"એ બસ ઉભી રાખજો હું ફટાફટ સ્કુટી પાર્ક કરી લઉં અને હું આવું જ છું"- એક કરલી વાળ વાળી છોકરી સ્કૂટીમાં મારામાં આવતી હતી અને બસની પાછળથી એણે બૂમ પાડી...
બસનો ડ્રાઇવર પણ ઓછામાં આવીને જવાબ આપ્યો-- કેટલું મોડું હોય બસ આખી ફુલ ભરાઈ ગઈ છે હવે ક્યાં બેસસો?
ત્યાં તો સ્કુટી પાર્ક કરીને છોકરી બસમાં સટાસટ ચડી ગઈ.
પિકનિકના લીડર ગેલમાં આવીને બોલ્યા --હવે ઉપર એર કન્ડિશનમાં જતા રહો. બસની ઉપરની સાઈડ બેસો. અહીંયા ક્યાં જગ્યા નથી. 🤣
પિકનિક લીડર ના વાત સાંભળીને બસના બધા થોડાક હસમુખ મૂડમાં આવી ગયા.
"શું પરમ અંકલ તમે પણ એક તો હું આટલા દૂરથી સ્કુટી ચલાવીને આવી અને માંડ પહોંચી અને તમે મારો મજાક ઉડાડો છો? "
અને બસના બધા લોકો બસ ના પગથિયા પાસે ઊભેલી છોકરી સામે જોવા લાગ્યા.
ડ્રાઇવર બસ ગેરમા લઇ અને બસ ચાલુ કરી ત્યારે છોકરી ફરીથી બોલી---
"ડ્રાઇવર કાકા ઉભી રાખજો.રહીમ ચાચા પણ આવે જ છે.
"તારા રહીમ ચાચા ને છોકરીઓને જેમ તૈયાર થતા બહુ વાર લાગે.જો સૌથી લેટ એ જ છે" - ફરીથી બસના બધા લોકો હસવા લાગ્યા
"મને એ તો નથી ખબર કે એ કેટલું તૈયાર થાય એમનો મને ફોન આવ્યો હતો કે મેડમ બસ ઉભી રખાવજો. હું પહોંચું જ છું.
"આ તારા રહીમ ચાચા 60 વર્ષના ઘરડા થયા છતાં એ જુવાની ની જેમ પિકનિકો કર્યા કરે છે. બધી પિકનિકમાં જુવાનિયાની જેમ ફોટા પડાવ્યા કરે છે. ખબર નહિ એને આ કઈ મેટ્રિમોની માં મૂકવાના હોય ફોટાઓ??? - અને બસમાં બધા હવે તો ખડખડાટ હસી પડ્યા🤣🤣🤣
સવારના 5:30 થી 6 વચ્ચેનો આ ટાઈમ હતો. યુથ હોસ્ટેલ તરફથી વન-ડે ટ્રેકિંગ પિકનિક નું આયોજન કરવામાં આવ્યું હતું. બસમાં રહેલા બધા લોકો એકબીજાને ઓળખતા નહોતા. છતાં પણ એક વાત કોમન હતી બધામાં- બધા જ એકલા અતુલ હોઈ, કોઈ નોકરી કરતા, કોઈ વિદ્યાર્થીઓ, કોઈ શનિ-રવિ ફ્રી થતા હોય, એવા લોકો હતા અને બધાને ખડખડાટ હસતા જોઈ અને કરલી હેર વાળી છોકરી ને પણ મજા આવી. 💁♀️
રહીમ ચાચા જેવા બસમાં ચડ્યા કે તરત જ બોલ્યા "થેન્ક્યુ મેડમ બસ ઉભી રખાવા માટે બાકી આ પિકનિક લીડર તો મને મૂકીને જવાની તાગમાં જ હોય છે"
"તારી ક્યાં ને જાન લઈને જઈએ છીએ.તું રહી ગયો. દ હવે તો અભરખા નીચે મુક¿? -- પિકનિક લીડર પણ રહીમ ચાચા ને ખેંચવાનો એક પણ મોકો જવાના દેતા હતા.
બસમાં બેઠેલા બધા જ આ જુગલબંધીને એન્જોય કરતા હતા. 😊
હવે પિકનિક ના નિયમ પ્રમાણે બસ ચાલુ થઈ. આગળ વધી. રસ્તામાં બધાએ એકબીજાનો પરિચય આપ્યો અને પિકનિક લીડરે બધાને ઓડ ઇવન નંબર કરી અને અજાણ્યા લોકો પાસે સીટમાં ગોઠવી દીધા. એટલે હવે ફરજિયાત ના ઓળખતા હોય એવા લોકો સાથે વાતચીત કરવાનો થશે. આવો નિયમ હોવાથી બધા ચૂપચાપ પોત પોતાની રીતે જ્યા પોતાનો નંબર આવ્યો ત્યાં ગોઠવાઈ ગયા.
રિદ્ધિ નો નંબર એક એવા યુવક પાસે આવ્યો જે દાઢી વધારેલી હતી અને લાલ કલર કરેલો હતો. રીધી એને જોતી હતી એના વાળ પણ બ્રાઉન કલરના કરેલા હતા. રિદ્ધિ મનમાં
"આ કોક મુસ્લિમ યુવક લાગે છે. અરે યાર મારે હવે આખી પિકનિક આવા અજાણા માણસ સાથે બેસીને જવાનું? અને જો આ પાનમાં આવા ખાતો હશે અને દાઢી અને વાળની જેમ દાંતે લાલો છે અને સ્મેલ કરશે તો મને તો બિલકુલ મજા પણ નહીં આવે😒😒😒
વિધિ વિચારી અને બારી સામે જોતી હતી એટલામાં જ પહેલા યુવા કે પોતાનો પરિચય આપતા વાતની શરૂઆત કરી હાલો મારું નામ બાહોશ છે.
વિધિ એના સામું જોયા વગર "રિદ્ધિ" એવું કહી અને બારી સામે ફરીથી જોવા માંડી. એના ચહેરા પરનો અણગમો હજી પણ દેખાતો હતો એટલે યુવકે બિચારાએ વધારે પરિચય ના આપતા વાત સંકેલી લીધી.
બસ પોતાની રીતે ચાલતી હતી અને હવે એક મંદિર આગળ આવીને ઉભી રહિ. પિકનિક લીડરે અનાઉન્સમેન્ટ કરી
"આ મંદિરેથી આપણે થોડા ફ્રેશ થઈ, નાસ્તો કરી અને આપણા ટ્રેકિંગની શરૂઆત કરશું. તો બધા વ્યવસ્થિત નાસ્તો કરી લેવો પોતાની બેગ બસમાં મૂકી દેવી અને ખાલી પાણીની બોટલ જ હાથમાં રાખવી અને છત્રી કે કેપ કે લાકડીનો ટેકો જે ભી લાવ્યા હોય એ બધું સાથે લઈ લેવું. બાકી બેગ બસમાં રાખી દેવી અને બસ અહીંયા મંદિર આગળ જ રહેશે. આપણે સાંજે પાછા ફરશું ત્યારે આ બસ અહીં જ મળશે. આપણને હવે બધા આપણે ડિસિપ્લિન જાળવી અને વન બાય વન મંદિરમાં ઉતરીશું નાસ્તો કરીશું ફ્રેશ થશો. "
રિદ્ધિ પોતાનો વારો આવ્યો એટલે સ્ટીક,સેલ્ફી સ્ટિક, પાણીની બોટલ, મોબાઈલ ફોન અને પર્સ બેગમાં નાખ્યા અને પહેલા યુવક સામે જોયા વગર સળસડાટ બસમાંથી નીચે ઉતરી ગઈ...
"આ કેટલી આહલાદક જગ્યા !!!! મંદ મંદ ઠંડો પવન!!!! નાનકડો એવુ મંદિર...એ લીલીછમ ટેકરીઓ વચ્ચે....દૂર દૂર કોઈ માણસ નહી.... મંદિરમાં એન્ટર કરતા એણે પરમ શાંતિનો અનુભવ કર્યો. પિકનિક ની બહુ મજા આવશે એવો મનમાં ને મનમાં વિચાર કરતી હતી ત્યાં પેલો ધારેલો મુસ્લિમ યુવક આવ્યો અને રિદ્ધિ ન ને ફરીથી "hi" કહ્યું.
રિદ્ધિ ને ફરીથી મનમાં વિચાર આવ્યો આ તો મુસ્લિમ છે તો એ મંદિરમાં આવે છે અને પાછો હું બોલાવતી નથી તોય બોલાવે છે એનો અણગમો વધારે પ્રગટ થઈ ગયો.
નાસ્તામાં ગાંઠિયા જલેબી ડબા માંથી બહાર કાઢવામાં આવ્યા. ગરમ ગરમ ચા મંદિરે બનાવવામાં આવી. બધા લોકોએ મંદિરે દર્શન કર્યા. હાથ પગ ધોઈ અને નાસ્તા કરવા મંદિરના પગથિયા ઉપર કોઈ ઓસરીની પરસાડમાં કોઈ મંદિરની પાછળની સાઈડ, બેસીને બધા નાસ્તો કરવા લાગ્યા.
રિદ્ધિ પણ મંદીની બહાર આવેલા કૂવા પાસે જઈ કૂવા સાથે બનાવેલી પેરાપેટમાં બેસીને નાસ્તો કરવા લાગેલી. રહીમ ચાચા તેના તરફ આવ્યા " કેમ્ છો મેડમ બહુ બધા દિવસે મળ્યા. તમારે આવી પિકનિકમાં આવતું રહેવું.જેથી બધા ને તમે ઓળખો. તમને થોડું ઘણું ગમે.
રિદ્ધિ પણ કાંઈ વિચાર્યા વગર રહીમ ચાચા ને કહેવા લાગી "હા હવેથી આવીશ. પછી એ મનમાં વિચારતી હતી રહીમ ચાચા પણ તો મુસ્લિમ છે. એ કેટલા ચોખા ના ચટ હોય છે. લાલ લીલી પીળી ક્યારે દાઢી પણ નથી હોતી. સાફ અને ચોખ્ખા કપડાં હોય છે .પાન માવા ખાતા નથી અને કેટલી સભ્યતાથી વર્તે છે. રિદ્ધિ ના મનમાં જુદી તર્ક ચાલતી હતી ત્યાં જ પેલો યુવાન નાસ્તાની ડીશ લઈને આવ્યો અને રહીમ ચાચા ની બાજુમાં બેસી અને નાસ્તો કરવા લાગ્યો. રહીમ ચાચાએ એમની સાથે વાત ચાલુ કરી. બને એ પોત પોતાના નામ આપ્યા અને યુવકે કહ્યું
"મારું નામ બહોશ છે. હું અહીંયા મોબાઈલ નો બિઝનેસ કરું છું. હુ અહી કોઈને ઓળખતો નથી એટલે તમારી સાથે વાત કરવા આવી ગયો. તમે મને ઉદાર લાગ્યા. "
"ના ભાઈ એવું કાંઈ નથી. હું પણ બહુ બધા લોકોને ઓળખતો નથી. આ તો આ મેડમ એકવાર પિકનિકમાં આવ્યા હતા અને પછી ખબર પડી કે મેડમ તો ટીચર છે. એટલે ટીચર ની સલાહ લેવા માટે આવતો રહું છું"
હું એક મોબાઈલ નો બિઝનેસ કરું છું.આમ તો પિકનિકમાં કોઈને ઓળખતો નથી.પણ આ રવિવારે થોડો ફ્રી હતો એટલે એવું થયું કે નેચર માં આંટો મારી આવું.
રિદ્ધિ એ બંનેની વાતો સાંભળતી હતી. આ દરમિયાન તેણે યુવકના દાંત પણ જોઈ લીધા. જે લાલ કલરના નહોતા અને પીડા પણ નહોતા. અ એક વ્યવસ્થિત ગુજરાતીની જેમ એ વાતો કરતો હતો. રિદ્ધિ ને થોડો ઘણો અણગમો ઓછો થયો પરંતુ એને એ યુવાન સાથે વાત તો ના જ કરી. એ પોતાની ડીશ ખતમ થતા મંદિરમાં ગઈ. કચરા ટોપલીમાં ડીશ નાખી અને હેન્ડ વોશ કરી બહાર કુવા આગળ આવીને ઊભી રહી. કુવામાં એ જોતી હતી. પોતાનો મોબાઈલ લઈ અને આમતેમ ફોટા પાડવાના ટ્રાય કરતી હતી.નેચરને એન્જોય કરવાની ટ્રાય કરતી હતી. અચાનક જ સેલ્ફી લેવા ગઈ અને એનો મોબાઇલ કૂવાને પાડી સાથે અથડાય ને નીચે પડી ગયો. એ થોડી ગભરાઈ ગઈ કે હવે ચાલુ નહીં થાય તો?..
એટલે પહેલા યુવા કે મોબાઈલ હાથમાં લઇ અને ચેક કરી આપ્યું " મોબાઈલ બરાબર ચાલે છે. ટફન ગ્લાસ તો 50 60 રૂપિયાનો આવે તમે પિકનિક પૂરી થાય એટલે મને મોબાઇલ આપજો. હું તમને પાંચ મિનિટમાં ચેન્જ કરાવી આપીશ.
હવે રિદ્ધિ ને થયું કે નાના માણસ તો બરાબર છે. પણ તો એ મનમાં એને વિશ્વાસ તો આવતો જ નહોતો.
પિકનિક ચાલુ થઈ.બધા ધીમે ધીમે ચાલતા પિકનિક લીડરને ફોલો કરતા હતા. એક નાનો પહાડ ચડીને બધા ઉતર્યા. એક નાનકડો નદી જેવું આવ્યું બધા સેલ્ફીઓ લેવા લાગ્યા.
"મેડમ મારો એક મસ્ત ફોટો પાડી દો. આપણે એને facebook પર ચઢાવવાનો છે અને એક એવો ફોટો પાડી દો જે હું મેટ્રીમોનીયલ સાઈટ ઉપર મૂકી શકું. મારે તો બીજી વાર પરણવું છે"
રિદ્ધિ થોડીક વિચારમાં પડી ગઈ. " રહીમ ચાચા તમે તો કહેતા હતા ને કે ઝુલેખા બા ઘરે છે? "
"હા ઝુલેખા ઘરે છે પણ ઝુલેખા ની બેન સુલેખા લઈ આવીએ તો બંનેને મજા આવે ને? "
રિદ્ધિ ના સવારની વાત યાદ આવી કે રહીમ ચાચા આવો મજાક કરતા રહેતા હોય એટલે એને થોડી ગેલમાં આવી ગઈ.
"ચાલો, તમને જોરદાર ફોટો પાડી આપું છું.મેટ્રોની માં એક બે નહિ 50 60 પ્રપોઝલ આવી જશે એવો ફોટો.
પેલો યુવાન દૂરથી બંનેને જોતો હતો અને હસતો હતો. એમણે નજીક આવી અને કહ્યું -- "લાવો મેડમ તમને પણ એક ફોટો પાડી આપું. મસ્ત. મને સારા ફોટા પાડતા આવડે છે ."
રિદ્ધિ એ મનમાં વિચાર્યું કે એના મોબાઈલમાં તો ફોટો નહીં પાડવા દે. પોતાનો મોબાઈલ કાઢીને આપ્યો અને એ યુવાને નદી કિનારે એક સરસ ફોટો પાડી આપ્યો. ફોટો ખરેખર સારો આવ્યો હતો. રિદ્ધિ હવે થોડી પહેલા યુવક વિશે નકારાત્મક વિચારો ઓછા થઈ ગયા હતા. રહીમ ચાચા એ ખિસ્સામાંથી મગફળીનો ડબ્બો કાઢ્યો અને ચાલતા ચાલતા મેડમને અને પહેલા યુવકને ઓફર કરવા લાગ્યા. મેડમ ચાલતા ચાલતા મગફળી ખાતા હતા અને પેલો યુવક પણ ખાતો હતો. ધીમે ધીમે વાતો આગળ વધી અને પછી એ લોકો સારા સારા લોકેશનમાં ચાલતા જતા હતા, ફોટાઓ ખેંચતા જતા હતા અને રહીમ ચાચા ને રમુજ વાતો તો ચાલુ જ હતી. એટલે બધા એન્જોય કરતા હતા. આગળ પરમ અંકલ પણ બધી જગ્યાઓ ની માહિતી આપતા રહેતા હતા અને કઈ જગ્યા એ અંગે માર્ગદર્શન આપતા રહેતા હતા. આવી રીતે આખો પિકનિકનો દિવસ પૂરો થઈ ગયો. સાંજે એના એ જ મંદિરે બધા ચાલતા ચાલતા પાછા આવ્યા. ત્યારે કોઈનો પણ face ફોટો લેવા જેવો ન હતો. રહીમ ચાચાએ જબરદસ્તીથી બધાના ફોટા લીધા. 🤣 મેડમનો પણ ખાસ ફોટો લીધો અને પેલો યુવક શાંતિથી આ બધું જોતો હતો અને હસતો હતો. બધા બસમાં ફરીથી ગોઠવાયા. Riddhi બાહોશ ની બાજુ બાજુમાં સીટ હતી પણ ને ગોઠવાયા હવે બંને નોર્મલી વાતો કરતા હતા. રિદ્ધિ એ ફોન વિશે પૂછતા કહી દીધું કે
"તમે મને અત્યારે ફોન સરખો કરી આપશો ને.??
પહેલા યુવા કે જવાબ આપ્યો "હા મોબાઈલ વાળા બધા મારા જાણીતા છે. હું તમને પાંચ મિનિટમાં કરાવી આપીશ"
પિકનિક પૂરી થઈ.યુથ હોસ્ટેલના ગેટ આગળ બસ ઊભી રહી. બધા પોતપોતાની રીતે ઉતરતા હતા પિકનિક લીડરે છેલ્લી અનાઉન્સમેન્ટ કરી.
"બધા પોતપોતાનો સામાન યાદ કરીને લઈ લેજો. પછી રહી ગયેલા સામાન્ જવાબદારી અમારી રહેશે નહીં જે લોકોને આજની fees આપવાની બાકી હોય અત્યારે જ આપીને જાય. અને ઓફિસના પ્રાંગણમાં જેટલા ના વાહન છે એ બધા પોતપોતાના વાહન લઇ લે. Vahan ni જવાબદારી પણ અમારી રહેશે નહીં. બસમાં જેટલો તમે લોકો કચરો કર્યો છે બધો જ અત્યારે તમે તમારા થેલામાં ઉપાડી અને લઈ જશો. હવે નેક્સ્ટ પિકનિક થશે એટલે હું whatsapp માં મેસેજ મૂકી દઈશ. "
રિદ્ધિ પણ બસમાંથી ઉતરી જેવો મોબાઈલ હાથમાં લીધો એવું યાદ આવ્યું કે સરખો જ કરાવી લે એટલે પહેલા બાહોશ પાસે જઈને બોલી "તમે અત્યારે જ કરી આપશો મને?
હા મને કંઈ વાંધો નથી. આવો મારી સાથે....
રિદ્ધિ એ બાઈક પાછળ સ્કુટી ચલાવી. યુવા કે પોતાના શોપમાં ટફન ગ્લાસ ચેન્જ કરી. આપ્યો મોબાઇલ સાફ કરી આપ્યો અને કોમ્પ્લીમેન્ટરી કવર પણ ચેન્જ કરી આપ્યું. રિદ્ધિ એ પૈસા આપ્યા અને નીકળવા જતી હતી ત્યારે
"મેડમ તમે એકલા જ છો? તમને વાંધો ના હોય તો અમે અહીંયા જમવાનું મંગાવીએ છીએ.અમારી સાથે બે ત્રણ લેડીઝ શોપ માં કામ કરે છે એ પણ અહીં જમવાના છે. તો તમે પણ અહીં જમી લો.
રિદ્ધિ થોડું મનમાં વિચારવા લાગી કે એમ્ તો હું આ લોકોને ઓળખતી નથી પણ ઘરે જઈને રાંધવું પડે એના કરતાં અત્યારે રાતના 10:00 વાગવા આવ્યા છે અને ઓફિસમાં લેડીઝ તો છે જ જમી લેવામાં તો કંઈ વાંધો નહીં...આવું વિચારીને એણે કહ્યું હું
"જમીશ તમારી બધા સાથે પરંતુ મારા શહેરના પૈસા હું આપી દઈશ. "
"અરે મેડમ, એની કાંઈ જરૂર નથી આજે અમારે અહીંયા ઓફિસે બધાએ જમવાનો પ્રોગ્રામ હતો. તો તમે આમાં ભળી જશો તો કોઈ વાંધો નહીં આવે .
રિદ્ધિ પણ વિચાર્યા વગર ત્યાં ટેબલ પર બેસી ગઈ અને જમવાનું આવવાની રાહ જોવા લાગી.
ઘરના એક ટેબલ પાસે ચેકવીને બેઠેલી એક 40 વર્ષની મહિલા ફોટાઓ જોતી જોતી હસતી હતી. 😃 એ વિચારતી હતી કે મારી ફર્સ્ટ ડિનર ડેટ એબી મોબાઇલની ઓફિસમાં અજાણી છોકરીઓ વચ્ચે અને બાહોશ સાથે. !!!!! કેટલી પાગલ હતી હું પણ અને બાહોશ જેવા કાળજી કરનાર અને મેચ્યોર માણસે તેને કેવી રીતે નાની નાની વસ્તુઓમાં મદદ કરી હતી.લાઈફ ટાઈમ માટે જીવન સંગીનીબનાવી હતી. આ વિચાર કરી કરી અને રિદ્ધિ અત્યારે પણ ગાલમાં હસતી હતી. 💁♀️💁♀️💁♀️