Prem - Nafrat - 125 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૨૫

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૨૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨૫

મીતાબેન રચનાને અંદરના રૂમમાં લઈ ગયા. જ્યાં રણજીતલાલની મોટી તસવીર હતી. એમાં એમનો ચહેરો હસતો હતો. મીતાબેને એમને વંદન કરીને કહ્યું:આજે અમે તમારી પાસે માર્ગદર્શન લેવા આવ્યા છે. તમારા આત્માની શાંતિ માટે અમે લખમલભાઈના પરિવારને ધંધામાં બરબાદ કરવાની કસમ ખાધી હતી. અમે ઘણા અંશે એમાં સફળ થયા છે. હવે એવા સંકટમાં આવી ગયા છે કે શું કરીએ એ સમજાતું નથી. તમે આપણી દીકરીને માર્ગદર્શન આપો.

મીતાબેન અટક્યાં ત્યારે રચનાએ કહેવાનું શરૂ કર્યું:પપ્પા, મેં તમારા અને બીજા સાથીઓના મોતનો બદલો લેવામાં કોઈ કસર બાકી રાખી નથી. લખમલભાઈને ઘરે બેસાડી દીધા હતા. એમના પુત્ર આરવની કંપનીના પાટિયા પડી ગયા છે. હવે એના ભાઇઓની કંપનીનો વારો છે. ત્યારે એક મૂંઝવણ ઊભી થઈ છે. અમે કશ્મકશમાં છીએ. હું લખમલભાઈના પુત્રના સંતાનની મા બનવાની છું. જેમણે મારા પિતાનો વંશ ના રહેવા દીધો એમનો વંશ પેટમાં ઉછરી રહ્યો છે. હવે મા મને આ જંગ બંધ કરવા કહી રહી છે.

રચના અટકી અને મીતાબેન તરફ ફરીને બોલી:મા, તારું મન બદલાઈ કેમ ગયું? તું પણ એમને સજા અપાવવા મેદાનમાં હતી. અચાનક કશું બન્યું છે કે તું એ દૂઝતા ઘાને ભૂલી ગઈ અને લખમલભાઈના પરિવારનું ભલું વિચારવા લાગી છે?’

બેટા, સાચું કહું તો મેં એમને તારા પિતાના કહેવાથી માફ કરી દીધા છે. એટલે જ અહીં એમની તસવીર પાસે લઈ આવી છું. મીતાબેન રણજીતલાલની તસવીરને સ્પર્શ કરી બોલ્યા.

એમણે તને ક્યારે અને કેવી રીતે શું કહ્યું?’ રચના નવાઈથી પૂછવા લાગી.

બેટા, એક દિવસ તારા પિતા મારા સપનામાં આવ્યા હતા. મેં એમને કહ્યું કે રચના સાથે અમે તમારા મોતનો બદલો લેવામાં સફળ રહ્યા છે. અમને બહુ દુ:ખ પડ્યું હતું. એનો બદલો લઈ લીધો છે. હવે એમનું સામ્રાજ્ય અંત તરફ છે. એમણે પોતાનું સામ્રાજ્ય સાચવવા જ તમારા જેવાને સ્વધામ પહોંચાડયા હતા ને? હવે એમને પણ નાની યાદ આવી ગઈ હશે. એ પોતાના નસીબને દોષ દેતા હશે પણ એમને ખબર નથી કે અમે એમને સજા આપી છે. ત્યારે એમણે મને ભાવવાહી સ્વરે કહ્યું કે વેરઝેર અને બદલો એ સાચો ઉપાય નથી. હું જીવતો હોત તો તમને આવું બધું કરવા દીધું ના હોત. માણસનો ન્યાય કરનાર આપણે કોણ? હજાર હાથવાળો ઈશ્વર કણકણમાં બિરાજે છે. આપણે એના કામમાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ. હવે જે કર્યું એ ભૂલી જા અને એવું કંઈક કર કે આ પાપ ધોવાઈ જાય. તમને આવું પગલું ભરાવ્યું એમાં કદાચ કુદરતનો કોઈ સંકેત હશે. તમે બંને હવે જેટલા સારા બની શકાય એટલા બનો. એમના જીવનમાં સુખ જ સુખ અને આનંદ જ આનંદ આપો. તારા પિતાની વાતોએ મારી આંખો ખોલી નાખી. હું ઊંઘમાંથી જાગી ગઈ અને જોયું તો બારીમાં નવો સૂરજ ઊગી રહ્યો હતો. એના બીજા જ દિવસે તું મા બનવાની હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારથી જ મેં મનમાં ઠાની લીધું કે હવે ઘણું થયું. લખમલભાઈને સુખ અને આનંદ આપીશું. તું જલદી માનશે નહીં એમ વિચારી તારાથી થોડું છુપાવ્યું હતું.

મા, મને પણ ક્યારેક થતું હતું કે કોઈને પ્રેમ આપવાનું, કોઈને આનંદમાં રાખવાનું, કોઇની ભલાઈ કરવાનું બહુ સરળ અને હ્રદયને ગમનારું છે. પણ કોઈના પ્રત્યે દ્વેષ, દુશ્મની કે નકારાત્મક ભાવ રાખવાનું અને બદલો લેવાનું બહુ ખરાબ છે. પણ એક વખત આગળ વધ્યા પછી પાછા ફરવાનું સરળ હોતું નથી. દિલને એક નાનકડો સંતોષ મળે એ માટે અંતરમાં કેટલું સોરાવાનું હોય છે. હવે હું પપ્પાની વાત માનીને લખમલભાઈના જીવનમાં આનંદ અને ઉજાશ પાથરીશ. કહી રચના મીતાબેનને ભેટી પડી.

રચનાની વાત સાંભળીને મીતાબેનના દિલમાં ઠંડક થઈ રહી હતી. એ સાથે એક અફસોસ થઈ રહ્યો હતો એની રચનાને ખબર ન હતી.

ક્રમશ: