Anhad Prem - 12 - Last part in Gujarati Love Stories by Meera Soneji books and stories PDF | અનહદ પ્રેમ - 12 (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

અનહદ પ્રેમ - 12 (છેલ્લો ભાગ)

અનહદ પ્રેમ 💞
પાર્ટ - 12


મે માંડ માંડ રૂપાલીને મિષ્ટીને માનવવા માટે કનવેન્સ કરી. રૂપાલી મિષ્ટીની ખાસમાં ખાસ ફ્રેન્ડ હતી. એટલે કદાચ રૂપાલાની વાત મિષ્ટી માનશે. એ વિચારીને મે જરા હાશકારો અનુભવ્યો. રૂપાલી એ પણ મારા તરફથી મિષ્ટીને મનાવવાનો વાયદો આપ્યો. અને કહ્યું. " હું મારા બનતા બધા પર્યત કરીશ આરવી ને મનાવવાના પણ તમારે એક પ્રોમિસ આપવું પડશે મને.

" શું પ્રોમિસ? મે જરા કુતુહલતાથી પૂછ્યું...

" એ જ કે આજ પછી તમે એને આ બાબતે હેરાન નહીં કરો. તમારા કારણે એની આંખમાં કોઈ આંસુ નાં આવવા જોઈએ" રૂપાલી એ મને પ્રોમિસ લેવડાવતા કહ્યું...

" અરે તમે નિશ્ચિત રહો. હું એની આંખમાં આંસુ જોઇજ નથી શકતો પછી મારા કારણે આંસુ આવવાની વાત તો બઉ જ દૂર રહી. હું પ્રોમિસ આપુ છું તમને બસ." મે તેમને વિશ્વાસ આપવતા કહ્યું..

"તો પછી એક કામ કરો તમે એને સોરી કહેતો એક વિડ્યો બનાવીને મને આપો અને હું એને મોકલી દઈશ. હું આમ તો ઓળખું છું મારી બહેનપણી ને એ બઉ જ લાગણીશીલ છે. માની જશે." રૂપાલી એ તો જાણે મારું ટેન્શન હળવું કરી નાખ્યું.

હું પણ સહેમત થતા બોલ્યો." અરે હા આ તો બઉ જ મસ્ત આઈડિયા છે. એમ પણ મિષ્ટીને વિડિયો બનવાનો ઘણો શોખ છે. કદાચ વિડિયો જોઈને એનું મન પીગળી જાય. બસ એ એક વાર મની જાય એટલે બસ. બીજું મારે કાઈ જોતું જ નથી. પ્રેમ નહીં તો આ જીવન દોસ્ત બનીને તો સાથે રહેશું."

" હા ઠીક છે તો તમે હવે જલ્દી વિડિયો બનાવીને મોકલી દેજો." એમ કહીને રૂપાલી એ ફોન મૂકી દીધો.

વિજય આજે સાંજે આપણને પેલા વાંસળી વાળા દાદા મળ્યા હતા. એ દાદા મને એ જ દિવસે સાંજે પહેલી વાર મળ્યા હતા. મિષ્ટી મારાથી નારાજ હતી એટલે હું ત્યાં ઉદાસ બેઠો હતો અને વિડિયો કંઈ રીતે બનાવું એ વિચારતો હતો. મને આમ ઉદાસ બેઠેલો જોઈને તે મારી પાસે આવ્યા. પહેલા તો થોડી ઓપચરિક વાતો થઈ પછી એ દાદા એ મારું ઉદાસ હોવાનું કારણ પૂછ્યું અને મે જવાબમાં કહ્યું," દાદા મારાથી એક ભૂલ થઈ છે. મારી સૌથી નજીક વ્યક્તિને મારા કારણે દુઃખ પહોંચ્યું છે. મે કેટલી વાર માફી પણ માંગી પણ એ વાત કરવા જ તૈયાર નથી. શું કરું એ નથી સમજાતુ."

"ઓહ અચ્છા એટલે ઉદાસ છે. હવે આમાં તો હું કઈ રીતે તારી મદદ કરી શકું"

દાદાને સાંભળતા જ મને એક વિચાર આવ્યો કે દાદાને જ કહું કે તે મને વિડિયો બનવામાં મદદ કરે. એટલે મેં દાદા ને રિક્વેસ્ટ કરતા કહ્યું,"દાદા મારું એક કામ કરશો? પ્લીઝ"

" હા બેટા કહેને હું તારી શું મદદ કરી શકું" એ મને જાણતા ન હતા છતાં એમણે મને મદદ માટે તરત હા પાડી દીધી.

" દાદા બસ મારે તમારો એક વાસળી વગાડતો વીડિયો બનાવો છે. પછી હું એમાં મારું માફિનામુ એડ કરી દઈશ. શું તમે મારા માટે વાંસળી વગાડશો." મે વિનમ્રતાથી દાદાને કહ્યું.

દાદા પણ મારી વાતથી સહેમત થતાં તરત વિડિયો બનાવવા માટે હા પાડી દીધી. અને એમને તરત વાંસળી વગાડી. અને મે એ મારા મોબાઈલમાં સુટ કરી લીધુ. પછી થોડી વાર આમતેમ વાતો કરીને દાદા ત્યાંથી નીકળી ગયા અને પછી ત્યાં જ બેસીને મારો માફી માંગતો વિડિયો બનાવાયો.

" જોયું મિષ્ટી આ વાસળીના સુરથી વાતાવરણ કેવું ખુશનુમા થઈ ગયું. તને ખબર છે વૃંદાવનમાં ગોપીઓ જ્યારે પણ ઉદાસ રહેતી ને ત્યારે કૃષ્ણ આમ જ વાંસળી વગાડીને ગોપીઓને આનંદિત કરી દેતા હતા. અને ગોપીઓ વાંસળીના સૂર સાંભળીને ખુશીથી નાચી ઉઠતી. બસ એમ જ મારે પણ તારા જીવનની ઉદાસીનતા દૂર કરવાનું કારણ બનીને રહેવું છે. મિષ્ટી મને ખબર છે કે મારાથી ભૂલ થઈ છે.પણ એ ભૂલની સજા આવી તો ન જ હોવી જોઈએ. પ્લીઝ એક વાર મને માફ કરી દે પ્લીઝ. હું પ્રોમિસ કરું છું કે આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય અને હું તને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરીશ તારી આંખમાં ક્યારેય મારા કારણે આંસુ નહીં આવે. પ્રોમિસ" આટલું કહેતા મારા આંખ માંથી આંસુ નીકળીને મારા ગાલ પર સરકી ગયું..

આગળ મારાથી કંઇજ ના બોલ્યું એટલે મે વિડ્યો ત્યાં જ સ્ટોપ કરી દિધો અને તરત ને તરત મારા વિડ્યો સાથે પેલા દાદાનો વાંસળી વગાડતો વીડીયો એડ કરીને રૂપાલીને વોટ્સઅપ માં મોકલી દીધો. રૂપાલી એ પણ તરત એ વિડીયો મિષ્ટીને મોકલી દીધો. મેં ખાસી વાર ત્યાં બેઠા બેઠા વિડીયો ના રીપ્લાય ની રાહ જોઈ પરંતુ કોઈ જવાબ ન આવતા હું નિરાશ થઈને ઘરે જતો રહ્યો.

ઘરે જઈને મેં ફરી રૂપાલીને મેસેજ કરીને પૂછ્યું પરંતુ તેને જવાબમાં કહ્યું કે "મોહિત મિષ્ટીનો હજી કોઈ જવાબ નથી આવ્યો આવશે એટલે કહીશ."

રૂપાલી નો આવો જવાબ સાંભળીને હું એકદમ નિરાશ થઈ ગયો. મારા માટે જાણે મારી આખી દુનિયા મારાથી રૂઠી ગઈ હોય એવું લાગતું હતું. એ દિવસ આખી રાત મે વારેઘડી ફોન જોયા કર્યો. હમણાં જવાબ આવશે એની રાહમાં અંતે થાકીને સવારના ચાર વાગ્યે મારી આખ લાગી ગઈ અને હું સુઈ ગયો.

સવારે ઉઠતાં જ ફોન ચેક કર્યો તો રૂપાલીનો મેસેજ આવેલો હતો. જેમાં લખ્યું હતું કે" મોહિત મિષ્ટીએ તને અનબ્લોક તો કર્યો છે. પણ હજી એ તારાથી નારાજ છે. તું એને મેસેજ કરી શકે છે." મે સામે જવાબ માં થેન્ક્યુનો મેસેજ કરીને તરત મિસ્તીને ફરી સોરીનો મેસેજ કર્યો. મિષ્ટીએ મેસેજ સીન તો કર્યો પણ સામે જવાબ ના આપ્યો. આવી રીતે હું એને રોજ સોરી નો મેસેજ કરતો અને સામે કોઈ રીપ્લાય ના મળતા નિરાશ થઈ જતો. પણ મે હાર ના માની અને અંતે સાત દિવસ પછી એનો સવારના પોહોરમાં ગુડ મોર્નિંગ નો મેસેજ આવ્યો. અને અંતે જાણે કંઈ થયું જ નથી તેવી રીતે મારી સાથે નોર્મલ વાત કરવા લાગી. એ દિવસે મેં ખરેખર હાશકારો અનુભવ્યો.

અચાનક વિજયના ફોનની રીંગ વાગી અને મોહિત તેના ભૂતકાળ માંથી બહાર આવ્યો. વિજયે ફોનની સ્ક્રીન પર જોયું તો દિશાનો ફોન હતો.વિજયે તરત ફોન ઉપાડીને દિશા સાથે વાત કરી. દિશા સાથે વાત કરીને વિજયે તરત મોહિતને કહ્યું," મોહિત દિશાની સગાઈ નક્કી થઈ ગઈ."

" ઓહ શું વાત છે આ દિશાડી તો છુપારુસ્તમ નીકળી ક્યારે નક્કી કર્યું. વાત ચાલતી હતી તો આપણાને કીધું પણ નહીં.ચાલો કાઈ વાંધો નહીં હું તો બહુ ખુશ છું એના માટે" મોહિતે ખુશી દર્શાવતા કહ્યું..

" મોહિત તને ખબર છે દિશા તને" એટલું કહેતાં વિજય અટકી ગયો. અને ત્યાં જ મોહિતના ફોનમાં મેસેજની રીંગ ટોન વાગી. મોહિતે જોયું તો મિષ્ટીનો મેસેજ હતો. મોહિત નાં ચહેરા ઉપર તો ખુશીનું મોજુ ફરી વળ્યુ.

" વિજય મિષ્ટીનો મેસેજ આવી ગયો. લાગે છે બર્થડે પાર્ટી કરીને આવી ગઈ. હું જાવ છું હવે રૂમમાં એને પેલો વિડિયો મોકલી દવ. મિષ્ટી એકદમ ખુશ થઈ જશે." આટલું કહેતા મોહિત રૂમમાં જતો રહ્યો અને વિજયની વાત અધૂરી રહી ગઈ.

મોહિતે તરત મિષ્ટીનાં મેસેજનો જવાબ આપ્યો," કેવી રહી તારી બર્થડે પાર્ટી?"

"એકદમ મસ્ત મોહિત આટલા વરસે મારો બર્થડે બઉ જ મસ્ત ગયો . રૂપાલી, મેઘના બધા આવ્યા હતા. રૂપાલી એ તારી ગિફ્ટ આપી મને બહુ જ મસ્ત છે."

" હજી એક સરપ્રાઈઝ તો બાકી છે મેડમ" મોહિતે એકસાઇટમેન્ટમાં કહ્યું.

"હજી શું સરપ્રાઈઝ છે?" મિષ્ટીએ કુતુહલતાથી પૂછ્યું.

મોહિતે જવાબમાં વિડિયો મોકલી દીધો અને એના મેસેજ નો રાહ જોતો મોબાઈલને તાકતો રહ્યો. થોડીવાર રહીને મિસ્ટિનો જવાબ આવ્યો,"મોહિત ખરેખર શબ્દ નથી મારી પાસે કંઈ કહેવા માટે. વિડ્યો જોઈને આંખ માંથી આસુ આવી ગયા."

" અરે મિષ્ટી રડવાનું નથી આજે તારો બર્થડે છે. પ્લીઝ મને તારી આંખોમાં આંસુ આવે એ નહીં ગમે" મોહિતે મિષ્ટીને સમજાવતા કહ્યું..

" સાચે મોહિત હું બઉ જ નસીબદાર છું કે મને તું મળ્યો. બસ આમ જ મારી સાથે રહેજે જીવનભર. મહાદેવ કરે કે આપની દોસ્તી ક્યારેય ન ટૂટે." મિષ્ટીએ ભાવુક થતા કહ્યું.

" હા મિષ્ટી હું એટલે જ આજે મહાદેવના મંદિરે અભિષેક કરવા ગયો હતો કે મહાદેવ મને તારાથી ક્યારેય અલગ ના કરે. તારાથી દૂર રહીને પણ હંમેશા તારી સાથે જ રહીશ. એક દોસ્ત બનીને તારા દરેક સુખ-દુઃખમાં સાથ આપીશ.ચલ હવે તું સુઈ જા થાકી ગઈ હોઈશ." આટલું કહેતા મોહિતે ગુડ નાઈટ નો મેસેજ કરીને ફોન ઓફ કરી દીધો.

મોહિત એકદમ ભાવુક થઈ ગયો હતો.તેની આંખો માંથી આંસુની ધારા વહી રહી હતી. અને મિષ્ટીના વિચાર કરતા કરતા સુઈ ગયો.

બીજા દિવસે જ્યારે રૂપાલી મિષ્ટીને મળવા આવી ત્યારે મિષ્ટીએ રૂપાલીને એ વિડિયો બતાવ્યો. રૂપાલી વીડિયો જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈને બોલી ઉઠી," શું વાત છે આરવી અત્યારના જમાનામાં આવો અનહદ પ્રેમ મળવો મુશ્કેલ છે. ખરેખર મોહિત તને ખૂબ પ્રેમ કરે છે.

" હા એક છોકરી હંમેશાથી એવું જ ઇરછતી હોય છે કે કોઈ એને હદથી પણ વધારે પ્રેમ કરે. પણ જ્યારે એ છોકરી માંથી એક સ્ત્રી બને છે ત્યારે પોતાની જવાબદારી હેઠળ તેના સપના, તેની ઈચ્છાઓ, એની હસી પણ દબાઈને રહી જાય છે. લગ્ન પછી સ્ત્રી પોતાની જવાબદારીને પેહલા મહત્વ આપે છે. અને પોતાની બધી જ જવાબદારી પ્રેમથી નિભાવે પણ છે. પરંતુ પુરુષ તેને સન્માન અને પ્રેમ આપવાને બદલે ઘરની શોભા વધારવાનો અને પોતાની હવસ પૂરી કરવાનો એક લાગણીહીન સાધન સમજે છે." આટલું કહેતા મિષ્ટીની આંખો ભરાઈ આવી. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

રૂપાલી મિષ્ટીને શાંત પડતા બોલી," હા તું સાચે કહે છે. સ્ત્રી ક્યારેય પોતાની મરજીથી જીવી જ નથી શકતી. લગ્ન પહેલા રાણી જેવી લાગતી લગ્ન પછી નોકરાણી બનીને રહી જાય છે. સ્ત્રી પોતાના પુરુષ પાસેથી અનહદ પ્રેમ અને સન્માનથી વધારે કશું જ નથી માગતી. જ્યારે એને પોતાના જ ઘરમાં એ પ્રેમ કે સન્માન ના મળેને ત્યારે એક સ્ત્રી પોતાની મર્યાદા ઓળંગીને બહાર પ્રેમ શોધતી હોય છે. એક સ્ત્રી અમુક ઉંમરના પડાવે લાગણીના શોધમાં એટલે જ રહે છે કે એને એ દિવસોને જીવવા હોય છે જે જવાબદારી હેઠળ કચળાઈ ગયા હોય છે. મિષ્ટી તું ક્યાંક મોહિતને પ્રેમ તો નથી કરવા લાગી ને?

આ સાંભળતા જ મિષ્ટીની આંખોનું જાણે તેજ વધી ગયું અને રૂપાલીની આંખોમાં આંખો પરોવીને બોલી," હા મોહિતનો અનહદ પ્રેમ જોઈને હું પણ પીગળી ગઈ છું. પણ પરિસ્થિતિ તો તને ખબર છેને કે આ શક્ય છે જ નહીં. એટલે હંમેશા હું આ પ્રેમને મારા દિલમાં દબાવીને રાખીશ. હું મોહિત ને મારા દિલની વાત ક્યારેય નહીં કહું. હું નથી ચાહતી કે એ મારા કારણે પોતાનું જીવન બરબાદ કરી નાખે. અત્યારે એની ઉંમર છે કેરિયર બનાવવાની કંઈક કરીને બતાવવાની. હું હંમેશા એની દોસ્ત એની પ્રેરણા બનીને સાથે રહીશ....

બસ કંઈક આવો જ છે આ અનહદ પ્રેમ. મિષ્ટી અને મોહિત બંને એકબીજાને અનહદ પ્રેમ કરે છે. છતાં પણ સમાજની મર્યાદાનું ભાન રાખીને એકબીજા સાથે દોસ્ત બનીને એકબીજાના દરેક સુખમાં ભાગ લે છે. અને એમાં જ ખુશ છે.

********************************

નમસ્કાર મિત્રો આપ સૌનો ખુબ ખુબ આભાર કે તમે વાર્તા ના અંત સુધી મારી સાથે જોડાયેલા રહ્યા. તમને મારી આ વાર્તા કેવી લાગી એ ચોક્કસથી જણાવજો તમારા અમૂલ્ય પ્રતિભાવ મને હજી પણ વધુ સારું લખવા માટે પ્રેરિત કરશે. દોસ્તો મારી આ વાર્તા હું અહીંયા જ પૂરી કરું છું પરંતુ જો તમે કોઈ સજેશન આપવા માંગતા હોવ કે મારે આ વાર્તા ની બીજી સિઝન ચાલુ કરવી જોઈએ તો ચોક્કસથી જણાવજો.. જય શ્રી કૃષ્ણ 🙏


#Alwyas smile😊❤️
✍🏼Meera soneji
Instagram I'd @alwyassmile_1484