Agnisanskar - 71 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 71

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અગ્નિસંસ્કાર - 71



" આ તું શું બોલે છે? પ્રિશા...તારા પિતાનું ખૂન....શું થયું હતું એની સાથે અને કોણે કર્યું??" ઉંચા અવાજે અંશ બોલી ઉઠ્યો. પ્રિશા એ આસપાસ નજર કરી અને કહ્યું. " આપણે ઘરે જઈને વાત કરીએ..."

બન્ને ચાલતા ચાલતા વાતો કરતા ઘર તરફ જવા નીકળી ગયા. ત્યાં થોડે દૂરથી એક અજાણ્યા વ્યક્તિ એ પોતાના કેમેરામાં પ્રિશા અને અંશના ફોટો કેપચર કરી લીધા.

પ્રિશા ઘરે પહોંચી અને એમણે પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું.

" મારા પરિવારમાં હું મારા મમ્મી અને પપ્પા અમે ત્રણેય ખુશી ખુશી પોતાનુ જીવન વ્યતીત કરી રહ્યા હતા. મારા પપ્પા એ સમયના અગ્રવાલ સ્ટીલ કંપનીના માલિક હતા.

" અગ્રવાલ સ્ટીલ કંપની!! એ તો ઇન્ડિયાની ટોપ કંપનીમાંની એક કંપની છે..."

" હા એ કંપનીની સ્થાપના મારા પપ્પા તો કરી કરી હતી. મોટા બંગલામાં રહેવું, ચાર પાંચ ફોરવિલમાં ફરવું...મોંઘી હોટલમાં જમવું...અમારી માટે સાવ સામાન્ય બની ગયું હતું. પરંતુ અચાનક એક ઘટના એ અમારા પરિવારનું સુખચેન છીનવી નાખ્યું..જ્યારે હું સાત વર્ષની હતી ત્યારે મારી માનું કેન્સરના લીધે અવસાન થઈ ગયું...હું ખૂબ રડી એટલી રડી કે મને હોસ્પિટલ દાખલ કરવી પડી.....દિવસો પસાર થતા ગયા એમ મારા પપ્પા એ ખુદને સંભાળી લીધા પરંતુ હું મારી માને ન ભૂલી શકી. દિવસ રાત બસ હું ચૂપચાપ બેસી રહેતી. પપ્પા સાથે જઘડો કરીને ખુદને રૂમમાં બંધ કરીને રડ્યા કરતી. મારી આવી હાલત જોઈને મારા પપ્પાને લાગ્યું કે મારે માની કમી છે, એટલે તેમણે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. એકાદ વર્ષ બાદ મારા પપ્પા એ લીલાવતી નામની સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. મારી સોતેલી મા...મને તો નફરત છે એના નામથી પણ..."

" કેમ શું થયું હતું?"

" મારી સાથે પ્રેમથી રહેવાની એણે ખૂબ કોશિશ કરી પણ હું હંમેશા એનાથી દુર જતી. મને અંદરથી એ વ્યક્તિ કપટ લાગતી અને એનું આ છળકપટ પણ મેં એ સમયે જોઈ લીધું જ્યારે હું બાર વર્ષની થઈ. સ્કુલેથી હું જ્યારે ઘરે વહેલી પહોંચી ગઈ તો મેં જોયું લીલાવતીની સાથે એક પુરુષ એકદમ ચીપકીને એની સાથે બેઠો હતો અને મને એના અફેરની જાણ પણ થઈ ગઈ....હું તરત રૂમની અંદર ગઈ અને એનો વિરોધ કર્યો તો એણે મારા પપ્પાને મારી નાખવાની ધમકી આપી. હું ડરી ગઈ...મારી મા હું વર્ષો પહેલા જ ખોઈ બેસી હતી અને એટલે હું મારા પપ્પાને ખોવા નહોતી ઈચ્છતી એટલે મેં આ વાત મનમાં જ દબાવી રાખી અને જે થઈ રહ્યું હતું એ થવા દીધું..ધીમે ધીમે મને મારા ઘરથી નફરત થવા લાગી. જ્યારે પણ હું એ લીલાવતીને જોતી તો મારામાં ક્રોધ ભરાઈ જતો..જેના લીધે મારું મન ભણતરમાં નહોતું લાગી રહ્યું. અને એટલે જ હું ઘર છોડીને બીજા શહેરમાં જતી રહી. જ્યાં હું હોસ્ટેલમાં રહેતી અને ત્યાં જ ભણતી હતી. જીવન મારું શાંતિથી પસાર થઈ રહ્યું હતું કે અચાનક મને ઘરેથી કોલ આવ્યો કે મારા પપ્પા પણ કેન્સરના લીધે મૃત્યુ પામ્યા છે... મારા હાથમાંથી ફોન પડી ગયો! હું ત્યાં જ બેહોશ થઈને જમીન પર પડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે મારા પપ્પાની શવ યાત્રા મારા નજર સામેથી જઈ રહી હતી. એકમાત્ર જેનો સહારો હતો એ પણ ઈશ્વરે છીનવી લીધો...."

" પણ તે તો કહ્યું કે તારા પિતાનું ખૂન થયું છે?"

" હા હું પણ એ જ સમજતી હતી કે મારા પપ્પાનું કેન્સરના લીધે મૃત્યુ થયું છે પણ મને હકીકતની જાણ ત્યારે થઈ જ્યારે એક કેસ દરમિયાન હું અને મારી ટીમ એક હોસ્પિટલમાં પહોચી. આ એ જ હોસ્પિટલ હતી જ્યાં મારા પપ્પાનું ટ્રીટમેન્ટ ચાલતું હતું. એક જૂના કેસને ફરી ખોલવામાં આવ્યો હતો અને હું એના વિશે હોસ્પિટલમાં રિપોર્ટ શોધી રહી હતી આ રીપોર્ટની શોધખોળમાં મારા હાથે મારા પપ્પાના નામનો રિપોર્ટ હાથમાં લાગ્યો અને મેં જોયું તો એના ડેથ રીજનમાં ડ્રગ્સ કંજ્યુમ લખેલું હતું...મારા પપ્પાને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને એનાથી એનું મૃત્યુ થયું હતું..."

" ડ્રગ્સ! આવું કાવતરું કોણે ઘડ્યું?"

" મારી સોતેલી મા એ...."

" આર યુ સ્યોર??"

" હા મને પૂરો વિશ્વાસ છે કે આ ખૂન એણે જ કર્યું છે.. કારણ કે એ મારા પપ્પાની સો કરોડની કંપની હડપી લેવા માંગતી હતી.."

" મતલબ અત્યારે અગ્રવાલ સ્ટીલ કંપની જેની વેલ્યુ સો કરોડની છે એ તારી સોતેલી માના નામે છે..!"

" મને પણ એવું જ હતું કે લીલાવતી જ સો કરોડની કંપનીની માલિક હશે પણ છ મહિના પહેલા જ મને જાણ થઈ કે આ અગ્રવાલ સ્ટીલ કંપનીનો માલિક લીલાવતી નહિ નવીન શર્મા નામે છે.."

" નવીન શર્મા કોણ?"

" જેની સાથે એનું વર્ષો પહેલા અફેર ચાલતું હતું એનો બોયફ્રેન્ડ નવીન શર્મા..."

" ઓહ માય ગોડ! આટલી મોટી ગેમ....પણ મને એ નહિ સમજાયું કે તારી પાસે પ્રૂફ છે તો પછી તું મદદ માટે મારી પાસે શા માટે આવી ? તું ખુદ પોલીસ ઓફિસર હતી તો તું આરામથી એમને પકડી શકતી હતી ને?"

" કરોડો રૂપિયા છે એમની પાસે, આટલી મોટી હસ્તીની સામે કાયદાથી લડવામાં વર્ષો જતાં રહે છે અને કદાચ જો આપણે કેસ જીતી પણ જઈએ તો નેતાઓની મદદથી એ લોકો આરામથી જેલની બહાર નીકળી જશે.."

" તો તારો પ્લાન શું છે??"

" લીલાવતી, એનો ભાઈ આરવ અને એનો બોયફ્રેન્ડ નવીન આ ત્રણેયનો હું જીવ લેવા માંગુ છું...જ્યાં સુધી એની શવયાત્રા ન જોઈ લવ ત્યાં સુધી મને ચેન નહિ પડે..."

શું પ્રિશા પોતાનો બદલો લઈ શકશે? અને કોણ છે જેણે ચોરિચુપે પ્રિશા અને અંશનો ફોટો ખેંચ્યા. જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ