" અત્યારે આ લીલાવતીને એ બધા ક્યાં છે?" અંશે પૂછ્યું.
" એ હાલમાં તો ઇન્ડિયાની બહાર છે પરંતુ છ મહિના પછી એ લોકો મુંબઇ આવી જશે.."
" અને મુંબઈમાં આવતા જ તું એને ખતમ કરવા માંગે છે..."
" હા અંશ...."
" કોઈ પ્લાન તૈયાર કર્યો છે??"
" અગ્રવાલ સ્ટીલ કંપની છ મહિના પછી પોતાની ગોલ્ડન જુબ્લી ઉજવવા જઈ રહી છે..જેના માટે એક ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે....આ ફંક્શનમાં ઘણા નામચીન મહેમાનો આવશે....લોકો એકબીજા સાથે મળશે પાર્ટી કરશે અને અંતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે..."
" પ્રેસ કોન્ફરન્સ??"
" હા, લીલાવતી નવીન અને આરવ આ ત્રણેય સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ કરશે જ્યાં એ લોકો પોતાના નવા પ્રોજેક્ટ વિશે સૌને માહિતી આપશે..."
" પ્રેસ કોન્ફરન્સમાં તો મોટા ભાગે પત્રકારો જ હશે .."
" એકજેટલી....અને આ જ પ્રેસ કોન્ફરન્સમાં તું પત્રકાર બનીને મારું કામ પૂરું કરીશ..."
" ત્યાંની સિક્યોરીટી ટાઇટ હશે અને કદાચ બોડીગાર્ડ પણ હશે તો આ બધાની વચ્ચે હું લીલાવતી સુધી કઈ રીતે પહોંચીશ?"
" તું કદાચ ભૂલી રહ્યો છે કે અગ્રવાલ કંપનીની જે માલકીન છે એ મારી સોતેલી મા છે....હું જ્યાં ચાહું જ્યારે ચાહું હું જઈ શકું છું... નહિ મારી કોઈ ચેકીંગ થશે કે ન બોડીગાર્ડની નજર મારા પર ફરશે...."
અંશ એટલી જ વાતમાં પૂરી વાત સમજી ગયો અને બોલ્યો.
" વાહ... પ્રિશા...દિમાગ તો તારો પણ તેજ છે..."
" એક વર્ષથી તારી સાથે રહું છું ને કઈક તો અસર થાય જ ને મારામાં...."
બન્ને એકસાથે હસી પડ્યા. છ મહિના સુધીનો સમય હોવાથી પ્રિશા એ પ્લાનની પૂરી વાત ન જણાવી અને અંશે પણ જાણવી જરૂરી ન સમજી. પ્રિશાને અંદરથી પૂરો વિશ્વાસ હતો કે એનો પ્લાન સફળ થઈ જશે પરંતુ આ પ્લાનની અડચણ બનવા રણજીત સિંહ રોકી બનીને પોતાનો બદલો પૂરો કરવા તૈયાર થઈ ગયો હતો.
" બોસ...અંશ અને પ્રિશા બન્ને મળી ગયા છે... હું જલ્દી એ ફોટોઝ તમને સેન્ડ કરું છું..."
" વેરી ગુડ..અને હા મારું હજુ એક કામ તારે જ પૂરું કરવાનું છે યાદ છે ને?" રોકી એ કહ્યું.
" જી બોસ...તમે ચિંતા ન કરો હું થોડાક દિવસમાં જ એ કામ પણ ખતમ કરી લઈશ..."
રોકી નંદેસ્વર ગામમાં રહીને જ મુંબઈની ગલીઓમાંથી અંશ અને પ્રિશાને શોધી કાઢ્યા હતા.
" અંશ ચોહાણ કહેવામાં તો તું મારો નાનો ભાઈ છે...પણ અત્યારે તો તું મારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે...તૈયાર થઈ જા અંશ હું આવું છું તને અને તારા પરિવારને ખતમ કરવા માટે...."
*********************
" આ લે તારો ન્યુ ફોન...." નાયરા એ અંશના હાથમાં ન્યુ ફોન આપતા કહ્યું.
" મારે આ ફોનને શું કરવો?? મારી લાઇફ માં એક તું જ છે, જ્યારે મારે કોઈ કામ હશે ત્યારે તને અવાજ દઈને બોલાવી લઈશ..."
" તારે તારા ભાઈ સાથે નથી મળવું?"
" હા નાયરા મળવું તો ઘણું છે પણ મને નથી ખબર એની સાથે પોલીસે શું કર્યું હશે? એ જીવતો હશે કે નહિ એ પણ મને નથી ખબર...." કેશવ ઉદાસ થઈને બોલ્યો.
" તું જો કહે તો હું તારા ગામમાં જઈને જાણી આવું કે અંશ સાથે શું થયું હશે? અને બની શકે તો તારા મમ્મીને પણ અહીંયા દિલ્હી લેતી આવું..."
" વાહ યાર!!!! શું આઈડિયા આપ્યો... સાલો મારા મનમાં આવો વિચાર કેમ ન આવ્યો?? થેંક્યું થેંક્યું થેંક્યું...." કેશવ ખુશીથી પાગલ થઇ ગયો અને સીધો જ નાયરાને ભેટી પડ્યો.
નાયરા ચોંકીને એકદમ ઊભી રહી ગઈ. જાણે નાયરા ખુદ પણ ચાહતી હતી કે કેશવ એમને ગળે મળે. કેશવ એનાથી અળગો થયો અને બોલ્યો. " હું તને મારા ગામ સુધીની બસમાં બેસાડી દઈશ...પણ તું ત્યાં ક્યાં રોકાઈશ? તારું ત્યાં કોઈ છે પણ નહી.."
" તું એની ચિંતા ન કર...હું એકજસ્ટ કરી લઈશ..."
" સાચું કહું તો મને મમ્મીની યાદ બોવ આવે છે.... પિતાના ગયા પછી હું જ એનો એક સહારો હતો અને એ જ મારો એક સહારો હતો...અત્યારે મારી મા મારા વિશે શું વિચારતી હશે??" કેશવ ભાવુક થઈને પોતાના મનના રહેલી વાતો બોલવા લાગ્યો. થોડીક વાતો કરીને એનું મન હળવું થઈ ગયું.
શું નાયરા અંશ વિશેની માહિતી મેળવવામાં કામયાબ થશે? અને રોકીનો આખરે પ્લાન શું છે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.
ક્રમશઃ