Prem Samaadhi in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-76

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-76

પ્રેમસમાધિ
પ્રકરણ-76

“સાલી... સ્ત્રીનાં નામે લાંછન છે તું... બસ ભોગવવાનો હડકાવ લાગ્યો છે તને પૈસા મળી જશે... હાં બીજી ખાસ અગત્યની વાત તારાં ફોનથી જે જગ્યાઓએ તું ફોન કરે છે ને. એ લોકોની ઓકાત નથી કે મને હરાવે.. તને રાખી શકે... આ એજ મર્દ હતો કે તારાં જેવી છીનાળને પણ સાચવી રાખી હવે મારે મારી શીપ ઉપર કે ઘરમાં ક્યાંય તારો કે તારાં જેવી સ્ત્રીનો પગ ના જોઇએ તારો બધો વહીવટ મારાં ધ્યાનમાં છે અહીંથી પેલા પાસે ગઇ અને કંઇ પૂછે કે કેમ કઢી મૂકી તો કહેજે મારાં લખ્ખણ.. એ તને એક દિવસ રાખી જાણે તો હું સાચો જાણું એને...”.
વિજય ખૂબ ગુસ્સામાં રેખા પાસે એની બધી ભડાશ કાઢી એનાં મોઢાં ઉપર પૈસા મારીને ત્યાંથી નીકળી ગયો. રાજુ રાજુ નામની બૂમો પાડી... રાજુ દોડતો આવ્યો એણે રાજુ સાથે ખાનગીમાં ગુફતેગો કરી પછી બોલ્યો “તું અને ભાઉ બધું જોજો આખરી ખેલ 2-4 દિવસમાં પાડી દઇશ.”
“હાં ખાસ... સુમનનું ધ્યાન રાખજો એને સમજાવજો બાકી ભાઉને મેં સોપ્યુંજ છે” ત્યાં ભાઉ વિજયની પાસે આવ્યાં અને વિજયે કહ્યું “પાછો શીપ પર આવીશ તમે બધીજ તૈયારી કરી લેજો મુંબઈ કાબરા સાથે વાત કરી લેજો એને કેટલો માલ ક્યારે જોઇએ છે એ જાણી લેજો પેમેન્ટમાં એનાં જોવાનું નથી રોક્ડીયો છે દીલનો મોટો છે સુમનને સાથે રાખજો.”
“હું ઘરે જવા નીકળું છું રાજુ તું સવારે આવી જજો. “ ભાઉએ કહ્યું “વિજય તું નિશ્ચિંત થઇને જા હું બધુ સમજી ગયો રાજુ સવારે આવી જશે અને રેખાનો વહીવટ થઇ જશે કાલે સવારે શીપ પર નહીં હોય... દોલત અને ખારવાઓને "કામે" લગાડી દઇશ હમણાં નિરીક્ષણ કરીશું પછી વાત.”
વિજયે કહ્યું “ભાઉ...” પછી એમની નજીક જઇને કહ્યું “મુળ વાત પેલા મધુની પાકા પાયે કઢાવી લેજો રાજુ પણ છે અહીં દોલત ઓકશે તો ઘણી ખબર પડશે... એ પેલા સાથે ભળ્યો છે એમાં આપણોજ ફાયદો છે કોઇ રીતે બધું ઓકાવી લેજો નહીંતર બીજો રસ્તો છે મારી પાસે...”
ભાઉએ કહ્યું “એની જરૂર નહીં પડે... તમે નિશ્ચિંત થઇને જાવ. શીપ પણ અઠવાડીયામાં ખેપ માટે રેડી હશે...”
વિજય આભારવશ ભાઉ સામે જોયું.. સુમનને ભૂપત પર ચઢેલો જોઇ હસુ આવ્યું અને બૂમ પાડીને કહ્યું “સુમન.. હું જાઉં છું. કાલે આવું છું ત્યાં સુધી બધુ બરાબર જોઇ લેજો” એમ કહી હાથ હલાવી શીપની બહાર નીકળી ગયો.
વિજય બંગલે પહોચ્યો ત્યારે બ્રહ્મમૂહૂર્તનો સમય થઇ ગયેલો એની આંખમાં ઊંઘ નહોતી. ગાડી અંદર લીધી સીક્યુરીટી સાથે પૂછપચરછ કરી ઘરની ચાવીથી દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો સીધો પોતાના રૂમમાં જતો રહ્યો. એણે પેસેજમાંથી કલરવ અને કાવ્યાનાં રૂમ તરફ નજર કરી બધું શાંત હતું કાવ્યાને જોવાની લાલચ થઇ આવી એ કાવ્યાને રૂમનો દરવાજો ખોલવા ગયો પરંતુ અંદરથી લોક હતો વિચારમાં પડ્યો પછી કાવ્યાની ચોક્કસ્તા પર ગમ્યુ એણે સ્માઇલ કર્યું.
વિજયને થયું કલરવનાં રૂમમાં ડોકીયું કર્યું તો જોયું કલરવ ફલોર પર પલાંઠી વાળીને જાણે ધ્યાનમાં બેઠો છે એને આર્શ્ચર્ય થયું એ રૂમમાં પ્રવેશ્યો બીલકુલ અવાજ ના થાય એમ હળવેથી રૂમનાં સોફા પર બેઠો થોડીવાર કલરવ તરફ જોઇ રહ્યો. કંઇક વિચારમાં પડ્યો હળવેથી પાછો ઉભો થઇ કલરવ ડીસ્ટર્બ ના થાય એમ રૂમમાંથી બહાર નીકળી દરવાજો આડો કરી દીધો.
વિજય પોતાનાં રૂમમાં આવ્યો.. વોશરૂમમાં જઇને ફ્રેશ થયો મોઢું નેપકીનથી લૂછતાં લૂછતાં એ બારીની બહાર જોઇ રહેલો. એનાં મનમાં વિચાર વંટોળ ચાલી રહેલું..
વિજયે વિચાર્યું કાલે સવારે કલરવ સાથે પણ વાત કરી લઇશ.. આજે જે બાતમી મળી એનાંથી હું ચિંતામાં પડી ગયેલો. સુમનને સાથે લીધો શીપ પર ગયો આ બધાં ઉચાટમાં મેં કલરવ સાથે વાત પણ ના કરી. જે ટેન્શન છે એમાં કલરવનાં ચહેરાં સામે જોતાં વધી જાત ચિંતાઓ મારે હવે આનો કાયમી ઉકેલ લાવવોજ પડશે.
વિજય પોતાનાં બેડ પર આડો પડ્યો.. વિચારી રહ્યો પેલો ભૂદેવનો છોકરો પરોઢે બ્રહ્મમૂહૂર્તમાં ઉઠી ઇષ્ટદેવનું ધ્યાન ઘરે છે હું ખારવો એ સમયે ઊંઘવા પથારીમાં આવ્યો છું એ મનમાં ને મનમાં હસી રહ્યો... સૂઇ ગયો....
*****************
મંજુબહેને સવારે ઉઠતાં વેંત હાથમાં ચાની ટ્રે લીધી અને નારણ ટંડેલ પાસે એમના રૂમમાં આવ્યા. ટીપોય પર ચા-નાસ્તો ટ્રે મૂકી ઊંઘતા નારણને સંબોધીને કહ્યું “સાંભળો છો ? ઓ માયાનાં પાપા.. હું વિચારોમાં આખી રાત ઊંધી નથી હવે તો ઉઠો હું ચા નાસ્તો લઇને આવી છું. મારી વાત સાંભળો.”
નારણે પડખું ફરી મંજુબેન સામે જોયું અને બોલ્યો “શું છે તારે સવાર સવારમાં હજી આંખ નથી ખૂલી અને તારે શું કહેવાનું છે ? થોડી ધીરજ ઘરને.. એવી તો શું ચિંતા છે આખી રાત ઊંઘી નથી તમારે બૈરાઓનો ત્રાસ છે અમે ટુર કરી ગમે તેટલાં થાકેલા આવેલા હોઇએ.. અમારાં મનમાં પણ હજારો વિચાર આવતા હોય માંડ ઊંઘ આવે અને કાચી ઊંઘમાંથી ઉઠાડવા તમે આવી જાવ... ત્રાસ છે તમારો..”
આમ બોલતાં બોલતાં નારણ પથારીમાંજ બેઠો થયો અને બોલ્યો "બોલ શું કહેવાનું છે ? એવું તો શું રહી ગયેલું કે હમણાં ને હમણાં ઉઠાડ્યો મને ?”
મંજુબેન હસતાં હસતાં કહ્યું “આમ સવાર સવારમાં ખીજાસો નહી લો બેડ ટી ... ચા પી..લો પહેલાં ફ્રેશ થઇ જશો પછી વાત કરું” એમ કહી નારણનાં હાથમાં ચા નો કપ પકડાવ્યો.
નારણે ચા નો સબડકો માર્યો અને જાણે હાંશ થઇ પછી બોલ્યો “ચા આવી રોજ બનાવતા હોય તો મસ્ત થઇ છે”. મંજુબેને કહ્યું “માયાએ બનાવી છે મારી દીકરી ખૂબ હોંશિયાર છે. “
નારણ કહ્યું “વાહ સાચેજ સરસ બનાવી છે એ અહીંથી સાસરે વિદાય થાય પહેલાં એની પાસે જ બધું કરાવ એ તૈયાર પણ થશે અને સારું ખાવા પીવા મળશે.”.
મંજુબેને કહે “એનાંજ વિચારોમાં આખી રાત નથી ઊંઘી હવે તમે વિજયભાઇને ત્યાં જવાનું કાલનુંજ નક્કી કરી દો મે કાવ્યાને ફોન કરીને કીધેલું કે અમે તને મળવા આવીએ છીએ તમે વિચારેલું એ વ્યૂહ હવે અમલમાં મૂકીએ બંન્ને છોકરાઓનું એક સાથે નક્કી થઇ જાય.. પ્લાન પ્રમાણે પાર ઉતારીએ.”
નારણે કહ્યું “ભલે કાલનું ગોઠવું છું પણ વિજય માનશે ? એનાં મનમાં જે નક્કી હોય એજ એ કરતો હોય છે” ત્યાં નારણનો મોબાઇલ રણક્યો સ્ક્રીનમાં જોયું દોલતનો ફોન છે એમનું મોઢું કટાણું થયું. પણ ફોન ઉપાડ્યો....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-77