believe or not in Gujarati Mythological Stories by Dr Bharti Koria books and stories PDF | શ્રદ્ધા કે અંધશ્રદ્ધા

Featured Books
Categories
Share

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા

જાગુ હજી રાતના 11:00 વાગે બસ સ્ટેન્ડે ઉતરી હતી. આમ તો એણે રસ્તામાં જ પપ્પાને ફોન કરી દીધો હતો કે 15 મિનિટમાં એ પહોંચે છે. જેવું બસ સ્ટેન્ડ આવ્યો કે એકદમ ખુશ ખુશ થઈ ગઈ.


"હાલો પપ્પા બસ સ્ટેન્ડ પહોંચી ગઈ તમે ક્યાં પહોંચ્યા?"
"એ હું હજી રસ્તામાં છું પહોંચું છું પાંચ મિનિટમા"

ઓકે....

જાગુ એ પોતાનો ફોન પર્સમાં મૂક્યો અને થેલાઓ ઉપાડી અને બસ સ્ટેન્ડમાં સાઈડમાં જઈ ઉભી રહી. એટલી જ વારમાં તેના પપ્પા આવી પહોંચ્યા અને એ ટુ વીલ પર બેસી અને ઘરે પહોંચી ગઇ.


ઘરે પોતાની સાથે નાનકડો ભત્રીજો દરવાજા આગળ ઉભ્યો હતો એ દોડીને એને ચોંટી ગયો. .


"ફઈ હું ક્યારનો જાગતો હતો તમારા માટે તમારે કેમ મોડું થઈ ગયું? "🐒
"અરે બસ ખટારા જેવી હતી છુક છુક છુક છુક એમ ચાલતી હતી. ... "🚌
"જાવ જાવ ફઈ બસ થોડી એમ ચાલે. ...,. " એમ કહીને ભત્રીજો થઈને ગળે વળગી ગયો અને ઘરના બધા ખડખડાટ હસી પડ્યા🤣🤣🤣

જાગુ થોડી ફ્રેશ થઈ થેલો ઘરમાં મૂક્યો અને રિમોટ પકડીને ટીવી જોવા માંડી. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. તહેવારો આવતા હતા અને દીકરી હોસ્ટેલથી ઘરે આવી. ઘરમાં બાળકોને પણ વેકેશન પડી ગયું રજાઓનું. બા દાદા ભાઈ ભાભી બેન અને નાનકડા છોકરાઓ બધાથી ઘર ધમધમતું હતું.

નાનકડો ફાગુન દોડતો દોડતો શેરીમાં બધાને કહી આવ્યો "આજે મારે ઘરે ભજીયા બનાવવાના છે અને પૂરી અને શિખંડ પણ છે આજે મારે ફઈ આવ્યા છે એટલે અમારે ઘરે નવું નવું જમવાનું છે તમે બધા મારા ઘરે આવજો હો ને?" 🤣 ફાગુન એટલો માસુમ કે ખુશીના માર્યા એનાથી રહેવાય નહીં.
"અમે તારા ઘરે જમવા આવશો તો તારા ઘરે ભજીયા ખૂટી પડશે"- એક પાડોશી આન્ટીએ મજાક મજાકમાં એને કીધું.

" મારી મમ્મીએ તો થાળી ભરીને ભજીયા બનાવ્યા છે કોઈને ના ઘટે"

નાનકડા ફાગુનની આ વાત સાંભળીને પાડોશ ની આંટીઓ પણ હસવા માંડી અને કહેવા માંડી કે તારા ફઈ આવે એ પહેલા આખા પાડોશ ને ખબર પડી જાય કે તારા ઘરે નવું નવું કંઈક બનવાનું છે. 😃

રાત્રિના બે વાગ્યા હશે. આખા પાડોશમાં શાંતિ છવાયેલો હતો. બધા આહલાદક નિંદ્રામાં પડ્યા હતા. કોઈ જાતનો અવાજ સંભળાતો ન હતો. અચાનક જાગુ પેટ પકડતી ઊભી થઈ અને ટોયલેટ તરફ દોડી. એકવાર ટોયલેટ જઈને એ સુવા ગઈ પરંતુ ફરીથી પેટમાં કંઈક થયું એટલે ફરીથી ટોયલેટ તરફ દોડી. એની આવી બે ત્રણ વાર ની કસરત જોઈ બાજુમાં સૂતેલી મમ્મી ઉઠી ગઈ.
શું થયું દીકરા?
મમ્મી થોડું પેટમાં દુખે છે અને થોડા થોડા જાડા જેવું લાગે છે...
દવા લેવી પડે એવું હોય તો લઈ લે નહીં તો નબળાઈ આવી જશે
અત્યારે તો એવું નથી લાગતું મમ્મી પણ લાગશે તો લઈ લઈશ- હજુ આ બોલવાનું પૂરું થયું એ પહેલા જાગોને પેટમાં ચૂકવી અને ટોયલેટ તરફ દોડવું પડ્યું.....


એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર નહીં તો આઠથી દસ વાર એને ટોયલેટ જવું પડ્યું. મમ્મી
તરત ઊભી થઈ અને દવા લઈ આવી અને જાગોના હાથમાં આપે અને પીવાનું કહ્યું. મા એ બિચારીએ દોડીને લીંબુ શરબત બનાવી અને એને પીવડાવવાનું ચાલુ કર્યું પણ હાલત બગડતી જતી હતી. મમ્મી એ પૂછ્યું
તે રસ્તામાં કાઈ આડાઅવળું ખાધું હતું?
ના મમ્મી હું તો સવારની ચા પી ને બસમાં બેઠી હતી અને પાણીની બોટલ તો સાથે જ હતી. બહારનું પાણી પણ નથી પીધું


આટલો તો એનાથી માંડ બોલાયું ત્યાં તો ઝાડાની ધાર ચાલુ થઈ ગઈ. રાત્રે ડોક્ટરને બોલાવવા પડ્યા અને પાણીના બાટલાઓ ચઢાવવા પડ્યા. જાગો બિચારી બે દિવસ તહેવારમાં આવી હતી અને ત્રણ દિવસ આરામ કરવો પડ્યો અને હોસ્ટેલ ભેગા થઈ જવું પડ્યું.

જાગુ ની મમ્મી બહુ ચિંતા જણાતી હતી. જાગોને બસમાં બેસાડીને આવ્યા પછી તે વધારે દુઃખી હતી. સાંજે ઓટલા ઉપર બેસતા બેસતા બેનપણીઓ વાતો કરતી હતી કે


"જાગુ ગયા વખતે આવી હતી ત્યારે પણ તાવને શરદી થઈ ગયા હતા સાચી વાત કે નહીં"
" હા ગયા વખતે તાવ શરદી ઉધરસ થી ખબ ખબતી હતી બે દિવસ તો માંડ અહિયાં રહી પાછી હોસ્ટેલ ભેગી કરવી પડે"
"આ તમારી દીકરી છે પણ એવી ડાહી કે બીજાની નજર લાગી જાય. "
"અરે એવું કાંઈ અમે માનતા નથી"
"તમે માનો કે ના માનો પણ તમારા ઘરના કોઈ સાજા નથી રહેતા એવું તમને નથી લાગતું?

જાગુ ના મમ્મી બે વાર તો વિચારમાં પડી ગયા કે વાત તો થોડી ઘણી સાચી છે. હવે બે મહિના પહેલાંની જ વાત લઈ લો. દીકરાની વહુ માંડ માંડ ખાટલા માંથી બેઠી થઈ. કોઈ કારણ વગર પેટમાં જ દુખ્યા કરે પેટમાં જ દુખ્યા કરે. છતાંય ત્યારે આવું કાંઈ શંકા જતી ન હતી.

"અરે નાના આ બધા હવે મન ના વહેમ છે આવું કંઈ હોય નહીં કોઈની નજર ના લાગે એ તો બીમાર પડવાના હોય એટલે પડે. અને સા જા પણ તો થઈ જાય છે. હવે મારી દીકરી ઘણા ટાઈમથી હોસ્ટેલમાં ભણે છે એટલે એને બધે પાણી પણ નથી ફાવતું એટલે કદાચ એવું થયું હોય આ વખતે". - -- ઓટલા વાતો ચાલતી હતી અને વાતો ખૂબ આગળ ચાલી. સાંજે રસોઈ ટાણે જાગુ ના મમ્મી ઘરમાં આવ્યા ત્યારથી મનમાં શંકા નો કર્યો તો ઘૂસી જ ગયો હતો.

આજે પણ કંઈક અજબ તો થતું હોય એવું લાગતું હતું. અચાનક જ દીકરો રૂમમાંથી બહાર આવ્યો અને મમ્મીને કીધું.

મમ્મી આપણે ઝડપથી દવાખાને જવું પડશે શુંમન ને તો બહુ જ પેટમાં દુખે છે. ..
ઓહો વળી શું થયુ? 😒
મમ્મી અચાનક પેટમાં દુખવા માંડ્યું છે અને બહુ જ વધારે પડતું દુખે છે ઉતાવળ કર હું ગાડી બહાર કાઢું છું તું એને લઈને આવ ફટાફટ. ... 😫

ઉતાવળે ઉતાવળે વહુને દવાખાને લઈ ગયા. દવાખાને ડોક્ટરે તપાસ્યું પણ કંઈ લાગ્યું નહીં છતાં દુખાવો હતો એટલે એસીડીટી અને દુખાવાની દવા આપી દીધી પણ આ દવાથી વહુને કોઈ રાહત ન થતા એમને યુએસજી કરવા મોકલવા પડ્યા. યુએસસીમાં કંઈ આવ્યું નહીં પણ દુખાવો વધતો જતો હતો. છેલ્લે બે બાટલાઓ અને ઇન્જેક્શન ચડાવવામાં આવ્યા ત્યારે જઈને કંઈક રાહત થઈ. આ બધું બતાવતા બતાવતા સવારના છ થઈ ગયા અને સવારે 7:00 વાગે ઘરે પાછા આવ્યા.

ઘરે આવતા ની સાથે મમ્મીને કાંઈક અજુગતું લાગ્યું ઘરમાં. કંઈક ન ગમતી હવા, કંઈક અદ્રશ્ય અણગમો.... પરંતુ એ કંઈ બોલી નહીં વહુ અને દીકરાને ઊંઘાળિયા બાદ એ પણ ઉપર જઈ અને ઉપરના રૂમમાં વિરામ કર્યો.

બધા રાતની ઊંઘ બગડેલી હોવાથી મોડા મોડા દસેક વાગે ઉઠ્યા. પુરુષો બધા નહિ ધોઈને કામે નીકળ્યા. વહુ ને થોડો આરામ કરવા દીધો. છોકરાઓ અને દાદી નાસ્તો કર્યો. ... રાતના થાકેલા હોવાથી કંઈ કામ કરવાનું મન થતું ન હતું પરંતુ ઘરના બધા ખૂણે દાદીએ આંટો મારી જોયો. કંઈક ન ગમે એવું એને બધા જ રૂમમાં ફીલ થતું હતું. પણ એણે મનની વાત મનમાં જ રાખી.

બપોરે હજી જમવાનું મોડું થયું હતું અને બધા આજે થાક ની પરિસ્થિતિમાં જ હતા. ત્યાં અચાનક જ લેન્ડલાઈન ફોન રણક્યો. . . .

હાલો શ્રવણભાઈ ના ઘરેથી બોલો છો?
હા તમે કોણ?
બેન, સરમણભાઈ સાથે કામ કરું છું મજૂર છો. સરવણભાઈ ની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને અમે એમને હોસ્પિટલ લઈ જઈએ છીએ.સિટીમાં પહોંચીએ છીએ તમે ઘરેથી કોઈ આવી શકો એમ હોય તો આવી જાઓ.

કઈ હોસ્પિટલમાં આવો છો? અને ક્યારે પહોંચો છો ?અમે પહોંચીએ ફટાફટ.ઘરેથી કંઈ લાવવાનું હોય તો કહી દો હું ફટાફટ લઈને આવું?

ના બેન તમે પહોંચો અને થોડા પૈસા લેતા આવજો.
દાદીમા હવે આપણા ફાફડા થઈ ગયા.😌હજુ તો કાલ નો પ્રસંગ પત્યો ન હતો ત્યાં આ બીજી પ્રોબ્લેમ આવી ગઈ. બા અને દીકરો ફટાફટ હોસ્પિટલે પહોંચ્યા.તે જ્યારે મજૂરને મળ્યા ત્યારે શ્રમણભાઈ ની તબિયત સ્ટેબલ થઈ ગઈ હતી અને કંઈ વાંધો ન હતો. બહુ તડકો લાગવાના લીધે સન સ્ટોપ થઈ ગયો હતો અને ચક્કર આવી ગયા હતા અત્યારે કાંઈ વાંધો ન હતો અને થવાના સારવાર એમની ચાલુ થઈ ગઈ હતી.

સરમણભાઇ ને જ્યારે ઘરે લઈને આવ્યા ત્યારે એક બાજુ વહુ બીમાર હતી સરમણભાઈ પણ બીમાર અને દાદી એકલા જ કામ કરવાવાળા અને દીકરો બહારના કામ સાંભળવા માટે હતા બંને છોકરાઓ પણ ગભરાયેલા દેખાતા હતા. હવે બા ની શંકાઓ વધુ જોર પકડવા લાગે પરંતુ એ કોઈને કહેતા ન હતા. આમને આમ બધાને સાજા થતા અઠવાડિયું જતું રહ્યું અને શંકાઓને એમણે મનમાં દાબી દીધી.

પરંતુ એમણે ઘણીવાર જોયું કે કોઈ ઘરે ગેસ્ટ આવે તો એ પણ બીમાર પડી જાય થાય કંઈ નહીં અચાનક ગભરાવા પણ થવા માંડે અચાનક ચક્કર ખાઈને પડી જાય અચાનક શરદીતા ઉધરસ ચાલુ થઈ જાય અચાનક ડાયરિયા ચાલુ થઈ જાય અચાનક જ ઉલટીઓ ઝાડાઓ ચાલુ થઈ જાય અચાનક જ બીપી લો થઈ જાય આવું એણે છેલ્લા બે ત્રણ મહિનામાં ઘણીવાર અનુભવાયું હતું. ઘરે કોઈ ગેસ્ટ આવે તો એ બીમાર પડે. ઘરના લોકો વારંવાર બીમાર પડ્યા કરે. ધંધામાં પણ ધીમે ધીમે લોસ થવા લાગતો હતો. ઘરે લક્ષ્મી આવતી હતી એ તક્તિ ન હતી. ત્રણેક મહિના આવે ત્યાં પછી એમનો શક વધારે મજબૂત બની ગયો.

એક દિવસની વાત છે એમની સામે એક નવા બ્રાહ્મણ રહેવા આવ્યા. બ્રાહ્મણ બિચારા સીધા સાધા અને સરળ હતા. એક બ્રાહ્મણ એમના પત્ની અને એમનો પુત્ર આટલા જ લોકો રહેતા હતા. બ્રાહ્મણ એટલે પૂરા કર્મકાંડી અને જ્યોતિષ જાણનાર પણ હતા. ધીમે ધીમે એમની સાથે બોલવાના વ્યવહારો પણ ચાલુ થઈ ગયા હતા.

સરમણભાઇ તમને સાચું લાગે તો એક વાત કહું? - રાત્રે શેરીમાં ખાટલો ઢાળીને બેઠેલા બ્રાહ્મણ દાદા બોલ્યા. .
અરે એમાં મૂંઝાવવાનો શું હોય બોલો બોલો શું વાત હતી. .
કેટલા દિવસથી હું વિચારી રહ્યો હતો તમને કહું કે ના કહું. .
અરે એમાં મૂંઝાવાનું શું હોય આપણે ઘર જેવું જ છે કોઈ ખાનગી વાત હોય તો એ કહી શકો. . . 😊
હું છે ને રોજ સૂર્યને જલ ચડાવવા અગાસી ઉપર જાઓ. અને જ્યારે સૂર્યને જળ ચઢાવો ત્યારે ઉગમણી બાજુ તમારું ઘર દેખાય. પણ મને તમારા ઘર ઉપર કોઈ વરાળ ઊઠ્યા કરતી હોય એવું દેખાય વારંવાર દેખાય. ... 🧐
કેવી વરાળ શનિવારણ એટલે પાણીની વરાળ કે બીજું કાંઈ? ?
વાત જાણે એમ છે કે થોડું ઘણું જ્યોતિષ મને જોતા આવડે એટલે કાંઈક હજુ તો છે તમારા ઘરમાં છે તમને શાંતિ નહિ લેવા દેતું હોય કાંઈ ક અજબ તો પણ ગમતું. કોઈની નજર ના હોય એવું કંઈક??
અરે એવું કંઈ ના હોય એ તો તમે જ્યોતિષ ખરા ને એટલે બધે દાળમાં કાણું દેખાય તમને🤣🤣
તમારે ના માનું હોય તો ના માનો પણ મને ક્યારેય ઉત્તર દિશામાંથી પોઝિટિવ વાઇબ્સ આવી નથી. તમે તમારા ઘરનો વાસ્તુશાસ્ત્ર જોવડાવો. કાંઈક તો છે અહીંયા?
હોઈ શકે મારા ઘરના એ પણ એક બે વાર કીધું કે આ ઘરમાં આવ્યા પછી શાંતિ નથી ચાલો એવું હોય તો એક દિવસ તમે કાઢો તમારા ચોપડાઓ લઈને મને કંઈક જોઈ આપો શું છે આ ઘરમાં શું છે આ જમીનમાં? ! 🧐
હા પાકું જોઈ આપીશ પણ રવિવારના દિવસે નકોરડા રેજો ઘરના બધા અને સફેદ વસ્ત્રો પહેરજો અને કોઈ બી ખરાબ ખ્યાલ મનમાં લાવતા નહીં બને ત્યાં સુધી શિવ શંભુની પ્રાર્થના કરજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આવેલી ભલાવો ટળી જશે...

એ વાંધો નહીં તમે કહો છો તો આપણે કરીએ સુખ શાંતિ તો આ ઘરમાં આવ્યા પછી મને પણ નથી લાગતી પણ હવે આવું કાંઈ હોય એવું હું માનતો નથી.
સારું સારું રવિવારે જોઈએ. 🙏🙏🙏

રવિવાર નો દિવસ આવ્યો. બધાએ નકોડો ઉપવાસ કર્યો.નહિ ધોઈને સફેદ કપડાં પહેર્યા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ની વિડીયો ચાલુ કરી. જ્યોતિષ બાપા આવી ગયા સામેથી જોઈને બધાના હાથેડીયો જોઈ, પંચાંગ જોયા, વાંચતો જોયા અને બધાના મોઢા સામે જોઈ રહ્યા.

બાળકોને બહાર રમવા મોકલી દો વડીલો બધા અંદર રહો. .

એ ભલે ટોનો માનો બહાર જઈને રમો. .

હા દાદા. .
શું લાગે છે શું છે બધું?
હા જમીનમાં કોઈ શાંતિની જંકણામાં રખડે છે. આ જમીનના ખૂણે ખૂણા ઉપર એ પોતાનો કબજો છે એમ કહે છે. કોઈ આત્માઓ છે જે શાંતિમાં નથી. એ જ નેગેટિવ ઉર્જા છે જે પોતે શાંત નથી એટલે અહીં રહેનારને પણ શાંતિથી રહેવા નહીં દે? ☹️
કોણ છે આત્માઓ ??એને શું જોઈએ છે? આપણે એની વિધિઓ કરાવી દઈએ...એમની આત્માને શાંતિ મળતી હોય તો આપણે પણ ઘરમાં શાંતિથી રહી શકે...
એમને એમની જગ્યા જોઈએ છે એ જગ્યા ઉપર તમે મકાન બનાવી લીધું છે આપણે વિધિ કરી શકીએ પણ એનાથી એ રાજી નહીં થાય એનું કારણ શોધવું પડશે અને એમને સંતુષ્ટ કરવા પડશે.
બરાબર છે પણ જ્યોતિષ દાદા એટલું તો જોઈ આપો કે અમે એમનું શું બગાડ્યું છે? અમને કેમ હેરાન કરી દીધા છે ત્રણ મહિનાથી આ ઘરમાં આવ્યા છીએ શાંતિનો એક પલ અમે જીવ્યા નથી. અમે પૈસાની દ્રષ્ટિએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ પા ઈ માલ થઈ ગયા છે.

હા એમની જગ્યા છે એ એમની જગ્યાએ નહીં છોડે આ જગ્યાએ એમની અસંતૃષ્ટિ છે તમારી જગ્યા છોડવી પડશે- આમ કહી અને જ્યોતિષ દાદા પોતાના ધ્યાનમાંથી બહાર નીકળી ગયા અને ઊભા થઈ અને ઘરે જતા રહ્યા.

શર્મણ દાદા ઉભા થઈ અને જ્યોતિષ દાદા ની ઘરે પાછળ પાછળ ગયા.
શું થયું? કેમ ઊભા થઈને આવતા રહ્યા.

કોઈ આત્માઓ બહુ દુઃખી છે એ એટલી બધી દુઃખી છે કે મારાથી ત્યાં બેસી ના શકાય.

હવે શું કરશો આ તો અમે ફસાઈ ગયા🦹‍♀️
આ ઘર તમને કોણે વેચ્યું છે એને મળવા જઈએ શું હતું જેથી એ લોકોએ વેચી નાખ્યું. કંઈક તો હશે બાકી કોઈ આટલું સારું ઘર આટલા સસ્તામાં વહેંચે નહીં. . . .

હા, એ વાત સાચી તમે નહીં ધોઈને તૈયાર થઈ જાવ હું પણ ઘરે બધાને શાંત કરી આવું પછી જઈએ મળીએ આપણને જેણે મકાન આપ્યું છે એને.
હા ભલે અડધા કલાકમાં આવો.


સરમણ દાદા ઘરે ગયા બધાને વિગતો કીધી અને ઘરે બધાને થોડા શાંત પાડ્યા. ઘરે બધા આવી વાતો સાંભળી ના હોય પહેલા એટલે હેક થઈ ગયા અને હવે શું થશે એવું વિચારી વિચારીને ગભરાઈ ગયા હતા. જેને કંઈક ઉપાય મળે એવી આશાથી ઘરના ઓરીજનલ માલિકને મળવાની સરમણભાઇ ને રજા આપી.

એ રાજુભાઈ ના ઘરે પહોંચ્યા ત્યારે બે એક વાગી ગયા હતા. રાજુભાઈ જમી કાઢવી ને સવારની તૈયારી કરતા હતા ત્યાં દરવાજો રણક્યો એટલે એમણે આવીને દરવાજો ખોલ્યો.

આવો આવો સરમણભાઈ કેમ છો? મજામાં બહુ ઝાઝા દિવસે દેખાયા કેમ છે ?ઘરે કેવું છે બધા મજામાં ઘરે ફાવે છે ને કેવું લાગ્યું ઘર? - રાજુભાઈએ એમને સોફા પર બેસાડ્યા અને ઘરની દીકરીને પાણી પીવડાવવા કહ્યું.

જ્યોતિષ મહારાજે વાત માંડતા કીધું ભાઈ થોડા કામથી આવ્યા છીએ જે બી હોય અમને સાચા જવાબ આપજો જેથી અમે કંઈક તારણ ઉપર આવી શકે- એમનો ચહેરો ગંભીર હતો.
રાજુભાઈ એમની ગંભીરતા જાણે અને પોતે પણ ગંભીર થઈ ગયા- બોલો બોલો શું હતું? કાંઈ ગંભીર સમસ્યા છે તમારી વાત પરથી તો એવું લાગે છે

વાત જાણે એમ છે કે તમારી પાસેથી ઘર લીધા પછી આ ત્રણ મહિનામાં અમે બધા વારંવાર બીમાર પડ્યા કરીએ છીએ. ઘરમાં જમવાનું કોઈને ફાવતું નથી. મહેમાનો આવે તો પણ એ પણ બીમાર પડી જાય છે. લક્ષ્મીનો સતત અવ્યય થયા કરે છે અને ઘરમાં ના ગમતું હોય એવું વાતાવરણ લાગ્યા કરે છે આ ઘરમાં કાંઈ અણજોક તો બન્યું હતું?

ઘરમાં કઈ અનજોક તો તો બન્યું હોય એવું યાદ નથી મને, પણ હું પણ ત્યાં એક મહિનો રહ્યો ત્યારે મારી સાથે પણ આવું જ બધું થયા કરતો હતો. મારા ઘરના બીમાર પડ્યા એમને ઓપરેશન આવ્યું. પછી મારી દીકરી બીમાર પડી એમને પંદર દિવસ દાખલ કરવી પડી અને અમે હોસ્પિટલ થી આવ્યા પછી ઘરમાં કોઈનો મન લાગતું ન હતો. એટલે અમે નક્કી કર્યું કે મારે ઘર તાત્કાલિક ધોરણે વેચી નાખો. હવે મેં જેની પાસેથી પ્લોટ લીધો છે એને પૂછીએ તો આગળ ખબર પડે.

બરાબર છે અત્યારે સરમણભાઈ ના ઘરમાં પણ આવું જ થાય છે પહેલા વહુ પછી દીકરી પછી દીકરો પછી સરમણભાઈ પોતે બધા માંદા પડ્યા કરે છે ઘરમાં કાંઈ કામકાજ સારા થતા નથી અને શાંતિ મળતી નથી હવન કરાવ્યા છતાં પણ.

તમને જોતા આવડતું હોય દાદા તો કંઈક સારું જોઈ આપો ને કંઈક ઉપાય કરી આપો સરમણભાઇ ને જેથી એમનું ત્યાં મન લાગે અને સારા દિવસો આવે.

મેં ક્યાંક જોશ જોયો. . . કોઈ કબજો કરીને બેઠો છે જમીન પર અને જે કબજો કરીને બેઠું છે એ શાંતિમાં નથી એટલે ત્યાં જેટલા પણ હશે એને શાંતિમાં નહીં રહેવા દે એવું મને લાગે છે


હવે શું કરવાનું થાય છે

ચોપડા ઉકેલો પ્લોટ કોનો છે તેની સાથે શું થયું હતું હિસ્ટ્રી ઉખેરો કાંઈકથી કંઈક તો મળશે ને પછી એનો સમાધાન થાય. . .

ચાલો આવું પણ કરી જશો. ઘરમાં જઈએ અને ઘરમાં ગમે નહીં એવું તો નહીં ફાવે..કાં તો હું પણ ઘર વેચે જ નાખીશ તો જે રહેવા આવશે એને નહીં ફાવે એનાથી સારું છે કે હું એની આગળ તપાસ કરાવું અને એનો સમાધાન કરાવવું.

દિવસો વીત્યા. મકાન રજીસ્ટ્રીમાંથી મકાનના માલિકો, પ્લોટ ના માલિકો અને ખેતરના માલિકોની હિસ્ટ્રી કાઢવામાં આવી. પૂછપરછ કરવામાં આવી બધાને સાથે આવું બનેલું હતું પણ કોઈના ઘરનો કોઈ પણ અજોગ તો પ્રસંગ આ પ્લોટ પર બનેલો ધ્યાનમાં નહોતો આવ્યો.

આ સોસાયટીમાં સૌથી જુના રહેતા ભીખા દાદા આ પ્લોટ બધાને લેવાની ના પાડતા હતા. અચાનક જ સરમણભાઇ ને યાદ આવ્યું કે આવું એમને પણ એકવાર ભીખા દાદાએ કીધું હતું છતાં એમની વાત ના માને અને આ પ્લોટ લેવામાં આવ્યો હતો એમના પર ઘર બનાવવામાં આવ્યું હતું. એ તરત પહોંચી ગયા ભીખા દાદા પાસે. ભીખા દાદા આમ તો મરવા જ પડ્યા હતા 99 તો કરી નાખ્યા હતા બોલી શકતા ન હતા છતાં એ વધારે પડતું બોલવા જાય. શું કરે બિચારા બુઢાપો તો કાઢવો ને?

આયુ સરમાણીયા. આવ્યો ને છેલ્લે મારી પાસે. તને કીધું તો ને એ ઘર લેમાં. એ ઘરમાં કેટલી આત્મા રખડે છે હું તને કહું. જુના જમાનામાં રાજા મહારાજાઓનો મહેલ હતો એ પ્લોટ. આગળની ફરતી બાજુ. વચ્ચે મોટો કૂવો હતો તારા પ્લોટ ઉપર. જ્યારે રાજા મહારાજા જાહોજલાલીમાં જીવતા ત્યારે કોઈ કાંઈ ભૂલ કરે કે રાજદ્રોમાં આવે ત્યારે એને પકડીને આ કુવામાં ફેંકી દેવામાં આવતા. હવે આ બધાએ બિચારા જેનો વાંક ના હોય એને રાજામાંની ભૂલમાં ફસાઈ ગયા હોય એને કમોતે મરવું પડતું. આ બધી આત્માઓ નો કૂવો સમય જતા દટાઈ ગયો ખેતરો બને અને પ્લોટિંગ પડ્યા અને તું ભરાણો આયા. હવે આ બધાયને આત્મા તો ભટકવાની ને ત્યાં? એને બિચારીને આત્માને શાંતિ ક્યાંથી મળે તો તને એ પ્લોટમાં શાંતિથી રહેવા દે.

હે ભીખા કાકા આવું હોતું હોય છે કે તમે કોક ખોટી વાર્તા અને આ બધું જોડી અને મને વધારે પડતો બીવડાવો છો? ?


સરમણીયા,ના માનવું હોય તો ના માન. પણ તું આગળવાળા બધાના પૂછી લે. જેટલા રહીને ગયા છે તારી જેમ હેરાન થઈને ગયા છે અને વહેંચીને ગયા છે તો આટલું વિચારી લે.

શરમાળ તો કાંઈ ભી વિચાર્યા વિના ભીખા બાપા પાસેથી દોડીને ભાગ્યો અને સટક દઈને ઘરે ગયો. ઘરે જઈને ઘરનાને બધી વાત કહી હવે જેને શંકા હતી ને એને શંકા થવા માંડી અને જેને થોડી ઘણી શંકા હતી એમની શંકા વધારે મજબૂત થઈ ગઈ. દિવસે દિવસે આવા પ્રસંગો વધતા જતા હતા. ઘરમાં કોઈને કોઈ માંદુ રહે કોઈને કોઈ બીમાર રહે કોઈને કોઈ આડાઅવળી હરકતો થાય અને ઘરમાં જાણે બરકત ઓછી થતી જતી હોય એવું લાગતું હતું. છેલ્લે પછી ઘરના બધા લોકોએ મળી અને ઘર વેચી નાખવાનું નક્કી કર્યું અને એકાદ મહિનામાં સસ્તા ભાવમાં મકાન વેચી અને બધા નીકળી ગયા.

એ ઘર આજે ખાલી છે. 🏛ખંડર થવા આવ્યો છે. આ ઘર મેં જોયું છે આ સ્ટોરી પણ મેં સાંભળી છે. જે સ્ટોરી ટુ સ્ટોરી બેઝ છે. એવું કહેવામાં આવે છે. આ સ્ટોરી એવી છે મનમાં શંકા કો શંકા ચગાવશે શ્રદ્ધા રાખવી કે અંધશ્રદ્ધા રાખવી એના પર આપણને બે વાર વિચાર થઈ જાય પણ આ ખંડર મેં જોયું છે અને આ વાર્તા બધાના મોઢે સાંભળી છે.