Agnisanskar - 67 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 67

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 67



હોકી સ્ટીક સાથે બે ચોર એકસાથે કેશવ પર હમલો કરવા આગળ વધ્યા. પરંતુ ચોરની તરકીબ કેશવ સામે ન ચાલી અને કેશવે તે બન્ને ચોરને પણ જમીન પર પછાડી દીધા.

" બડી તાકાત હૈ તેરે બાજુઓ મેં? તુ આખીર હૈ કોન?" ગેંગનો લીડર બોલ્યો.

" તેરી મોત હું સાલે...તેરે કર્મ કી તુજે સજા દેને આયા હુ..." કેશવે પણ જડબાતોડ જવાબ આપ્યો.

" મેં કુછ સમજા નહિ...."

" દો સાલ પહેલે જો તુને ઉસ લડકી કે સાથ કિયા મેં ઉસિકી હિં બાત કર રહા હું.. "

લીડર જોરજોરથી હસવા લાગ્યો. " તુ ઉસ પુરાની બાત કા બદલા લેને આયા હૈ? અબ તક તો મેને કઈ સારી લડકિયો કે સાથ જબરજસ્તી કર ચૂકા હુ...સચ બતાઉ તો બડા મઝા આતા હૈ... ઉસકે ગોરે ગોરે બદન કો ચૂમને સે...વો ચીલ્લાતી હૈ તો ઓર જ્યાદા મઝા આતા હૈ... દેખ અભી ભી મેરે મુંહ સે પાની આ રહા હૈ...."

આ પ્રકારની વાતો સાંભળી કેશવ પોતાનો આપો ખોઈ બેસ્યો. એનું આખું શરીર જાણે જ્વાળામુખીની જેમ સળગી રહ્યું હતું. તેણે પોતાની મુઠ્ઠી મજબૂત કરી અને બે કદમ આગળ કર્યા જ કે નાયરા બોલી ઉઠી. " કેશવ!!!"

કેશવે નાયરા તરફ નજર કરી તો બાકી બચેલા એક ચોરે નાયરાને પાછળથી પકડી લીધી હતી અને એના ગળા પાસે ચાકુની ધાર લટકાવેલી હતી.

" ક્યુ રૂક ગયા? ચલ આના... માર મુજે..." ગેંગનો લીડર બોલ્યો. કેશવ ચૂપચાપ પોતાના સ્થાને ઊભો રહી ગયો. આ જોઈને લીડર ખુદ કેશવની એકદમ નજદીક આવીને ઊભો રહીને બોલ્યો.

" છોટી ઉંમર મેં ઇતના દમ!! કૈસે આયા તુજમે હૈ? તુ હૈ તો બડે કામ કી ચીજ..ચલ તેરે લિયે એક ઑફર હૈ મેરે પાસ... તુ ઉસ લડકી કે કહેને પર હમકો મારને આયા હૈ ના..?. અગર તુ મુજે વો લડકી મેરે હાથ મેં દે દે તો મેં તુજે ઉસકે બદલે દસ લાખ રૂપિયે દુંગા....ક્યાં બોલતા હૈ ડીલ પક્કી કરે?"

કેશવ જે પહેલેથી જ ક્રોધથી ભરાયેલો હતો એની સામે આવી ડીલ મૂકીને લીડરે ખુદ પોતાના મોતને આમંત્રણ આપી દીધું. તેણે તુરંત લીડરના હાથમાંથી અચાનક ચાકુ ખેંચી લીધું અને એ લીડરના ગળા પાસે લટકાવી દીધું. હવે એ લીડર કેશવના કબ્જામાં હતો.

" યે ક્યા કર રહા હૈં? છોડ મુજે...તું નહિ જાનતા તુ કિસ સે પંગા લે રહા હૈ?"

" ઓર તુ નહિ જાનતા તુને કિસ સે પંગા લિયા હૈ..." કેશવે એક પળ પણ વિચાર કર્યા વિના ત્યાં જ લીડરના ગળા પર ચાકુ ચલાવી દીધું. જેમ માછીમાર માછલીને નિર્દય બનીને એનો જીવ લેય છે એવી જ રીતે કોઈ પણ પ્રકારના ડર વિના કેશવે તે લીડરનો જીવ લઈ લીધો.

નાયરાની પાછળ ઉભેલો ચોર ત્યાં જ થરથર કાંપવા લાગ્યો અને ડરના મારે ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ નાયરા એ પોતાનામાં હિંમત જુટાવી અને એ ચોરને પકડી લીધો. કેશવ પણ ત્યાં આવીને ચોર સામે ઊભો રહી ગયો.

" મુજે માફ કર દો જનાબ.....પ્લીઝ મુજે જાને દો..." હાથ જોડતા એ ચોરનું પેન્ટ ત્યાં જ ભીનું થઈ ગયું.

" નાયરા યે લે, ઓર માર દે ઇસ હત્યારે કો...." કેશવે ચાકુ નાયરાના હાથમાં ધરતા કહ્યું.

" સોરી કેશવ...હું કોઈનું ખૂન નહિ કરી શકું..." નાયરા પણ થોડી થોડી કંપન અનુભવ કરી રહી હતી. કારણ કે એમણે હમણા જ એની સામે પાંચ પાંચ યુવકના મોત થતાં જોયા હતા.

" તો તું શું હીનાના હત્યારાને આમ જ જીવતો જવા દઈશ?"
કેશવે નાયરાને હિનાની યાદ અપાવતા કહ્યું.

નાયરાની સામે બે વર્ષ પહેલા બનેલી એ ઘટના ફરી સ્મરણ થઈ ગઈ. હિના સાથે થયેલો એ દુષ્કર્મની એક એક ચીખ નાયરાના કાનોમાં ફરી અથડાઈ રહી હતી. ધીમે ધીમે નાયરાના દિમાગમાં પણ પ્રતિશોધ જાગ્યો અને હિંમત એકત્રિત કરીને હાથમાં રહેલું ચાકુ સીધું તે ચોરના ગળામાં ભરાવી દીધું. નાયરા એ તુરંત પોતાની આંખો બંધ કરી દીધી અને બેહોશ થઈને સીધી જમીન પર પડી ગઈ. ચોર તો ત્યાં જ નર્કના દરવાજે પહોંચી ગયો હતો.

" નાયરા!!!" કેશવે તુરંત નાયરાને કમરથી ઉઠાવી અને તેમને ઘર તરફ લઈ ગયો.


ક્રમશઃ