એક જૂની કહેવત છે કે મને તમારા પાંચ મિત્રો બતાવો અને હું કહી શકીશ કે તમારું ભવિષ્ય કેવું હશે... આ એક જૂની કહેવત છે. આ કહેવત સાચી છે, પણ એમાં ઉમેરો કરવાનું મન થાય છે. હવેની કહેવત છે કે તમે જેવું વાંચો છો, જેવા વિડિયોઝ જોવો છો ,જેવો કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો અને જેવી રીતે ટેકનોલોજી વાપરો છો એવું તમારું ભવિષ્ય બને છે. આજનો જમાનો ઇન્ફોર્મેશન અને કન્ટેન્ટ નો જમાનો છે વ્યક્તિ રોજ નવા નવા કન્ટેન્ટ અને માહિતીઓને મેળવે છે, તેનું પૃથક્કરણ કરે છે તેને સ્કીલ અને ટ્રેનિંગમાં ફેરવે છે ,અને એ ટ્રેનિંગ પોતે પોતાના અને બીજાના જીવનમાં ઉતારે છે. જે ટ્રેનિંગ વર્ષો પહેલા ઘણા પૈસા આપીને મળતી હતી એવી લાઈફ કોચિંગ, હેલ્થ કેર, અને એડવાન્સ સોફ્ટ સ્કીલ ટ્રેનિંગ હવે આ સમયમાં ફ્રીમાં સોશિયલ મીડિયા પર અને એઆઈ એપ્લિકેશન્સ પર ઉપલબ્ધ છે.
નેટવર્ક માર્કેટિંગ, મોટીવેશનલ કોચિંગ, સબ કોન્સીયસ પ્રોગ્રામિંગ આવા વિષયો હવે જુના થતા જાય છે. ટેકનોલોજી અને રોબોટિક્સ દુનિયાને નવા અને વધુ ઝડપી એવા નોલેજ વર્ચ્યુઅલ વર્લ્ડ સાથે કનેક્ટ કરે છે. હવેનો સામાન્ય વિદ્યાર્થી, મિત્રો અને પરિવાર કરતાં વધુ સમય મોબાઇલ પર અથવા ટેબલેટ પર વ્યતિત કરે છે. સાયકોલોજી જેવો સબ્જેક્ટ ભણવા માટે આજે કોઈ ડિગ્રીની જરૂર નથી. કેટલાક પ્રાઇવેટ પ્લેટફોર્મ હવે પોતાનું સર્ટિફિકેટ આપતા પણ થયા છે. આવા સમયમાં ફોર્મલ એજ્યુકેશન અને ટ્રેનિંગ વગર કાઉન્સેલિંગ કન્સલ્ટિંગ આપતા ઘણા બધા વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. એટલે કહેવું જરૂરી છે કે આજનું ભણતર ડિગ્રી પર આધારિત નથી. હું પોતે એક એસ્ટ્રોલોજર અને ન્યુમેરોલોજી એક્સપર્ટ છું. અને પૂરતા અભ્યાસ સાથે કહું છું, કે વ્યક્તિ જેવું કન્ટેન્ટ સિલેક્ટ કરશે અને જે પ્રકારનું સ્ટડી પોતાની ઉમરના 10 થી 19 વર્ષમાં કરશે તે પ્રકારની જીવનશૈલી આવનાર નવ વર્ષ એટલે કે 20 થી 29 વર્ષ દરમિયાન ભોગવશે. આમ નવું વર્ષે કરેલી મહેનત નું રીઝલ્ટ 18 વર્ષે પ્રાપ્ત થશે અને 18 વર્ષે કરેલી મહેનતનું રીઝલ્ટ 27 વર્ષે પ્રાપ્ત થશે. આમ અંક શસ્ત્ર પ્રમાણે જીવન નવ વર્ષના એક સંપૂર્ણચક્રમાં વહેંચાયેલું છે.
આયુ ના શૂન્ય થી નવ વર્ષ વ્યક્તિને સુરક્ષા, પ્રેમ ,આત્મવિશ્વાસ અને મહેનત માટે તૈયાર કરવામાં આવે. તો 10 થી 18 વર્ષ દરમિયાન તેનું એકેડેમિક કેરિયર મહેકી ઉઠશે અને એ પ્રકારે એની આવતી નવ વર્ષની સાયકલ ચાલશે. તને શરૂઆતથી જ કસરત યોગ્ય સ્વાસ્થ્ય અને ટેકનોલોજીનો યોગ્ય તેમજ વિવેક પુર્વક ઉપયોગ શીખવાડવામાં આવશે તો તે આવતા નવ વર્ષમાં જ સફળતાનો સ્વાદ ચાખી લેશે. અને પોતાના પપ્પા અને દાદા કરતાં પણ ખૂબ જલ્દી પૈસા નું વ્યવસ્થાપન કરતા પણ શીખી લેશે.
તમે જ વિચાર કરો 2009માં તમે જે કંઈ પણ શીખેલું એનો આધાર 2018 સુધી તમારી સાથે રહ્યો. આવું ઘણા બધા વ્યક્તિઓ સાથે બને છે અને લગભગ દરેક વ્યક્તિ આવું જ કંઈક અત્યાર સુધી કહે છે કે ભૂતકાળની ટ્રેનીંગ એ ભવિષ્યનો આધાર બને છે. ભૂતકાળમાં મનને પોઝિટિવ, સ્ટેબલ અને વાસ્તવિક ટ્રેનિંગ આપવામાં આવશે જે તર્ક અને વિજ્ઞાન થી સભર હશે, તો ભવિષ્ય માટે પણ પોઝિટિવ આધાર બનશે. જીવન આજે પણ એટલું જ અસલામત અને સંયોગથી ભરેલું છે પણ આપણે શક્ય એટલું બુદ્ધિના વિકાસ પર અને યોગ્ય કર્મ કરવા પર જોર આપીશું તેમજ પોતાને અને પોતાના બાળકોને ખરાબ સંગતથી દૂર રાખીશું તો ચોક્કસ આપણે આપણું ભાગ્ય બનાવી શકીશું.
બધા જ વાંચકોને એક નમ્ર વિનંતી છે તમે જો કોઈપણ પ્રકારના દુઃખથી પીડિત હોવ..
તો પોતાની જીવન શૈલી, આસપાસના લોકો, અને મોબાઈલ પર તમે જે પ્રકારનું કન્ટેન્ટ સર્ચ કરો છો એનો અભ્યાસ કરજો તમને ક્યાંક ને ક્યાંક તમારા દુઃખનું કારણ મળી જ રહેશે. અને એ કારણથી તમે જેટલી જલ્દી પોઝિટિવલી દૂર થઈ જશો એટલી જલ્દી તમે સ્વસ્થતા પ્રાપ્ત કરી લેશો. પ્રયોગ આવશ્ય કરજો.