ઘર અને કંપનીના સીસીટીવીને જોઈ કોઈ છેડછાડ કરશે તો મોબાઈલ પર એલર્ટ મળશે
ટ્રાઈ દ્વારા મશીન ટુ મશીન કોમ્યુનિકેશન માટેની 80 પેજની એડવાઈઝરી જાહેર કરાઈ
આજના આધુનિક યુગમાં હવે, વ્યક્તિ મશીન સાથે કોમ્યુનિકેશન કરતો થયો છે અને મશીન વ્યક્તિ સાથે કોમ્યુનિકેશન કરતું થયું છે. ત્યારે હવે, મશીન ટુ મશીન કમ્યુનિકેશનની શરૂઆત થવા જઈ રહી છે. તમારી કારનું માઇલેજ બગડ્યું છે, કારની કૂલિંગ સિસ્ટમ બરાબર કામ નથી કરતી, કર્ણ ટાયરમાં જુના થઇ ગયા છે હવા ઓછી છે, વીજ મીટરમાં વપરાશ વધ્યો છે તમામ મેસેજ તમારા મોબાઈલ પર આવી જશે. એટલું જ નહીં તમારા ઘર, કંપની, ગોડાઉન સહિતના સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા સાથે કોઈ છેડછાડ કરશે તો પણ તમારા મોબાઈલ ફોન પર એલર્ટ મેસેજ મળશે. આ ફીચર હવે, થોડા સમયમાં જ દેશવાસીઓ માટે અવેલેબલ થઇ જશે. દેશની ટેલિકોમ કંપની હવે, કાર, વીજ મીટર, ફ્રિજ, એસી, ગેસ-વોટર મીટર અને સીસીટીવીને પણ મોબાઈલ કનેક્શન આપવાની તૈયાર કરી રહી છે.
કેન્દ્ર સરકારની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા તાજેતરમાં જ મશીન ટુ મશીન કોમ્યુનિકેશનની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 85 પેજની આ માર્ગદર્શિકામાં વિદેશી બનાવટની કાર અને કન્ઝ્યુમર ગુડ્સને સ્થાનિક ટેલિકોમ નેટવર્ક સાથે જોડવા માટેના નિયમો અને શરતો દર્શાવવામાં આવી છે. ત્યારે આજના આર્ટિકલમાં આપણે આ નવા વિકાસ અંગેની થોડી માહિતી મેળવીશું.
મશીન ટુ મશીન કોમ્યુનિકેશન સેવા થકી શું માહિતી મળશે?
- ઘર અને ઉદ્યોગના સ્માર્ટ ઇલેક્ટ્રિક અને વોટર મીટર કનેક્ટિવિટીથી તેની સ્થિતિની તમામ જાણકારી આપોઆપ મળશે
- ઓનલાઇન પેમેન્ટ માટે વાયરલેસ પોઈન્ટ ઓફ સેલ અથવા સ્વેપ મશીન મળશે
- ઘર અથવા સોસાયટીની સર્વેલન્સ સિસ્ટમ, આગ અને થેફ્ટ એલાર્મ સિસ્ટમને મોબાઈલ સાથે જોડી શકાશે
- દર્દીના આરોગ્યની સંભાળ માટે શરીરમાં સ્માર્ટ બોડી સેન્સર લગાવી શકાશે, જે સંપૂર્ણ માહિતી આપશે
- સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર, ગેમિંગ કન્સોલ, પિક્ચર ફ્રેમ વિગેરી સાથે કનેક્ટ કરી તેને ઓપરેટ કરી શકાશે
મશીન માટેના ઈ-સિમનો નંબર 13 ડીઝીટનો હશે
મશીન ટુ મશીન કોમ્યુનિકેશન માટે જરૂરી સેવા ઈ-સિમ થકી પુરી પાડવામાં આવશે. જે માટેનો ઈ-સિમ નંબર 13 ડીઝીટનો હશે. ટેલિકોમ કંપની દ્વારા મશીન ટુ મશીન કમ્યુનિકેશન માટે આપવામાં આવતા મોબાઈલ કનેક્શનમાં અલાયદું સિમ નહીં હોય. પરંતુ તેના સ્થાને એક એમ્બેડેડ સિમ એટલે કે ઈ-સિમ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જે મશીનની અંદર પહેલેથી જ ઇન્સ્ટોલ કરાશે. જેની નોંધણી ટેલિકોમ કંપનીઓ દ્વારા તેમના નેટવર્ક પર ઈ-સિમ તરીકે કરવામાં આવશે. જે ઈ-સિમનો નંબર 13 ડીઝીટનો હશે. જેમાં 3 અંકો મશીનના, 4 અંક મશીન લાયસન્સના અને બાકીના 6 અંકો મશીનનો પોતાના મેન્યુફેક્ચરિંગ નંબર હશે. ટ્રાઈ દ્વારા ઇલેક્ટ્રિક મશીન ઉત્પાદન કરતી કંપનીઓને વિકલ્પ આપવામાં આવ્યો છે કે, જો તેઓ ઈચ્છે તો ટેલિકોમ કંપનીઓને બદલે મશીનોના કમ્યુનિકેશનને તેઓ જાતે જ નિયંત્રિત કરી શકે છે. પરંતુ, જો કંપની તેમ કરવા ઇચ્છતી હોય તો તેને ટ્રાઈ અધિકૃત મેનેજર સિક્યોર રૂટીંગ પાસેથી પરવાનગી મેળવવાની રહેશે. જો મેનેજર સિક્યોર રાઉટીંગ કરતું સર્વર કે સિસ્ટમ આયાતી ઉત્પાદન કરતી કંપની વિદેશથી જ તેનું સંચાલન કે નિયંત્રણ કરતી હશે તો તેને પરવાનગી મળશે નહીં.
ઈ-સિમને સર્કિટ કાર્ડથી કનેક્ટ કરાશે
યુઝર્સ આ ઈ-સિમ દ્વારા મેસેજ પણ મોકલી શકશે. માર્કેટમાં અવેલેબલ મોટાભાગના ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇ-સિમથી સજ્જ હોય છે. જેનાથી કારણ મલિક કે યુઝરને કારની તમામ માહિતી તેના ફોન પર જ મળી જતી હોય છે. કાર ક્યાં છે, તેની બેટરીની સ્થિતિ વિગેરે હાલમાં ઈ-સિમ થકી મેળવી શકાય છે. ઇ-સિમ એક ઉત્પાદિત ભાગ છે. તે એમ્બેડેડ યુનિવર્સલ ઈન્ટીગ્રેટેડ સર્કિટ કાર્ડ સોફ્ટવેરની મદદથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર સાથે જોડાય છે.