Sonu ni Muskan - 4 in Gujarati Adventure Stories by Mansi books and stories PDF | સોનું ની મુસ્કાન - ભાગ 4

The Author
Featured Books
Categories
Share

સોનું ની મુસ્કાન - ભાગ 4

ભાગ ૪

સોનું જમી ને એના રૂમ માં જતી રહી સાંજ ના ૮ વાગી રહ્યા હતા , હવે સોનું એ વિચાર્યું હવે ભણવા બેસી જાઉં આજે તો હવે છેક વાચવા નો સમય આવ્યો,

સોનું તેના જરૂરત ના બધા ચોપડા લય ને પલંગ ઉપર વાચવા બેસી ગઈ તેને વિચાર્યું , પેહલા ગણિત કરું અને તેના પછી વિજ્ઞાન વાચતા વાચતા તેને ઘણું મોડું થયી ગયું.

રાત ના ૧૧ વાગી ગયા તે હજી ભણતી હતી મેના તેના રૂમ માં આવી અને કહ્યું બેટા હજી જાગ છો હવે સૂઈ જા પછી સવારે તારે સાડા ૬ એ ઉઠવું પડશે નિશાળ જવા માટે,

સોનું એ કહ્યું હા મમ્મી હવે ૧૦ મિનિટ માં એટલું પતાવી ને હું સૂઈ જઈશ , પછી મેના ત્યાં થી જતી રહી, સોનું એ ૧૦ મિનિટ વાચ્યું પછી ચોપડા તેની જગ્યા એ મૂકી ને સૂઈ ગઈ.

સવાર થયું સાડા ૬ વાગી ગયા મેના સવાર ના ૫ વાગ્યે રોજ ઉઠતી હતી અને ઘર નું કામ ચાલુ કરી દેતી હતી , મેના સોનું ને ઉઠાડવા તેના રૂમ માં ગઈ , સોનું એ સોનું.... ચલ ઉઠી જા સાડા ૬ વાગી ગયા છે,

પછી જો નિશાળ જવા માં મોડું થયું તો માસ્ટર અંદર નહિ એવા દે બેટા ચલ ઉઠ હવે , સોનું એ તેની આંખ ખોલી અને ઉઠી ગઈ.

મેના એ કહ્યું ચલ બ્રશ કરી ને નાહવા જા હું એટલી વાર માં ચા અને નાસ્તો બનાવી નાખું જા જલદી સોનું એ રૂમ ની બારી ખોલી દીધી અને સાડા ૬ વાગ્યા નું બહાર નું દૃશ્ય તો ખૂબ રમણીય હતું ,

મંદિર ની ઘંટીઓ નો અવાજ સોનું ના ઘર સુધી આવતો હતો , તે ફટાફટ નાહવા ગઈ એટલી વાર માં નીચે ચા નાસ્તો તૈયાર કરી લીધો હતો મેના એ, તેને જલદી થી નાસ્તો કર્યો અને નિશાળ ના કપડા પેરી લીધા .

મેના એ કહ્યું ચલ ચલ બેસી જા ચોટી બનાવી દઉં , ચોટી બનાવી લીધી ત્યાં તો બહાર થી મીના રૂપા અને રેણુ નો અવાજ આવ્યો સોનું એ સોનું ચાલ નિશાળ જઈએ,

સોનું એ જવાબ આપ્યો આવી..... તેને ફટાફટ તેનું દફતર લીધું અને ગઈ તેની નિશાળ નો સમય સાડા ૭ નો હતો અને ૭ તો વાગી ગયા , મીના ,રૂપા , રેણુ અને સોનું રોજ ચાલી ને નિશાળ જતા.

પેહલા તેની નિશાળ ૮ કક્ષા સુધી ની જ હતી પરંતુ હવે ૧૨ કક્ષા સુધી થયી ગઈ નિશાળ , સોનું ઘરે થી નીકળી ગઈ , ૧૫ મિનિટ માં નિશાળ આવી જતી,

ચારેય મસ્ત વાતો કરતા કરતા રોજ નિશાળ જતા રૂપા એ કહ્યું ગણિત નું home work આપ્યું હતું બધા એ કર્યું તો છે ને , બધા એ હા કહ્યું સૌ એ હોમ વર્ક કર્યું જ હતું.

રેણુ એ કહ્યું તારા પપ્પા ની કરિયાણા ની દુકાન કેવી ચાલે છે સોનું ??? સોનું એ કહ્યું સારી ચાલે છે હજી કાલે જ પપ્પા કહેતા હતા અને બહુ ગ્રાહક આવ્યા હતા એમ,

મીના એ કહ્યું આપડે આવી રીતે વાતો કરતા કરતા જવા ની કેટલી મજા આવે છે ને ભગવાન કરે આ સમય જલદી જાય નઈ , સોનું એ કહ્યું સમય ને કોણ રોકી સકે છે એ તો જવાનો જ

એક દિવસ તો બધું બદલાઈ જ જશે , વાતો માં ને વાતો માં નિશાળ પણ આવી ગઈ અને ખબર પણ ના પડી

સાડા ૭ વાગી ગયા અને બધા દસમા ધોરણ ના વિદ્યાર્થીઓ પોતાના કક્ષ માં બેસી ગયા હતા ત્યાં તો માસ્ટર આવ્યા , તેમને ગુજરાતી વિષય ભણવા નો ચાલો કર્યું.

સોનું એક હોશિયાર વિદ્યાર્થી હતી ભણવા માં તેને તેના નવમા ધોરણ માં ૮૮ ટકા આવ્યા હતા અને તેનો લક્ષ્ય દસમા માં ૯૦ ટકા લાવવા નો હતો . ૩ લેક્ચર જતા રહ્યા ગુજરાતી ગણિત અને અંગ્રેજી ત્યાં તો પ્યુંન આવ્યો,

માસ્ટર જી ચાલો આપડી શાળા માં એક પિક્ચર નું શૂટિંગ કરવા માટે શહેર થી લોકો આવ્યા છે તેમને કહ્યું અમારે ગામડા ની શાળા નો સીન જોઈએ છે .

આ ભાગ અહી સુધી રાખીએ મિત્રો આગળ નો ભાગ જલદી આવશે, જો આ ભાવ ગમ્યો હોય તો rate જરૂર આપજો😊