Ek Hati Kanan.. - 12 in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક હતી કાનન... - 12

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 12)
જેમ આવતી નહોતી રોકી શક્યા ધૈર્યકાન્ત,તેમ જતી પણ ન રોકી શક્યા,કાનન ને.
અચાનક સરૂબેનને લાગ્યું કે નીચે શાંતિ છવાઈ ગઈ છે.તે અને દાદીબા ઝડપથી નીચે આવ્યાં.નીચે આવીને જુએ છે તો ધૈર્યકાન્ત લમણે હાથ દઈને બેઠા હતા અને કાનન ત્યાં ન હતી.
“કાનન ક્યાં?” બન્નેથી એકીસાથે પૂછાઈ ગયું.
“ગઈ,ઘર છોડીને ચાલી ગઈ.”ધૈર્યકાન્ત નો ટૂંકો જવાબ.
જવાબ સાંભળી બન્ને માથે તો જાણે વીજળી પડી.ત્યાં જ દાદાજી એટલે કે ધૈર્યકાન્ત ના પિતા ઘરમાં પ્રવેશ્યા.દાદીબા હવે વિફર્યાં.
“તમારે કારણે મારી કાનન ઘર છોડીને ચાલી ગઈ છે.માત્ર તમારી જીદને કારણે.મારી કાનન ને તમે બાપ-દીકરાએ રસ્તે રઝળતી મૂકી દીધી.કાનનને ઘર છોડવું પડ્યું.છતે મા-બાપે એકલે એકલે પરણવું પડ્યું.એના માટે મારા દીકરા કરતાં તમે જ જવાબદાર છો.દીકરાને લાડકોડમાં ઉછેર્યો,તેની દરેક જીદ પોષી.તેના અહમને પોષ્યો.તેનો બદલો તમને મળવો જોઈતો હતો પણ મળ્યો મારી કાનનને,બિચારી કાનનને.આટલાં વર્ષો પછી મને અફસોસ થાય છે કે હું શા માટે તમને પરણી?”
“અને શરમ આવે છે મને તારી મા હોવા બદલ.”દાદીબાએ ધૈર્યકાન્ત ને પણ ચોપડાવ્યું.
દાદાજી ફરવા ગયા હતા એટલે તેને પાછળ શું થયું તેનો ખ્યાલ જ ન હતો.પત્નીના ઓચિંતા હુમલાથી તેઓ ડઘાઈ ગયા હતા.આટલા લાંબા દાંપત્યજીવન માં પહેલીવાર પત્નીનું આવું સ્વરૂપ જોવા મળ્યું હતું.દાદીબાએ ધૈર્યકાન્ત સામે ફરીને આગળ ચલાવ્યું.
“તને ઓરમાન મા જેવું ન લાગે એટલા માટે મેં અને દાદાજીએ તને લાડકોડમાં ઉછેર્યો.જ્યાં કહેવાનું હતું ત્યાં ન કહ્યું.વારવાની જરૂર હતી ત્યાં વાર્યો નહીં અને તારી હર એક જીદ પોષી.તેનો મને અફસોસ થાય છે,આજે પહેલીવાર અફસોસ થાય છે.”
કાનનના ભાઈના મૃત્યુ પછી ધૈર્યકાન્તનું બદલાયેલું વર્તન દાદીબાને એટલી હદે અસર કરી ગયું કે પોતાના પતિ સાથે ના સંબંધો પણ ખાટા થઇ ગયા હતા.દાદીબા પોતાના દીકરાના ખોટા ઉછેર માટે પોતાના પતિને જ જવાબદાર માનતા. અને એટલે જ કાનન ગોંડલ ભણતી ત્યારે દાદી-પૌત્રી ગોંડલ રહેતા અને દાદાજી મોટે ભાગે માંડવી રહે એવું જ કરતાં.સરૂબેન પણ દાદાજીને એટલે કે સસરાને એટલા માટે જ સાચવતાં કે ગોંડલ માં બન્ને ને શાંતિ. કાનન નાની હતી ત્યારે દાદીબાનું રમકડું હતી અને મોટી થતાં બની ગઈ હતી બહેનપણી.
આજનો દિવસ જાણે ધૈર્યકાન્ત માટે નહોતો ઉગ્યો.કાનન પછી દાદીબા અને હવે પોતાની પત્ની જવાબ માગી રહી હતી.
“તમે કાનનને રોકી કેમ નહીં?ના જ પાડવી હતી તો સમજાવટથી કહેવું હતું.સાંજે જવા પણ કહી શક્યા હોત,અરે અમને બોલાવી શકયા હોત ને,
ક્યાં ગઈ હશે અત્યારે તે એકલી?
કેવા માણસ છો તમે?તમે તો બાપ છો કે .....”
સરૂબેન છેલ્લા શબ્દો ભલે ગળી ગયાં પણ ધૈર્યકાન્તે ઊંચું જોયું અને પત્નીનું જે રૂપ જોયું તે જોઇને ડઘાઈ જ ગયા.આટલા વર્ષના દાંપત્યજીવન માં પહેલી વાર પત્નીના ગુસ્સાનો અનુભવ કરી રહ્યા હતા ધૈર્યકાન્ત.
ધૈર્યકાન્ત માટે ચૂપ રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.સરૂબેને આગળ ચલાવ્યું.
“અત્યાર સુધી તમે દરેક વખતે તમારું ધાર્યું જ કર્યુઁ છે.મેં તમને ટેકો પણ આપ્યો છે.મેં નોકરી છોડી તમારા કહેવાથી.બસ એક જ કારણથી કે ઘર સચવાય,તમે સચવાઈ જાવ અને તમારો સ્વભાવ કંઈક અંશે સુધરે.દાદીબાએ બધું જણાવ્યા છતાં અને મારાં કુટુંબીજનોની અનિચ્છા છતાં પણ મેં તમારી સાથે લગ્ન કર્યાં.”
“પણ શું બદલો મળ્યો મને?શું પામી હું? બદલામાં તમારી જીદ,તમારો ગુસ્સો અને તમારાં અપમાન સિવાય કશું જ પામી નથી હું.આજે મને લાગે છે કે મારું બધું જ બલિદાન એળે ગયું છે.મારા સારાપણાનો બદલો આપવાનો તો બાજુએ રહ્યો પણ માત્ર અને માત્ર ગેરફાયદો જ ઉઠાવ્યો છે તમે.”
સ્ત્રી શક્તિનો તાપ પહેલી વાર અનુભવી રહ્યા હતા ધૈર્યકાન્ત અને તેના પિતા.સરૂબેને આગળ ચલાવ્યું.
“શું તમે એમ માનો છો કે અમે તમને અત્યાર સુધી દરેક વખતે આપેલો સાથ હૃદયપૂર્વક નો હતો?હરગીઝ નહીં.તમને સાથ આપવાનું એકમાત્ર કારણ એટલું જ કે તમારા સ્વભાવને કારણે તમે બધેથી એકલા પડી રહ્યા છો,પડી ગયા છો.તમને હૂંફ આપવા કે જેથી તમારો સ્વભાવ સુધરે નહીં તો કંઈ નહીં,વધારે બગડતો તો અટકી જાય.”
સરૂબેને થોડી વાર અટકીને આગળ ચલાવ્યું.
“પરંતુ આજે એ બધું જ મને નિરર્થક લાગે છે.મેં મારી દીકરીની લાગણીનો જરા પણ વિચાર કર્યા વિના તમને આપેલા સાથની,આંધળા સાથની શરમ આવે છે.યાદ રાખજો,મારી કાનનને કંઈ પણ થયું છે તો તેની જવાબદારી માત્ર અને માત્ર તમારી હશે અને તમારે દીકરી સાથે પત્ની પણ ગુમાવવાના દિવસો આવશે.”
આટલું બોલી સરૂબેન અને દાદીબા રૂમ છોડી સડસડાટ ચાલ્યાં ગયાં.પાછળ રહી ગયા એકલા અટૂલા ધૈર્યકાન્ત.દાદાજી તો આજનું બન્ને રણચંડીઓનું સ્વરૂપ જોઇને ક્યારનાય સરકી ગયા હતા.ધૈર્યકાન્તે અનુભવ્યું કે આજ સુધી મળતો સાથ,ભલે કમને,પણ આજે પૂરો થયો.
સરૂબેન રડ્યાં.ખૂબ રડ્યાં.કાનનની યાદે એને ખૂબ રડાવ્યાં.દીકરીને સાસરે વળાવ્યા ની લાગણી અનુભવી.કાનન તેની પુત્રી કરતાં સહેલી વિશેષ હતી,સહારો તો એનાથી પણ વિશેષ હતી.
કાનન હંમેશાં મમ્મીને કહેતી.
“તું આવી લાચાર સ્થિતિમાં કેમ રહી શકે છે?બસ પપ્પાની લાગણીઓનું ધ્યાન રાખવાનું,અનુકૂળતાઓનો ખ્યાલ રાખવાનો અને જીદ્દ પોષવાની. અને બદલામાં મળે શું? પપ્પાનો ગુસ્સો અને અપમાન.આટઆટલું કરવા છતાં પણ પપ્પાએ ક્યારેય નથી તારી લાગણીઓને સમજવાની કોશિશ કરી કે નથી તને સાંભળવાની કોશિશ કરી.તારી ઈચ્છાઓનું શું,તારાં અરમાનોનું શું? હું પપ્પાને છોડી દેવાનું નથી કહેતી પણ તારો અવાજ તો કશુંક હોવો જોઈએ ને.”
“યાદ રાખ મમ્મી,જયારે પોતાના પ્રિયપાત્ર તરફથી કશું નથી મળતું ને તો તેની વેદના પણ અસહ્ય હોય છે.તે આપણને અંદરથી ને અંદરથી કોરી ખાતી હોય છે.આ વેદના પહેલાં માનસિક રીતે અને પછી શારીરિક રીતે જિંદગીને ખોખલી બનાવી દે છે.”
એકવાર તો કાનને ત્યાં સુધી કહી દીધેલું.
“જયારે માગવાથી ન મળે ત્યારે છીનવી લેતાં પણ અચકાવું ન જોઈએ.વેદનાને સહન કરવા કરતાં,ઘૂંટવા કરતાં તો દરરોજની તડાફડી વધુ સારી,કમસેકમ મન તો હળવું થઇ જાય.”
કાનનની વાતો અત્યારે અક્ષરશ: સાચી લાગતી હતી.કાનનના વિચારોએ કે કાનનના પગલાં એ જોશ ચડાવ્યું હોય તેમ સરૂબેન એ પહેલું કામ ગોંડલ પોતાના ભાઈને ફોન કરવાનું કર્યું અને પતિની હાજરીમાં જ અહીના બનાવથી વાકેફ કરી કાનન ગોંડલ આવે એટલે તરત જણાવવા તાકીદ પણ કરી.
મનન ની ઉંઘ પણ હરામ થઇ ગઈ હતી.કાનન જે રીતે ગઈ હતી,એકલી ગઈ હતી તેનાથી તે ખૂબ જ ચિંતિત હતો.જો કે મનન પોતાને સાથે ન રાખવાનું કારણ પણ જાણતો હતો.કાનન, મનન નું અપમાન સહન કરવાના મૂડમાં લગીરે ન હતી.
મનને જયારે કાનન પોતાના પપ્પાને મનાવવા બે દિવસ માંડવી જવા માગે છે તે મુજબની વાત કરી ત્યારે તેનાં માતા-પિતાને પણ એ વાત અજુગતી લાગી હતી.ભલે મંજૂરી આપી દીધી હતી પણ કમને આપી હતી તે પણ મનન સમજી ગયો હતો.મનનને હવે કાનનની ભાવિ જીવનની,ખાસ કરીને તેનાં સાસરાં પક્ષ તરફથી આવનારી પરિસ્થિતિની પણ,ચિંતા થવા લાગી હતી.મનન અંતરથી ઈચ્છતો હતો કે કાનન નો માંડવી નો ધક્કો સફળ બને જેથી સાસરાંમાં તેને ઓશિયાળી જિંદગી ન જીવવી પડે.ચિંતાઓ વચ્ચે ઘેરાયેલા મનને એક એ નિર્ણય પણ કર્યો કે ભવિષ્યમાં ગમે તે સંજોગો ઊભા થાય કાનન ને સાથ આપવો,કાનન નો સાથ ન છોડવો.પોતાના આ નિર્ણયથી મનનને ખૂબ જ ધરપત થઇ અને મોડી મોડી પણ ઊંઘ આવી ગઈ.
આ બાજુ મનન ને ખાલી ચિંતા નહીં ભય પણ પેઠો હતો.શું થશે માંડવીમાં બાપ-દીકરી વચ્ચે કંઈ અજુગતું તો નહીં બન્યું હોય ને?
(ક્રમશ:/શુક્રવારે)