Sonu ni Muskan - 3 in Gujarati Adventure Stories by Mansi books and stories PDF | સોનું ની મુસ્કાન - ભાગ 3

The Author
Featured Books
Categories
Share

સોનું ની મુસ્કાન - ભાગ 3

ભાગ ૩

મીના , રૂપા અને રેણુ ગામ ના શેઢે રમતા હતા , ત્યાં જ ભાગતી ભાગતી સોનું આવતી હતી અને તે બોલતી આવતી હતી , મીના રૂપા રેણુ હું પણ આવું છું ,

ત્યાં જ ત્રણેય ખુશ થયી ગઈ કે સોનું પણ આવે છે સોનું ત્યાં પોહચી રૂપા એ કહ્યું બેસી જા આ પથ્થર ઉપર ભાગતી આવતી હતી શ્વાસ ચઢી ગયો છે , પછી સોનું ત્યાં બેઠી.

રેણુ એ કહ્યું સોનું તને તાવ આવી ગયો હતો કે સુ , સોનું એ કહ્યું હા... રેણુ પાછો તાવ આવી ગયો હતો , મીના એ કહ્યું સોનું તું ખાવા પીવા માં ધ્યાન રાખજે આ મહિના માં ત્રીજી વાર તાવ આવ્યો છે તને,

રૂપા એ કહ્યું હા જો તને આમજ આખું વરસ રહેશે તો બોર્ડ ની પરીક્ષા કેમ આપીશ
ખબર છે ને દસમું છે આ વખત આપડે , સોનું એ કહ્યું આપડે બધા એકજ કક્ષા માં છીએ ને એક બીજા ને શીખવાડતા રૈસુ , થોડી વાર બધા એ પકડા પકડી રમ્યું.

થાકી ગયા ભાગી ભાગી ને બધા એટલે નીચે જ બેસી ગયા ચારેય , સાંજ ના છ વાગવા આવ્યા હતા , પક્ષીઓ પાછા બધા પોતાના માળા માં જતા હતા , ગાયો ઘાસ ચરી ને પાછી પોતાના માલિક પાસે જતી હતી, સૂર્ય અસ્ત થતો હતો ડૂબતો સૂર્ય ખૂબ જ સરસ દેખાતો હતો .

દૂર દૂર સુધી ખેતર જ ખેતર હતું, ઠંડી ઠંડી હવા વાતી હતી ખુબજ મનમોહક દ્રશ્ય ને ચારેય બેઠા બેઠા માણી રહ્યા હતા , સોનું એ કહ્યું આપડું ગામડું કેટલું સરસ છે ને , અને બધા આ છોડી ને શેહેર માં જતા રહે છે,

રેણુ એ કહ્યું સાચી વાત છે હું ક્યારેય મારું ગામડું છોડી ને શહેર માં નહિ જાઉં , બધા એ એક બીજા ને ઉપર હાથ રાખી ને વચન આપ્યું કે ક્યારેય શહેર માં રેહવા નહિ જાય .

ત્યાં તો રેણુ એ કહ્યું ચાલો ચાલો ઘરે જઈએ નઈ તો મમ્મીઓ બધા ની બહુ બોલશે, બધા એ કહ્યું હા હા ચાલો , બધા એક બીજા નો હાથ પકડી ને ચાલતા ગયા ઘરે ગીતો ગાતા ગાતા,

સોનું ઘરે પોહચી મેના એ કહ્યું આવી ગઈ બેટા , જા જા તું ભણવા જા , સોનું એ કહ્યું તું સુ કરીશ હવે મમ્મી ??? મેના એ કહ્યું કઈ નઈ ૭ વાગવા આવ્યા રસોઈ નુ ટાણું થયી ગયું છે ને.

ખબર છે ને તારા પપ્પા ને સાડા સાત માં તો જમવા જોઈએ , સોનું એ કહ્યું લાવ મમ્મી પેહલા હું તને રસોઈ માં મદદ કરું પછી હું વાચીસ,

મેના એ ના પાડી પણ સોનું જીદ એ અડે તો એનું માનવું જ પડે , મેના એ કહ્યું સારું ચલ જા તું બટાકા અને ડુંગળી સુધાર હું રોટલી કરું સોનું અને મેના એ મળી ને ફટાફટ રસોઈ બનાવી લીધી.

સાડા સાત વાગ્યા રમેશ દુકાને થી પાછો આવ્યો , મેના ને આવતા જ કહ્યું અરે મેના આજ તો દુકાન માં આખો દિવસ ગ્રાહક ચાલુ રહ્યા બહુ કરિયાણું વેચાયું , મેના એ કહ્યું ભગવાન કરે ને ગ્રાહક વધારે સમાન લેવા આવે કારણ કે ગ્રાહક છે તો આપડો રોટલો છે ,

ચાલો ચાલો મે અને સોનું એ રસોઈ બનાવી લીધી હમણાં થી સોનું નો ઘણો ટેકો મળે છે, રમેશ એ કહ્યું વાહ સોનું બેટા મમ્મી ને મદદ કરે છે સારું કેવાય.

પણ ભણવા માય ધ્યાન આપજે હો દીકરા કારણકે ભણીસ તો કામિસ અને કામીસ તો શહેર માય રેવા જવાસે, સોનું એ કહ્યું પપ્પા હું ખૂબ ભણીશ અને ખૂબ કમાઇસ પણ હું મારું આ ગામડું છોડી ને શહેર માં રેવા તો નઈ જઈશ .

પણ હા આપડે શહેર માં ફરવા જરૂર જસુ, રમેશ એ કહ્યું એમ તો એમ કરસું તારે જેમ કરવું હોય એમ , મેના એ કહ્યું હવે ચાલો બાપ દીકરી મોટી મોટી વાતો મૂકો અને જમવા બેસો.

બધા ભેગા જમવા બેસી ગયા , હસતા હસતા જમી ને સોનું એના રૂમ માં ગઈ .

વાર્તા ને અહી સુધી રાખીએ મિત્રો , આગળ નો ભાગ જલદી આવશે, જો આ ભાગ ગમ્યો હોય તો rate જરૂર કરજો.😊