Khajano - 76 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 76

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 76

બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ્રાઇવર ખુશ થઈ ગયો.

" અબ્દુલ્લાહિજી...! મિસ્ટર ચુકાસુએ મને તમને લેવા માટે મોકલ્યો છે. તેમના ઘરે તમારા ડિનર અને રાત્રિરોકાણ માટેની સુવિધા કરવામાં આવી છે. ઝડપથી વેનમાં બેસો. હું તમને તેમના ઘરે પહોંચાડી દઉં...!" કહેતા ડ્રાઇવર વેનમાં બેઠો. બાકીના પણ ફટાફટ વેનમાં ગોઠવાઈ ગયા. રંગબેરંગી લાઈટોથી શોભતી સ્ટોન ટાઉન સિટીની ભવ્ય અને સુંદર ઇમારતોની રોનક રાત્રિ દરમિયાન કંઈક અલગ જ દેખાઈ રહી હતી. જોવા માટે મજબૂર કરતી તે ભવ્ય ઇમારતો સૌ કોઈનું દિલ જીતી લેતી હતી.

" આટલી સુંદર સીટીને અંગ્રેજો કેવી રીતે છોડીને પાછા ચાલ્યા જાય..? અંગ્રેજોની ચુંગાલમાંથી આ સિટીને... આખાય ઝાંસીબારને છોડાવવું થોડું મુશ્કેલ તો છે...!" સ્ટોન ટાઉન સીટીની રોનક જોતા હર્ષિતે કહ્યું.

" મુશ્કિલ તો છે પરંતુ નામુમકીન નહીં...!" વેન ચલાવતા ચલાવતા ડ્રાઇવરએ કહ્યું.

" આપનો આત્મવિશ્વાસ ગજબનો છે આપનો રાષ્ટ્ર પ્રેમ જોઈ ખુશી થઈ." જૉનીએ કહ્યું.

" અત્યારે તો ઝાંઝીબારનો દરેક વ્યક્તિ આવો ગજબનો આત્મવિશ્વાસ ધરાવે છે કેમકે ઝાંઝીબારનો દરેક વ્યક્તિ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે." ડ્રાઇવરે જુસ્સાભેર કહ્યું. થોડી જ વારમાં તેઓ ચૂકાસુના ઘરે પહોંચી ગયા.

ચુકાસુનું ઘર ખૂબ જ પ્રાચીન લાગી રહ્યું હતું, પરંતુ તે ખૂબ વિશાળ અને સુંદર હતું. અબ્દુલ્લાહીજીએ ધીમે રહીને ઘરનો મુખ્ય દ્વાર ખોલ્યો. દ્વાર પર પોતાના મિત્રને જોતા જ હિંચકા પર બેઠેલા ચુકાસુ દોડતા દ્વાર પાસે આવી ગયા અને તેઓને ભેટી પડ્યા. પોતાના મિત્રને પહેલીવાર ઘરે આવતો જોઈએ હર્ષોત્સાહથી ચુકાસુએ તેમનું સ્વાગત કર્યું. ચુકાસુ અને અબ્દુલ્લાહીજીની મૈત્રી જોઈ પાંચે યુવાનો એકબીજા સામે જોવા લાગ્યા. ચુકાસુએ દરેકનું ભાવભીનું સ્વાગત કર્યું અને મીઠો આવકાર આપી ઘરમાં લઈ ગયા. ફ્રેશ થઈ તેઓએ સાથે ડિનર કર્યું. સ્વાદિષ્ટ ભોજન કર્યા બાદ સુશ્રુતને શાંતિ થઈ.

"આપના ઘરે બનેલ દરેક વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હતી. ઘણી ડીશ મેં આજે જ ટ્રાય કરે પરંતુ અહીંના સ્પાઇસ અને કુકિંગની સિસ્ટમ મને ગજબ લાગી." સુશ્રુતે ડિનરના વખાણ કરતા કહ્યું.

" સ્વાદિષ્ટ ભોજન એ તો અહીંના સ્પેશ્યલ મસાલાનો કમાલ છે. વિશ્વના ઘણા દેશો અહીંથી જ મસાલાઓ ખરીદે છે અને મસાલાઓના વેપારથી તો આ દેશનું અર્થતંત્ર જળવાઈ રહ્યું છે" ચુકાશુએ કહ્યું.

" આથી જ તો આખું એ ઝાંઝીબાર 'મસાલા દ્વિપ'તરીકે વિશ્વમાં જાણીતું બન્યું છે." અબ્દુલ્લાહીએ કહ્યું.

" ઝાંઝીબારમાં મસાલાની સાથે અમારી આ સ્ટોન ટાઉન સીટી પણ ખૂબ જ પ્રખ્યાત છે. તમે કદાચ જોયું હશે કે અહીંની ઇમારતો ભવ્ય અને વિશાળ છે. અહીં દેખાતી દરેક ઇમારતનું બાંધકામ ઘણા વર્ષો જૂનો છે." ચુકાચુ બોલ્યા.

"હા, ઇમારતો ભવ્ય અને સુંદર છે પરંતુ અહીં સાંકડી સાંકડી ગલીયો સાંકડા સાંકડા રસ્તાઓ જાણે કે ભૂલ ભૂલૈયા જેવા લાગે છે. અમારા જેવા પ્રવાસી પહેલીવાર આવે તો અહીંના ગાઈડ સિવાય તે યોગ્ય માર્ગ શોધી ન શકે." સુશ્રુતે કહ્યું.

બસ આમ જ વાતોનો દોર ચાલુ હતો ત્યારે ઘરના દ્વારે બે માણસો હાફતા હાફતા આવ્યા અને ગભરાતા સ્વરે તેમણે ચુકાસુને કંઈક કહ્યું. તે બે માણસોની વાત સાંભળી ચુકાસુના હાવ ભાવ બદલાઈ ગયા. મસ્તક પર ડર અને ચિંતાની રેખાઓ તણાઈ ગઈ. થોડીવાર પહેલા હાસ્ય કરતા ચુકાસુના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા.

" શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તાઈ રહી છે..? આપનો ચહેરો કોઈ સમસ્યાનો અણસાર આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કહો ચુકાસુ..! શું થયું..?" પોતાના મિત્રનો ચહેરો વાંચતા, અબ્દુલ્લાહીજીએ ચુકાસુના ખભે હાથ મૂકી ચિંતાનું કારણ પૂછ્યું.

To be continue...

😊મૌસમ😊