Health in plants in Gujarati Health by Binal Jay Thumbar books and stories PDF | વનસ્પતિમાં તંદુરસ્તી

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વનસ્પતિમાં તંદુરસ્તી

આ વનસ્પતિમાં તંદુરસ્તી સિરિઝમાં આપણે એવી ઔષધિય વનસ્પતિ વિષે વાત કરશું, ક જે આપણા રોજ-બરોજના જીવનનો એક ભાગ છે.

માણસ નું 9૦% જીવન વનસ્પતિ પર આધારિત છે.
યોગ્ય વનસ્પતિ નો ઔષધ તરીકે ઉપયોગ કરી મનુષ્ય પોતાના શરીર ને નિરોગી રાખી શકે છે.

પૂર્વ ના સમયમાં આ જ આયુર્વેદ ના જ્ઞાન સાથે લોકો દીર્ધાયુ ભોગવતાં, અને એ પણ તંદુરસ્તી સાથે....
યોગ્ય આહાર ન યોગ્ય સમયે ગ્રહણ કરવામાં આવે તો શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, અને આ સ્વસ્થતા જ મનુષ્ય જીવન ને સફળતા તરફ લઈ જાય છે.

અત્યારના સમયમાં તંદુરસ્ત રહેવા માટે આ માહિતી આપને ખૂબ ઉપયોગી થશે એવી આશા સાથે....

ભાગ - 1 દાતણ

મહર્ષિ વાગભટ્ટ ના મત અનુસાર 9 થી 10પ્રકાર ના દાતણ આવે છે જે નીચે પ્રમાણે ના વૃક્ષ દ્વારા સરળતા થી ઉપલબ્ધ છે.

કરંજ, લીમડો , વડ, આંબો, જાંબુડો, બાવળ, ખીજડો, ખેર, આવેળ, અશોક(આસોપાલવ), ગુલર, આમળા, હરડે......
આ ઉપર જણાવેલ તમામ વૃક્ષો ના દાતણ સદુપયોગ છે

📌 આંબા નું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીર માં કફ નું સમસ્યા ઘટે છે , વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબા નું દાતણ ત્યારે જ કરવું જ્યારે સાચી કેરી ની સાચી સિઝન ચાલુ થઈ જાય.

📌 લીમડા નું દાતણ હોળી પછી કરવું જોઈએ , આ દાતણ ઉનાળામાં ખાસ કરી ને ચૈત્ર વૈશાખ માં જરૂર કરવું જોઈએ , આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત નું શમન કરી ને ગરમી અને તજા ગરમી થી છુટકારો અપાવે છે.

📌 લીમડા ના દાતણ ઉનાળામાં જ કરવું

📌 વડ નું દાતણ ચોમાસામાં કરી શકાય અને ઉનાળા માં પણ કરી શકાય વડ ના દાતણ થી દાંત ના પેઢા મજબૂત થાય છે. વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે.

📌 ખેર નું દાતણ ગરમી માં કરવું જોઈએ જે ઉનાળામાં મોઢા ના ચાંદા ઓ થી છુટકારો આપવે છે

📌 બાવળ નું દાતણ(દેશી બાવળ) નો ઉપયોગ કોઈ પણ ઋતુ માં કરાય પણ ખાસ શિયાળામાં વધુ ઉપયોગી છે. આ દેશી બાવળ ના દાતણ માં સલ્ફર હોઈ જે માણસ ને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે.

📌 આમળા અને હરડે નું દાતણ કોઈ પણ ઋતુ માં કરાય , તેનું દાતણ નિરાપદ છે.

📌 ગુલર , ખીજડો ખેર આ પણ નિરાપદ દાતણ છે.આ સિવાય કણજી નું દાતણ મોઢા માં બનતું ખરાવ એસિડ પણ રોકે છે અને જેને દોડવા માં હાફ ચડતો હોઈ એમને આમળા ના વૃક્ષ નું દાતણ કરવું જોઈએ.

📌 કરંજ નુ દાતણ માત્ર કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા નામક રોગ ને મટાડે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાતણ થી...

✏️ આ તમામ પ્રકાર ના દાતણ ત્રણ મહિના જ પૂરતા કરવા ત્યાર બાદ કોઈ બીજા વનસ્પતિ નું દાતણ લેવું.

✏️ આ દાતણ 8 આંગલ લાબું ને એક આંગલ જડુ લેવું અને રસદાર હોઈ એ લેવું.

✏️ ચાવી ગયેલ દાતણ ને કાપી ને નવેસરથી દાતણ કરવું.

✏️ દાતણ ને તાજું લઈ આવો તો વધુ સારું પણ જો ન મેળ આવે તો દાતણ કર્યા પછી વપરાયેલ ભાગ કાપી ને દાતણ ને પાણીમાં બોળી રાખવું .
આ દાતણ અતિ ઉપયોગી અને લાભદાયક છે.