Prem Samaadhi - 74 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-74

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-74

પ્રેમ સમાધિ
પ્રકરણ-74

કલરવ કાવ્યાને ફોન પર લાંબી વાત કરતાં જોઇને એનાં રૂમમાં ઉપર આવી ગયો એ આજે થોડો ખિન્ન હતો એને એવું લાગી રહેલું કે હું વિજય અંકલનાં માથે બોજની જેમ અહીં આવયો છું. મારે મારું વિચારવું પડશે. મેં કાવ્યાને તો કહેતાં કહી દીધું કે હું પણ શીપ પર જઇશ... મારો શું હક્ક છે ? સુમન તો તેમની પહેનનો દિકરો છે. હું ? હું તો અકાળે અનાથ થયેલો બોજ માત્ર છું હું અહીં નહીં રહું...
વિજય અંકલ આજે સુમનને સાથે લઇ ગયાં મારી સામે પણ ના જોયું.. ખાલી એમજ કહેવાં ખાતર પણ ના કીધું કે તું પણ આવ શીપ પર.. એમને મારામાં... હું એમનો વિશ્વાસ જીતવાની જગ્યાએ એમની દીકરી સાથે... અને એ પણ સાવ થોડાંકજ સમયમાં ? તેઓ મને કેવી રીતે મૂલવશે ? કાવ્યાને મારી પ્રેમજાળમાં ફસાવી હું એમની મિલક્ત વગેરે.. ના... ના.. મને કાવ્યા માટે સાચો પ્રેમ છે પણ શું વિજય અંકલ એવું સમજશે. સ્વીકારશે ? મારે મારું વિચારવું પડશે.
કલરવ આવાં વિચારોમાં હતો અને કાવ્યાએ એનાં રૂમનો દરાજો નોક કર્યો... કલરવે અવાજ સાંભળ્યો પણ દરવાજો ના ખોલ્યો કાવ્યાએ ફરીથી નોક કર્યો પણ કલરવ ઉભો ના થયો એને પોતાનો અંદરને અંદર જીવ બળી રહેલો ગીલ્ટ પોષી રહેલો કે હું કાવ્યાને પ્રેમ કરી ગુનો કરી રહ્યો છું.
કાવ્યાએ જોરથી બૂમ પાડી "કલરવ શું કરે છે અંદર ? કેમ દરવાજો નથી ખોલતો ? દરવાજો ખોલ મારે વાત કરવી છે.” કલરવ ઉભો થયો હળવેથી દરવાજો ખોલ્યો બોલ્યો “કાવ્યા, રાત્રીનાં 9 વાગ્યાં છે મને ભૂખ નથી તું જમીને સૂઇજા મારો મૂડ નથી વિજય અંકલ ઘરે નથી અને આમ આપણે... “
કાવ્યાએ કલરવની સામે જોતાં પૂછયું. "તને આમ અચાનક શું થયું છે ? કેમ ઉપર આવી ગયો ? પેલાં નારણ અંકલનાં વાઇફ મંજુમાસીનો ફોન હતો એ લોકો મને મળવાં આવવાનાં છે આજે... એ બોલતાં જતાં હતાં. હું માત્ર લીસનર મેં હા હા કર્યું ફોન પતાવ્યો.. ખબર નહીં કેમ એમને ઉભરો આવી ગયો હતો.”
કલરવે કહ્યું “ચાલ બહાર બાલ્કનીમાં બેસીએ મારે તને અગત્યની વાત કરવી છે. બાલ્કની બગીચા તરફ પડે છે. ત્યાંથી ગેટ પણ સીધોજ દેખાય છે. વિજય અંકલ આવે તો સીધાં આપણને જોઇ શકશે અને આપણે એમને...”
કાવ્યાએ આશ્ચર્ય સાથે કહ્યું "વાંધો નહીં ત્યાં બેસીએ પણ આમ અચાનક તારામાં આવો બદલાવ કેમ આવ્યો શું થયું ? પાપા તને શીપ પર ના લઇ ગયા.. તારી સાથે વાત ના કરી એનું તને ખરાબ લાગ્યું છે ? તને ખબર છે ? તારાં કરતાં હું મારાં પાપાને સારી રીતે ઓળખું છું... અને જાણે 2 દિવસમાં તને જન્મોથી ઓળખી ગઈ … તારાં માટે એમને માન છે વિશ્વાસ છે એટલેજ રાત્રી હોવા છતાં મને એકલીને તારી પાસે છોડીને ગયાં ઘરમાં બીજું કોઇ નથી સુમનને પણ સાથે લઇને ગયાં... “
“મારાં પાપાને ઓળખવા અધરાં છે પણ મારાં માટે સરળ છે. “
કલરવ સાંભળી રહ્યો પછી બોલ્યો "કાવ્યા તારી વાત સાચી હશે ઘરમાં આપણાં બે સિવાય કોઇ નથી રાત્રી છે બધો સ્ટાફ છે પણ એમનાં કવાર્ટસ કે રૂમમાં છે આખા વિશાળ બંગલામાં આપણે બેજ છીએ. તારી વાત સાચી છે મારાં ઉપર વિશ્વાસ મૂકી તને અહીં એકલી મૂકીને ગયાં... “
“કાવ્યા મને એવો વિચાર આવ્યો કે તને પ્રેમ કરીને મેં કોઇ ગુનો નથી કર્યો ને ? તારાં પાપાને એવું તો નહીં થાય ને કે મેં તને મારી પ્રેમજાળમાં ફસાવી.. હું લાભ ઉઠાવી રહ્યો છું હું એવું કશું નથી કરી રહ્યો.. હું તો એવું વિચારી રહ્યો છું કે તારા પાપાનો બોજ ના બનું ક્યાંક જતો રહું મારી જીંદગી સેંટલ કરીને પછી તારો હાથ માંગવા આવું. મારાં જીવનમાં બધી અનિશ્ચિન્તતાંઓ છે તને હું શું સુખ આપીશ ? તારી જ્ઞાતિમાં કંઇક સારાં ધનવાન કુટુંબના છોકરાં હશે હું માં વિનાનો બાપ ક્યાં છે એ ખબર નથી એવો અનાથ.”. એવું બોલતાં બોલતાં કલરવ હીબકે ચઢ્યો...
કાવ્યાએ કલરવને પોતાનો તરફ ખેંચ્યો એનું માથું ખભે લઇ લીધું. એનાં બરડે હાથ ફેરવતાં બોલી “કેમ આટલો લાગણીશીલ થઇને ખોટું ખોટું વિચારે છે ? શા માટે તને અનાથ સમજે છે ? તારાં પાપા મળીજ જશે. મારાં પાપાનાં ખાસ છે પાપાએ પોતેજ તને બોલાવ્યો છે તને શોધવા માટે.... આમ લાગણીશીલ થઇને ઓછું ના લાવ... તેં મને નથી ફસાવી તારી પ્રેમ જાળમાં હુંજ ફસાઇ ગઇ છું જાતેજ.... તું છેજ એવો કલરવ....”
“ફરીથી આવું ક્યારેય ના વિચારતો.. ક્યારેક આવી ગુનાની લાગણી ના અનુભવતો હુંજ પાપાને કહીશ જ્યારે ત્યારે મારાં લગ્ન વિશે વિચારશે પૂછશે ત્યારે કે મને તું પસંદ છે પરણીશ તો કલરવ સાથેજ નહીંતર લગ્નજ નહીં કરું.. “
કલરવ કાવ્યાને વળગી ગયો અને બોલ્યો “કાવ્યા મેં તને પ્રથમવાર જોઇ ત્યારેજ મને ખબર નથી શું થયું બસ તારાં પ્રેમમાંજ પડી ગયો પ્રથમ નજરનો પ્રેમ બસ તારાંથી જ કાવ્યા. હું પણ તારો હાથ માંગતાં પહેલાં મારાં પગ પર ઉભો રહીશ ક્યાંય ઉણો નહીં ઉતરું એ નક્કી સમજજે. “
કલરવ અને કાવ્યા બંન્ને એકબીજાને વળગીને પોતાની મનની વાતો કહી રહેલાં.. કલરવે કાવ્યાને કહ્યું “તું અહીં હીંચકા પર બેસ હું અહીં તારી સામે જોતો નીરે બેસીને તને હીંચકા હીંચુ.. મને ખુબજ આનંદ મળશે. તું મારો વ્હાલો જીવ છે તું બેસ.”. એમ કહી એને હીંચકે બેસાડી એ નીચે ફલોર પર બેસી ગયો અને હીંચકા હીંચવા લાગ્યો.
**************
વિજય ભાવાવેશમાં ભાઉ સામે જોઇ રહેલો પછી એણે કહ્યું “રાજુ સુમનને લઇને આવ અહીં... “ રાજુએ કહ્યું “હમણાં આવ્યો બોસ વિજયનાં અચાનક શીપ, પર આવવાથી બધાં સતર્ક થઇ ગયાં હતાં.. સુમન ખારવાઓ સાથે વાતોમાં હતો બધાએ એને ભાણા શેઠ કહીને વધાવી લીધો હતો સુમન આવ્યો એવો બધુ અવલોકન કરી જાણે અભ્યાસમાં પડી ગયો હતો.
રામુએ કેબીન પાસેથી પસાર થતાં જોયું દોલત અને રેખા બંન્ને કેબીનિની અંદર પહોચેલાં બારી બારણાં ખુલ્લાં હતાં ખૂબ જોરમાં પવન વાઇ રહેલો. ભૂપત ખારવાઓ જોડે જતો રહેલો એ મનમાં ને મનમાં વિચાર ભયમાં પડેલો.
રાજુએ કહ્યું “સુમન આવ બોસ બોલાવે છે” અને સુમન ઉત્સાહથી આગળ વધ્યો વિશાળ શીપ પર ચાલ્તો ચાલતો એ વિજય અને ભાઉ બેઠાં હતાં ત્યાં આવ્યો.
વિજયે સુમન તરફ હાથ ફેલાવીને કહ્યું “ભાઉ આ મારો એકનો એક ભાણો સુમન હવે એ તમારાં હાથ નીચે તૈયાર થશે કામ કરશે અને બને એટલાં ઝડપથી બધી રીતે તૈયાર કરો હું એને કાલે અહીં...”. ત્યાં સુમન બોલ્યો..

વધુ આવતા અંકે ---- પ્રકરણ-75