મેં કેબિનને બહારથી નોક કર્યું.અંદરથી મિસ્ટર રાવલે "comning soon" નો રિપ્લાય આપ્યો.હું ધીમી ચાલે અંદર એન્ટર થયો.મિસ્ટર રાવલ સામે જઈને ઊભો.રાવલે ચેર તરફ ઈશારો કરીને યંગ મેન "હેવ એ સીટ" ....મેં ચેર ને મારી તરફ ખસેડીને ચેરની આગળ આવીને બેઠો.મેં મિસ્ટર રાવલ સામે મારા એકડમીક ડોક્યુમેન્ટ્સની ફાઇલ આગળ ધરી.મિસ્ટર રાવલે "Thank You"કહીને ફાઇલ હાથમાં લીધી.તેમની નજર મારા ડોક્યુમેન્ટસના એક પછી એક પાનાં પર ફરી રહી હતી.હું પણ ધ્યાનથી તેઓની હરકતને જોઈ રહ્યો હતો.મિસ્ટર રાવલના ચહેરા પર ખુશી ઉભરાઈને બહાર આવતી જોવા મળતી હતી.તેમણે ફાઇલ બંધ કરી ફાઈલને મારા હાથમાં આપી,પછી મને કહ્યું તો બોલો યંગ મેન શું કહેવું છે તમારે? અચાનક પૂછાયેલા પ્રશ્નનો જવાબ શું આપવો એની મગજમાં ગડમથલ ચાલતી હતી ને મારાથી હા ....અં ....હ...આમ ખચકાતાં જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.એવામાં MR.RAWAL મને કહ્યું,યંગ મેન ગભરાશો નહીં...હું તમારી પ્રોફાઈલ અને હાલમાં શું વર્ક કરી રહ્યા છો એના વિષે પૂછી રહ્યો છું.ડોન્ટ ટેક સિરીયસ યંગ મેન ....આ શબ્દો સાંભળીને મારાથી MR.RAWAL સાથે નિખાલસતાથી વાત-ચીત થઈ.લગભગ એક કલાક સુધી અમે વાતો કરી.કેટલાકમાં ડીપ ગહન પણ કર્યું.અગિયાર વાગ્યા હોવા જોઈએ એમ વિચારીને મેં મારી કાંડા ઘડિયાળ તરફ નજર ફેરવી.MR .RAWAL એ મારી આ હરકતની નોંધ પણ લીધી.તેમણે પણ પોતાના કાંડાં ઘડિયાળ તરફ નજર ફેરવી.તો યંગ મેન સો,"ARE YOU COMNING TOMORROW ?MEANS TOMORROW JOINING "
મેં પણ ઊભા થતા MR.RAWAL ની સાથે હાથ મિલાવીને SURE SIR..."TOMORROW I AM JOINING " ok GENTLEMAN WILL SOON MEET "હું અને MR.RAWAL બંને કેબિનમાંથી બહાર નીકળ્યા.હું ચાલીને બહાર આવ્યો.બહાર આવીને મારી આંખો આજુબાજુમાં PCO બુથ શોધવા લાગી.નજર ફેરવતા લગભગ 1 કિમી સુધી ચાલ્યો હશે ત્યાં કાચની કેબિનની બહાર ચમકતા અક્ષરોમાં PCO બુથ દેખાયું.હું ઝડપી ચાલે PCO બુથ સુધી પહોંચી ગયો ને અંદર જઈને મેં ફટાફટ ઋત્વિના ઘરનો ફોન નંબર ડાયલ કર્યો.2...6...5... હ્રદયની ધ્વનિ સ્પષ્ટ સંભળાતો હતો.ઘણા લાંબા સમય પછી ઋત્વિનો મીઠો અવાજ સંભરાશે ...સામી બાજુ રિંગ જતી હતી.રિસીવર ઉઠાવતા મધુર અવાજ સંભરાયો.જે ઋત્વિનો હતો.મારું હેલો બોલવાનું પણ પૂરું નથી થયું અને ઋત્વિએ મને "હાય""હેલો"પણ ન કહ્યું અને સીધો જ સવાલ,કયારે આવ્યા તમે?મને પણ જણાવ્યું નહીં ?"જાનમ શું કરું આ બેકરાર દિલ તારી સાથે રહેવા માંગતુ છે" મેં ઋત્વિને જવાબ જરા અલગ અંદાજમાં આપ્યો.બહુ થયું હોં પ્રથમેશ હવે શાયરીઓમાં જવાબ આપવાના બંધ કરો...અને સીધો સીધો જવાબ આપો ....પ્લીઝ ...અરે વારી જાઉં મારી જાન તારી પર ...બસ યાર પ્રથમેશ,બંધ કરો આ શેર શાયરીઓ કરવાનો ....તો શું કરું જાન ....મારે તને બાંહોમાં લેવી છે,પણ વચમાં આ નિશા મારી દુશ્મન બનીને બેઠી છે.મેં મારો શાયરીનો અંદાજ ચાલુ જ રાખ્યો...
ઋત્વિ તરત જ બોલી,પ્રથમેશ જો હવે તું બંધ નહીં કરે ને તો હું ફોન મૂકી દઇશ....મારાથી તરત જ બોલાઈ ગયું નહીં ...નહીં ...આવું ન કરીશ ....ઓકે ...તો બતાવો ....આટલી મોડી રાત્રે ફોન કરવાનું કારણ,ઋત્વિએ પૂછ્યું.તો સાંભળ ....મેં ગરવી ગુજરાતની બધી જ વાત જણાવી.સામે છેડે ઋત્વિના ચહેરા પર છલકાતી ખુશીને હું અનુભવી શકતો હતો....થોડીકવાર ચુપકીદીમૂ છવાઈ ગઈ ....ઓકે ઋત્વિ બહુ મોડુ થઈ ગયું છે,તું આરામ કર,આપણે એક સપ્તાહ પછી મળી રહ્યા છે ....ચાલ હું ફોન હવે મૂકું છું ...પણ ....ઋત્વિના મગજની અંદર જે પ્રશ્ન ઊછળી રહ્યો હતો તેનો મને ખ્યાલ આવી ગયો હતો એટલે જ મેં તેના મનના સમાધાન માટે થઈને કહ્યું "મારી આ નવી જોબ છે,એટલે હું બે બાજુ ન્યાય નહીં આપી શકું,એટલે એક સપ્તાહ હું સેટલ થાઉં,પછી આપણે મિલન-મુલાકાત કરતા રહીશું.સમજી મારી પ્રિયતમા....ઋત્વિએ થોડોક મોરો જવાબ આપ્યો...મને પણ સંતોષ નહોતો થયો,એટલે જ મેં ઉતાવળેથી ફોન મૂકવાનો આગ્રહ ચાલુ રાખ્યો.પાંચ મિનિટ વધારે વાતચીત ચાલી હશે,જેમાં હું ઋત્વિને મનાવવામાં થોડાક અંશે સફળ રહ્યો હોય એવી મારી જાતને સાંત્વના આપતા મેં રિસીવર મૂકી દીધું.એવું લાગતું હતું કે,મારી ચેષ્ટાને હું આઘાત પહોંચાડી રહ્યો હતો,પણ અમારા બંનેના FUTURE માટે થઈને પણ આ આઘાત મને મંજૂર હતો.આજે ભલે હું અસમર્થ છું,પણ આવતીકાલ મારી અને ઋત્વિની જ છે,આ વિચાર સાથે કેબિનની બહાર નીકળીને પાછો મારી બસની સફર માટે તૈયાર થઈ ગયો.ચાંદલોડીયાની 401/4 નંબરની બસમાં બેઠો.રાત હતી એટલે બસમાં એકલડોકલ મુસાફરો જ હતા,એટલે બસમાં મારે જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકું તેમ હતો.
બહારથી મંદ -મંદ હવા મારા નયનોને વારંવાર બંધ કરવાનો પ્રયાસ કરતો હતો,પણ બસ સ્ટેશન કયાંક છૂટી ન જાય તેને લઈને વિચલિત આંખો વારંવાર બંધ-ઊઘડ થતી હતી.દિવસે ચાણક્યપુરી પહોંચતા મને કલાકનો સમય થતો હતો અને અત્યારે રાત છે એટલે હું અડધો કલાકમાં ચાણક્યપુરી પહોંચી ગયો.કાકાના ઘરે પહોંચ્યો.ડોરબેલ વગાડતાની સાથે જ કાકાએ ડોર ઓપન કર્યો.મને આમ અચાનક આવેલો જોઈને પાછળથી કાકીએ અરે,પ્રથમેશ તું!ક્યારે આવ્યો અમદાવાદ? જેવા પ્રશ્નોથી મને ઘેરી જ લીધો ....ત્યાં કાકા કાકીને અટકાવતાં બોલ્યા અરે,ભાગ્યવાન તનિક તો રોકાઈ જાવ,એને અંદર તો આવવા દો,પાણી પીવા દો ....પછી પૂછ,પ્રથમેશ ક્યાં ભાગ્યો જાય છે .... કાકી પાછલા પગે રસોડા તરફ વળ્યા.જ્યારે હું અને કાકા ડ્રોઈંગરૂમમાં ગોઠવેલા સોફા પર ગોઠવાયા.કાકી પણ પાણીનો પવાલો મને આપીને સામેના સોફા પર ગોઠવાયા.મેં કાકા-કાકીને પણ ઋત્વિને ગરવી ગુજરાતની વાત કરી હતી એ જ વાત તે બંનેની કરી.કાકા બોલ્યા "પ્રથમેશ હવે તું અમદાવાદ જ સેટ થઈ જા,પછી ભાભીને પણ લઈ આવ.કાકીએ પણ કાકાની સાથે સૂરમાં સૂર પુરાવ્યો.હા....હા....પ્રથમેશ,કાકા બિલકુલ ઠીક જ કહે છે.વિચાર તો છે ....થોડાક મહિના પછી....આમ કહીને હું સોફા પરથી ઊભો થયો અને કાકા-કાકીને જેશિક્રષ્ણ બોલીને ઉપર રૂમમાં ગયો.બેડ પર આડો પડ્યો,પોપચાં પર પણ ભાર લાગતો હતો.અંગેઅંગમાં થકાન મહેસુસ થતી હતી.બધા જંપી ગયા હતા.મારી આંખો ખૂબ જ ઝડપથી મીંચાઇ ગઈ.
સવારે સૂરજે અજવાળું પાથરતા જ મારી આંખો ઊઘડી ગઈ.આળસ મરોડીને પથારીમાંથી ઊભો થયો અને અસ્તવ્યસ્ત પથારીને સરખી કરી.મારી નજર બારીની બહાર ગઈ.સોનેરી કિરણોનો તેજોમય પ્રકાશ બારીની અંદરથી આવતો જોઈને ક્ષણિક તો નવા જોમના સંચારનો અનુભુવ થયો.પ્રકૃતિની રચના પણ કેવી અદ્ભુત છે.રોજ સૂરજનું ઉગવું....આથમવું ....અને એ જ પ્રકારે જીવનની રચના પણ અલૌકિક ....એજ મહામારી ....જીવનને ચલાવવા ....પોષણ આપવા રોજગાર મેળવવો .....કેટલાક કાર્યો અનિચ્છાએ કરવા પડતા હોય છે.આનું નામ જ જિંદગી ....ક્યારે આ પાના ખરી પડશે એની ખબર નથી.....અણજાણ રસ્તા પરનો રાહી રસ્તો જ શોધતો રહેશે.
અરે,રણધીર .....ટિફિન તો લેતો જા....કાકીએ પાછળથી અવાજ દીધો....કાકીનો અવાજ સાંભળીને મારી પણ વિચારતંદ્રા તૂટી ગઈ.હું પણ ક્યાં આ .....મારો આજે ઓફિસનો પહેલો દિવસ હતો.ઝડપથી બાથરૂમમાં ગયો અને સ્નાનાદિ સહિતના રૂટિન કાર્યો પતાવીને બાથરૂમની બહાર નીકળ્યો.રૂમમાં જઈને મારી બેગની ચેન ખોલી અને તેમાંથી બ્લ્યુ કલરનો ચેક્સવાળો શર્ટ નિકાળ્યો.જે ઋત્વિનો ફેવરીટ શર્ટ હતો.હું જ્યારે પણ આ શર્ટ પહેરતો ત્યારે ઋત્વિ ઓલવેઝ કહેતી કે,"પ્રથમેશ યુ આર લૂકિંગ ગુડ" અરિસામાં જોઈને શર્ટના બટન બંધ કરવા લાગ્યો ....પછી હું પણ ઋત્વિની જેમ બોલ્યો "હાય હેન્ડસમ ....યુ આર લૂંકિંગ ગુડ" હસીને હું રૂમની બહાર નીકળ્યો.નીચે ઉતરીને ભગવાનના મંદિર આગળ જઈને માથું ઝુકાવ્યું.કાકા-કાકીને પણ પગે લાગ્યો.બહાર નીકળ્યો ....બસ સ્ટેન્ડે ઊભો હતો ત્યાં મારી નજર મેં પેહરેલા કાળા પેન્ટ પર પડી.પેન્ટ થોડુક ઝાંખી થઈ ગયું હતું....નવી લેવાની હતી .....પણ હમણાં તો પૈસાનો બંદોબસ્ત થાય એમ નહતો ....હવે તો જ્યારે નવી સેલેરી થશે ત્યારે ગોઠવાશે.બસ આવતા જ હું બસમાં ચઢી ગયો.મારી આ બઢતીની તકને સ્વીકારીને આગળ વધવાનો જ આ એકમાત્ર સમય છે. આમ પણ હું ગામડેથી આવ્યા પછી ખૂબ જ ગંભીર બની ગયો છું . ક્રમશ :