કેશવ ગરમાગરમ કઢી ખીચડી લઈને આવી ગયો. કેશવના આવતા જ નાયરા બેડ પરથી ગુસ્સામાં ઊભી થઈ અને કહ્યું.
" કેશવ...આ અજાણ્યો નંબર શેનો છે?"
" અજાણ્યો નંબર.. જરા બતાવ તો..." કેશવે નાયરાના હાથમાંથી ફોન લેતા કહ્યું.
" અરે આ... નાયરા તું નંદેસ્વર ગામ ગઈ હતી ને ત્યારે મને રસ્તે એક બાળક મળ્યો જેણે મદદ માટે મારી પાસેથી ફોન માંગ્યો હતો તો બસ આ નંબર એણે જ ડાયલ કર્યો હશે...પણ એમાં તું આટલી ગુસ્સે કેમ થઈ ગઈ?"
" કેશવ...પોલીસ ભલે તને શોધતી બંધ થઈ ગઈ છે પણ તું જે ગામમાં બવાલ કરીને આવ્યો છે અને તે જે થોડાક મહિનાઓ પહેલાં પેલા અપરાધીઓને ઠેકાણે લગાડ્યા છે એનાથી તારા દુશ્મન ઘટયા નથી વધ્યા છે...હોય શકે એ બાળક તારા કોઈ દુશ્મને જ મોકલ્યો હોય..."
" યાર તું કેટલો વિચાર કરે છે?? જો કોઈ દુશ્મન મને મારવા માંગતો હોય તો મને આરામથી મારી શકે છે...આમ બાળકને મોકલીને મારો નંબર લેવાની શું જરૂર??"
નાયરા હજુ પણ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી.
" નાયરા...આઈ એમ સોરી...આજ પછી આવું ભૂલ હું ક્યારેય નહી કરું બસ..."
નાયરા એ તુરંત કેશવનો હાથ પકડી લીધો અને ભાવુક થતાં કહ્યું. " કેશવ...સાચું કહું તો હું તને ખોવા નથી માંગતી..... મેં પહેલા જ ઘણું બધું ગુમાવી ચૂકી છું...અને જો કાલ સવારે તને કંઈ થઈ ગયું તો..."
" બસ નાયરા...તારે આગળ બોલવાની કંઇ જરૂર નથી..." કેશવે નાયરાના હોઠો પર આંગળી મૂકતા કહ્યું.
બન્ને જ્યારે થોડાક હોશમાં આવ્યા ત્યારે એકબીજાથી અલગ થયા અને બન્ને સાથે મળીને જમવા બેસી ગયા.
જમી લીધા બાદ કેશવે પોતાની આતુરતાનો અંત લાવવા પૂછ્યું. " નાયરા...શું માહિતી મળી? અંશ ઠીક તો છે ને? અને મારા મમ્મી એ ક્યાં છે? તું મળી એમને?"
કેશવના ગંભીર થયેલા સવાલ સામે સત્ય કહેવાની હિંમત નાયરામાં નહોતી પરંતુ જે છે એ કહેવું પણ જરૂરી હતું એટલે તે બોલી. " કેશવ.... મેં અંશ વિશે એવું સાંભળ્યું કે એ કોઈ પ્રિશા નામની પોલીસ ઓફીસર સાથે ભાગી ગયો છે..."
" વોટ?? અંશ પ્રિશા સાથે ભાગી ગયો? આ કઈ રીતે શક્ય છે?"
" મેં પણ જ્યારે આ વાત સાંભળી તો મને પણ મારા કાન પર વિશ્વાસ ન થયો પરંતુ આ જ સત્ય છે.."
" અને મારા મમ્મી એને તું મળી કે નહિ?"
" શરૂથી વાત કરું તો થયું એવું કે જ્યારે તું એ ઘટના સ્થળની ભાગી ગયો ત્યારે અંશ બેહોશ થઈને જમીન પર પડી ગયો હતો..ત્યાર બાદ અંશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં એમની સારવાર કરવામાં આવી પરંતુ જ્યારે અંશને હોશ આવ્યો તો એ પોતાની યાદદાસ્ત ગુમાવી ચુક્યો હતો.... ડોકટરે ઘણી ટ્રીટમેન્ટ કરી પરંતુ અંશને હોશ ન આવ્યો પરંતુ એક દિવસ પ્રિશા અંશને મળવા હોસ્પિટલ ગઈ તો ત્યાંથી પ્રિશા અંશને પોતાની સાથે ભગાડીને લઈ ગઈ....અને એની સાથે અંશના મમ્મી લક્ષ્મી બેન અને તારા મમ્મીને પણ એમની સાથે જ લઈ ગઈ..."
" અંશની યાદદાસ્ત જવી એ વાત પર મને જરા પણ વિશ્વાસ નથી.."
" હમમ...રાઈટ કેશવ...અંશ જ્યારે પ્રિશા સાથે ભાગી ગયો એ પછી પોલીસ અને ગામવાળાઓને પણ જાણ થઈ કે અંશ યાદદાસ્ત ગુમાવવાનું નાટક કરતો હતો.."
" અત્યારે અંશ ક્યાં છે? કોઈ ખબર મળી?"
" ના કેશવ...પોલીસ પણ હજુ સુધી અંશને નથી શોધી શકી..."
" મારા મમ્મી અંશ સાથે છે તો મને કોઈ ચિંતા નથી પણ આ અંશ પ્રિશાની સાથે કેમ છે? મને તો એ જ સમજ નથી પડી રહી..." કેશવ ના દિમાગમાં હજારો સવાલ ઘૂમી રહ્યા હતા.
*************************
પોતાના પિતાની તસ્વીર સામે ઊભો રોકી બોલ્યો.
" પપ્પા...હું જાવ છું...તમારા સૌથી મોટા દુશ્મનને ખતમ કરવા કે જેણે આપણા આખા પરિવારનો નાશ કર્યો...તમને જીવતા સળગાવ્યા.. મારા કાકાને ટ્રેકટર પાછળ બાંધી આખા ખેતરમાં દોડાવ્યા, મારા કાકીના શરીરમાં કરંટ દોડાવ્યો...આટલી ક્રૂરતા તો કોઈ દુશ્મન પણ ન કરે એવું કૃત્ય તે કર્યું છે અંશ! તારા મોતના દિવસો નજદીક છે...જેટલું ભાગવું હોય, દોડવું હોય એટલું દોડી લે કારણ કે હું તારો વિનાશ કરવા આવી રહ્યો છું..."
રોકી નંદેસ્વર ગામમાંથી કાર મારફતે મુંબઈ જવા નીકળી ગયો. એની પાછળ ટ્રક ભરાઈને પચાસેક માણસો પણ આવી રહ્યા હતા. શું રોકી અંશને ખતમ કરવામાં કામયાબ થશે? શું અંશ અને કેશવ ફરી ક્યારેય મળી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.
ક્રમશઃ