પ્રેમસમાધિ
પ્રકરણ-75
વિજયે ભાઉની સાથે સુમનની ઓળખ કરાવી અને કહ્યું કે હું કાલે અહીં.. ત્યાં સુમન વચ્ચે બોલ્યો "ના મામા હું કાલથી નહીં આજથીજ અહીં રહીશ.. કાલે તમે મને મારો સામાન મોકલાવી દેજો... શીપ પર પગલાં પડતાંજ મને થયું આજ મારું કામ મારું સ્થાન... હું પછી આવીશ અહીં ભાઉ સાહેબ અને રાજુભાઇ સાથે શીખી લઇશ.”
વિજયને હસુ આવી ગયું બોલ્યો “અલ્યા આખી જીંદગી પછી આમાંજ કાઢવાની છે શું ઉતાવળ છે ? અને રાજુ તો.. પછી અટકી જતાં કહ્યું સાચી વાત ભાઉ સાહેબનાં હાથ નીચે તારે તૈયાર થવાનું છે તારી ઇચ્છા છે તો આજથીજ અહીં રહીજા હમણાં તને મારી કેબીન બતાવું છું મારો રૂમ છે એની બાજુનાં રૂમમાં તારી રહેવાની ગોઠવણ કરું છું પણ અતિઉત્સાહમાં આવીને ઉતાવળ ના કરતો આ જે દેખાય છે એ પામવાં અને માણવાં ખૂબ અઘરી અને સંધર્ષમય જીંદગી જીવવાની છે બધી બાજુ શાતીર નજર રાખીને પોતાનું અસ્તિતત્વ જાળવી પ્રગતિ કરવાની છે.”
“મામા તમે ઘણું કહી દીધું છતાં હું શીખીશ અત્યાર સુધી તમારાં સંઘર્ષની વાતો સાંભળી છે માં એ પણ ખૂબ વાતો કરી છે હું પણ બધું જોતો સમજતો તૈયાર થઇશ તમને કદી નિરાશ નહીં કરું એની ખાત્રી આપું છું...”.
વિજય ખુશ થઇ ગયો એણે કહ્યું “ભલે રાજુને કહું છું તને તારો રૂમ બતાવે... આખી શીપ કાલે સવારે બતાવશે રાત્રીમાં જોવા લાયક અત્યારે બતાવી દેશે છેક ઉપર સુધી જઇને જોજે બધુ... સમજજે બધું... બેસ્ટ લક દીકરા...”
સુમન વિજય પાસે આવ્યો પગે લાગ્યો.. વિજયે એને ગળે લગાવ્યો... સુમન ભાઉને પગે લાગ્યો અને રાજુ સાથે જતાં જતાં બોલ્યો “પણ... મામા કાલે કલરવ કાવ્યાને અહીં લઇ આવજો એમને હું મીસ કરીશ પ્લીઝ લાવજો.”
વિજયે કહ્યું “ભલે... કલરવનું નામ સાંભળીને એ થોડો ગંભીર વિચારમાં પડી ગયો.. થોડો જાણે ડીસ્ટર્બ થયો પણ ભાઉની સામે જોતાં સ્વસ્થ થઇ ગયો. સુમનને રાજુ સાથે જતો જોઇ રહ્યો....
************
કાવ્યાને હીંચકા હીંચતો કલરવ એને અનિમેષ નયને જોઇ રહેલો એની આંખોમાં પ્રેમ ભાવ હતો એ એટલો સંવેદનશીલ થયો કે એની આંખમાં આંસુ ઉભરાયા... એણે હીંચકા પર બેઠેલી કાવ્યાનાં પગની પાની પકડી લીધી અને એનાં આંખનાં આંસુ એની પાની પર પડ્યાં... કલરવે પગ ચૂમી લીધાં..
કાવ્યાને પણ ભાવ ઉભરાયો એ હીંચકેથી ઉતરીને કલરવની પાસે આવીને બેસી ગઈ અને બોલી એય મારાં પ્રેમ સાગર... કેમ આટલો સંવદેનશીલ થાય... ? કેમ આમ આંસુ વહાવે ... હું ફક્તને ફક્ત તારી છું તારામાં સમાયેલી છું તનેજ સમર્પિત છું તને પામીને હું આખો ભવ તરી ગઇ છું. માત્ર થોડાંક સમયમાંજ ઇશ્વરે પ્રેમથી મારી માંગ ભરી દીધી માંગમાં સિદૂંર પુરાય પણ તેં તો પ્રેમ ભરી દીધો છે હું કાયમ માટે તારી થઇ ગઇ છું તારાં અશ્રુની એક એક બૂંદ મારાં માટે મહામૂલી છે ક્યારેય કદી ઓછું ના લાવતો તું તો સાગર છે આ નદી તારામાં સમાઇ જવા ઉત્સુક છે મને તાલાવેલી છે”.
કલરવે કહ્યું “મારાં ઉજ્જડ બનેલાં જીવનમાં તું વસંત બનીને આવી છે તને પામીને મને ઇશ્વરે મોટું વરદાન આપી દીધું છે તારાં કણ કણમાં હું સમાઇ જવાં તત્પર છું તને મારી બુંદ બૂંદમાં સમાવી લેવા હું જીવન આપીને બેઠો છું તને પામીને હું જીવતાં સ્વર્ગ પામી ગયો છું બસ આ ક્ષણો આ પળ આમજ સ્થિર થઇ જાય અને એમાંજ જીવીએ મારી કાવ્યા. “
કાવ્યાએ કહ્યું “એય કલરવ તું જ્યારે પ્રેમાવેશમાં હોય છે ત્યારે કવિ બની જાય છે તારી એક એક લાગણી સંવેદના કવિતા બનીને તારાં મુખેથી બહાર નીકળે છે મને સાંભળવું ખૂબ ગમે છે મને અંદર આત્મા સુધી કોઇક અનોખી શાંતિ કોઇક અજબ તૃપ્તિ મળે છે જાણે જીવથી જીવ પરોવાઈ ગયો મારો માણીગર મને મળી ગયો હું ખૂબ પ્રેમ કરું છું ખૂબ મારાં કલરવ....”
કલરવે કહ્યું “મારું સર્વસ્વ છે તુંજ... તારામાં શ્વાસ પરોવી હું શ્વાસ લઊં છું તને જીવીને હું જીવું છું જે મારામાં નથી એ તારામાં શોધું છું મારું બધુ તને સમર્પિત કરીને તૃપ્ત થઊ છું.” એમ કાવ્યા... “લવ યુ... લવ યુ મારાં કલરવ” એમ કહીને કાવ્યાએ એનાં તરસ્યા હોઠ કલરવનાં હોઠ પર મૂકી દીધાં...
*******************
સુમનનાં ગયાં પછી વિજયે એની આંખો લૂછી.. પાછો એનાં ચહેરો ભાવવિહીન થઇ ગયો.. ભાઉની નજીક જઇને એણે એમને ખાનગીમાં સૂચના આપી પછી ઉભાં થતાં કહ્યું “ભાઉ બે દિવસ હજી રાજુ અહીં રોકાશે.. મેં એને જે કામ સોંપ્યું છે એ પુરુ કરશે ત્યાં સુધી હું મેં તમને હમણાં કીધું એ કામ પુરા કરીશ.... સમય મળે કલરવ અને કાવ્યાને લઇને અહીં સુમનને મેળવવા આવીશ. સુમનનો સામાન અહીં કાલે આવી જશે”.
એમ કહી ગ્લાસમાં રહેલી વ્હસ્કી એક સાથે પુરી કરી અને ભાઉને કહી એની કેબીન તરફ ગયો ત્યાં રેખા અને દોલત બેઠાં બેઠાં ટીવી જોઇ રહેલાં એ ત્યાં જતાંજ દોલત ઉભો થઇ ગયો બોલ્યો “બોસ હુકમ ? વિજયે હસતાં હસતાં એનાં ખભે હાથ મૂકીને કહ્યું હુકમ ?” “ હુકમ એકજ કે જે હુકમ ના કર્યો હોય એ ના કરવું” પછી હસતાં હસતાં કહ્યું “તું વફાદાર છે એટલે વધારે સમજાવવાનું ના હોય..” પછી રેખાની સામે જોતાં કહ્યું “તને તારાં ઘરે પહોંચાડી દઇશ... તને તારી ફરિયાદો માંથી મુક્ત કરીશ.... તારે જ્યાં ત્યાં મોં નહીં મારવુ પડે.”
“હાં... આમેય તારાં જેવી વેશ્યાને કોઇ શરમ સંકોચ નથી હોતો જ્યાં ત્યાં મોં મારી દે છે કેવું છે જોતી નથી કે શેઠ છે કે નોકર ? પુરુષનો શું વાંક ? દારૂ પીધાં પછી છાકટી થયેલી રાંડને કોણ ના ભોગવે ? જે સામેથી ઉઘાડી થઇને આવે ? તમારે ક્યાં સ્વમાન કે પોતાનું પારકું કંઇ હોય છે ? જે મળે લઇ લો પીલો ભોગવી લો... ઉપરથી જે સાચવે એને બદનામ કરો.. બરાબર ને ? ગધેડાને ઘોડો ના બનાવાય... અને તારાં જેવીને ઘરમાં ના ઘલાય એ મને પાઠ મળી ગયો. બંગલાનાં સીસીટીવી અને શીપનાં સીસીટીવીએ બધુંજ બતાવી દીધું છે.. તારો સામાન ભરી દેજે કાલે તારો વહીવટ થઇ જશે જો હુંશિયારી કરી છે તો દરિયામાં એટલાં નીચે ફેંકાવી દઇશ કે એક હાડકું હાથમાં નહીં આવે... નીચ તો તું હતીજ પણ આટલી હદે હલકટ ભૂખી હોઇશ નહોતી ખબર... સાલી.... “
વધુ આવતા અંકે ---- પ્રકરણ-76