Khajano - 81 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 81

The Author
Featured Books
  • नियती - भाग 33

    भाग 33इकडे मायरा अश्रू गाळत... डाव्या हातात ओढणी घेऊन डोळे प...

  • वाटमार्गी

    वाटमार्गी       शिदु देवधराच्या तांबोळातल्या कलमाना आगप फूट...

  • परीवर्तन

    परिवर्तन राजा चंडप्रताप नखशिखांत रक्‍ताने भरत्ला होता. शत्रू...

  • स्कायलॅब पडली

    स्कायलॅब पडली                           त्यावर्षी ११ जुनला श...

  • नियती - भाग 32

    भाग 32दोन्ही हातांनी त्यांनी धवल ला बदडायला सुरुवात केली.......

Categories
Share

ખજાનો - 81

ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિંમત હારી જઈશું તો લિઝાને કેવી રીતે સંભાળી શકીશું..? ઈશ્વરે આપણી પાસેથી જહાજને છીનવી લીધું છે. પરંતુ એનો મતલબ એ નથી કે માઈકલ અંકલ સુધી પહોંચવાનો બીજો કોઈ માર્ગ જ ન હોય. અત્યારે આપણે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે. મને વિશ્વાસ છે જરૂરથી આપણે માઈકલ અંકલ સુધી પહોંચી શકીશું." બધાના આંસુ લુછતા જોનીએ દરેકને આશ્વાસન આપતા કહ્યું. હર્ષિત...સુશ્રુત અને ઈબતિહાજ પણ જૉનીની વાતથી સહમત થઈ હકારમાં મોઢું હલાવી અને મનોમન હિંમત રાખવાનો નિશ્ચય કર્યો.

ચારેય યુવાનો વિલા મોઢે લીઝા અને અબ્દુલ્લાહી મામુ પાસે જવા નીકળ્યા. દૂરથી પોતાના ચારેય મિત્રોને જોઈ રડતી રડતી લિઝા દોડતી તેઓની પાસે ગઈ.

" શું થયું? આપણું જહાજ સલામત તો છે ને..? મારે તે જહાજ દ્વારા મારા ડેડ સુધી પહોંચવાનું છે..! જોની.., બોલને..! આપણા જહાજ ની શું સ્થિતિ છે..? જણાવને પ્લીઝ..!" લિઝા રડતા રડતા એક પછી એક ચારે મિત્રોને જહાજ વિશે પૂછી રહી હતી. પરંતુ ચારેયમાંથી એકેય જવાબ આપી શક્યા નહીં. પોતાના મિત્રોના વિલા મોઢાને જોઈ લિઝા સમજી ગઈ. તે હતાશ થઈને નીચે બેસી ગઈ. ચારે મિત્રો અને અબ્દુલ્લાહી પણ તેની પાસે બેઠા.

"આપણું જહાજ રહ્યું નથી પરંતુ આપણે તો સલામત છીએ ને..! તો ચિંતા નહીં કર લિઝા..! આપણે બધા મળીને જરૂરથી માઈકલ અંકલ સુધી પહોંચવાનો કોઈ બીજો માર્ગ શોધી લઈશું." જોનીએ પોતાની બહેનને સમજાવતા કહ્યું.

"હિંમત રાખ લિઝા..! તારા ડેડ સુધી આપણે જરૂરથી પહોંચી જઈશું. તું ચિંતા નહીં કર. અમે બધા તારી સાથે છીએ. તો તું હિંમત ના હાર. જો તું હિંમત હારી જઈશ તો આપણે આગળ કેવી રીતે વધીશું..? બીજો માર્ગ કેવી રીતે શોધીશું..? આ રડવાનો સમય નથી. હિંમત રાખીને સમસ્યાનો ઉકેલ શોધવાનો સમય છે. હતાશ ન થતા આપણે હવે માઈકલ અંકલ સુધી પહોંચવાનો કોઈ બીજો માર્ગ શોધવો પડશે." સુશ્રુતે લિઝાને સમજાવતા કહ્યું. હર્ષિત અને ઈબતિહાજ પણ લિઝાને આશ્વાસન આપવા લાગ્યા. પોતાના મિત્રોના સાથ સહકાર અને આશ્વાસનથી લિઝાએ પોતાના આંસુ લૂછયાં અને થોડીવાર માટે શાંત થઈ ગઈ.

"મેં તમને પહેલા પણ કીધું હતું. મંજિલ સુધી પહોંચવા માટે મુશ્કેલીઓ આવવાની જ. એ મુશ્કેલી સરળ હશે કે કઠિન તેનો આપણે કોઈ જ અંદાજ લગાવી શકાય નહીં. પરંતુ મુશ્કેલીથી હારી જઈએ.. હિંમત હારી જઈએ.. તો મંઝિલ સુધી કેવી રીતે પહોંચી શકાય..? મંજિલ સુધી પહોંચવા માટે મનને એવી રીતે મક્કમ બનાવો કે માર્ગમાં ચાહે હજારો મુશ્કેલીઓ જ કેમ ના આવે ધીરજ રાખીને... હિંમત દાખવી ને..આપણે સતત આગળ વધતા રહેવાનું છે. આજે આપણું જહાજ રહ્યું નથી પરંતુ એનો મતલબ એ નથી કે આપણે હિંમત હારીને બેસી જઈએ. આપણું લક્ષ્ય નક્કી છે તો લક્ષ્ય સુધીનો સુધી પહોંચવાનો માર્ગ ભલેને જુદો હોય શું ફરક પડે છે..? આપણે આપણા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે માર્ગમાં આવનાર દરેક મુશ્કેલીથી લડવા માટે તન અને મન બંને રીતે સજ્જ રહેવું પડશે.!" અબ્દુલ્લાહિજીએ લિઝા તેમજ અન્ય ચારેય યુવાનોને સમજાવતાં કહ્યું.

" તો મામુ..! આપના કહેવા અનુસાર હવે આપણે શું કરવું જોઈએ..?" ઈબતિહાજે પૂછ્યું.

" મને એવું લાગે છે કે આપણે વધારે સમય બરબાદ ન કરતા અહીંથી કોઈ નજીકના બંદરે જઈને ત્યાંથી સ્ટીમર કે જહાજ પકડવું જોઈએ." અબ્દુલ્લાહીજીએ કહ્યું.

" રેડિયો પર મેં સમાચાર સાંભળ્યા હતા કે રહેણાક વિસ્તાર પાસેના તમામ બંદરો પર આંદોલનકારીઓએ આક્રમણ કર્યું છે અને જહાજો સળગાવી દીધા છે. તેમજ અંગ્રેજો અને આંદોલનકારીઓ વચ્ચે પણ સંઘર્ષ શરૂ થઈ ગયો છે. આપણે અહીં પણ વધારે સમય ન રોકાવવું જોઈએ. મારી સલાહ માનશો તો અહીંથી થોડે દૂર એક ફુમ્બા નામનું બંદર છે. જે રહેણાંક વિસ્તારથી દૂર છે ત્યાં તમને નાની બોટ જેવું કંઈક મળી જશે. પરંતુ તેનો માર્ગ જંગલમાંથી પસાર થાય છે. આથી આપણે સાવચેતી પૂર્વક ત્યા જવું પડશે. જો તમે કહેતા હોય તો હું તમને મારી વૅનમાં સવાર સુધીમાં પહોંચાડી દઉં. ત્યાં પહોંચતા સવાર પડી જશે.!" અબ્દુલ્લાહીજીની વાત સાંભળતા ડ્રાઇવરે સલાહ આપતા કહ્યું.

To be continue..

મૌસમ😊