Sadina Bhamasha TATA in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | સદીના ભામાશા ટાટા

Featured Books
Categories
Share

સદીના ભામાશા ટાટા

સદીના ભામાશા
ગુજરાતના નવસારીના સહુથી મોટા ઉદ્યોગપતિ અને ખાસ તો સદીના સહુથી મોટા દાનવીર કે જેને ભામાશાનું બિરુદ મળ્યું છે એવા જમશેદજી ટાટાની આજે પુણ્ય તિથિ છે.
જમશેદજી ટાટા એ ટાટા ગ્રુપની સ્થાપના કરી હતી. 3 માર્ચ 1839ના રોજ ગુજરાતના નવસારીમાં જન્મેલા ટાટાએ જ દેશમાં પહેલી કાર ખરીદી હતી. જમશેદજી એ જ વ્યક્તિ હતા, જેમણે ભારતને બિઝનેસ શીખવ્યો હતો.એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે
હુરુંન રિસર્ચ એન્ડ એડલગીવ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડેલ યાદી મુજબ ૧૮૯૨થી 102.4 અબજ ડોલર (આશરે ૭.૬૦ લાખ કરોડ )ના દાન સાથે ટાટા સન્સ વિશ્વના સહુથી પ્રથમ નંબરના દાનવીર બની રહ્યા છે.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે બહોળા પ્રમાણમાં ખર્ચ કરનાર જમશેદજી વિશ્વના સહુથી મોટા ભામાશા દાનવીર કહેવાય છે.
અંગ્રેજ લેખક પીટર કેસીના પુસ્તક ‘સ્ટોરી ઓફ ટાટા’ અનુસાર, ટાટા પરિવાર શરૂઆતમાં અફીણનો વેપાર કરતો હતો. જો કે તે સમયે ચીનથી અફીણનો આ વેપાર કાયદેસર હતો. જમશેદજીએ જ આ પરિવારને અફીણના વ્યવસાયમાંથી બહાર કાઢીને એક મોટા બિઝનેસ એમ્પાયરમાં ફેરવ્યું. સમય જતા ટાટા પરિવાર એટલું આગળ વધી ગયું કે તે સરકારને પણ લોન આપી શકે તેમ હતું
ટાટા પરિવાર ગુજરાતના નવસારીના છે. 18મી સદીના શરૂઆતના વર્ષોમાં જમશેદજીના પિતા નુસરવાનજી ટાટા ત્યાં તેમનો વ્યવસાય કરતા હતા. જ્યારે અંગ્રેજોએ મુંબઈ શહેર વસાવવાનું શરૂ કર્યું ત્યારે નફો કમાવવા માટે નુસરવાનજી નવસારીથી મુંબઈ આવ્યા હતા. અંગ્રેજોને ઉદ્યોગપતિઓની જરૂર હતી અને નુસરવાનજી વેપાર કરતા હતા. આ કારણે નુસરવાનજીએ મુંબઈમાં જ રહેવાનું મન બનાવી લીધું. બીજી તરફ જમશેદજી નવસારીમાં જ પોતાનો પ્રારંભિક અભ્યાસ કરી રહ્યા હતા.
ટાટા ગ્રુપ પર ઘણા પુસ્તકો લખાયા. નુસરવાનજી એક કુશળ વેપારી હતા. મુંબઈ આવતા પહેલા તેમણે ગુજરાતમાં પોતાનો ટ્રેડિંગનો બિઝનેસ ફેલાવ્યો હતો. આ 1850નો સમયગાળો હતો. આખી દુનિયામાં પોતાનું સામ્રાજ્ય બનાવવા માટે પશ્ચિમી દેશો મચી પડ્યા હતા. યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોના દર્દને દૂર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ અફીણનો હતો.
નવસારીમાં પ્રારંભિક અભ્યાસ પૂરો કરીને જમશેદજી 13 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા. 17 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની ‘એલ્ફિન્સ્ટન કોલેજમાં’ પ્રવેશ મેળવ્યો હતો. અહીં તેમણે ટોપર તરીકે ડિગ્રી પૂર્ણ કરી. તે પછી તેઓ પિતાના બિઝનેસમાં લાગી ગયા.જમશેદજી ટાટા શરૂઆતમાં તેમના પિતાના વ્યવસાયમાં જોડાયા અને 29 વર્ષની ઉંમરે પોતાની કંપની શરૂ કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જમશેદજીને શરૂઆતના બિઝનેસમાં નિષ્ફળતા મળી હતી. અફીણના ધંધામાં પણ, જે તે જમાનામાં સૌથી નફાકારક ધંધો ગણાતો હતો. આ દરમિયાન તેમણે ઘણા દેશોની મુલાકાત પણ લીધી હતી. તેમને બ્રિટનમાં કોટન મિલની ક્ષમતા વિશે જાણકારી મળી. ભારત પાછા આવ્યા પછી જમશેદજીએ એક તેલની મિલ ખરીદી અને તેને કોટન મિલમાં ફેરવી. એ મિલ ચાલી તો જમશેદજીએ તેને ભારે નફામાં વેંચી નાખી.જમશેદજીએ કોટનના વ્યવસાયની શક્યતાને ઓળખી લીધી હતી. તેથી મિલમાંથી મળેલા નાણાંથી તેમણે 1874માં નાગપુરમાં એક કોટન મિલ ખોલી. આ બિઝનેસ પણ ચાલી ગયો. જેને પાછળથી 'ઈમ્પ્રેસ મિલ' નામ આપવામાં આવ્યું.આ પછી જમશેદજીએ 4 મોટા પ્રોજેક્ટ હાથ ધર્યા. જેમાં એક સ્ટીલ કંપની, એક વર્લ્ડ ક્લાસ હોટેલ, શૈક્ષણિક સંસ્થા અને એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમની પાછળ જમશેદજીનો વિચાર ભારતને આત્મનિર્ભર દેશ બનાવવાનો હતો. જોકે, તેમના જીવનમાં માત્ર એક જ પ્રોજેક્ટ પૂર્ણ થઈ શક્યો, તે હોટેલ તાજનો. જે વિશ્વ કક્ષાની હોટલ હતી. પાછળથી તેમનું સપનું ટાટાની અનુગામી પેઢીઓએ સાકાર કર્યું. આ 4 પ્રોજેક્ટના કારણે ટાટા ગ્રુપનો ઈન્ડિયા બિઝનેસ સ્ટેટસ બની ગયો. તેમની સફળતાઓએ ભારતને પ્રથમ વખત ઔદ્યોગિક રીતે આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન પણ આપ્યું.
૧૯ મે ૧૯૦૪ ના જર્મનમાં ૬૫ વર્ષની વયે દુનિયા છોડનાર ભારતના ઉદ્યોગોના પાયા કહી શકાય એવા મહાન ઉદ્યોગપતિને તેમની પુણ્યતિથિએ શત શત વંદન.