Confidence in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | આત્મવિશ્વાસ

Featured Books
Categories
Share

આત્મવિશ્વાસ

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું નાનકડું ગામ એટલે "દખ્ખણવાડા"આ જે દીકરીનો પીક છે તે એક વખતના સુરત સ્થિત ચલથાણ સુગર ફેક્ટરીના નિવૃત્ત હિસાબી અધિકારી શ્રી ઘનશ્યામસિંહ વશીની પૌત્રી અને બરોડા બેંકમાં ફરજ બજાવતા શ્રીકેતનસિંહ વશીની દીકરી તેમજ મારા સ્વાધ્યાયી નાતે તત્કાલિન સુરતના સચિન ગામે મારા બાળ સંસ્કાર કેન્દ્રમાં આવતી તેની મમ્મી એટલે શ્રીમતિ ચૈતાલીબેન વાંસિયાની દીકરી ચિ.હિયા....એટલે જાણે પરિવારનું ધબકતું હૈયું....હ્રદય.ખુબજ ચપળ,ચંચળ,ઘરનું તમામ કામ કરે તેની મમ્મીને મદદરૂપ થાય અને સમય થાય એટલે સ્કૂલ ઉપડી જાય.તેની સમજ શક્તિ આજની બાળાઓ છે,એના કરતાં વધુ છે.એને આશ્વાસનની જરૂર નહિ એ ખુદ આપણને આશ્વાસન આપે એટલી વ્યવહારુ,..
નાનપણથીજ વિચક્ષણ સમજ અને હ્રદયની કઠોર તેમજ અતિ મૃદુ સ્વભાવની આ "હિયા" એટલે ઘરકામમાં,ટ્યુશન,લેશન,સ્કૂલમાં નિયમિત અને પોતાના વર્ગમાં પ્રથમ નંબર લાવતી આ દીકરીનાં વર્તન પરથી લાગતું કે આ દીકરી કોલેજનું ઉચ્ચ શિક્ષણ લઇ સમાજનું અમુલું રતન બનશે.
આપણે આપણી દીકરીને ઘર,સ્કૂલ સિવાય બહાર ન મોકલીએ,દીકરીઓ પર બંધનના દોરડાં એવાં કસી કસી બાંધીયે કે એની પાસે જે કંઈ કુનેહ છે,તે પણ સાથે બંધાઈ જાય અને બચપણમાંજ પરણાવી આપણી જવાબદારી પુરી કરીએ.
જયારે આ "હિયા"ને અનુક્રમે દાખ્ખણવાડા,સુરત,અંબાજી વગેરે સ્થળે શિક્ષણ લેવાનું થયું કેમકે તેમના પપ્પા એક બેંકર એટલે બદલી બઢતી થાય તેમ તેને સ્કૂલ બદલવાની થતી.
હાલ પાંચ માસ પહેલાં તેને ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ ઑસ્ટ્રેલિયા મોકલી છે.મોકલી છે તે શબ્દ તેના માટે અયોગ્ય છે,પરંતુ તેની તમન્ના પરદેશ જવાની પ્રબળ હતી.અને તેમના પરિવારે પણ તેનો ભરપૂર સપોર્ટ કર્યો.જયારે આ ઘર છોડી અસબાબ કારમાં પેક કરી સૌ કુટુંબીજન તેને એરપોર્ટ પર મુકવા જાય છે ત્યારે બધાનાં આંખમાં આંસુ છે,પરંતુ હિયાની આંખમાં આત્મવિશ્વાસ છે.મારે કઈંક કરવું છે,મેળવવું છે.મારે સાધારણ બની જીવવું નથી.એ દીકરી બધાંને આશ્વાસન આપે છે."જનાર રડતું નથી જોનાર રડે ત્યારે સમજી જવું કે તે સહનશીલની મૂર્તિ છે."ગમે તેવી સ્થિતિમાં તે પાછી નહિ પડે.પરદેશમાં એકાદ નજીકની ઓળખાણ જે પ્રારંભિક હેલ્પ કરશે,બાકી તે તેની મહેનતથી પોતાનું ગ્રુપ અને પોતાનો બોજ ઉઠાવી બિંદાસ જીવશે.એવા તેને એરપોર્ટ પર મુકવા આવેલા સ્વજનના મુખ પર વિશ્વાસ ટપકતો હતો.
આજે એ દીકરી ૭૦૦૦ કિલોમીટર દૂર એકલી કોલેજ જાય છે.પોતાનું બધુજ કામ જાતે કરે છે.જ્યાં રહે છે ત્યાં રસોઈ,ઘરકામ,વાસણ,કપડાં વગેરેમાં મદદરૂપ થાય છે.હમણાં મે કોલ કરેલો કે બેટા તું ત્યાં એકલી ગઈ છે,તો તને ફાવે છે? ત્યાના વાતાવરણમાં તું ગોઠવાઈ ગઈ? તેનો પ્રત્યુત્તર એ હતો કે
"હા અંકલ અહીં ગુજરાતના ઘણા સ્ટુડન્ટ મને મળી ગયા છે.હું એકલી નથી,અહીં મારો દેશ આસપાસ છે એટલે ચિંતા નથી"
આશા છે કે સુરત દાખ્ખણવાડાની હિયા એ દેશની "હિયા" બની આ ભરતભૂમિમાં પગ મુકશે તે દિવસ તેનો "સન્માનનો અધિકાર સાથે લઈને આવશે." અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો તેમ આ દીકરી હવે તો આત્મવિશ્વાસપૂર્વક બધું જ જાતે કરતી થઇ ગઈ છે.નામ "હિયા" એ એના આત્મવિશ્વાસથી સૌનાં હૈયાં રડાવી નાખ્યાં...કેમકે સ્ટડી પૂરું કર્યાં પછી જ દેશમાં આવવાનું થશે.પરણી સસરે ગયેલી દીકરી બે દિવસમાં આણું મોકલીએ,અહીં તો એ કોઈ જ વાત નહિ.માત્ર ભણવું એનું લક્ષ.એનો subject ઈકોનોમી છે.ખૂબ હાર્ડ subject છે,છતાં તે સફળ થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.આવી દીકરીને અભિનંદન અને શુભકામના સાથે તેમના પપ્પા-મમ્મીને અભિનંદન.
પરદેશ એટલે બધુજ જાતે કરવાનું!તેને સપોર્ટ કરનાર તેના કોઈ નજીકના સગા છે.પરંતુ તે ત્યાં થોડા દિવસ વાતાવરણ જોઈ અલગથી સેટ થઇ જશે એમાં બેમત નથી.
(પ્રેરક પ્રસંગ એટલા માટે કહું છું કે મારી દીકરી દૂર ન મુકાય,એ એકલી ત્યાં શી રીતે રહેશે,એને ફાવશે? જેવા ઉદ્દગાર જ એનું માનસ પહેલેથી મારી નાખીયે છીએ)
- વાત્ત્સલ્ય