પ્રકરણ-71
રેખા અને ભૂપતનાં સંવાદ ચાલી રહેલાં... બીજી બાજુ ભાઉ અને દોલત એમની મસ્તીનાં ઘૂંટ પી રહેલાં. સાંજની લાલી ધીમે ધીમે ધેરાઇને રાતનાં અંધકારમાં પરિવર્તિત થઇ રહી હતી... વાતાવરણ અને જળ બધું શાંત થવા લાગ્યું હતું કુદરત એની કરિશ્મા બતાવી રહી હતી. દોલતની સામે થોડીવાર જોઇ રહીને ભાઊ બોલ્યાં.. “એય દોલત.. તું તો આ શરાબનાં ઘૂંટ મારતો મારતો શાંત થઇ ગયો પણ જો ને આ કુદરતનો ક્રમ...”
દોલત થોડી વિસ્મયતાથી ભાઉની સામે જોઇ રહ્યો... ભાઉએ આગળ કીધુ. “કુદરત સવારે ઉષ્મા, શક્તિ આપે કામકાજ કરવા બળ ઉત્સાહ આપે સાંજ પડતાં પડતાં શ્રમનો આરામ આપે. સાંજ પછીતો રાત્રીની શીતળતા શાંતિ અને ...” દોલતથી ના રહેવાયું એ વચમાંજ બોલી ઉઠ્યો "ભાઉ આજે આમ કુદરતની વાતો કેમ કરો ? આ શીપ ઉપરતો આવી કેટલીયે સવાર-સાંજ-રાત્રી પસાર થઇ ગઇ એમાં નવું શું છે ?”
ભાઉ પોતાની જગ્યાએ ટટ્ટાર થયાં.. એમની મોટી મોટી આંખોને પૂરી ખોલી નાંખી અને કહ્યું “દોલત... ફરક એટલોજ છે કે રોજ દિવસ-સાંજ રાત્રી થાય છે પણ આજની અનોખી છે કારણ.... સવારે વહેલાં ઉઠી તારામાં કોઈ ઉષ્મા આવી પછી શક્તિ... તું શીપ પરથી બહાર ક્યાંક નીકળી ગયો તારાં કામ પતાવી સાંજે શીપ પર આવી ગયો....”
દોલત વધુ આશ્ચર્ય સાથે ભાઉને સાંભળી રહ્યો.... અંદરને અંદર થોડો થથર્યો પણ શાંત રહ્યો. ભાઉને આગળ સાંભળ્યાં ભાઉએ કહ્યું “સાંજ નિરાળી બનાવવા મેં ડ્રીંક માંગ્યુ. તારી સાથે બેઠો... ત્યાં નીચે અંદર શીપમાં... બીજા બે જણાં ચૂપચાપ ડ્રીંક લઇ રહ્યાં છે એમની તરસ સંતોષી રહ્યાં છે હું બધુંજ ચૂપચાપ જોઇ રહ્યો છું. સમજી રહ્યો છું... તને મારે એક વાત કહેવી છે... પણ આજે નહીં પછી ક્યારેક...”
દોલતે તરતજ કહ્યું. "ભાઉ... ભાઉ... કહી નાંખોને શું કહેવું છે ? આમ અધુરુ ના મૂકશો હવે મને જાણ્યા વિના ચેન નહીં પડે..”. ભાઉએ કહ્યું "તારે પૂછવાની જરૃર નહીં પડે તને એનો જવાબ અને સમજણ બંન્ને મળી જશે.” એમ કહી હસ્યાં.. દોલત મનમાં ને મનમાં ગણગણ્યો.... આ ભાઉ આવાં કદાવર ના હોત તો મેં એમને ક્યારનાં.... ત્યાં ભાઉએ કહ્યું.
“તારે આકળા થવાની જરૂર નથી થોડી ધીરજ રાખે કોઈ આડાં અવળાં.. અળવિતરાં વિચાર આવતાં હોય તો દબાવી દેજે ક્યાંક બળતાંમાં ધી ના હોમાય જાય. ચાલ ચાલ પેગ બનાવ...”
દોલત સવેળા સમજી ગયો કે ધીરજ રાખવામાંજ માલ છે ભાઉને પહોંચી નહીં વળાય. પણ શું વાત છે એ જાણવી તો પડશેજ એમ વિચારી પેગ બનાવવા લાગ્યો.
આ બાજુ નીચેની કેબીનમાં ભૂપત અને રેખા ડ્રીંક લઇ રહ્યાં હતાં અંધારુ બધે છવાઇ ચૂક્યુ હતું પણ એ લોકોએ એક લાઇટ ચાલુ નહોતી કરી... રેખાને વ્હીસ્કી ચઢી રહી હતી બેકાબૂ થવા લાગી હતી એ ભૂપતની સાવ નજીક આવી ગઇ એણે કહ્યું “એય ભૂપત મેં તને ડ્રીંકમાં કંપની આપી.. તું મને મારામાં કંપની આપને...” એમ કહી એણે ભૂપતને પોતાની તરફ ખેંચ્યો...
ભૂપતે કહ્યું “રેખા થોડી કાબૂમાં રહે.. અહીં શીપ પર બધાં હાજર છે. ભાઉ છે દોલત પણ આવી ગયો છે હમણાં ખારવો આવશે જમવાનું કહેવાં.. વળી બોસ આવી ગયા છે દમણમાંજ છે ગમે ત્યારે શીપ પર આવી શકે છે. તું એક કામ કર લીંબુ અને મીઠું ચાટી આવ અને બહાર ખૂલ્લામાં બેસ.”
રેખાએ કહ્યું “એય મર્દ થઇને આટલો ડરે છે કેમ ? હું ક્યાં કોઇની પરણેતર છું કે કોઇની ખરીદેલી છું ? મારે મારું જોવાનું છે આમ ચઢતાં ઉભરાને ઠાર નહી... આવીજા” એમ કહીને રીતસર ભૂપત પર એની જાત નાંખી...
ભૂપતે બેલેન્સ ગુમાવ્યું અને ફલોર પર ચતોપાટ પડ્યો રેખા એના ઉપર સવાર થઇ ગઇ એવી રીતે બેઠી કે ભૂપતનાં હોશ ના રહ્યાં. દારૂતો બંન્ને ને ચઢી હતી ઉપરથી રાત્રી અને ઠંડો પવન બંન્ને જણાં શાણી વાતો કરતાં કરતાં બહેંકવા માંડ્યા હતાં. રેખાનાં બધે સ્પર્શથી ભૂપત પણ ભાન ભૂલવા માંડ્યો હતો એ ઉત્તેજીત થવા લાગ્યો હતો... એણે રેખાને પોતાની ઉપર લીધી એનાં ફરતે હાથ વીંટાળી દીધાં.
રેખા એનો ઉન્માદ અને ઉત્તેજના વધારી રહી હતી એનાં અંગ અંગને સ્પર્શ કરવા માંડી હતી એની કેબીનમાં આહ.. ઊંહ... નાં સ્પષ્ટ આરપાર અવાજ આવવા લાગ્યા ભૂપત હવે જાણે બહારવટીયો થઇને લૂંટવાનું હોય એમ રેખાને પકડીને ચૂમવા માંડ્યો હતો એનાં બંન્ને હાથ રેખાનાં ઉભાર અને પયોધરને ચોળવા માંડ્યો હતો બંન્ને જણાની ઉત્તેજના ઉત્તરોત્તર વધતી જતી હતી બંન્નેનાં ચહેરાં એકબીજાને ચૂમવાથી ચાટવાથી લાળ વાળાં થઇ ગયાં હતાં. એમને વધુને વધુ જોશ ચઢી રહ્યો હતો...
રેખાએતો ઉત્તેજના સાથેજ એનાં કપડાં ઉતારી નાંખેલાં.. ભૂપતનાં એ ઉતારી રહી હતી.. ઉત્તેજીત ભૂપત જલ્દી કર જલ્દી કર.. રહેવાતું નથી એવું બબડી રહેલો બંન્ને જણાં પરાકાષ્ઠા આંબી ચૂક્યાં હતાં બંન્નેનાં તન એકબીજામાં પરોવી ચૂક્યાં હતાં. શરીર ધક્કે ચઢેલું હવે ધીમે ધીમે શાંત થઇ રહેલું.. રેખાએ કહ્યું “ભૂપત શું સુખ આજે મળ્યું છે વાહ બધી તરસ મીટી ગઇ છે મારી પણ.....”
ભૂપતે કહ્યું... “પણ એટલે ? સંતોષ મને પણ એટલોજ છે આજે મને સુખ આનંદ સાથે આરામ મળી ગયો પણ.. શું કહેતા અટકી ? હવે ધીમે રહીને બહાર નીકળી જઇએ. ઉભી થઉ તારાં ઉપરથી..”
રેખાએ કહ્યું “શું ઉતાવળ છે ? પડ્યો રહે ને... મને ગમે છે આટલી ક્ષણોનો સંતોષ અને આનંદ મારો ખૂબ ગમતો છે”. ભૂપત હળવેથી ઉભો થયો બધુ સરખું કરી કપડાં પહેરવાં લાગ્યો. રેખાએ કહ્યું “હું તો થોડીવાર આમજ પડી રહીશ મને સારુ લાગે છે ઠંડો ઠંડો દરિયાનો પવન વાય છે”.
શીપ પર ગ્લાસ પડવાનો અવાજ આવ્યો એ સાંભળી ભૂપત કેબીનમાં બીજા દરવાજેથી બહાર તરફ દોડી ગયો એણે અવાજની દિશામાં જોયું અને મનોમન બબડયો... હું સમયસર બહાર નીકળી ગયો નહીંતર.. આગળની કલ્પના કરીનેજ થથરી ગયો.
ભાઉ અને દોલત પણ પીતાં પીતાં ઉભા થયાં.. ભાઉની નજર આવનાર આંગુતક પર પડી.. પછી એમણે દોલતની સામે જોયું... દોલતની આંખોમાં ભાવ એવો હતો કે એને જાણે કશી ખબર નથી.. ખારવાઓ દોડતાં ઉપર તરફ આવી રહેલાં. ભૂપતે એક નજર કેબીનમાં કરી અને ધીમેથી કહ્યું “તું કપડાં પહેરી લે... બહાર આવીને જો કોણ આવ્યું છે ?”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-72