Agnisanskar - 73 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 73

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 73



નંદેસ્વર ગામ જતી બસમાં નાયરાને બેસાડીને કેશવ ઘરે જવા નીકળી ગયો. બપોરના બાર થવા આવ્યા હતા અને રસ્તે ખાસી એવી ભીડ પણ થઈ ગઈ હતી. છોકરાઓ સ્કુલેથી છૂટીને ઘરે જવા રવાના થઈ રહ્યા હતા. ત્યાં જ થોડે દૂરથી એક છોકરો જેણે સ્કૂલનો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો એ દોડતો કેશવ પાસે આવ્યો અને વિનંતી કરતા બોલ્યો.
" ભૈયા...પ્લીઝ આપ મેરી એક મદદ કરેંગે??"

" કેસી મદદ?"

" મેરે પાપા અભી તક મુજે લેને નહિ આયે ક્યાં મેં આપકે ફોન સે મેરે પાપા કો એક કોલ કર સકતા હૂં."

" અરે ઇતની સી બાત.. યે લો બાત કર લો..."

" થેંક્યું ભૈયા...." એ બાળકે એક નંબર ડાયલ કર્યો અને થોડીક વાતચીત કરીને કેશવને ફોન પરત કરી દીધો. જતી વખતે ફરી એક વખત આભાર માનતો એ બાળક જતો રહ્યો.

કેશવ ખુશ થતો ત્યાંથી ચાલતો બન્યો. ત્યાં જ થોડે દૂરથી એક અજાણ્યા વ્યક્તિ એ કેશવના ફોટો કેપ્ચર કર્યા અને એક ડેવિલ સ્માઈલ સાથે તેણે રોકીને ફોન કર્યો.

" શું સમાચાર છે?" આરામખુરશી પર બેસીને રોકી એ કહ્યું.

" બોસ સમાચાર તો જોરદાર છે...અંશનો જુડવા ભાઈ પણ મળી ગયો છે..."

" અચ્છા...ક્યાં છે એ મુંબઇમાં?"

" ના બોસ આ કેશવ તો દિલ્હીમાં રહે છે...."

" હમમ....અને મેં તને કહ્યું હતું એ કામ થઈ ગયું ને?"

" હા બોસ....કેશવનો મોબાઈલ નંબર પણ મેં લઈ લીધો છે.. હું હમણાં એમનો ફોટો અને નંબર તમને સેન્ડ કરું છું..."

રોકી તુરંત આરામખુરશી પરથી ઊભો થયો અને અરીસામાં જોઈને કહ્યું. " ચલ રોકી...લુક ચેન્જ કરવાનો સમય આવી ગયો છે... હું મુંબઇ આવું છું તને મળવા અંશ...પરંતુ એ પહેલા હું એ પોલીસ ઓફિસરને મળવા માંગીશ જેના સહારે તું અહીંયાથી ભાગી ચુક્યો હતો.... પ્રિશા...તારી સાથે મુલાકાત તો ઘણી રસપ્રદ રહેવાની છે..."

****************

બસ આખરે નંદેસ્વર ગામ પહોંચી ગઈ. નાયરા થોડીક ગભરાયેલી જરૂર હતી પણ સાથે બહાદુર પણ થઈ ગઈ હતી.
તેણે એક રિપોર્ટરનો ભેસ બદલીને અંગૂઠા ચાપ અને ગરીબ લોકોના ઘરે જઈને અંશ, કેશવ અને એના મમ્મી વિશે પૂછતાછ કરી. એક બે દિવસની પૂછતાછ અને ઓટલા પર બેઠેલા વડીલોની વાતો સાંભળીને નાયરા એ જરૂરી માહિતી એકઠી કરી લીધી અને બે દિવસ બાદ નાયરા ફરી દિલ્હી જવા રવાના થઈ.

નાયરાની રાહ જોતો કેશવ બસ સ્ટેન્ડ પર ઊભો હતો. નાયરાને મળવા જાણે એ તલપાપડ થઈ રહ્યો હતો. જેમ નાયરા બસમાંથી ઊતરી ત્યાં તો કેશવ દોડીને એમને ગળે વળગી પડ્યો.

" નાયરા... નાયરા....તને કેટલી મિસ કરી મેં...."

" કેમ મારા વિના બે દિવસ પણ ન કાઢી શક્યો??" કમર પર હાથ ટેકવી નાયરા એ કહ્યું.

" બે દિવસ! અરે બે પળ પણ તારા વિના પસાર કરવા મારા માટે અઘરા બની ગયા હતા..." કેશવના ચહેરા પર નાયરાને લઈને પ્રેમ સાફ સાફ દેખાઈ રહ્યો હતો.

નાયરા મનોમન સમજી ગઈ હતી કે કેશવ એને જાનથી પણ વધારે પ્રેમ કરવા લાગ્યો છે. અને નાયરા પણ હવે કેશવથી દૂર રહી શકતી ન હતી. બન્ને એકબીજા પ્રત્યેનો લગાવ છુપાવતા ઘરે જવા રવાના થઈ ગયા.

બેડ પર આડી પડીને નાયરા એ કહ્યું. " હાશ.....હું તો સાવ થાકી ગઈ...!"

" તું આરામ કર હું હમણાં દોડીને હોટલમાંથી કંઇક ગરમાગરમ જમવાનું લઈ આવું છું..." કેશવ દોડીને જતો રહ્યો.

" અરે પણ તારો ફોન તો લેતો જા...." નાયરા એ ઉંચા અવાજે કહ્યું પણ કેશવ રૂક્યા વિના જ નીકળી ગયો.

નાયરાનો ફોન ચાર્જ કરવા રાખેલો હતો અને કેશવનો ફોન બાજુમાં જ પડેલો હોવાથી નાયરા એ ટાઇમપાસ માટે કેશવનો ફોન મચેડવાનો શરૂ કર્યો.

ગેલેરીમાં એક પછી એક ફોટો જોઈ રહી હતી. એક બે એમ કરીને સો જેટલા ફોટો જોઈ લીધા. પરંતુ આ બધા ફોટોમાં કેશવ ક્યાંય ન દેખાયો બસ કેશવના ફોનમાં નાયરાના જ ફોટો હતા.

" એકદમ પાગલ છે કેશવ.....મારા ફોનમાં મારા એટલા ફોટો નહિ હોય જેટલા ફોટો આણે એના ફોનમાં સેવ કરી રાખ્યા છે..." નાયરા મંદ મંદ સ્મિત આપતી બસ ફોન જોતી જઈ રહી હતી ત્યાં એનું ધ્યાન એક અજાણ્યા નંબર પર ગયું.

" આ નંબર કેનો છે? કેશવે કોઈ અજાણ્યા નંબર પર કોલ કરેલો...? " નાયરા એકદમ બેઠી થઈ ગઈ. તેણે નંબરની બાજુમાં જોયું તો ડેટ અને સમય પણ દર્શાવેલો હતો.

" આ તો એ જ સમય અને તારીખ છે જ્યારે હું નંદેસ્વર ગામ જવા નીકળી હતી...મારા ગયા પછી કેશવે કોને કોલ કર્યો હશે?"

નાયરા એ ટ્રુ કોલરમાં ચેક કરીને જોયું તો ત્યાં પણ કોઈ નામ પ્રદશિત નહોતું થઈ રહ્યું.

ક્રમશઃ