Khajano - 75 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 75

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 75

"તો ચલો.. ત્યાં જઈને આપણે કોઈક સુંદર મજાના ડ્રેસ રેન્ટ પર લઈને પહેરી લઈએ...! કેવો રહ્યો મારો આઈડિયા...?" હરખ ઘેલો સુશ્રુત બોલ્યો.

" એકદમ સુપર્બ...!" લિઝાએ સુશ્રુતના બંને ગાલ ખેંચીને કહ્યું. ને પછી બધા તે દુકાન તરફ આગળ વધ્યા.

બધાએ ફેન્સી ડ્રેસની શોપમાંથી પોતપોતાને યોગ્ય લાગતા સુંદર મજાના વસ્ત્રો ધારણ કરીને અંગ્રેજોની તે ભવ્ય ઈમારતમાં પ્રવેશ્યા જ્યાં ટૂંક સમયમાં જ મેજિક શો શરૂ થવાનો હતો. છએના ચહેરા પર ભવ્ય ઈમારતમાં પ્રવેશવાનો અદભુત આનંદ છવાયેલો હતો.

"ભવ્યાતિભવ્ય મિચાસુનાં આજના આ મેજિક શૉમાં આપ સૌનું સ્વાગત છે. " કહેતા એક એન્કરે હોલમાં પધારેલા સૌનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યાં તો ફુલોની પાંદડીઓની વર્ષા થઈ. સૌના ઉત્સાહમાં વધારો થતાં સૌ ચીસો પાડવા લાગ્યા. મિચાસુને જોવાની આતુરતા હોય તેમ રંગબેરંગી લાઈટોના ફોક્સ આમથીતેમ અંધારાં હોલમાં જાણે દોડપકડ રમી રહી હતી. ત્યારે અચાનક બધી જ લાઈટોના ફોક્સ એક ખૂણામાં એકત્ર થયા. સૌની નજર ત્યાં જતાં સૌએ જોયું કે મિચાસુ બન્ને હાથ ઊંચા કરીને સૌનું અભિવાદન કરી રહ્યાં હતાં. મિચાસુને ઓડિયન્સ વચ્ચે જોઈ તાળીઓના ગડગડાટ સાથે સૌ ઉત્સાહથી ચીસો પાડવા લાગ્યા.

મિચાસુએ ચપટી વગાડતાં જ ફરી રંગબેરંગી લાઈટોના ફોક્સ જાણે વીસેક સેકન્ડ સુધી દોડપકડ કરી ફરી ઓડિયન્સમાં જ કોઈ એક જગ્યાએ બધાં જ ફોક્સ એક જગ્યાએ સ્થિત થયા ને હોલના બીજા ખૂણે ફરી મિચાસુએ દર્શન દીધાં. થોડીક ક્ષણોમાં ફરી મિચાસુ ગાયબ થઈ ગયા તો ઓડિયન્સ ચૂપ થઈ ગઈ અને તેમને આમથી તેમ શોધવા લાગી. ત્યારે સ્ટેજ પર મિચાસુ સૌનું અભિવાદન કરતાં દેખાયાં. ત્યાર બાદ તો અવનવાં ને ગજબના કહી શકાય તેવા, અદ્દભુત ખેલ થતાં રહ્યાં ને ગાંડીતુર બનેલ ઓડિયન્સ જાદુની દુનિયામાં ખોવાઈ ગઈ.ક્યારે આશ્ચર્યનાં તો ક્યારેક ઉત્સાહના ઉદગારો સાંભળતાં અને તાલીઓનો અવાજ તો બંધ જ નહોતો થતો. આવાં ભવ્ય અને રોમાંચક મેજિક શૉ જોઈને પાંચેય યુવાનો અબ્દુલ્લાહી મામુનો આભાર વ્યક્ત કરવાં લાગ્યાં.

ત્રણ કલાકનાં સુંદર કાર્યક્રમ બાદ સૌ કોઈ મેજિકની દુનિયામાંથી બહાર આવ્યા. મૂવી જોયાં બાદ જેમ મૂવીનાં પાત્રો દિમાગમાં રમ્યા કરતાં હોય છે તેમ મેજિક શૉ જોનાર દરેકના દિલો દિમાગ પર મિચાસુ અને તેમનું જાદુ છવાઈ ગયું હતું.

"મેજિક શૉ અદ્દભુત હતો નહિ..? ખૂબ મજા પડી...!" સુશ્રુતે બહાર આવતાં કહ્યું.

"અદ્દભુત..? માત્ર અદ્દભુત નહિ ફેન્ટાસ્ટિક હતો શૉ..! મેં મારા જીવનમાં કદાચ પહેલીવાર આવો શૉ જોયો છે..!" રોમાંચિત થઈ હર્ષિત બોલ્યો.

"અવર્ણનીય..સાચું કહું તો આ શોનાં વખાણ કરવા માટે મારી પાસે પૂરતાં શબ્દો નથી..એવો મેજિક શૉ હતો."લિઝાએ કહ્યું.

"આપણે આજે જે જાદુઈ દુનિયાનો અનુભવ કરી શક્યા છીએ, તે અબ્દુલ્લાહી મામૂની ઓળખાણથી જ શક્ય બન્યું છે. વિદેશમાં પણ આવાં મજબૂત સંબંધો બાંધવાની આવડત હોવી જોઈએ. ધન્ય છે મામૂને..!" પોતાના મામૂના વખાણ કરતાં ઈબતીહાજે કહ્યું. વાતો કરતા કરતા છ એ જણા ફેન્સી ડ્રેસની શોપ પર જઈને પોતાના ડ્રેસ ચેન્જ કરી દીધા, ને ત્યાંથી રવાના થયા.

"મેજિકથી અદ્દભુત આનંદની અનુભૂતિ તો થઈ પણ હવે મને પેટમાં ભૂખની પણ અનુભૂતિ થઈ રહી હોય એવું લાગે છે. મારા પેટમાં પેલી રંગબેરંગી લાઈટોની જેમ ઉંદર બિલાડી દોડાદોડ કરી રહ્યાં છે. આનું કોઈ સમાધાન કરો." પોતાના પેટ પર હાથ ફેરવતા સુશ્રુતે કહ્યું. સુશ્રુતની વાત સાંભળી સૌ હસી પડ્યાં.

"ચાલો, પહેલાં કંઈક જમી લઈએ પછી મિત્ર ચુકાસુનાં ઘરે આરામ કરવા જઈએ.!" અબ્દુલ્લાહીજી બોલી જ રહ્યાં હતાં ત્યાં તેમના મિત્ર ચુકાસુનો તે ડ્રાઇવર પોતાની વૅન સાથે આવી પહોંચ્યો.

"અરે, તમે ફરીથી અહીં..?" જૉનીએ પૂછ્યું.

"હા, તમારો મેજિકશૉ કેવો રહ્યો ?" ડ્રાઇવરે પૂછ્યું.

"એકદમ મજાનો..!" અબ્દુલ્લાહીજી બોલ્યા.

"અદ્દભુત...!" સુશ્રુત બોલ્યો.

"ફેન્ટાસ્ટિક..!" જૉનીએ કહ્યું.

"ફૅબ્યુલસ..!" હર્ષિતે કહ્યું.

"અમેજિંગ..!" લિઝા બોલી.

બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ્રાઇવર ખુશ થઈ ગયો.

To be continue...