Niyati - 4 in Gujarati Love Stories by Priya books and stories PDF | નિયતિ - ભાગ 4

The Author
Featured Books
Categories
Share

નિયતિ - ભાગ 4

નિયતિ ભાગ 4
આજે અમદાવાદનું સાત્વિક ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું કારણ કે આજે ફ્રેશર પાર્ટીનું આયોજન કરેલું હતું બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા ફ્રેશર પાર્ટીને લઈને કારણ કે આજે સિંગિંગ ડાન્સિંગ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરેલું હતું અને આજે કોલેજમાં મિસ એન્ડ મિસિસ ફ્રેશર પણ જાહેર થવાના હતા. ફેશર પાર્ટીનું આયોજન કોલેજના કેમ્પસમાં જ કરવામાં આવ્યું હતું એટલે કોઈ વિદ્યાર્થીઓને અગવડતા ના પડે. આમ તો સાત્વિક ઇન્સ્ટિટયૂટ ખૂબ જ મોટું હતું પણ આજે વિદ્યાર્થીઓના કારણે ખૂબ જ સુંદર અને ચહલપહલ વાળું લાગી રહ્યું હતું. બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ તૈયાર થઈને આવ્યા હતા અમુક પોતપોતાના ગ્રુપ સાથે વાતો કરી રહ્યા હતા તો અમુક સિનિયર સ્ટુડન્ટ આયોજન ની તૈયારીઓ જોઈ રહ્યા હતા અમુક લોકો ફોટા પાડી રહ્યા હતા ત્યાં જ રિદ્ધિ અને વિધિ કોલેજમાં આવે છે. વિધિ લાલ કલરના વન પીસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી જાણે સ્વર્ગમાંથી ઉતરેલી કોઈ અપ્સરા નમણી આંખો પર સુંદર આઈલાઈનર અને કાજલ ,ગુલાબની પાંદડી જેવા હોઠ પર આછી લિપસ્ટિક, ગળામાં નાનકડું પેન્ડલ અને હાથમાં સુંદર વોચ. વિધિ લાલ કલરના વન પીસ માં ખૂબ જ સુંદર લાગી રહી હતી બધા બસ તેને જ જોઈ રહ્યા હતા જ્યારે રિદ્ધિ પણ પિંક કલરના વન પીસ માં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આખી કોલેજના બધા છોકરાઓ રિદ્ધિ અને વિધિ ને એકીટશે જોઈ રહ્યા હતા બંને કોલેજની અંદર જાય છે અને પોત પોતાની કોમ્પિટિશન માટે તૈયારી કરે છે. ત્યાં જ રોહન અને કૃણાલ બંને આવે છે. રોહન બ્લેક કલરના શુટમાં ખૂબ જ સોહામણો લાગી રહ્યો હોય છે જ્યારે કૃણાલ બ્લુ કલરના શૂટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હોય છે. કૃણાલ રિદ્ધિ ને પિંક કલરના વન પીસ માં
જોઈને એકધારું રિદ્ધિ સામે જ જોયા કરે છે જ્યારે રિદ્ધિ કૃણાલ ને બ્લુ કલરના શૂટમાં જોઈને ખુશ થાય છે.
કૃણાલ: હાય કેમ છે તું? આજે તું ખૂબ સુંદર લાગી રહી છે બધા આજે તને જ જોશે.
રિદ્ધિ: થેંક્યુ તું પણ ખૂબ સારો લાગી રહ્યો છે.
કૃણાલ: હા પણ તારી જેટલો તો નહીં.
રિદ્ધિ:( હસીને ) ખુબ સરસ. તારો ફ્રેન્ડ રોહન ક્યાં ગયો?
કૃણાલ: હા બસ એ આવતો જ હશે ક્યાંક કામમાં રોકાઈ ગયો હશે.
રિદ્ધિ: સારું આપણે ડાન્સ ની એકવાર પ્રેક્ટિસ કરી લઈએ.
કૃણાલ: હા સારું ચાલ કરી લઈએ.
રિદ્ધિ અને કૃણાલ બંને ડાન્સ ની પ્રેક્ટિસ કરવા લાગે છે. ત્યાં જ અચાનક વિધિ આવે છે અને એ જ સમયે રોહન પણ આવે છે બંને ઉતાવળમાં હોવાથી એકબીજા સાથે ફરીથી અથડાય છે અને વિધિ પડવાની જ હોય છે ત્યાં રોહન એને પકડી લે છે. વિધિ ડરના લીધે આંખ બંધ કરી દે છે રોહન વિધિના રૂપમાં ખોવાઈ જાય છે .. સુંદર નમણી આંખો.. નિર્દોષ ચહેરો.. નિખાલસ આંખ.. અને ઉપરથી વિધિ આજે લાલ વન પીસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે એટલે રોહન એને એકીટશે જોવા લાગે છે.. થોડીવારમાં વિધિ રોહનને પોતાનાથી દૂર કરે છે કોલેજની બીજા વિદ્યાર્થીઓ રોહન અને વિધિ ને જોઈ રહે છે. અમુક છોકરીઓ ને વિધિ થોડો ગુસ્સો આવે છે કારણ કે રોહન પણ ખૂબ જ સુંદર અને સોહામણો લાગી રહ્યો હોય છે.
વિધિ( ગુસ્સામાં): તમને દેખાતું નથી વારવાર મારી જોડે જ અથડાયા કરો છો. આખો મૂડ ખરાબ કરી નાખ્યો મારો!
રોહન વિધિ ને જોવામાં જ મશગુલ હોય છે તેથી કંઈ જ બોલતો નથી અને વિધિ ગુસ્સામાં અને ગુસ્સામાં રોહનને સંભળાવ્યા કરે છે ત્યાં રિદ્ધિ આવીને વિધિ ને શાંત કરે છે અને કૃણાલ રોહનને લઈને જતો રહે છે.
રિદ્ધિ: શાંત થઈ જા વિધિ.
વિધિ: શું શાંત થઈ જાવ રિદ્ધિ.. તું જોને એ છોકરો વારંવાર મારી જોડે અથડાયા કરે છે.. હું આવા છોકરાઓને બહુ સારી રીતે ઓળખું છું પહેલા અથડાયા કરશે અને પછી પાછળ પડી જશે મારી..
રિદ્ધિ: હા વિધિ હું સમજુ છું પણ અત્યારે તું શાંત થઈ જા. તું તારું મૂડ નહીં ખરાબ કર.
વિધિ: હા સારું.
બંને પોતપોતાના કામમાં લાગી જાય છે બીજી બાજુ કૃણાલ રોહનને પૂછે છે કે શું થયું?
કૃણાલ: રોહન મારા ભાઈ કંઈક તો બોલ કે શું થયું છે? બસ જ્યારથી આવ્યો છો ત્યારથી સ્માઈલ જ કરી રહ્યો છું.
રોહન: કઈ નહીં
કૃણાલ( મજાકમાં ): સ્માઈલ શેની છે? લાગે છે મારા ભાઈને પેલી છોકરી ગમી ગઈ છે.
રોહન( શરમાઈને): બસ હવે એવું કાંઈ નથી તું બહુ ન વિચાર.
કૃણાલ: તું ભલે જૂઠું કે પણ તારી આંખો ને તારો ચહેરો બધું જ સાચું કહી દે છે જે કોઈનું સહન ન કરવા વાળો આજે કોઈક નો ગુસ્સો સહન કરીને આવ્યો છે.
રોહન: હા તારી વાત તો સાચી છે એ છોકરી છે તો બહુ ગુસ્સા વાળી જ્યારે હોય ત્યારે નાક ઉપર ગુસ્સો જ હોય છે. પણ હાલ તું એ વાત મુક અને ચાલ આપણે અંદર જઈએ.
કૃણાલ: હા ચાલ.
બંને અંદર જાય છે અને અંદર સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હોય છે જેમ જેમ નામ બોલાતા જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ પરફોર્મન્સ આપતા જાય છે ત્યાં કૃણાલ અને રિદ્ધિ ના ડાન્સ કોમ્પીટીશન નો અનાઉન્સ થાય છે.
રોહન: ઓલ ધ બેસ્ટ ભાઈ..
કુણાલ: થેન્ક્યુ
(બીજી બાજુ)
વિધિ: ઓલ ધ બેસ્ટ રિદ્ધિ
રિદ્ધિ: થેન્કયુ વિધિ
કુણાલ અને રિદ્ધિ સ્ટેજ પર જાય છે .. ક્યાંક સુંદર ગીત વાગવા લાગે છે અને રોહન વિધિ ને જોયા કરે છે અને વિધિ કૃણાલ અને રિદ્ધિનુ ડાન્સ પર્ફોર્મન્સ જોવે છે.

❤️❤️❤️❤️❤️❤️
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો
વાતોમાં ય આવી જાયે તારી સામે,
મારું ન માને.
સપનાં હજારો મનમાં છે તો ય
એક તારા સપને ફસાયો જાણે,
રંગાયો જાણે.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી.
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી ધૂન લાગી.
હે કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી
વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી
વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી
મને ધૂન લાગી મને ધૂન લાગી
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને તારી તારી ધૂન લાગી
❤️❤️❤️❤️❤️❤️
તાળીઓના ગડગડાટ સાથે રિદ્ધિ અને કૃણાલ નો ડાન્સ પૂરો થાય છે અવાજથી રોહન ભાનમાં આવે છે વિધિ નોટિસ કરે છે કે ડાન્સ પર્ફોર્મન્સ માં રીધી અને કૃણાલ વચ્ચે કાંઈક મિત્રતા થી અલગ ભાવ દેખાઈ આવે છે તેની રાતે રિદ્ધિ સાથે વાત કરશે એવું વિચારે છે બધા રિદ્ધિ અને કૃણાલ ના ડાન્સ પર્ફોર્મન્સ ના વખાણ કરે છે બંનેની જોડી પણ ખુબ જ સારી લાગી રહી હોય છે હવે ડાન્સ પૂરું થતાં સિંગિંગ કોમ્પિટિશન શરૂ થાય છે સિંગિંગ કોમ્પિટિશનમાં એક ટ્વિસ્ટ હોય છે કે ચિઠ્ઠીમાં જે મુજબ નામ આવે એ મુજબ સિંગિંગ કોમ્પિટિશનમાં પાર્ટનર્સ બનશે આ વાત સાંભળીને વિધિ ખૂબ જ ચિંતામાં આવી જાય છે કે પોતાનું નામ કોની જોડે આવશે તેની જોડે તેને ફાવશે કે નહીં રીધી તેને ચિંતા ના કરવા કહે છે એક પછી એક ચિઠ્ઠી એમ ખૂલતી જાય છે અને સિંગિંગ કોમ્પીટીશનમાં એકબીજાના પાર્ટનર્સ નક્કી થાય છે છેલ્લી ચિઠ્ઠી એક બાકી રહી હોય છે એ ચિઠ્ઠી ખોલતા જ વિધિ અને રોહન એકબીજાના સિંગિંગ કોમ્પિટિશન ના પાર્ટિસિપેટ બને છે . વિધિ આ જોઈને હોલની ની બહાર જતી રહે છે વિધિની પાછળ રિદ્ધિ એને સમજાવવા માટે પાછળ જાય છે રિદ્ધિ અને વિધિ ને હોલની બહાર જતા જોઈ રોહન અને કૃણાલ પણ બહાર જાય છે.
રિદ્ધિ: બસ વિધિ બહુ થયું તારું.. મને ખબર છે તને એ છોકરો નથી ગમતો પણ તને તારા સિંગિંગ કોમ્પિટિશનમાં જીતવા માટે તારે એનું પાર્ટનર બનવું જ પડશે..
વિધિ: ના મારે ભાગ જ નથી લેવો હું ઘરે જતી રહું છું..
રિદ્ધિ: ના એવું ના કરાય તારા કારણે એ છોકરાનું કોમ્પિટિશન ખરાબ ના કર.
પાછળથી કૃણાલ અને રોહન બંને વિધિ અને રીધી ની વાતો સાંભળી છે કૃણાલ વિધિ પાસે આવે છે.
કૃણાલ: જુઓ તમે એવી ચિંતા ના કરો મારો મિત્ર ખૂબ જ સારું સિંગિંગ કરે છે તમે આવી ખોટી જીદ પકડીને ના બેસો.
રિદ્ધિ : હા વિધિ કૃણાલ સાચું કહે છે અને સિંગિંગ કોમ્પિટિશનમાં જીતવુ એ તારું સપનું છે.
રોહન: રહેવા દો એને જેમ કરવું એમ કરવા દો હું સરને જઈને કહી દઉં છું કે અમે પાર્ટિસિપેટ નથી કરતા.
કૃણાલ: પણ..
રોહન: રહેવા દે કૃણાલ કોમ્પિટિશન જ છે ને ખાલી..
કૃણાલ: સારું.
રિદ્ધિ: વિધિ જો તારા લીધે રોહનનું પણ કોમ્પિટિશન ખરાબ થશે પ્લીઝ માની જા ને..

#################સમાપ્ત#############
( શું થશે હવે આગળ ? શુ વિધિ માની જશે ?? શું વિધિ રોહન સાથે પફોર્મ કરશે? શું વિધિ અને રોહન સિંગિંગ કોમ્પિટિશન જીતશે? શું વિધિ અને રોહન સારા મિત્રો બની શકશે? શું રિદ્ધિ અને કૃણાલ વચ્ચે પ્રેમ છે? )
આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો નિયતિ...
Thank you for reading..