Ek Punjabi Chhokri - 23 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 23

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 23

સોહમની કોઈ જ વાત સાંભળ્યા વિના જ તેના મમ્મીએ તેને થપ્પડ મારી દીધી.સોનાલી સોહમ પાસે ગઈ અને સોહમને કહ્યું,
"હો શકે તો મેનુ માફ કર દેના યારા"આજ મારા લીધે પહેલીવાર આંટીએ તારા ઉપર હાથ ઉપાડ્યો છે. સોહમ કંઈ કહે તે પહેલાં તેના મમ્મી કહે છે. ના સોનાલી તારા લીધે નહીં. તને ખબર છે ?સોહમ આજે કૉલેજમાં કોઈ સાથે લડાઈ કરીને આવ્યો છે? સોનાલી કહે છે હા આંટી હું જાણું છું પણ તમે નથી જાણતા કે સોહમ એ શા માટે લડાઈ કરી? સોહમના મમ્મી સોનાલીને પૂછે છે એવું શું કારણ હોય શકે કે સોહમને કોઈ સાથે લડવું પડે અને કોઈ કારણ હોય તો પણ શાંતિથી વાત થઈ શકે.સોનાલી કહે છે,આંટી તમે મારી પૂરી વાત સાંભળો પછી કહેજો સોહમની ક્યાં ભૂલ હતી. પછી સોનાલી બધી ઘટના વિશે જણાવે છે.સોનાલીની વાત સાંભળી સોહમના મમ્મીને ખૂબ જ દુઃખ થાય છે અને સમજાય છે કે સોહમની કોઈ જ ભૂલ નહોંતી ને તેને એટલી મોટી લડાઈ પણ નહોતી કરી. સોહમના મમ્મી સોહમ પાસે માફી માંગે છે પણ સોહમ તેમને કહે છે તમે જાણો જ છો કે સોનાલીને કોઈ કંઈ કહેશે તો હું ચૂપ નહિ રહું.સોનાલી સાથે તેની વર્તુણક જરા પણ ઉચિત નહોતી.સોહમના મમ્મી પણ હવે માને છે કે સોહમ એની રીતે સાવ સાચો છે.

સોનાલી ખૂબ ચિંતામાં ડૂબી જાય છે કે પ્રિન્સિપલ સરે જેમ સોહમના મમ્મીને ફોન કર્યો તેમ તેના ઘરે પણ ફોન કર્યો હશે તો તેની શું હાલત થશે?સોહમ અને તેના મમ્મી કૉલેજમાં જે બન્યું તેની વાતમાં મશગૂલ હતા ને સોનાલી ચિંતામાં હતી.તે બંનેની વાત પૂરી થઈ તરત તેમનું ધ્યાન સોનાલી તરફ ગયું. બંને એ સોનાલીને પૂછ્યું તો સોનાલી એ પોતાની ચિંતા જણાવી. સોહમના મમ્મીએ સોનાલીને સમજાવી કે તારી ફેમિલી સાથે હું વાત કરીશ.

સોનાલી ખૂબ જ ડરેલી હતી પણ સોહમ અને તેના મમ્મી એ તેને સમજાવીને કહ્યું જો તારી ફેમિલીને આ વાતની જાણ ન હોય તો તેમને તું સામેથી આ વાત ના કરતી.સોનાલી ડરતા ડરતા ઘરે જાય છે.તેની ફેમિલી ખૂબ ખુશ હતી અને આરામથી વાતો કરતી હતી.સોનાલીનો ડર ભાગી ગયો કે એમની ફેમિલીને હજી કંઈ જ ખબર નથી.તે સોહમને મેસેજ કરીને કહી દે છે. અહીં બધું બરાબર છે સોહમ સોનાલીના મેસેજની રાહ જોઈને જ બેઠો હતો. તે તરત જોઈ લે છે અને તેના મમ્મીને પણ જણાવી દે છે.

બીજે દિવસે સોહમ અને સોનાલી કૉલેજ જાય છે સોહમના મમ્મી પણ તેમની સાથે જાય છે.કૉલેજની બહાર જ પેલો બીજા સ્ટુડન્ટ્સ સાથે મજાક મસ્તી કરી હસતો હતો.સોહમ તેના મમ્મીને કહે છે જો આ એ જ છોકરો છે જેને કાલે સોનાલીને હેરાન કરી હતી.સોહમના મમ્મી ખૂબ જ હોશિયાર હતા તે ગુસ્સામાં આવી જઈ કોઈ પણ ભૂલ કરતા નહીં.તેને સોહમ અને સોનાલીને તેમના ક્લાસરૂમમાં જવાનું કહ્યું અને પોતે સાથે ફેન્સી ડ્રેસ લઈને આવ્યા હતા તે પહેરી લીધો ને એકદમ કૉલેજ ગર્લ બની ગયા.પછી જોયું પેલાની આજુ બાજુ કોઈ હતું નહીં તેથી પોતે તેની પાસે ગયા અને કહ્યું,હેલ્લો હેન્ડસમ.પેલો સોહમના મમ્મીને જોઈને ચોંકી જ ગયો તે એકદમ સુંદર હિરોઈન જેવા લાગતા હતા.તેને પણ થોડી વાર પછી કહ્યું હેલ્લો બ્યૂટી ક્વીન.સોહમના મમ્મી એ પેલા વિશે બધું જાણી લીધું તે ક્યાં રહે છે? તેની ફેમિલી વિશે.બધું જાણી પછી કાલની વાત વિશે પૂછ્યું,તે એની સાથે એટલી મીઠી વાતો કરતા હતા કે પેલા એ બધું સાચું કહી દીધું અને તે સોનાલી સાથે મજાક જ કરતો હતો તેવું પણ કહ્યું,સોહમના મમ્મીને પ્રિન્સિપલ સરે જે કૉલ કર્યો હતો,તેના વિશે પણ જણાવ્યું કે પોતે સોહમની ફરિયાદ કરી હતી.તે સારી રીતે જાણતો હતો કે સોહમ એક સારી ફેમિલીમાંથી આવતો હોવાથી તેને ઘરે ઘણું સહન કરવું પડશે.સોહમના મમ્મીએ પેલાની બધી વાતો રેકોર્ડ કરી રાખી.પછી તેઓ પેલાને બાય કહીને ત્યાંથી જતા રહ્યા અને પોતાના સલવાર શૂટ પહેરીને પ્રિન્સિપલ સરની ઓફિસ તરફ ગયા.સોહમ પહેલેથી જ ત્યાં હતો અને સર તેને કંઇક કહેતા હતા.

શું સોનાલીના મમ્મી પેલા વિશે કોઈને જણાવશે?
પ્રિન્સિપલ સર સોહમને શું કહેતા હશે?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.