Ek Punjabi Chhokri - 22 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 22

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 22

સોનાલી સાથે જેવો તે ટકરાયો અને તેને મજાકના મૂડમાં ગોગલ્સ થોડા નીચા કરી સોનાલીને આંખ મારી.સોનાલીને આવા છોકરાઓથી ખૂબ જ નફરત હતી. તેથી સોનાલીએ ગુસ્સામાં આવી પેલાને એક ખેંચીને થપ્પડ મારી દીધી. સોનાલીના થપ્પડની ગુંજ એટલી જોરદાર હતી કે આજુબાજુના બધા લોકો જોવા લાગ્યા અને પેલાના ગાલ પર સોનાલીના પંજાની છાપ દેખાવા લાગી.પેલો ગુસ્સામાં કહેવા લાગ્યો,તું શું ખુદને હિરોઈન સમજે છે? કોઈ તારી સાથે ખરાબ વ્યવહાર નહોતો કર્યો જો તું આ રીતે ગુસ્સામાં આવી ગઈ. મેં તને ટચ પણ નથી કર્યું.સોનાલી કહે છે તે આંખ કેમ મારી? હું કંઈ એવી છોકરી નથી કે તું મને પટાવી લઈશ.આ વાત સોહમને સોનાલીની કોઈ ક્લાસમેટ એ આવીને કહી.સોહમ ખૂબ ઝડપથી સોનાલી પાસે પહોંચી ગયો.તે બંને હજી સામસામે લડાઈ કરતા હતા.સોહમે આવીને સોનાલીને કહ્યું,શું થયું છે સોનાલી? શું કર્યું આને ને આ છે કોણ?સોનાલી કહે સોહમ હું તને ઘરે જઈને બધું કહીશ.આટલું કહી પાછી પેલા સાથે લડવા લાગી.સોહમ સોનાલીનો હાથ પકડી તેને સાઈડમાં લઇ ગયો ને સોનાલીને કહ્યું,પેલા તું બધી વાત કર.પછી સોનાલીએ બધી વાત કરી.

સોહમ સોનાલીની વાત સાંભળી ખૂબ ગુસ્સામાં આવી ગયો.તે પેલાં પાસે ગયો અને તેને મારવા માટે હાથ ઉપર કર્યો ત્યાં સોનાલીએ તેને રોકી લીધો.તે સોનાલીની વાત માનતો નહોતો. તેથી સોનાલીએ તેને પોતાની કસમ આપી દીધી.સોહમ માંડ શાંત થયો,પણ પેલાને કૉલર પકડી પૂછ્યું કે તારી હિંમત કેમ થઈ સોનાલીને આંખ મારવાની? પેલો કહે છે અરે,હું જસ્ટ મજાક કરતો હતો. મારો ઈરાદો બીજો કંઈ જ નહોતો.હવે સોનાલીને સોહમની ચિંતા થઈ કે સોહમ ક્યાંક આની સાથે લડાઈ કરશે તો વાત સર પાસે પહોંચશે અને સોહમની છાપ ખરાબ થશે.એવું વિચારી સોનાલી સોહમને જબરજસ્તી ત્યાંથી લઈ ગઈ.

આજે તે બંને સાથે જ ઘરે ગયા પણ પોતપોતાના વાહન લઇને વચ્ચે સોનાલીએ તેની અને સોહમની ફેવરિટ જગ્યા પર પોતાનું સ્કૂટી રોક્યું.સોહમ એ પૂછ્યું કે અહીં કેમ રોક્યું,તો સોનાલી એ કહ્યું ચાલ આજે મારા તરફથી પાણીપુરીની પાર્ટી.સોહમ કહે છે રહેવા દે સોનાલી આજે જરાપણ મૂડ નથી કંઈ ખાવા પીવાનો પણ સોનાલીની જીદ પાસે સોહમ ક્યારેય જીત્યો નથી.આજે પણ ના જીતી શક્યો.તે બંને એ ખૂબ એન્જોય કરી પાણીપુરીની મજા માણી.સોહમનું મૂડ પણ થોડું સારું થઈ ગયું.સોહમ બધું સહન કરી શકતો હતો પણ સોનાલી સાથે કોઈ ખરાબ વર્તન કરે તે તેનાથી સાવ સહન થતું નહીં.

પાણીપુરી ખાઈને બંને ઘરે ગયા પણ સોહમ ઘરે જઈને પાછો ઉદાસ થઈ ગયો.તેના મમ્મીએ તેને પૂછ્યું શું થયું? પણ તેને કોઈ જવાબ આપ્યો નહીં અને તેના રૂમમાં જતો રહ્યો.સાંજે કૉલેજમાંથી પ્રિન્સિપલ સરનો ફોન આવ્યો. સોહમના મમ્મીના ફોનમાં અને તેને કહ્યું કે સોહમ આજે કૉલેજમાં લડાઈ કરીને આવ્યો છે.સોહમના મમ્મીએ ફોન પર વાત કરી સોહમને ખૂબ જ ગુસ્સામાં બોલાવ્યો.સોહમ ત્યાં આવ્યો અને તેના મમ્મીએ તેને પૂછ્યું કે તું આજે કૉલેજમાં લડાઈ કરીને આવ્યો છે? સોનાલી તે સમયે જ બરાબર ત્યાં આવી પણ તેને અંદર આવવાની હિંમત ન થઈ તે ત્યાં જ ઉભી રહી ગઈ.સોહમના મમ્મીએ ફરી સોહમને પૂછ્યું શું તે કોઈ સાથે લડાઈ કરી હતી? સોહમ કહે છે મમ્મી એમાં એવું હતું ને...આટલું બોલે છે ત્યાં તેના મમ્મી ફરી વચ્ચે જ બોલી પડે છે.હા અને ના માં જ જવાબ આપ.સોહમ કહે છે હા મમ્મી તો પૂરું બોલતો પણ નથી ત્યાં તેના મમ્મી એક જોરદાર થપ્પડ સોહમને મારી દે છે.તેની ગુંજ ખૂબ જ જોરદાર હતી તેથી સોનાલી પણ ડરી જાય છે અને પોતે પણ સોહમને આટલા વર્ષોમાં પહેલી વખત જ આ રીતે થપ્પડ મારી હતી તે યાદ આવે છે.

સોહમની આજે પહેલી વખત ફરિયાદ આવી હોવાથી સોહમના મમ્મીને ખૂબ જ આઘાત લાગે છે ને પહેલી વખત તેને સોહમને આ રીતે માર્યું હશે.સોહમ હંમેશાથી ખૂબ જ ડાહ્યો હતો.આ વાત સોનાલી પણ ખૂબ સારી રીતે જાણતી હતી અને સોહમને પોતાના લીધે માર પડ્યો તે પણ જાણતી હતી.




શું સોનાલીની ફેમિલીને પણ આ વાતની જાણ થઈ હશે?
પ્રિન્સિપલ સર સોહમ સાથે કેવો વ્યવહાર કરશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.