Niyati - 3 in Gujarati Love Stories by Priya books and stories PDF | નિયતિ - ભાગ 3

The Author
Featured Books
Categories
Share

નિયતિ - ભાગ 3


વિધિ કોલેજથી ઘરે આવીને પોતાના મમ્મી ભક્તિ બહેનને ઘરકામમાં મદદ કરાવે છે ત્યાં જ રમેશભાઈ અને સ્નેહા આવી જાય છે પછી આખો પરિવાર સાથે મળીને જમે છે. વિધિ પોતે સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તે જણાવે છે.
રમેશભાઈ: આ તો દીકરા તે બહુ સારું કર્યું આમ પણ તારો અવાજ ખૂબ જ સરસ છે જાણે તારા અવાજ માં સરસ્વતી બેઠા હોય..
ભક્તિ બહેન: હા દીકરા
વિધિ: પણ મમ્મી પપ્પા મને ડર લાગી રહ્યો છે કે સિંગિંગ કોમ્પિટિશનમાં અમારી કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે.
સ્નેહા: દીદી તું ડર નહીં આમ પણ તું ખૂબ જ સારું ગાય છે.
ભક્તિબેન: હા દીકરા તું એવી ચિંતા નહીં કર આ કોમ્પિટિશન તો જ જીતીશ.
રમેશભાઈ: હા મારી લાડકી તું ચિંતા નહીં કર.
વિધિ: હા મમ્મી પપ્પા.
રમેશભાઈ: સારું અત્યારે આપણે બધા જમી લઈએ.
સ્નેહા: હા પપ્પા.
બધા જમી લે છે અને વીડિયોને સ્નેહાભાથી બહેનને બીજા કામમાં મદદ કરે છે અને રમેશભાઈ પોતાના રૂમમાં જઈને આરામ કરે છે.

(બીજી બાજુ રોહન ના ઘરે)
રોહન પોતાના રૂમમાં કામ કરી રહ્યો હોય છે અને રાજ પોતાના રૂમમાં ગેમ રમી રહ્યો હોય છે. અવિનાશભાઈ આવ્યા નહોતા હજી સુધી એટલે શ્વેતાબેન અને નિહારિકાબેન તેમની રાહ જોઈ રહ્યા હતા. વધારે મોડું થતા શ્વેતા બહેન રોહનના રૂમમાં જાય છે.
રોહન: મમ્મી તમે કેમ આટલા ચિંતામાં છો શું થયું? બધું ઠીક તો છે ને?
શ્વેતાબેન: ના દીકરા તારા પપ્પા હજી સુધી આવ્યા નથી ઓફિસેથી કોઈ જ દિવસ આટલું બધું લેટ નથી થતું પણ આજે ખબર નહીં કેમ આટલું બધું મોડું થઈ ગયું. મને તો હવે ચિંતા થઈ રહી છે.
( ત્યાં જ પોતાના રૂમમાંથી રાજ આવે છે અને શ્વેતા બહેન અને રોહનની વાત સાંભળે છે )
રાજ: મમ્મી તમે ચિંતા નહીં કરો ભાઈ તમે અત્યારે જ પપ્પાને ફોન કરો અને હું ઓફિસે ફોન કરું.
રોહન :હા મમ્મી તમે ચિંતા નહીં કરો.
શ્વેતાબેન: હા દીકરા
રોહન પોતાનો પપ્પા અવિનાશભાઈ ને ફોન કરે છે પણ ફોન સ્વીચ ઓફ બતાવે છે જ્યારે રાજ ઓફિસે ફોન કરે છે તો ઓફિસેથી ખબર પડે છે કે અવિનાશ થાય તો ક્યારના ઘરે આવવા માટે નીકળી ગયા છે. શ્વેતાબેન રોહન અને રાજ ત્રણે આ વાત સાંભળીને ખૂબ જ ચિંતામાં આવી જાય છે.
રોહન: મમ્મી તમે ચિંતા નહીં કરો હું અત્યારે જ પપ્પાને શોધવા માટે નીકળું છું.
રોહન બાઈક ની ચાવી લઈને નીકળતો જ હોય છે ત્યાં અવિનાશભાઈ ની કાર આવે છે. અવિનાશ ભાઈ કારમાંથી બહાર આવે છે ત્યાં તો શ્વેતાબેન રોહન અને રાજ એમની પાસે પહોંચી જાય છે અને ઘણા બધા સવાલો પૂછવા લાગે છે કે ક્યાં હતા ?અત્યાર સુધી કેમ આટલું બધું મોડું થયું? અવિનાશભાઈના ચહેરા ઉપરથી તો એવું લાગે છે કે જાણે કોઈ ગંભીર સમસ્યા હોય પણ પોતાના પરિવારને જણાવવું ના હોય એમ પોતાના ચહેરા પર હાસ્ય લાવીને કહે છે ઓફિસના કામથી થોડુંક મોડું થયું. રોહન પોતાના પપ્પાને પૂછે છે કે ઓફિસે મેં ફોન કર્યો ત્યારે તે લોકોએ એવું કીધું કે તમે તો ક્યારના નીકળી ગયા છો.
અવિનાશભાઈ: મારા દીકરા ઓફિસના કામથી બહાર ગયો હતો.
શ્વેતાબેન: પણ તમારો ફોન પણ નહોતો લાગતો.
અવિનાશભાઈ: મારા ફોનમાં બેટરી લો હતી એટલે સ્વીચ ઓફ થઈ ગયો હશે તમે લોકો આટલી બધી ચિંતા ના કરો મારી. ઓફિસના કામથી ક્યારેક મોડું વહેલું થાય.
રોહન: હા પપ્પા પણ અમે તમારી ચિંતા થતી હતી કે આટલું મોડું કેમનું થયું?
અવિનાશભાઈ: સારું દીકરા હવેથી હું ધ્યાન રાખીશ.
રાજ: હા પપ્પા
શ્વેતાબેન: હવેથી ધ્યાન રાખજો મારો તો જીવ ઉંચો થઈ ગયો હતો કે શું થયું હશે.
અવિનાશભાઈ: સારું હવે આપણે અંદર જોઈએ મને ખૂબ જ ભૂખ લાગી છે
શ્વેતાબેન :હા
અવિનાશભાઈ અંદર આવે છે અને ફ્રેશ થઈને બધા જમવા બેસે છે. રોહન જણાવે છે કે પોતે પણ સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે બધા જ તેને ઓલ ધ બેસ્ટ કહે છે. જમીને રોહન અને રાજ પોતાના રૂમમાં જાય છે.
શ્વેતાબેન: હવે બોલો તમે મને કહો કે શું થયું છે?
અવિનાશભાઈ: શ્વેતા કંઈ જ નથી થયું તું ચિંતા નહીં કર.
શ્વેતાબેન: તમારી સાથે રહી રહીને તમારા ચહેરાને વાંચતા હું સારી રીતે શીખી ગઈ છું આ તો રાજ અને રોહન હતાં એટલે મેં પૂછ્યું નહીં હવે મને કહો શું ચિંતા છે તમને.
અવિનાશભાઈ: રોહનને જોવા માટે શાહ પરિવાર આવવાનો હતો પણ એમને ખબર પડી ગઈ કે રોહન આપણો સગો દીકરો નથી એટલે એ લોકોએ મને આવવાની ના પાડી દીધી અત્યાર સુધી આપણે રોહનથી આ સત્ય છુપાવીને રાખ્યું છે પણ જ્યારે રોહનને ખબર પડશે ત્યારે શું થશે? શું રોહન આપણને છોડીને જતો રહેશે? શું લોહીના સંબંધ લાગણીના સંબંધ કરતાં સવાયા નીકળશે? શ્વેતા મને તો ખૂબ જ ચિંતા થઈ રહી છે આપણો હસી ખુશી રહેતો પરિવાર એક સત્યને કારણે વિખાઈ જશે તો આપણે શું કરીશું? અને તને તો ખબર જ છે કે માં ને રોહન કેટલો વહાલો છે !
શ્વેતાબેન: પહેલા તમે શાંત થઈ જાઓ. જે વાત અત્યાર સુધી બહાર નથી આવી તે ક્યારેય નહીં આવે તમે ચિંતા નહીં કરો અને જો વાત બહાર આવશે તો પણ રોહન આપણને મૂકીને ક્યાંય નહીં જાય.
અવિનાશભાઈ: પણ મને ખૂબ જ ચિંતા થઈ રહી છે જેમ જેમ વાત બહાર થી ખબર પડી રહી એ રીતે મને લાગી રહ્યું છે કે આપણે આ સચ્ચાઈ લાંબા સમય સુધી છુપાવી નહીં શકીએ.
શ્વેતાબેન: હા તમારી વાત તો સાચી છે. અને આમ પણ બહારથી ખબર પડે એના કરતા આપણે કહીએ એ વધારે સારું રહેશે.
અવિનાશ ભાઈ: હા તારી વાત સાચી છે શ્વેતા રોહન તો જ્યારે બે વર્ષનો હતો ત્યારે જ આપણે એને આપણા ઘરે લઈને આવ્યા હતા એટલે એને કંઈ જ ખબર નથી પણ રોહન આપણા ઘરમાં સાકરમાં દૂધ ભળે એમ ભળી ગયો છે.
શ્વેતાબેન: તમારી વાત સાચી છે રોહન તો મને રાજ કરતાં પણ વધારે વહાલો છે ભલે રાજ મારો પોતાનો દીકરો છે પણ રોહનની જગ્યા રાજ પણ ના લઈ શકે.
અવિનાશભાઈ અને શ્વેતા બહેન થોડીક વાર વાતો કરીને પોતાના રૂમમાં જતા રહે છે. આમને આમ દિવસો જતા રહે છે અને ફ્રેશર પાર્ટીનો દિવસ આવી જાય છે. વચ્ચે રોહન અને વિધિ અમુક વાર સામે મળતા તો પણ વાત ના કરતા. જ્યારે રિદ્ધિ અને કૃણાલ સારા મિત્રો બની ગયા હોય છે એ બંને ડાન્સિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હોય છે અને પોતે એકબીજાના ડાન્સ પાર્ટનર બન્યા હોય છે.

############ સમાપ્ત ###############
( શું થશે હવે આગળ ? શું રોહન અને વિધિ સારા મિત્રો બની શકશે ? શું રોહન અવિનાશભાઈ નો સગો દીકરો નથી ? તો રોહન કોનો દીકરો છે ? શું રિદ્ધિ અને કૃણાલ વચ્ચે પ્રેમ થશે ?)
આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો નિયતિ...
Thank you for reading ....