો. નારાયણ સમજી ગયો હતો કે હવે શું થશે..! તેમ છતાં તેણે પેલા અંગ્રેજને ઇશારાથી આ ભૂલ ન કરવા કહ્યું.

પોતાનો અહમ્ ઘવાઈ રહ્યો હતો એ જોઇને ચૂપ બેસી રહે તો તે અંગ્રેજ શેનો. એના પહેલા કે સી.આઈ. બંદૂકનો ટ્રિગર દબાવે, પેલા અંગ્રેજે પોતાના હાથમાં રહેલી બંદૂકને સી.આઈ. તરફ તાકી અને ઝડપથી બંદૂકનો ટ્રિગર દબાવી દીધો.

'ધડામ..'

બંદૂકનો ભડાકો થતાની સાથે જ પેલા સી.આઈ.ની છાતીમાંથી એક ગોળી આરપાર નીકળી ગઈ. બંદૂકની આ ગોળી છાતીના ભાગે જ્યાંથી દાખલ થઈ ત્યાં તો નાનું નિશાન જ બન્યું હતું પણ પીઠમાં જ્યાંથી બહાર આવી ત્યાં ખુબ જ ઊંડો અને પહોળો ઘાવ કરી ગઈ હતી. પીઠના ભાગેથી માંસનો મોટો લોચો બહાર આવી ગયો હતો. સી.આઈ. ત્યાંનો ત્યાં જ મૃત્યુ પામ્યો.

સી.આઈ. માર્યો ગયો છે એ જાણીને બાકીના કોન્સ્ટેબલ ત્યાંથી ડરીને ભાગવાને બદલે પોતપોતાની રાયફલ ઉઠાવીને પેલા અંગ્રેજ સામે તાકી રહ્યા. પણ તેમની આ હરકત બહુ જ મોટી ભૂલ ભરેલી નીવડી. પેલા અંગ્રેજે તો કંઈ કરવું જ ન પડ્યું. તેનો એક ઈશારો જ કાફી થઈ પડ્યો. તેની સાથે આવેલા સિપાહીઓ માંથી ત્રણ સિપાહીઓ પોતાના હાથમાં રહેલા મશીનગન વડે એકસાથે અઢળક ગોળીઓનો વરસાદ કરવા લાગ્યા.

ત્રણેય કોન્સ્ટેબલ પણ ત્યાં જ શહીદ થઈ ગયા. કદાચ હજી પણ પેલા અંગ્રેજનો ગુસ્સો શાંત નહોતો થયો. તે સી.આઈ.ના બેજાન પડેલા શરીર તરફ ફર્યો અને બીજી બે ગોળીઓ તેની છાતીમાં ફાયર કરી. ગુસ્સામાં એક લાત સી.આઈ.ના લોહીલુહાણ અને મૃત શરીર ને મારી. વળી પાછો ગુસ્સામાં જોરથી બરાડ્યો,

' Asking me who am I, how dare you..? Why should a petty soldier like you question me? Now know who I am..? I am God for a beggar like you and for your poor and beggar country. You understand.. I am the king.. and will always be the king.. once that treasure is found, I will enslave your whole country again. I will loot everything that has grown in this country. You beggar.. '

ગુસ્સામાં પોતાના પગ પછાડતો અંગ્રેજ ગાડીમાં પોતાની જગ્યાએ જઈ બેઠો. ખુબ જ ઓછી ક્ષણોમાં આ બનાવ બની ગયો. સી. આઈ. અને બાકીના કોન્સ્ટેબલો નું લાલ રક્ત ત્યાંની જમીનને પણ લાલ કરી ગયું. પેલા અંગ્રેજે પોતાના બીજા માણસોને ઈશારો કરીને ગાડીમાં બેસવા કહ્યું. બધા ગાડીમાં બેઠા અને વળી પાછી ગાડીઓ રોડ ઉપર દોડવા લાગી.

આ તરફ સિરતના જહાજને એક સૂનસાન જગ્યાએ થોડીવાર માટે થોભાવ્યું હતું. વાતાવરણ ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. પવનનો વેગ વધી રહ્યો હતો. રાત્રિના અંધકારમાં રહેલી નીરવતાને આ પવન ભંગ કરી રહ્યો હતો. ધીમા વરસાદના ઝાપટાં ક્યારેક ક્યારેક લોકોને ભીંજવી જતા.

સિરત અને રાજ ઠાકોર મળીને દિલાવરની પત્નીના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી રહ્યા હતા. સિરતના માણસો લાકડા એકઠા કરવા માટે ગયા હતા. પણ રાત્રિના અંધકારમાં લાકડા લઈને આવતા વાર લાગી રહી હતી. જે મળતા એ પણ ધીમા ધીમા વરસાદમાં ભીંજાયેલા લાકડા મળતા.

પારુલના શરીર સાથે બધા લોકો નીચે ઊભા હતા. અચાનક જ પારુલના શરીરમાં ખુબ જ હલચલ વધવા લાગી.

राज ठाकोर: मैडम, मुझे नही लगता की हमारे पास इस बॉडी को दाह संस्कार करने जितना वक्त है। ये लोग लकड़ियां लायेंगे उतनी देर में तो कई सारे कीड़े इस बॉडी से बाहर निकल आयेंगे। રાજ ઠાકોર સમજી ગયો હતો કે જો હવે વધારે વાર સુધી આ ડેડબોડી એમને એમ રાખી તો શું થઈ શકે છે એટલે તેણે સિરતને કહ્યું.

सीरत: लेकिन राज साहब हमारे पास और कोई रास्ता भी तो नहीं है! हमने लोगों को लकड़ियां लाने केलिए भेजे है और जब तक वो सुखी लकड़ियां लेकर वापिस न आए तब तक हम कर भी क्या सकते है? સિરતે પોતાનો મત આપતા કહ્યું.

राज ठाकोर: एक और रास्ता है मैडम। अगर हमे सेफ रहना है तो हमे इसी वक्त इस बॉडी को जहाज की भट्टी में डाल देना होगा। हम बहस करने में जितना वक्त गवांएंगे, उतनी ही मुसीबत बढ़ती जायेगी। और अगर ये कीड़े बाहर आ गए तो फिर हम में से कोई भी उस दुनिया में तो क्या, जैसलमेर तक भी नहीं पहुंच पाएंगे। રાજ ઠાકોર પોતાનો ડર બતાવતા બોલ્યો. અને એક રીતે તેનો આ ડર સાચો હતો.

दिलावर: राज ठाकोर, जबान संभाल कर बात करो। तुम मेरी बीवी का शरीर जहाज की भट्टी में डालने की बात कर रहे हो? अगर तुमने ऐसा किया तो मैं तुम्हारी जान ले लूंगा। પારુલ નું માથું પોતાના ખોળામાં લઈને બેઠેલો દિલાવર, રાજ ઠાકોર ની વાત સાંભળીને એકદમ ભડકી ઉઠ્યો.

राज ठाकोर: अरे भाई, में कोई मजाक नही कर रहा। देखो, तुम्हारी बीवी तो अब तुम्हे और तुम्हारे बेटे को छोड़कर चली गई है। लेकिन अब अगर तुम्हे और तुम्हारे बेटे के साथ तुम्हारे लोगों को तुम सुरक्षित रखना चाहते हो तो यही एक रास्ता है। દિલાવરને શાંત કરવા માટે અને ત્યાં ઉપસ્થિત બીજા લોકો તેની વાત સમજે એ હેતુથી રાજ ઠાકોર બોલ્યો.

दिलावर: लेकिन, भट्टी में। सरदार, मुझे लगता है ये आदमी पागल हो गया है। इसे हमने साथ लेकर बहुत ही बड़ी गलती कर दी है। मुझे लगता है हमे इसे जहाज से बाहर कर देना चाहिए। ये आदमी हम सबकी हिफाजत करने के बजाय, हम सबको तोड़ने में लगा हुआ है। इसे बाहर कीजिए सरदार, इसे बाहर कीजिए। આંખોમાં આંસુ સાથે ગુસ્સામાં રાજ ઠાકોરને ગાળો આપતા દિલાવર બોલ્યો.

सीरत: देखो दिलावर, इस वक्त तुम्हारे ऊपर क्या गुजर रही है उससे मैं बहुत ही अच्छी तरह से वाकिफ हु, लेकिन इस तरह गुस्सा करना सही रास्ता नहीं है। वो आदमी पागल नही है, वो अच्छी तरह से जानता है की वो क्या कर रहा है। लेकिन अगर हमने पारुल के शरीर को नही जलाया तो क्या हो सकता है ये हम नहीं जानते। और अगर इस मुसीबत से हमे कोई बचा सकता है तो वो सिर्फ और सिर्फ ये आदमी है जिसे तुम पागल कह रहे हो। દિલાવરની બાજુમાં નીચે બેસીને તેને સમજાવતા સિરત બોલી. તેની વાત સાંભળી રહેલો દિલાવર નીચે જોઇને દુઃખનો માર્યો રડવા લાગ્યો.

सीरत: दिलावर, मेरी तरफ देखो। हम सबकुछ तुम्हारे बेटे केलिए ही कर रहे है। अगर हमने राज ठाकोर की बात नहीं मानी और पारुल के शरीर को नही जलाया तो अनर्थ हो जायेगा। कई लोग मारे जायेंगे। उन सब के खातिर, मान जाओ। पारुल के शरीर को जलाने की अनुमति दे दो। દિલાવરને રિકવેસ્ટ કરતા સિરત બોલી.

दिलावर: पारो, मुझे माफ कर देना। मैं तुम्हे ठीक से अग्नि भी नही दे पाया। ये मैने क्या कर दिया, है भगवान। હવે દિલાવરનું બધું જ દુઃખ આંખોમાંથી આંસુ અને તેના બુલંદ અવાજે રડવામાં દેખાઈ રહ્યું હતું. અંતે તેણે સિરતની વાત માનીને પારુલના શરીરને જહાજની ભઠ્ઠીમાં નાખવા માટે મંજૂરી આપી દીધી.

सीरत: दिवान साहब, दिलावर को संभालिए। દિલાવરને અતિશય મજબૂર અને ગુસ્સામાં રડતો જોઈ સિરતે દિવાન સાહેબને એને સંભાળવા માટે કહ્યું. બીજા ચાર જણને પારુલના શરીરને જહાજની ભઠ્ઠી તરફ લઈ જવા કહ્યું. પોતાની આંખોમાંથી સરી રહેલા આંસુને એક આંગળી વડે લુંછ્યું અને એક નજર દિલાવર તરફ નાખીને દુઃખી મને સિરત ત્યાંથી ચાલી ગઈ.

શું સિરત પેલા બાળકને બચાવી શકશે..?
શું ડેની ફરીવાર સિરત ને મળી શકશે..?
કેવી હશે પેલી દુનિયા..?

આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'