Ek Punjabi Chhokri - 21 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 21

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 21

સોનાલીના દાદુ પણ માને છે કે સોનાલી સાથેનો તેમનો વ્યવહાર જરા પણ ઉતમ નહોતો. તે ખૂબ સારી અને સમજદાર છોકરી છે. તેને આમ બંધનમાં બાંધી ના દેવી જોઈએ.તેથી તો તેમને સોનાલીને એક સરપ્રાઈઝ આપવાની વાત કરી.

સોનાલીના દાદુ સોનાલી અને તેના પપ્પાને લઈને બહાર ગયા પણ ક્યાં જાય છે ? શા માટે? તે કોઈને કહ્યું નહીં કેમ કે તે સોનાલીના ચહેરા પર પહેલા જેવી જ ખુશી જોવા માંગતા હતા. જે તેમની ફેમિલીના અજીબ વર્તનથી ક્યાંક ખોવાઈ ગઈ હતી.સોનાલીના દાદુ સોનાલી અને તેના પપ્પાને એક શો રૂમમાં લઈ ગયા જે સ્કૂટીનો શો રૂમ હતો.સોનાલી ત્યાં જઈને પણ સમજી ન શકી કે તેના દાદુ તેમને અહીં કેમ લઈને આવ્યા? સોનાલી એ વધુ વિચાર ન કરતા સીધું તેના દાદુને પૂછી લીધું,કે આપણે અહીં શા માટે આવ્યા છીએ?

સોનાલીના દાદુ એ કહ્યું સોનાલી હવે થી તું એકલી જ કૉલેજે જઈશ એટલે તારા માટે એક સારું એવું સ્કુટી લેવાનું મેં વિચાર્યું છે.તે લઈને જ તું કૉલેજ જજે.જેથી અમે તારી ખોટી ચિંતા ના કરીએ.સોનાલી એ કહ્યું દાદુ હું તો બસમાં પણ જઈ આવી શકું છું.તો આની શી જરૂર છે? સોનાલીના દાદુ કહે બેટા આમાં તારા ઘણાં ટાઈમની બચત થશે અને બસમાં તું ખૂબ હેરાન થઈશ એટલે જ તો તારા માટે સ્કૂટી લેવું છે.સોનાલી ખૂબ જ ખુશ થઈ ગઈ ને કહ્યું દાદુ તમે બધા મને ખૂબ જ પ્રેમ કરો છો.આજે જે રીતે મેં તમને બધાને ગુસ્સામાં કહ્યું તે વાતનો મને ખૂબ જ અફસોસ છે.સોનાલીના દાદુ કહે છે,ભૂલી જા તે બધું અને તને મનગમતું સ્કૂટી પસંદ કરી લે.

સોનાલી ઘણાં બધાં સ્કૂટી જુએ છે ને અંતે તે એક્ટિવા 6જી ને તેમાં બ્લેક કલર પસંદ કરે છે.સોનાલીની ચોઈઝ ખૂબ સરસ હતી.તે જોઈ તેના દાદુને પ્રાઉડ ફિલ થાય છે.આ નવું સ્કૂટી લઈને તે લોકો ઘરે આવે છે.આ ન્યૂ સ્કૂટી સોનાલી જ ચલાવીને આવી હતી.તેને દાદુનું સ્કૂટી ઘણી વાર શીખ્યા પછી ચલાવ્યું હતું. તેથી નવું સ્કૂટી પણ તે જ ઘરે લઈને આવી.

સોનાલી એ ઘરે આવતાની સાથે જ તેના મમ્મી અને દાદીને બહાર પકડીને લઈ આવી.તેના દાદી તો પૂછતાં જ રહી ગયા કે શું થયું? તું કેમ અમને આ રીતે બહાર પકડી લઇ જાય છે? બહાર આવી તે બંને સીનાલીનું ન્યૂ સ્કૂટી જુએ છે.તે કંઈ પૂછે તે પહેલાં જ સોનાલીના દાદુ કહે છે,સોનાલી માટે ન્યૂ સ્કૂટી લીધું છે.તે હવેથી આ લઈને કૉલેજ જશે.સોનાલીને તેના દાદુનું આ સરપ્રાઈઝ ખૂબ જ ગમે છે.

આ સ્કૂટી જોઈ વીર કહે છે,દાદુ દીદીને જ તમે બધા બઘું લઈ આપો છો. મારે પણ નવું બાઇક જોઈએ છે. મને પણ લઈ આપો.તેના દાદુ કહે છે,"તું થોડા ઓર વડા હો જા ફિર તેનું ભી લે દુંગા." સોનાલી દાદુની વાત સાંભળી હસે છે.વીર થોડો સેડ થાય છે પણ તે તો બાઇક હોય કે સ્કૂટી બધાનો ભરપુર ઉપયોગ કરી લે છે.સોનાલી તો કૉલેજ પૂરતી વાપરી મૂકી દેશે પણ વીર તો તેનાથી વધુ સ્કૂટી ફેરવી લેશે.તે આવતાની સાથે જ એક ચક્કર લગાવી આવે છે.સોનાલીની તો નામ માત્રની સ્કૂટી હતી, પણ વીર તો સોનાલીથી વધુ ચલાવતો હતો અને પાછો સોનાલીને ખૂબ ચિડવતો.

સોનાલી હવે દરરોજ મનગમતા કપડાં પહેરીને કૉલેજ એકલી જતી.હવે તેના પર કોઈ રોક ટોક નહોતી.સોનાલી તેની કૉલેજ લાઈફ જેને લોકો ગોલ્ડન લાઈફ પણ કહે છે તેમાં ખૂબ જ ખુશ હતી અને આમ કરતા કૉલેજનો એક મહિનો આરામથી પૂરો થઈ ગયો.સોહમ પણ સોનાલીના આવવાથી ને સોનાલીને ખુશ જોઈ ખૂબ જ ખુશ હતો.ત્યાં સોનાલીની કૉલેજમાં એક નવા છોકરાની એન્ટ્રી થઈ.આમ તો કૉલેજમાં સોનાલી માટે બધા લોકો નવા જ હતા પણ એક મહિનો થઈ ગયો હોવાથી સોનાલીએ બધા સાથે દોસ્તી કરી લીધી હતી.તેમાં આ નવો છોકરો આવ્યો.

તે એકદમ હીરો જેવો લાગતો હતો.એકદમ સિલ્કી ને હવામાં ઉડતા તેના વાળ,મસ્ત મજાનું નાનું એવું નાક,કપાળ પર એક અલગ જ પ્રકારનું તેજ,હોઠ ઉપર મસ્ત મજાની જોતા જ કોઈ પણ છોકરીને ગમી જાય તેવી મીઠી મધુરી તેની સ્માઇલ, આંખ કાળા ગોગ્લસથી ઢંકાયેલી પણ તેની વચ્ચેથી જોતા એકદમ મસ્તીખોર લાગતી હતી.આવતાની સાથે જ તે સોનાલી સાથે ટકરાયો.


શું સોનાલી તેની સાથે દોસ્તી કરશે કે આવતાની સાથે જ લડાઈ કરશે?
સોહમની લાઈફમાં આ ન્યૂ બોયના આવવાથી કોઈ ફેર પડશે?


જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...


આપની કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.