{{{Previously: એક દિવસ અમે બધાં કેન્ટીનમાં બેઠા હતાં કે વિનય આવ્યો, એની સાથે એ વ્યક્તિ હતી, જેની તું વાત કરે છે, જેના વિષે મેં તને ક્યારેય કહ્યું નહતું....પણ આજે હું તને મારાં મનની વાત કહું છું, મૃણાલ...સાંભળ...
હા,મેં ક્યારેક એવાં વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો જે....}}}
શ્રદ્ધા એની વાત આગળ ચાલુ રાખે છે અને કહે છે .....
હા, મેં ક્યારેક એવાં વ્યક્તિ સાથે પ્રેમ કર્યો હતો જે પુરુષની, આભા એવી છે કે તેને જોઈને કોઈપણ તરત મોહિત થઈ જાય. તે હંમેશા straight ઊભો રહે છે, સંપૂર્ણ આત્મવિશ્વાસ અને દયા સાથે, જે તેની ઉત્તમ મુદ્રા દર્શાવે છે. તેના વાળ, ગાઢ કાળા રંગના, અનાયાસે સ્ટાઈલ કરેલા હોય છે, તેના આકર્ષક ચહેરાને સરળતાથી આવરી લે છે.
તેની આંખો, ગાઢ અને તીવ્ર કથ્થાઈ, જાણે વિશ્વના રહસ્યો સાચવતી હોય એમ, બુદ્ધિ અને દયા સાથે ચમકે છે. જ્યારે તે હસે છે, ત્યારે એ જાણે વાદળી વચ્ચે સૂર્ય ચમકે છે, ગરમ અને પ્રકાશમાન, તેના આખા ચહેરાને વધુ આકર્ષક બનાવે છે.
તે નિખાલસ રીતે કપડાં પહેરે છે, જે તેના સુગઠિત શરીરને સરસ રીતે ઉજાગર કરે છે. જયારે પેહલી વખત મેં એને જોયો હતો ત્યારે એને એક ચોખ્ખું સફેદ શર્ટ, કોણી સુધીની સ્લીવ્ઝ વાળેલી, તેના મજબૂત ફોરાર્મ્સ બતાવતી હતી અને સારી રીતે ફિટ થતી પેન્ટ્સ તેની ઉત્તમ choices બતાવતી હતી. મેં તો મનોમન જ એને મારો માની લીધો હતો. એનું નામ સુધ્ધાં પણ હું જાણતી નહતી. એ વિનય સાથે અમને બધાને મળવા માટે આવ્યો હતો અને વિનયે એની ઓળખાણ એના કઝીન ભાઈ કહીને કરાવી હતી . એની પેહલી નજર જયારે મારાં પર પડી અને અમારી આંખો મળી ત્યારે મારું હૃદય એક ધબકાર ચૂકી ગયું હતું અને હું નીચે જોઈ ગયી હતી, એની આંખોના તેજને હું શહી નહોતી શકી..
તેનામાં એક અનાયાસે આકર્ષણ હતું, ક્લાસિક આકર્ષણ અને આધુનિક સોફિસ્ટિકેશનનું મિશ્રણ. જ્યારે તે બોલતો ત્યારે તેનો અવાજ મધુર પણ આદેશાત્મક લાગતો હોય છે, દરેક શબ્દ કાળજીપૂર્વક પસંદ કરેલો અને સૂચક અવાજે બોલતો.
પરંતુ જે સૌથી વધુ આકર્ષક છે તે તેની હાજરી; તે ગરમ અને આમંત્રણ આપતી પણ રહસ્યમય છે. તે એવો વ્યક્તિ છે જેણે વિશ્વ જોયું છે, પરંતુ હજુ પણ સ્થિર અને સંપર્કમાં રહે છે. ( મનમાં : બસ અમારો સંપર્ક નથી રહ્યો હવે )
તેનું હાસ્ય ચેપલક્ષી હોય છે, તેની વાતચીત રસપ્રદ હોય છે, અને તેનું વર્તન એટલું સાચ્ચું અને ધ્યાન આપનારું હોય છે કે કોઈને પણ તેની સાથે તરત જ તેના પ્રેમમાં પાડી દે એવું છે!
તેની સાથે, સમય જાણે અટકી જાય છે, અને આસપાસની દુનિયા પાછળ પડી જાય છે. તે માત્ર સુંદર જ નથી; તે એક વ્યક્તિ છે જેમાં ગુણવત્તા, કરિશ્મા, અને ગહનતા છે, જેને મળવાની પળોમાં જ કોઈને પણ તેના પ્રેમમાં પાડી દે.
એનું નામ વિશ્વાસ, મારો વિશ્વાસ. અને હું એ જ વિશ્વાસની શ્રદ્ધા હતી, પણ હવે ના તો એને મારામાં શ્રદ્ધા છે અને ના મને એના પ્રત્યે વિશ્વાસ. વિનય પાસેથી જાણવા મળ્યું કે એ હવે આ શહેરનો જાણીતો લૉયર બની ગયો છે, એ મને એની મદદ માંગવા માટે કેહતો હતો, પણ મેં ના પાડી. કેમકે એ મને મદદ કરી શકવા સક્ષમ હશે તો પણ નહીં કરે. હું એને, કદાચ એના કરતા પણ બહુ સારી રીતે જાણું છું.
મારા ખુશનસીબ જીવનનું એ રહસ્યમયી ચૅપ્ટર તો ક્યારનું કાઢી નાખવામાં આવ્યું છે ...પણ જે વ્યક્તિને એક ક્ષણ માટે પણ ભૂલવું શક્ય નથી. આજે હું એની જ સમક્ષ જઈ શકતી નથી કે એની પાસે મદદ પણ માંગી શકતી નથી. કેવી રીતે જઈ શકું ? એ એજ વ્યક્તિ છે જેને મેં જ મારી life માંથી ધક્કો મારીને બહાર કાઢેલો. અને બસ એટલું જ કહ્યું હતું કે " આપણે હવે નહીં મળીયે. તું કોશિશ ના કરતો, નહીં તો તું તો શું મને કોઈ જ મળી નહીં શકે! તું મને હંમેશા માટે ખોઈ બેસીસ. એના કરતા better છે કે તું મારાંથી દૂર રહે એકદમ દૂર..એટલો દૂર કે મને તારો એહસાસ પણ ના થાય." અને એ તો ચાલ્યો પણ ગયો, જેમ આવ્યો હતો એમ જ, કંઈ કહ્યા વગર. બસ હું અટકી ગયી.
અને એની સાથે જાણે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. આજે બસ એક જ વાતનો અફસોસ છે, જો એ હોત મારી સાથે તો હું અધૂરી ના હોત. મને તો એના વિષે કંઈ ખબર જ નથી , ક્યાં હતો ? કેવો હતો ? શું કરતો હતો ? મઝા માં હશે કે કેમ ? મને યાદ કરતો હશે કે નહીં ? હું હજી પણ એને એટલી જ ગમતી હોઈશ કે પછી મને નફરત કરતો હશે ? આટલા વર્ષો થઇ ગયા અને મેં ક્યારેય એના વિષે કંઈ પણ જાણવાની કોશિશ પણ નથી કરી !
હા , આજે જયારે જાણ્યું કે હવે આ સિટીનો બહુ જ મોટો લૉયર બની ગયો છે ત્યારે મને થોડું સારું ફીલ થયું!
ખુશી થઈ કે એ અટકી નથી ગયો, તૂટી નથી ગયો ! એને પોતાની જાતને સાચવી લીધી છે અને એક બહુ મોટો માણસ બની ગયો છે જેમ એ હંમેશા ઈચ્છતો હતો એમ જ!
એને લગ્ન કર્યા હશે કે કેમ ? એને બાળકો પણ હશે ? હું એને મળવાની ઈચ્છા કેવી રીતે કરી શકું ? મને હવે ગૂંગળામણ થઈ રહી છે ! એ અહીંયા જ છે અને હું પણ, એક જ સિટીમાં હોવા છતાં હું એને...શ્રદ્ધાની આંખોમાં જે પાણી પોતાને જકડીને સ્થિર હતું એ હવે ધડાધડ બહાર આંસુઓ રૂપે વહેવા લાગ્યું, આખરે એ પોતાની જાતને રોકી ના શકી અને વર્ષોથી અંદર દબાવીને રાખેલા દર્દને વહાવી રહી છે!
મૃણાલ શ્રદ્ધાને સાંત્વના આપે છે અને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. શ્રદ્ધા થોડીવારમાં પોતાની જાતને સંભાળે છે.
મૃણાલ : પણ તમે બંને એકબીજાની નજીક કેવી રીતે આવ્યા? તમે બંને એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડ્યા? અને બધું બરાબર હતું તો તમે અલગ કેમ થયા ? તેં સિદ્ધાર્થ જોડે મેરેજ કરી લીધાં ? એવું તો શું થયું કે બધું અચાનક જ બદલાઈ ગયું ? વિશ્વાસે તને કોન્ટેક્ટ કેમ ના કર્યો ?
આ પ્રશ્નોનાં જવાબ જાણવા વાંચતાં રહો....વિશ્વાસ અને શ્રદ્ધાની અનોખી પ્રેમ કહાની!