Parents who don't teach religion are like enemies in Gujarati Spiritual Stories by સુરજબા ચૌહાણ આર્ય books and stories PDF | ધર્મનું શિક્ષણ ના આપે મા-બાપ દુશ્મન સમાન છે

Featured Books
Categories
Share

ધર્મનું શિક્ષણ ના આપે મા-બાપ દુશ્મન સમાન છે

જે માતા-પિતા પોતાના સંતાનોને ધર્મનું શિક્ષણ ના આપે એ દુશ્મન સમાન છે. ત્યારના જમાનાના માતા પિતાની ઈચ્છા એવી છે કે મારાં બાળક ના દરેક શોખ પુરા થાય. માટે પોતે તકલીફ સહન કરીને પોતાના બાળકો ને પૈસા ખરીદી શકાય એવુ બધુજ લઇ આપે છે. માતા - પિતા એવુ વિચારે છે કે જે સુખ - સગવડ અમને નથી મળી એ અમારા બાળકોને પુરી પાડીએ. એટલે બાળક કઈ પણ જીદ્દ કરે એટલે તરત વસ્તુ લઈને આપી દે એટલે લાંબા ગાળે બાળક જિદ્દી થઇ જાય છે.

માં - બાપ બાળકના મોજ શોખ પુરા કરવામાં ધાર્મિક સંસ્કાર આપવાનુંજ ભૂલી જાય છે. આપણે ત્યાં કહેવત છે ને કે
"પાકે ઘડે કાંઠા ના ચડે " એમ બાળકને નાનપણ માં તમે ધર્મનું શિક્ષણ ના આપો તો પછી યુવાન થયા પછી એને ગમશે જ નહિ.


આપણે ફક્ત યુવાની સાંભળવાની છે. એ પણ આપણે નથી સંભાળી સકતા. આપણને બાળપણ માં તો માં -બાપ સંભાળી લેશે. વૃદ્ધ અવસ્થામાં સંતાનો સારા હશે તો એ સંભાળી લેશે. છતાં આપણે એક યુવાનીને નથી સંભાળી સકતા.

આ મોબાઈલ ફોન છે. એ નાક કાપવાનુ સાઇલેન્ટ હથિયાર છે. જો તમને વાપરતા આવડે તો મોબાઈલ તમારો મિત્ર છે. પણ જો વાપરતા ના આવડે તો મોબાઈલ તમારો શત્રુ છે. કારણ કે સમજદાર લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે અને મૂર્ખાઓનો મોબાઈલ ફોન ઉપયોગ કરે છે.

પૈસાદાર લોકો સંતાનોને આઈ ફોન અપાવીને પોતાને સમજદાર સમજે છે અને પોતાના પૈસાનું પ્રદર્શન કરે છે. ફેશનના નામે છોકરીઓ 50% શરીર દેખાય એવા કપડાં પહેરીને અંગપ્રદર્શન કરવા બહાર નિકળે છે. આપણા શાસ્ત્ર પ્રમાણે 80% શરીર ઢંકાય એવા વસ્ત્રો પહેરવા જોઈએ. અને ઘણા વાલીઓનું કહેવું એવુ છે કે અમારાં સંતાનો અમારું કહ્યુ નથી માનતા, તો એના પાછળ વાલીઓ જ જવાબદાર છે. કારણ,
" પાણી એવી વાણી અને અન્ન એવો મન્ન "
તમે જે ખાઓ છો એનું સીધો પ્રભાવ તમારા મન્ન પર પડે છે. કોઈ એકની વાત નથી. ગરીબ થી લઈને પૈસાદાર સુધી અને રાજા થી લઈને રંક સુધી બધા ખાય છે. તમે જે 10 રૂપિયાની વેફર ખવડાવો કે 50 રૂપિયાની કેટબરી તમારા લાડકવાયા સંતાનને ખવડાવો એમાં હોય શુ છે? ઘણાખરા પેકેટ્સ માં તેનો ટેસ્ટ વધારવા માટે ચરબીનો ફુવારો મારવામાં આવે છે. એમાં જરૂરી નથી કે ડુક્કર ની ચરબી હોય ગાય ની ચરબીનો પણ ફુવારો મારવામાં આવે છે, પેકેટ પર કોડવર્ડ ની ભાષા માં લખેલું પણ હોય છે. હવે તમે જ વિચારો તમારા સંતાનો ગાય ની ચરબી ખાસે તો તમારૂં ક્યાંથી માણસે. મિત્રો જેટલું અભણ લોકો માં - બાપનું કહ્યુ માને છે એટલું ભણેલ નથી માનતા.જેટલી ગામડામાં લાંગણી છે એટલી સિટીમાં નથી. કારણ શુ તો લો ઓફ ગ્રેવીટી. તમે જેટલાં જમીન થી જોડાયેલા રહેશો એટલા લાગણીશીલ રહીંશો. અને બહારનું ખાશો એટલી લાંગણી ઓછી થઇ જશે માંગણીઓ વધતી જશે. માણસ ની મેન જરૂરિયાત તો રોટી, કપડાં, અને મકાન જ છે. મિત્રો સુખી થવાના અનેક રસ્તા છે પણ બીજા કરતા વધારે સુખી થવાનો કોઈ રસ્તો નથી. તમે જોયું જાણ્યું હશે કેssc કે hsc માં ઓછા ટકાવારી આવે તો યુવાનો આત્મહત્યા જેવું હલકું પગલું ભરી લે છે. તો આમાં વાંક માં -બાપ નો છે. જ્યારે શ્રીમંદ્દ ભાગવત ગીતાનું જ્ઞાન ના આપે ત્યારે આત્મહત્યા કરે ને બાળક. એવુ ક્યારેય સાંભળ્યું છે કે ગાયો ભેંસો ચરાવવાના ડરથી કોઈ માલધારી એ આત્મહત્યા કરી