*એક સફર - સ્વપ્ન કે હકીકત*
"અરે બાપા,દસમાં દસ મિનિટની વાર છે.જલ્દી પાંચ મિનિટની અંદર હોસ્ટેલ પહોચવુ જોશે,નહિતર ગેટ બંધ કરી દેશે તો બહારે જ આખી રાત કાઢવી જોશે."અજયે લાયબ્રેરીમાં પોતાની બુક વાંચતા અચાનક મોબાઈલની સ્ક્રીન ઓન કરીને ટાઈમ જોતા મનમાં બબડવા લાગ્યો.
હજુ એ ઊભો થઈને હોસ્ટેલ જવા નીકળી રહ્યો હતો ત્યાં જ મેસેજ ટ્યુન સંભળાતા મેસેજ જોવા મોબાઈલ ઓન કર્યો.
"ક્યા ગયો?"
"આ રહ્યો દેવી."એ મેસેજ કરીને અજયે સ્માલિનુ ઈમોજી મુકતા હોસ્ટેલના રસ્તે રવાના થયો.
"એ તો મને ખબર છે કે તુ અહીયા છે,પણ હમણા કેમ તારા કોઈ મેસેજ આવતા નથી?"
"હુ પાટણ આવ્યો છુ.અહી મારે એક્ઝામ ચાલુ થશે તો હોસ્ટેલ વાંચવા માટે રોકાયો છુ."
"તારે શેની એક્ઝામ દેવાની બાકી છે?મને તે ક્યારેય કીધુ તો નથી."એ છોકરીએ નિરાશા વ્યક્ત કરી.
"અરે એ બધુ હુ અત્યારે નહિ કહુ.મારે હોસ્ટેલ પહોચવામાં મોડુ થાય છે ત્યાં પહોચીને બધી વાત કરીશ."અજયે એ છોકરીનાં સવાલો સ્કીપ કરતા રેલ્વે તરફથી હોસ્ટેલ જવાનો માર્ગ નજીક હોવાથી સ્પીડમા ચાલવાનુ રાખ્યુ.
"અરે તે હમણાં કીધું કે તુ હોસ્ટેલ વાંચવા રોકાયો છે તો અત્યારે ક્યા રખડે છે?"
"હે ભગવાન,એક તો મારે મોડુ થાય છે અને તમારે સરપંચને અત્યારે બધું જાણી લેવું છે.હોસ્ટેલમાં મારા રુમની અંદરના છોકરાઓ વાતો કરતા હોય છે તો મને સરખુ વાંચવા મળતુ નથી તેથી હુ બાજુમા આવેલી લાયબ્રેરીમાં વાંચવા આવ્યો છુ.હવે તમારા સવાલો પુરાં થયાં હોય તો હું જાવ દેવી."
"બહુ સારુ'તેણીએ મોઢું બગાડવાનું ઈમોજી મુકીને મેસેજ સેન્ડ કરી દીધો.
"તમારું.. "અજયે શરમાય જવાનુ ઈમોજી મુકીને મેસેજ સેન્ડ કરી દીધો.
"હા ભલે તુ કંઈક ભણીશ તો તને કોઈ પસંદ કરશે ને.ત્યાં કોઈ ચુડૈલ મળી જાય તો કેજે.મારે તારા માટે એક સરસ મજાની વાર્તા લખવી છે."તેણીએ શરમાઇને સામે અજયને વળતો જવાબ આપતાં કહ્યું.
"મારે અત્યારે કોઈ ચુડૈલ બુડૈલની જરુર નથી.હું હોસ્ટેલ જઈને પછી વાત કરું હો"આટલો મેસેજ કરીને અજય મોબાઈલ અને બુક હાથમા પકડીને રેલ્વેના પ્લેટફોર્મ પર ચડતા ની સાથે કોઈ છોકરી સાથે ટકરાય ગયો.
"ઓહ સીટ."એ છોકરીએ અજયની સામે જોયાં વગર અથડાતાં બોલી ઊઠી.
"અરે મારુ ધ્યાન ન હતુ.મારે હોસ્ટેલ જવામા મોડુ થઈ રહ્યુ તો ઉતાવળમાં અચાનક તમારી સાથે હું ભટકાય ગયો."અજયે દિલગીરી વ્યક્ત કરી.
"તમારા જેવા છોકરાને હું સારી રીતે ઓળખું છું. જાણી જોઈને સુંદર છોકરીઓ સાથે ટકરાય જાય અને માફી માંગી ખોટું બોલીને જતા રહે છે."એમ કહેતાં તેણે અજયની સામે જોયું.
અજયે પણ એ છોકરીનાં સામે જોયું લાઈટ પિન્ક કલરનું ટોપ અને બ્લેક ડેનિમ જીન્સમાં એ હિરોઈન જેવી લાગતી હતી પણ એ છોકરીએ દુપટ્ટાથી એનો ચહેરો ઢાંકીને રાખ્યો હતો.ફક્ત એની નશીલી ભુરા રંગની કીકીઓ ડાબી જમણી તરફ થતી જોઈ રહ્યો હતો.બે મિનિટ તો અજય પાસેથી કોઈ પ્રત્યુતર ના મળ્યો અંતે છેલ્લે એ છોકરીએ કંટાળીને અજયનાં ચહેરા પાસે ચપટી વગાડી.અચાનક ચપટી વાગવાનો અવાજ આવતા અજય પોતાની તંદ્રામાંથી છુટીને વર્તમાનમા આવ્યો.
"અરે તમે જેવો છોકરો સમજો છો, એવો હું નથી.હુ સાવ ગામડીયો માણસ છુ અને છોકરીનો હુ આદર કરુ છુ."અજય સમજાવી રહ્યો હતો ત્યાં એ છોકરીની ટ્રેન પ્લેટફોર્મ પરથી ચાલતી થઈને પોતાની રફતાર વધારવા લાગી.
"ઓહ ગોડ.આ તમારા સાથે તકરાવામાં મારી ટ્રેઈન ભાગવા લાગી."એ છોકરીએ દોટ મૂકીને ટ્રેન પર ચડવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ એ ટ્રેન સુધી ના પહોચી શકી.
અજય એના રસ્તે હોસ્ટેલ તરફ રવાના થવા તૈયાર થઈ ગયો.એવામાં એ છોકરીએ એને રોકતાં કહ્યું,"મારી આ ટ્રેન તમારા લીધે જ મિસ થઈ ગઈ છે તો મારા મુકામ સુધી તમારે જ મને પહોચાડવી જોશે."તેણીએ હુકમ આપ્યો.
"જોવો મિસ તમારી ટ્રેન મારે લીધે મીસ નથી થઈ પણ હા હવે તમારે લીધે મારે આખી રાત આ પ્લેટફોર્મ પર વિતાવી જોશે,કારણ કે તમારી લપમાં હવે દસ ક્યારનાંય વાગી ગયા.હોસ્ટેલ પણ બંધ થઈ ગઈ હશે."અજયે એક નિસાસો નાખ્યો.
'આ તમારે કારણે થયું છે.હું તમારી સામે અથડાવા આમંત્રણ ન હતું આપ્યું.તમે જ મારી સામે અથડાય ગયાં હતાં.સવારે મારે વહેલાસર ભુજ યુનિવર્સિટી પહોંચવાનું છે.કેવી રીતે હું બધું મેનેજ કરીશ?સદનશીબે મારો મોબાઈલ અને વોલેટ તો મારી પાસે છે પણ મારો પુરો સામાન એ ટ્રેનમાં જતો રહ્યો. "એ છોકરી ચિંતીત થતાં બોલી.
અજયનો સ્વભાવ તો ભગવાને પરોપકારી જ બનાવ્યો હોય એમ એ છોકરીને દુઃખી જોઈને થોડોક લાગણીવશ થઈ ગયો.
"તમારી સાથે કોઈ તો આવ્યું હશે ને કે પછી કોઈ ઓળખાણ ટ્રેનમાં થઈ ગઈ હોય તો એમને કોલ કરીને તમારા સામાનની દેખરેખ માટે જણાવી દો."અજયે ઉપાય સુજાડ્યો.
"અરે હું અમદાવાદથી એકલી જ નીકળી છું.ટ્રેનમાં પણ મારું કોઈ પરિચિત હતું નહિ.હવે મારા સામાનનું....શું થશે?"એ છોકરી પગ પછાડવા લાગી.
"જોવો તમે અહી ઈન્કવારિ ઓફીસે ફરિયાદ કરાવી દો.એ ભુજનાં રેલ્વે સ્ટેશને જ તમારો સામાન સહી સલામત રખાવી દેશે.રહી ભુજ જાવાની વાત તો તમારે બાર કલાક રાહ જોવી પડશે.એ પહેલાં કોઈ ટ્રેન ભુજ જતી નથી."અજયનાં કહેવાથી એ છોકરીએ ઈન્કવારિ ઓફીસે ફરિયાદ નોંધાવી દીધી અને એ લોકોએ વિશ્વાસ પણ અપાવી દીધો કે એમનો સામાન સલામત રીતે એનાં હાથમાં આવી જશે.
"થેન્ક્યુ મિ...?"એટલું કહી એ છોકરીએ અજયને પોતાનું નામ જણાવવા માટે ઈશારો કર્યો.
"અજય અને તમારું નામ?"
"આઈ એમ આકૃતિ. હવે આ સામાનની ચિંતા તો ઓછી થઈ પણ મારે વહેલી સવારે જ ભુજ પહોંચવાનું છે. હું કઈ રીતે પહોચીશ?"આકૃતિ બોલતાં જ નિરાશ થઈ ગઈ.
અજય પણ આકૃતિના સવાલથી થોડોક ચિંતીત થઈ ગયો હતો.એક તો એ એકલી જ અહીં હતી.એ આ શહેરને કે કોઈ બીજા લોકોને ઓળખતી પણ ન હતી .બીજું કે અહીંથી ભુજનો રસ્તો છ કલાકનો હતો.આકૃતિને રાતનાં એકલાં ભુજ જવા માટે એનું મન માની રહ્યું ન હતું.
"તમારે આવતી કાલે ભુજ જાવું જરુરી ના હોય તો વહેલી સવાલની ટ્રેનની રાહ જોઈ શકશો.અહીં રેલ્વે સ્ટેશન પર તમે અહીં મારી સાથે રોકાય જાવ.જો તમને મારા પર વિશ્વાસ હોય તો ! આમ પણ મારે રાતવાસો બહાર જ કરવો પડશે કારણ કે,હોસ્ટેલ મારી બંધ થઈ ગઈ હશે."અજયે ખૂબ શાંતિથી વાત આગળ વર્ણવી.
"અરે તમારા પર વિશ્વાસ ના કરવા જેવું કશું નથી. માણસની ઓળખાણ એનાં વર્તન પરથી થઈ જ જાય છે એન્ડ આઈ ઓલ્સો અપોલોજાઈઝ કે મે તમને ઓળખ્યાં વગર જ ખોટો બ્લેમ લગાવી દીધો.રહી વાત અહીં રોકાવાની તો એ બિલકુલ ઇમ્પોસિબલ છે.ભુજ યુનિવર્સિટીએ મારું પ્રોફેસર તરીકે સવારે ઈન્ટરવ્યૂ આપવાનું છે.જે કોઈ કાળે સ્કીપ થઈ શકે એમ નથી."આકૃતિમાં ઉદાસીનતાના ભાવો આવી ગયાં.
"તો હવે તમારી પાસે એક જ રસ્તો છે."
''જલ્દી કહો કે એ ક્યો રસ્તો છે કારણ કે ભુજ પહોંચવું એ તો ફાઈનલ છે."
"તમે અહીંથી એક પ્રાવેટ ગાડી બુક કરાવી શકો છો.જે તમને વહેલી તકે ભુજ પહોચાડી શકશે."
"યા ધેટ ઈઝ ગ્રેટ આઈડિયા .આ આઈડિયા મારા દિમાગમાં કેમ ના આવ્યો?યુ આર સો ઈન્ટેલીજન્ટ."
"મારા વખાણ પુરાં થઈ ગયાં હોય તો તમારા માટે સ્ટેશનની બહાર ગાડી શોધવા જશું?"અજયે હસતાં હસતાં કહી જ દીધું.
"ઓહ નેકી ઔર પુછ પુછ.ચલો જઈએ."
ત્યાર બાદ તેઓ બંન્ને આડી અવળી વાતો કરતાં કરતાં સ્ટેશનની બહાર ગાડી શોધવામાં લાગી ગયાં.એક બે ગાડી ખાલી પડેલી હતી પણ તેનો ડ્રાઈવર દેખાય રહ્યો ન હતો.એક ગાડીવાળા ડ્રાઈવરે ભુજ જવાની સખ્ત મનાઇ કરી દીધી હતી.
આખરે આકૃતિને મેઈન હાઈવે પર ગાડી રોકવા સિવાય બીજો કોઈ રસ્તો લાગી રહ્યો ન હતો.અજય પણ આકૃતિની ચિંતાને લીધે જ્યાં સુધી કોઈ સારી ગાડી ના મળી શકે ત્યાં સુધી તેને હર પળ સાથે જ હતો.પંદરેક મિનિટ ચાલતાં હાઈવે તેઓ પહોંચી ગયાં હતાં.
તેઓ બન્નેએ રસ્તા પર આવતી જતી દરેક ગાડી પાસે લીફ્ટ માંગી પણ કોઈ આકૃતિને લીફ્ટ આપવા માટે તૈયાર ન હતું. અંતે અજયે એક પેટ્રોલથી ભરેલાં ટેન્કરને ઊભું રખાવી દીધું અને તેમની પાસે તેઓ બન્નેને ભુજ જવું છે તો છોડવા માટે ભલામણ કરી.
"મારે એક ને જ ભુજ જવું છે તો તમે આપણાં બન્નેની સાથે જવાની વાત કેમ કરો છો?આવા સડેલાં ટેન્કરની અંદર હું તો શું?મારી જુતી પણ પગ નહિ મુકે."આકૃતિએ જરાં ધીમાં સ્વરે અજયનાં કાનમાં કહ્યું.
અજયે આકૃતિને ટેન્કરથી થોડે દૂર જઈને સમજાવી,"જોવો મેડમ અત્યારે રાતના બાર વાગશે પણ હજું એક પણ ફોરવ્હીલે તમને લીફ્ટ આપી નથી.જો આ સડેલાં ટેન્કરમાં નહિ બેસો તો તમે તમારું ઈન્ટરવ્યૂ ભુલી જ જશો.મારે પણ ભુજ તમારી સાથે આવવાનો કોઈ શોખ પણ થતો નથી પણ આ ડ્રાઈવર એકલો છે.એનો ચહેરો જોયો કેવો ભયાનક લાગે છે?ક્યાંક રસ્તામાં તમારું મર્ડર કરી નાખે કે કોઈ અણધારો બનાવ બની જાય તો તમારા પરિવાર વાળા તમને શોધતાં જ રહેશે."
અજયે આકૃતિને સમજાવી તો આકૃતિને એની વાત ગળે ઉતરવા લાગી.એ કમને પહેલી વાર આવાં ટેન્કરમાં અજયની વાત માનીને જવાં તૈયાર થઈ ગઈ.પહેલાં અજય ટેન્કરમાં ચઢ્યો ત્યાર બાદ એણે આકૃતિનો હાથ પકડીને ટેન્કરની અંદર ચઢાવી.અજયે જ્યારે આકૃતિનો હાથ થામ્યો તો એનાં શરીરમાં વિચિત્ર લાગણીનો અહેસાસ થયો હતો.અલબત હજુ આકૃતિએ એનો ચહેરો દુપટ્ટાથી ઢાંકીને જ રાખ્યો હતો.તેઓ બાજુ બાજુમાં બેસી ગયાં.ત્યાર બાદ ડ્રાઈવરે મૂગાં મોઢે પોતાનું ટેન્કર ભુજ તરફ જવાં માટે ચાલું કરી દીધું.
ટેન્કરની બહાર નિરવ રાતની ઠંડી હવા ખુલ્લી બારીમાંથી આવી રહી હતી.અજયને વધુ વાતો કરવાનું કશું સૂઝ્યું નહિ આથી તે પોતાની પાસે રહેલી બુક ખોલીને વાંચવા લાગ્યો.આકૃતિને કંટાળો આવતો હોવાથી તે પોતાનો મોબાઈલ જોવા લાગી.અચાનક અજયનાં ફોનમાં મેસેજ ટ્યુન વાગતા તેની વાંચવાની લિંગ તુટી ગઈ.તેણે મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીને મેસેજ રીડ કર્યાની સાથે પોતાના ચહેરા પર છત્રીસ વોલ્ટની સ્માઈલ આવી ગઈ.
અજયને આમ હસતાં જોઈને આકૃતિથી પુછ્યાં વિના રહેવાયું નહિ,"એવું તે મેસેજમાં શું આવેલું છે કે તમે તમારી સ્માઈલથી આટલો પ્રકાશ અહીં ફેલાવી રહ્યાં છો?"
અજયે આવેલા મેસેજનો રિપ્લાય આપીને કહ્યું કે ,"આજ મારો જન્મદિવસ છે તો લોકોએ વહેલી તકે બારના ટકોરે મને વીશ કરવા માટે મેસેજ કર્યો.આથી હું અંદરથી ખૂબ ખુશ લાગુ છુ."
"ઓહ..મેનિ મેનિ હેપી રીટર્ન ઓફ ડે હેપી બડે ટુ યુ."આકૃતિએ પોતાનો હાથ અજય સાથે હેન્ડ શેક કરવા માટે લંબાવ્યો.
અજયે પળનો વિલંબ કર્યા વગર આકૃતિનાં હાથને ફરી અડવાની તક મળતાં હાથ મિલાવ્યો.હાથ મિલાવતાંની સાથે અજયનાં પૂરાં શરીરમાં ઝણઝણાટી ઉત્પન્ન થઈ.આ વખતે આકૃતિને પણ અજયનાં સ્પર્શથી કશુંક અજૂગતું અનુભવ થઈ ગયો.આખરે બન્ને એ ઉંમરના મુકામ પર હતાં જ્યાં આટલો વિજાતીય આકર્ષણ હોવો સામાન્ય બાબત હતી.તેઓ બન્ને પણ એ બાબત ખૂબ સારી રીતે જાણતાં હતાં.આથી તેઓએ હેન્ડ શેક કરીને પોતપોતાનાં મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયાં.
"હેપી બડે ટુ યુ અજય.લાઈવ લોન્ગ લાઈફ એન્ડ બી હેપી એન્ડ હેલ્ધી.ભગવાન કરે આ વર્ષે તો મને તારી સ્ટોરી લખવાં મળે."
"આભાર આપનો દેવી.કદાચ અત્યારે જ તમને મારી સ્ટોરી લખવા મળી જાય."અજયે ખુશ થતાં કહ્યું અને બાકી બીજા લોકોએ વીશ કર્યુ એમને રિપ્લાય આપવા લાગ્યો.
"હેએએએ! શું કીધું તે?મને અત્યારે જ સ્ટોરી લખવા મળી જશે."તેણી આશ્ચર્યચકિત થઈ ગઈ.
"હું અત્યારે તમને બધું નહિ કહું. મારા ફોનની બેટરી વીસ ટકા છે અને બાર વાગી ગયાં છે.બહુ મોડું થઈ ગયું છે.સુઈ જાવ નકર બાવો આવશે.હા ખૂબ ખૂબ આભાર મને વીશ કરવા માટે અત્યાર સુધી જાગ્યા."
"અરે તું પણ બધાનાં જન્મદિવસ પર જાગે જ છે.સારું આપણે દિવસે સમય મળતાં વાત કરી."
અજયે આમ મોબાઈલ મુક્યો એ સાથે ટેન્કર પણ ઊભું રહી ગયું.
"કેમ ભાઈ આ સુમસામ જગ્યા પર ગાડી કેમ ઊભી રાખી?"અજય ચિંતીત થતા બોલ્યો.
"ભાઈ સા'બ લાગે છે કે ટાયર પન્ચર થઈ ગયું છે.હુ નીચે ઊતરીને ચેક કરી આવુ છુ."એ ડ્રાઈવર આટલું કહીને ટાયર ચેક કરવા નીચે ઊતરી ગયો.
પાંચ મિનિટ પછી અજય પાસે આવીને કહ્યુ,"ભાઈ મારી શંકા સાચી પડી.પાછળનુ ટાયર પન્ચર પડ્યુ છે.જો તમે મને મદદ કરશો તો જલ્દી ટાયર બદલી નાખશુ."આ સાંભળીને અજય અને આકૃતિ બન્ને ઉદાસ થઈ ગયાં.ફરી નવી કોઈ તકલીફ આવીને ઊભી રહી ગઈ.
અજયે આકૃતિને બહાર ના ઊતરવાની ભલામણ કરીને ગાડીની અંદરથી નવુ ટાયર લઈને નીચે ડ્રાઈવર સાથે ટાયર બદલવા જતો રહ્યો.ત્રીસ મિનિટની મહેનત પછી ટાયર બદલીને તેઓ ગાડીની અંદર જુનું ટાયર મુકીને ચઢી ગયા.
"જોવો ડ્રાઈવર ભાઈ હવે ઉતાવળ કરજો.તમારે ચા પાણી પીવા હોય તો હુ ભુજ જઈને તમને પીવડાવીશ પણ હવે ક્યાંય પણ ગાડી ઊભી રાખતા નહિ."અજયે વિનંતી કરતા જણાવી દીધુ.ડ્રાઈવરે હકારમાં માથુ હલાવી દીધુ.
થોડીક વાર પછી આકૃતિને આંખોમાં નિંદર ચડવાથી એ ઊંઘી ગઈ.અજયને પણ ખૂબ ઊંઘ આવી રહી હતી.દર બીજી સેકન્ડે એની આંખો બંધ થઈ જતી હતી પણ એણે પોતાના પર સંયમ રાખીને ડ્રાઈવરને કંપની આપવા માટે અહી તહીની વાતો કરવા લાગ્યો.
વાતો કરતા કરતા ભુજ પણ આવી ગયુ હતુ.આકૃતિએ અજયનાં સોલ્ડર પર માથુ રાખીને સુતી હતી.ફીક્સ સાડા સાતે ટેન્કર ભુજનાં હાઈવે આવીને ઊભું રહી ગયું. અજયે પોતાના હાથના સહારે આકૃતિને ઊઠાડી.આકૃતિ ઊઠી તો એને પણ નિંદરમાં ધ્યાન ના રહ્યું કે એ ક્યારે અજયનાં સોલ્ડર પર માથુ રાખીને સુતી હતી.
આકૃતિએ અજય પાસે પોતાના વર્તનની માફી માંગી અને આભાર પણ માન્યો કે એનાં લીધે તે અહીં સુધી સલામત પહોંચી ગઈ.ડ્રાઈવર સહિત ત્રણેય લોકો ગાડીની બહાર નીકળ્યાં અને એક સારી ટી સ્ટોલ પર સવારની ગરમ ગરમ ચાય પીધી.અજયે ડ્રાઈવરને ભાડું આપીને છુટો કરી દીધો હતો.હવે આકૃતિ અને અજયને અલગ થવાનો સમય આવી ચુક્યો હતો.
"વન્સ અગેઈન થેન્ક્યુ એન્ડ સોરિ.મારે લીધે તમને ખૂબ તકલીફ પહોંચી."આકૃતિએ પોતાનો દુપટ્ટો ચહેરા પરથી હટાવતાં બોલી રહી હતી.
ક્ષણ ભર અજય આકૃતિનાં રુપને નીહાળવા લાગ્યો.ભગવાને ફુરસદમાં ઘડેલી હોય એવી સુંદર આકૃતિની આકૃતિ હતી.
"અજય...ક્યાં ખોવાઈ ગયાં."આકૃતિનાં અવાજથી અજયને વર્તમાનનું ભાન થયું.
"ઓહ સોરિ..અરે એમાં તમારે માફી માંગવાની ના હોય.આ તો એક ફરજ કહેવાય.ભુલા પડેલાં લોકોને પોતાનો માર્ગ બતાવવો.હવે તમે અહીંથી ક્યાં જશો?"અજયે આકૃતિની ચિંતા વ્યક્ત કરી.
"બસ હવે હું પહેલાં તો રેલ્વે જઈશ.ત્યાંથી મારો સામાન લઈને કોઈ સારી હોટલમાં રુમ બુક કરાવીને ફ્રેશ થઈ જઈશ.નવ વાગ્યે યુનિવર્સિટીએ ઈન્ટરવ્યૂ દેવાં પહોંચી જઈશ.તમે?"આકૃતિએ અજયનાં સવાલનો જવાબ આપીને સામે સવાલ પુછી લીધો.
"સારું તો તમે હવે જાવ.હું હવે મારી મંજીલ પર પાછો ફરીશ.કોઈને કોઈ બસ કે વાહન મળી જશે.કંઈ કામ હોય તો જણાવજો."અછયે વિન્રમતા દાખવી.
"બસ અહીં સુધી પહોંચી ગઈ.એટલું પણ ઘણું છે.આગળની લડાઈ હવે હું મારી રીતે લડી લઈશ.ઓલ ધ બેસ્ટ."
"થેન્ક્યુ.તમે પણ આ ઈન્ટરવ્યૂમાં પાસ થઈ જાવ એનાં માટે ખૂબ શુભેચ્છાઓ."આમ બન્ને એકબીજાથી અલગ થઈને પોતપોતાની વિરોધ્ધ દિશાની મંજીલ પર ચાલવા લાગ્યાં.
અજયે બસ સટોપ પર જઈને પોતાનાં ગામની બસ મળી જતાં એમાં બેસી ગયો. રસ્તામાં એને નિંદર આવી જતાં ક્યારે એનું ગામ આવી ગયું?એની ખબર ના રહી.અંતે કંડકટરે કહ્યુ એટલે અજય બસમાંથી નીચે ઉતરી ગયો. ઘરે પહોચતાં રાત થઈ ગઈ હતી.જમી કરીને એ ખાટલા પર સુઈ ગયો.
સવારે વહેલી પરોઢે એની બેને એને ઊઠાડ્યો,"અજુ ઊઠ.ક્યારનાં મામુજાનનાં તારામાં કોલ આવે છે.આજ તારો બ'ડે છે તો એમનાં દસ મિસ્ડ કોલ છુટી ગયાં."
પોતાનો જન્મદિવસ વીતી ગયો નથી પણ આજે છે એવું સાંભળીને અજય આશ્ચર્યથી ઊભો થઇને મોબાઈલની સ્ક્રીન પર તારીખ વાંચતાં જોયું કે,"એક ડિસેમ્બર આજે છે તો ગઈ કાલે જે બન્યું હતું એ શું હતું?બેન અહીયા આવતો. હું ગઈ કાલે બહાર ગામથી આવ્યો હતો?"
"તારું ભાઈ છટકી ગયું નથી ને.!તું અહીં ગામમાં જ હતો. બાજુના
ગામમાં પણ ગયો નથી."એની બેને જવાબ આપ્યો.
અજય આશ્ચર્યથી ખૂબ વિચાર કરવા લાગ્યો કે ગઈ રાતે એની સાથે એવું તે શુ બન્યું હશે?એ મારી સુંદર સફર હકીકત હતી કે સ્વપ્ન હતું....!
એણે મોબાઈલ ડેટા ઓન કરીને જોયું તો દેવીનો જન્મદિવસ વીશ કરવા માટે મેસેજ આવ્યો હતો,""હેપી બડે ટુ યુ અજય.લાઈવ લોન્ગ લાઈફ એન્ડ બી હેપી એન્ડ હેલ્ધી.ભગવાન કરે આ વર્ષે તો મને તારી સ્ટોરી લખવાં મળે."
અજયને યાદ આવ્યું કે દેવીએ આવો મેસેજ સપનામાં પણ કરેલો હતો.ખરેખર સપનું એક દિવસ હકીકત બની શકે છે?એણે ખૂદ સાથે સવાલ કરતાં દેવીને પ્રત્યુતરમાં મેસેજ સેન્ડ કરવા લાગ્યો,"દેવી તમારી ઈચ્છા પુરી થઈ ગઈ.હવે તમે મારી સ્ટોરી લખી શકશો.એક સફર સ્વપ્ન કે હકીકત."
પણ દેવી એ સમયે ઓફલાઈન થઈ ગઈ હતી.અજય સામે રિપ્લાયની આશ લગાવીને બેઠો રહ્યો.
✍️મયુરી દાદલ "મીરા"