Prem Samaadhi - 70 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ -70

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ -70

પ્રેમ સમાધિ -70

સાંજની વેળા આવી ગઇ.. સાગર સમ્રાટ શાંત છે... દમણનાં ડોક પર લાંગરેલી વિશાળકાય શીપમાં પણ ઠહેરાવ હતો બધુ શાંત... દરેક કર્મચારી.. ખારવા નિરાંત કરીને બેઠાં હતાં નવા હુકમની રાહ જોવાતી હતી છેલ્લાં સાત દિવસથી ખેપ થઈ નહોતી બધાં આરામ સ્વીકારી ઘણાં સમયની દોડધામનો જાણે થાક ઉતારી રહેલાં.
શીપનાં અંદરના ભાગે રામભાઉ એમની કેબીનમાં હતાં તેઓ બહારનાં ભાગમાં આવ્યા શીપનાં આગળનાં ભાગે આવેલી રેલીંગ પકડીને દૂર તરફ જોઇ રહેલાં. હાથમાં સીગરેટ હતી ધીમે ધીમે કસ મારી રહેલાં. દરિયાનાં શાંત મોજાઓને જોઇ વિચારી રહેલાં. દરિયાની અંદર માછલીઓ પાણીની બહાર તરફ આવી પાછી અંદર જતી રહેલી જોઇ રહેલાં.
રેખા ભૂપત સાથે આવી ગયેલી આવી હતી ત્યારથી જાણે છંછેડાયેલી હતી કોઈ સાથે સરખી વાત નહોતી કરી રહેલી ભૂપત આવ્યો ત્યારથી શીપનાં કામમાં લાગી ગયેલો...શીપના મશીન રૂમ-ટુલ્સ રૂમનું બધુ ચેકીંગ કરી રહેલો. નવરાં બેઠેલાં ખારવાઓ પાસે સામાન રાખવાના ભંડકીયાને સાફ કરાવ્યું હતું....
શીપમાં ઉતરતાં અજવાળે પથરાતા અંધારે દોલત આવી ગયો. દોલત આવી પોતાનાં રૂમમાં ગયો કપડાં બદલી ફ્રેશ થયો અને ભાઉ ઉભાં હતાં ત્યાં આવ્યો. ભાઉએ દોલત તરફ નજર કરી અને બોલ્યાં, “દોલત તું ક્યાં હતો હમણાં સુધી ? મેં ભૂપતને પૂછેલું એને પણ કંઇ ખબર નહોતી... સારું છે બોસનો ફોન નહોતો."
દોલતે ભાઉ તરફ જોયું અને હસ્તાં હસતાં બોલ્યો "ભાઉ શું કરું. હમણાંથી કંઇ ખેપ નથી કામ નથી... મારે બાળ બચ્ચા કે ફેમીલી નથી કંટાળેલો... તો ફ્રેશ થવા સીટીમાં ગયેલો થોડો હલ્કો થઇ આવ્યો મજા આવી ગઇ બોસનો મારાં પર પણ ફોન નહોતો."
"ભાઉ હવે ખેપ પર ક્યારે જવાનું છે ? બોસનો કોઇ ઓર્ડર નથી.". ભાઉ કહે "બોસનો ઓર્ડર નથી પણ માછલીનાં ઘણાં ઓર્ડર છે હું બોસ સાથે વાત કરી લઇશ એ હમણાં બંગલે આવ્યાં છે એમની દીકરી આવી છે બંન્ને જણાં ઘણાં સમયે ભેગાં થયાં છે દીકરી માં વિનાની થઇ ગઇ બોસ સાથે ઘણી ટ્રેજેડી થઇ ગઇ છે. પણ કાલે તો શીપ પર કદાચ આવશે બધુ ગોઠવાઇ જશે. આમ પણ સ્ટાફને ઘણાં સમય આરામ નહોતો બધાં પોતપોતાનાં ઘરે જઇ આવ્યા ફેમીલીને મળી આવ્યાં. બોસ બધુ વિચારીનેજ પ્લાન કરતાં હશે."
દોલતે કહ્યું "ભાઉ સાચી વાત છે તમારે કે મારે ફેમીલી નથી આપણેતો દરિયા દેવનાં ખોળે છે હવે જેટલું જીવન છે બોસની જોડેજ કાઢવાનું છે". ભાઉએ તીરછી નજરે દોલત સામે જોયું... થોડીવાર વિચારી રહ્યાં પછી બોલ્યાં... "તું બોલવામાં સ્માર્ટ થઇ ગયો છે. કંઇ નહીં કોઇ સેવકને કહે ડ્રીંકની વ્યવસ્થા કરે અને અહીંજ બધુ મંગાવી લે અહીં ઢળતી સાંજે બેસીને ઘૂંટડાં ભરતાં વાત કરીએ."
દોલતે કહ્યું "ભાઉ આ સરસ વાત કરી હમણાંજ વ્યવસ્થા કરુ છું.,.. ભાઉ બીજું કશું જોઇએ ? બધી વ્યવસ્થા થઇ જશે". ભાઉએ કહ્યું "બીજું કશું નહીં ડ્રીંક અને ચવાણુ મંગાવી લે. ચકના સાથે ડ્રીંક ઘણુ છે. બીજુ બધુ તારાં માટે રાખ્યું".. એમ કહીને હસ્યાં....
દોલત હસતો હસતો ત્યાંથી ગયો. ભાઉએ મોબાઇલ ઉઠાવ્યો અને રીંગ કરી, સામેથી તરતજ ફોન ઊંચકાયો ભાઉએ કહ્યું "હાં બોસ તમારે કેવુ રહ્યું ? ઉભરાટ બધુ જ બરાબર ? દીકરી કેમ છે ? કાલે સવારે શીપ પર આવવાના ? હવે ઘણો આરામ થઇ ગયો ખેપ ગોઠવીશું ને ? માછલીનાં ઘણાં ઓર્ડર છે મારી પાસે... અને બીજી ખાસ વાત..... એમ કહી ધીમેથી વિજય સાથે કોન્ફીડેન્શીયલ વાત કરી... ત્યાં સામેથી દોલત આવતો જોયો એટલે બોલ્યાં" હાં હાં તમે કાલે આવો.. બધું કાલે સેટ થઇ જશે પછી વાત કરુ જય ભોલે" કહીને ફોન મૂક્યો.
દોલત નજીક આવી હસ્તાં હસતાં બોલ્યો.. ભાઉ "આ વેળા કોનો ફોન આવ્યો ?” ભાઉએ કહ્યું "મારી ફેમીલાનો ક્યારેક તો આવે ને ?” એમ કહી હસ્યાં.... ભૂપત થોડીવાર જોઇ રહ્યો પછી બોલ્યો "હાં હાં આવે ફોન ભાઉ ચકનામાં ફરસાણ છે અને મેં કૂકને કંઇક ગરમ બનાવી લાવવા કહ્યું વાતાવરણ મસ્ત છે મજા આવશે....."
ભાઉ અને દોલત ડ્રીંક લેવા બેઠાં... દોલત ભાઉ પાસેથી વાત કરાવવા પ્રયત્ન કરી રહેલો પણ ભાઉ ઠંડા કલેજે માત્ર ડ્રીંક પી રહેલાં... દોલતની અકળામણ વધી રહેલી... આ બાજુ ભૂપત એની રૂમમાં બોટલ ખોલીને બેઠો હતો એણે પણ નાસ્તો મંગાવ્યો હતો ત્યાં રેખા એના રૂમમાં આવી અને બોલી "ભૂપત એકલાં એકલાં પીવા બેસી ગયો ? હું અહીં તારી સાથે નથી આવી ? મને કેમ ના બોલાવી ? મારો પેગ પણ ભર.. મને પણ બધી ભૂખ તરસ.. લાગી છે. પેલા ભાઉ અને દોલત તો એમની દુનિયામાં ખોવાયા છે."
ભૂપતે કહ્યું "રેખા બોસ ગમે ત્યારે અહીં આવી શકે તને શીપ પર એમણેજ મોકલી છે તને ખબર છે ? રાત્રે તું મારાં રૂમમાં પીને રહેલી એમને કદાચ ગંધ આવી ગઈ છે તારાં અને મારાં બંન્નેનાં ધોંડીયા કાઢી નાંખશે તું તો એમની..". પછીનાં શબ્દો ભૂપત ગળી ગયો.
"હાં હાં હું એમની રખાત છું. રાંડ છું મને ખબર છે પણ હું એ માણસ છું મને પણ બધુ જોઇએ છે હું પણ ભૂખી છું હું કોઇનાંથી ડરતી નથી પોતાને જ્યારે જરૂર હોય ત્યારે મને બોલાવે ભોગવે પછી કાઢી મૂકે.. મારી પણ ઇચ્છાઓ જરૂરિયાતો હોય કે નહીં ? મારી જીંદગી.... છોડ પેગ બનાવ... પહેલાં રોઝી હતી હવે હું છું પણ હવે છોકરી પોતાની પાસે બોલાવી મને બંગલેથી તગેડી મૂકી... હું બધું સમજું છું..."
ભૂપત કહે "લે આ પેગ.. પીવા માંડ અને તારાં મનને ઠાર... આમ ગમે તેમ ના બોલ.. એ બોસ છે માલિક છે એવાંજ હોય આપણી ઓકાત શું છે ? તને ખબર છે રેખા ?.....”. એમ કહી મોટો ઘૂંટ ભરીને બોલ્યો "તને એમણે પોતાની પાસે રાખી... સુંવાળો સાથ આપ્યો ભોગવી.. સાચવી.. મોંધી મોંધી ભેટ આપી....પૈસા આપે છે.... તને...". રેખાએ કહ્યું "તો શું નવાઇ કરે છે ? પોતાની ઐયાશી કરે છે વાસના સંતોષે છે..."
ભૂપતે કહ્યું "એય... બે હાથે તાળી વાગે તુંયે ભોગવે છે ને ? વાસના સંતોષે છે ને ? પૈસા વસૂલે છે ને ? નવાઇ કરે છે ? તારી ઓકાત શું હતી અને શું બનાવી દીધી ?”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-71