Agnisanskar - 70 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 70

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અગ્નિસંસ્કાર - 70



" ઇસ્ક્યુજમી મેમ...." પોલીસકર્મી એ કેશવને સાદ આપીને રોક્યો. કેશવ પોલીસ તરફ ફર્યો અને પોતાની નજર નીચી કરીને ચૂપચાપ ઊભો રહી ગયો. ત્યાં જ બાજુમાં ઊભી નાયરા બોલી. " જી બોલીએ ક્યાં હુઆ?"

" ક્યાં આપ દોનો ને ઇસે કહીં દેખા હૈ?" પોલીસે કેશવની તસ્વીર નાયરા અને કેશવ સમક્ષ કરી.

" આ તો મારી જ તસ્વીર છે!!, મારો શક સાચો નીકળ્યો પોલીસ મને શોધતી શોધતી અહીંયા પણ આવી પહોંચી...!" કેશવે મનમાં કહ્યું.

" જી નહિ હમને નહિ દેખા..." નાયરા એ તુરંત પોતાનો જવાબ કહી દીધો. પોલીસે તસ્વીર પોતાના પોકેટમાં નાખી અને કેશવને ઉપરથી નીચે બરોબર નિહાળ્યો. પોલીસને થોડુંક અજીબ જરૂર લાગ્યું પરંતુ તેણે ત્યાંથી નીકળવું યોગ્ય સમજ્યું.

પોલીસના જતા જ કેશવ બોલ્યો. " ચલ ચલ જલ્દી ઘરે પહોચિએ.."

" રીક્ષા....!!" નાયરા એ ફટાફટ રીક્ષા રોકી અને બન્ને પોતાનાં ઘરે જવા રવાના થયા.

શોપિંગ કરીને નાયરા ખૂબ ખુશ હતી. પરંતુ કેશવ થાકના મારે પથારીમાં આળોટી જ ગયો. કેશવે પોતાના માટે કોઈ ખરીદી નહોતી કરી પણ નાયરા એ ચોરીચૂપે બે ત્રણ કપડાની જોડ કેશવ માટે ખરીદી લીધી હતી.

" કેશવ તને આ શર્ટ પસંદ છે ને?" નાયરા એ એક શર્ટને કેશવ તરફ કરીને કહ્યું. કેશવની આંખો બંધ હતી. તેણે ધીમી કરીને આંખો ખોલી અને શર્ટને જોયો.

" આ શર્ટ!! તે ક્યારે લીધો?" કેશવ તુરંત પથારી પરથી બેઠો થઈ ગયો.

" તને શું લાગ્યું હું તને ભૂલી જઈશ....આ એક નહિ તારા માટે ત્રણ ત્રણ શર્ટ પસંદ કર્યા છે..!"

એક પછી એક શર્ટને જોતા કેશવ ખુશીથી ઉછળી પડ્યો.
" વાવ...યાર.. આ શર્ટ કેટલા મસ્ત છે! તારી પસંદ તો ખરેખર લાજવાબ છે.."

દિવસો ધીમે ધીમે પસાર થતાં ગયા અને બન્ને એકબીજાની વધુને વધુ નજદીક આવતા ગયા. આમને આમ છ મહિના પસાર થઈ ગયા. પરંતુ આ છ મહિનામાં પોલીસને ન કેશવ હાથમાં લાગ્યો ન અંશ પકડાયો. એટલે છેવટે પોલીસે આ કેસ બંધ કરી દેવો યોગ્ય સમજ્યો.

એક વર્ષ બાદ મુંબઈની ગલીઓમાં અંશ હવે બેફિકર થઇને ફરી શકતો હતો. આ એક વર્ષ સુધી ઘરમાં પુરાઇને અંશનું મન જાણે કામ કરતું જ બંધ થઈ ગયું હતું.

" પ્રિશા ચલ ને હવે તો મને મુંબઈ ના દર્શન કરાવ...હવે તો પોલીસ પણ મને શોધતી શોધતી થાકી ગઈ હશે..."

" હમમ...હવે મને પણ એવું લાગે છે પોલીસે આપણને શોધવાની મહેનત છોડી જ દીધી છે..."

પ્રિશા એ અંશને મુંબઈના પ્રખ્યાત સ્થળો એ ફેરવ્યો. જેવા કે ગેટ વે ઓફ ઇન્ડિયા, સિદ્ધિવિનાયક મંદિર, મરીન ડ્રાઇવ વગેરે જેવા જોવાલાયક સ્થળો એ અંશે મનમૂકીને આનંદ માણ્યો.

સનસેટના સમયે અંશ અને પ્રિશા દરિયા કિનારે બેસી વાતો કરી રહ્યા હતા.

" અંશ....એક વાત પૂછું...?"

" હમમ...બોલ.."

" શું તું ખરેખર મારું કામ પતી જશે એટલે મને છોડીને જતો રહીશ?"

" હા...મતલબ અહીંયા તારી સાથે રહેવાનો પછી કોઈ અર્થ નથી રહેતો ને...."

અંશના આ જવાબથી પ્રિશા થોડીક ઉદાસ થઈ ગઈ.

" કેમ? અચાનક આવો સવાલ?"

" ના હું તો એમ જ પૂછી રહી હતી..."

" આ એક વર્ષ તારી સાથે કેમ પસાર થઈ ગયું ખબર જ ન પડી!..નફરતથી શરૂ થયેલો આ સબંધ અચાનક દોસ્તીમાં પરિવર્તિત થઈ ગયો...!કેટલી અજીબ વાત છે નહિ...એક પોલીસ અને ક્રિમીનલ વચ્ચે દોસ્તી!!"

" .. એટલી નાની ઉંમરમાં એક પછી એક ખૂન કરવા એ પણ એટલી ચતુરાઈથી કે હોનહાર પોલીસ ઓફીસર પણ ન પકડી શક્યા..."

" અજીબ તો હું આજે પણ એટલો જ છું.... બસ મને સમજે એવું કોઈ સમજદાર વ્યક્તિ મને મળ્યું નથી..."

" હું છું ને! તારી સાથે એક વર્ષ રહીને હું તને સારી રીતે ઓળખી ગઈ છું....તને શું પસંદ છે? તને કેવા કપડાં પહેરવા ગમે છે? તને કેવા મૂવી ગમે છે?"

પ્રિશાને અધવચ્ચે રોકતા અંશે કહ્યું. " એ તો તે મારી દિમાગની વાત જાણી, મારી દિલની વાત જાણીને બતાવ તો હું માનું..."

" તારા દિલની વાત? કેમ એવું તે શું છે તારા દિલમાં? જે મારે જાણવી જરૂરી છે? હે.."

" તું નહિ સમજી..."

" અરે પણ તું મને સમજાવ તો હું સમજુ ને...બોલ ને તું શું કહેવા માંગે છે?"

" કંઈ નહિ છોડ..."

" ના આજ તો માટે જાણવું જ છે આ ચતુર દિમાગની પાછળ જે દિલ છે એમાં શું ચાલે છે??"

" જો તારે મારા દિલની વાત જાણવી જ હોય તો તારે પહેલા તારું કામ મને કહેવું પડશે...."

" અંશ....હું તને એ બઘું જણાવીશ પણ હજુ એ સમય નથી આવ્યો.."

" પ્રિશા આ એક વર્ષ મેં એ જ વિચારમાં કાઢી નાખ્યો કે એવું તે શું કામ છે હશે કે તને મારી જરૂર પડી? પ્લીઝ પ્રિશા હવે મારાથી નહિ રહેવાય, તારે મને અત્યારે જ એ વાત કહેવી પડશે બસ..."

" અરે પણ..." પ્રિશા આગળ કંઇ બોલે એ પહેલા જ એના ફોનની રીંગ વાગી. પ્રિશા એ થોડે દૂર જઈને વાતચીત કરી અને પાછી અંશ પાસે આવીને બોલી.

" તારે મારું કામ જાણવું જ છે ને...ચલ આજ તારી એ ઈચ્છા પણ પૂરી કરી દઉં..."

" અચાનક તારું મન કેમ બદલાઈ ગયું?"

" એવું સમજી લે કે આપણી પાસે બસ છ મહિનાનો જ સમય છે..."

" કેમ? છ મહિના પછી શું કરવાનું છે?"

" ખૂન કરવાનું છે...મારા પિતાના ખૂનનો બદલો લેવાનો છે..."

અંશના શરીરમાં જાણે ધ્રુજારી છુટી ગઈ.

શું છે પ્રિશાનો ભૂતકાળ...જાણીશું આગળના ભાગમાં. વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ