Ek Punjabi Chhokri - 19 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 19

Featured Books
Categories
Share

એક પંજાબી છોકરી - 19

સર કહે છે સોહમ અને સોનાલી એ આપણી શાળાનું જ નહીં પરંતુ સમગ્ર પંજાબનું નામ બધે જ રોશન કરી દીધું છે તો આપણી પણ ફરજ બને છે કે આપણે તે બંનેનું દિલથી સમ્માન કરી, તેમને કંઇક પુરસ્કાર આપી તેમની અથાગ મહેનતને બિરદાવીએ.આપણી શાળા તરફથી હું સોહમ અને સોનાલીને પંદર હજાર રૂપિયા અને સાથે સાથે મેડલ આપું છું, તો સોહમ અને સોનાલી સ્ટેજ પર આવી આ પુરસ્કાર સ્વીકારે તેવી વિનંતી.

સોહમ અને સોનાલી સ્ટેજ પર જાય છે અને સતત તાળીઓના ગડગડાટથી તેમને નવાજવામાં આવે છે. તે બંને પંદર હજાર રૂપિયા અને મેડલ લઈને તેમના પ્રિન્સિપલને પ્રણામ કરી તેમના આશીર્વાદ લે છે.પછી બધા પોતપોતાના ઘરે જાય છે. સોહમ અને સોનાલીના ફેમિલી મેમ્બર્સ આજે ખૂબ થાકી ગયા હોવાથી સૂઈ જાય છે.સોહમ અને સોનાલી હવે થોડા મોટા થાય છે

તે બંને કૉલેજમાં આવી જાય છે.વીર પણ મોટો થઈ જાય છે. સોનાલી કૉલેજના પ્રથમ વર્ષમાં અને સોહમ બીજા વર્ષમાં આવી જાય છે.સોહમે વચ્ચેનું એક વર્ષ બહુ મુશ્કેલીથી પસાર કર્યું.તેને સોનાલીની ખૂબ યાદ આવતી પણ તેઓ ઘરે કોઈ કોઈ વખત મળી લેતા.ઘરે પણ રોજ સોહમ સોનાલીને મળવા નહોતો જઈ શકતો કારણ કે હવે સોનાલી યુવાન થઈ હતી તેથી સોહમનું સોનાલીના ઘરે આવવું કોઈને ગમતું નહીં.આથી સોહમ કોઈ કોઈ વાર બહાનું બનાવીને સોનાલીને મળવા જતો.આ જોઈ સોહમના મમ્મી ખૂબ ઉદાસ થતા. તે જાણતા હતા કે સોહમ સોનાલીને ખૂબ ચાહે છે.જોકે તેને સોનાલીને હજુ સુધી પોતાના દિલની વાત કહી નહોતી.

સોનાલીને પણ સોહમની દોસ્તી વિના નહોતું ગમતું પણ સોહમને થતું સોનાલી પણ તેને ચાહે છે,તેથી તે ખુશ થયા કરતો.સોનાલી કૉલેજમાં આવી પછી તેને બસમાં કે એકલી કોઈ બહાર જવા દેતા નહોતા.સોનાલીના દાદુ કે તેના પપ્પા તેને લેવા અને છોડવા જતા.આ વાત સોનાલીને પણ ખૂબ અજીબ લાગી કે જે માતા પિતા દાદા દાદી તેને બધી રીતે આઝાદ રહેવાનું કહેતા તે લોકો આજે આવું કેમ કરે છે? છતાં સોનાલી થોડા દિવસ કંઈ બોલી નહીં પણ એક દિવસ સોનાલી કૉલેજમાં જીન્સ અને ટી શર્ટ પહેરીને જવા માટે તૈયાર થઈ તરત વારાફરતી બધા લોકોએ તેને ટોકી કે સલવાર શૂટ પહેરીને જા, હવે તું નાની નથી.સોનાલી એ ઘણી વાર સુધી બધાનું સાંભળ્યું પછી તે સલવાર શૂટ પહેરીને આવી અને તેની ફેમિલી પર ગુસ્સે પણ થઈ અને કહ્યું, "આપ સારે નું કી હો ગયા હૈ કયું સબ એવે હી પરેશાન હોદે હો." છોટી બચ્ચી નહીં હું મેં જો આપ લોગ મુજે લેને છોડને ભી આન લગે હો."

સોનાલીને આજે ખૂબ આઘાત લાગ્યો હતો કે મારી ફેમિલીને કોની નજર લાગી ગઈ છે?એકાએક એવું તો શું થયું કે તેની ફેમીલી સાવ બદલી ગઈ? સોનાલી આજે પહેલી વખત દુખી થઇ ને નાસ્તો કર્યા વિના જ કૉલેજ જતી રહી.બધા તેને આ રીતે જોઈ સેડ થઈ ગયા અને બધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે સોનાલી નાની નથી.આપણે તેને આ રીતે બંધનમાં ન રાખવી જોઈએ.હવે તેને સાચા ખોટાની અને સારા ખરાબની સમજ આવી ગઈ છે. સોનાલીનું મન આજે ભણવામાં સાવ ન લાગ્યું.તેને બ્રેકમાં નાસ્તો પણ ના કર્યો.સોહમ તેની પાસે આવ્યો તેને સોનાલીને પૂછ્યું શું થયું? આજે નાસ્તાથી પણ નારાજગી થઈ ગઈ? નાસ્તાએ એવી શું ભૂલ કરી જો તું તેને ખાતી નથી? સોનાલી સોહમની આવી પાગલો જેવી વાત સાંભળી ખૂબ હસી પણ આજે સોનાલીએ સોહમને સેડ હોવાનું કારણ જણાવ્યું નહીં અને સોહમે પણ જીદ ના કરી.કારણ કે તે જાણતો હતો કે સોનાલી આ વાત કહેવા માટે હાલ તૈયાર નથી.સોહમ સોનાલીને ખૂબ સારી રીતે સમજતો હતો.સોહમના કહેવાથી સોનાલીએ નાસ્તો કર્યો.

બપોરે કૉલેજનો સમય પૂરો થતાં સોનાલી ઘરે ગઈ.આજે તેને લેવા કોઈ નહોતું આવ્યું.તેથી તે સોહમ સાથે તેના બાઇક પર બેસી ઘરે આવી.આજે જમવામાં સોનાલીની મનપસંદ વાનગીઓ બની હતી.સોનાલી આવીને તરત પોતાના રૂમમાં જતી રહી. આજે પહેલી વાર તેને મમ્મી કે દાદીને આવીને હગ ના કર્યું કે ના તો તેમની સાથે વાત કરી. તેથી સોનાલીના મમ્મી અને દાદીને ખૂબ દુઃખ થયું કે સોનાલી હજી પણ તેમનાથી બહુ નારાજ છે.

શું સોનાલી બપોરનું ભોજન કરશે?
શું સોનાલી પોતાની ફેમીલીને માફ કરી શકશે?


જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

આપની કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે, તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.