કહાની અબ તક: પાર્થ રિચાને કોલ કરે છે અને બહુ જ બીઝી હોવા છતાં એની સાથે વાત કરે છે. આટલા બીઝી ટાઈમમાં પણ રિચા એણે ખાવા માટે એક હોટેલમાં લઇ જાય છે. થાકને લીધે પાર્થ ટેબલ પર જ માથું ઝૂકાવી દે છે. રિચા પણ એણે પ્રેમને પંપોરવા માગે છે પણ એક ખ્યાલ આવતા એ તુરંત જ માથું ઊંચું કરી લે છે. રિચા એણે ફરિયાદ કરે છે કે પાર્થ વનિતા સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે. વનિતા સાથે નહિ રહે એમ પાર્થ એણે સમજાવે છે. રિચા પાર્થને એનાં હાથથી ખવડાવે છે. વનિતા એ રિચા પહેલાં પાર્થને આઇસ્ક્રીમ ખવડાવી હોય છે એ વાત જાણી રિચા ગુસ્સે થઈ જાય છે. એ વ્યંગ્ય કરતાં કહે છે કે વનિતા એ તો પાર્થને કિસ પણ કરી દીધી હશે તો પાર્થ હા કહે છે તો એ બહુ જ ગુસ્સે થઈ જાય છે. એની એટલી હિમ્મત! એમ કહી એ બહુ જ વિચલિત થઈ જાય છે! પાર્થ એણે કહી દે છે કે પોતે મજાક કરતો હતો અને એણે માથે એક હળવી કિસ કરી લે છે.
રિચા અને પાર્થ બંને જુદા થઈ જાય છે. તેમ છતાં બંને એકમેકની કાળજી રાખે છે. વનિતા ના માધ્યમથી રિચા પાર્થને ખાવા ફરજ પાડે છે. તો વનિતા ત્યારે જ પાર્થને માથે એક કિસ કરી લે છે. રિચા બહુ જ વિચલિત થઈ જાય છે પણ કઈ કરી શકે એમ નહિ! તું ખાઈશ તો જ હું ખાઈશ પાર્થ રિચા ને કહે છે તો એણે એની ઈચ્છા વિરુદ્ધ ખાવું જ પડે છે!
ત્રણ દિવસ બધા પોતપોતાના ઘરે હોય છે. રિચા ની મમ્મીનો કોલ આવે છે કે રિચા ની તબિયત ઠીક નહિ તો પાર્થ પણ ટેન્શન માં આવી જાય છે! પાર્થ એણે ખાવા અને દવા લેવા કહે છે અને બીજા જ દિવસે એનાં ઘરે ચાલ્યો જાય છે. ત્યારે બંને વાત કરે છે તો ખુલાસો થાય છે કે રિચા અને પાર્થ વચ્ચે આ ગલતફેમી ખુદ વનિતા એ જ ઊભી કરી છે! વનિતા પહેલેથી જ પાર્થને ચાહે છે પણ પાર્થ તો રિચા ને લવ કરે છે તો એણે આવું કર્યું હતું!
હવે આગળ: "જો ભૂલ એની પણ નહીં... ભૂલ તો આપણી જ છે ને! આપને જ કોઈ ત્રીજી વ્યક્તિ પર ભરોસો ના કરવો જોઈએ!" પાર્થે કહ્યું અને પાસેના બેડ પર રિચા ને બેસાડી અને પોતે પણ બાજુમાં બેસી ગયો.
"હા, પણ શું કરું યાર! તારી ખુશી મારા માટે બહુ જ મહત્ત્વની છે! બસ તું ખુશ હોવો જોઈએ! ભલેને તું વનિતા સાથે હોય!" રિચા રડતાં રડતાં કહી રહી હતી!
"જો હવે ક્યારેય પણ કોઈની પણ વાતનું યકીન કરતો નહિ!" રિચા એ તાકીદ કરી.
"હા, બસ અફસોસ તો ખાલી એ જ વાતનો છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ વનિતા એ જ મારી સાથે આવું કર્યું!" પાર્થની આંખોમાં પણ આંસુઓ આવી ગયાં હતાં!
"હું પણ એ જ વિચારતી હતી કે વનિતા તારી આટલી નજીક છે તો ક્યારેય એણે તારી સાથે લવ નહિ થયો હોય; પણ, હવે મને જવાબ મળી ગયો! તું છું જ એટલો મસ્ત કે કોઈ પણ તને પ્યાર કરી જ લે!" રિચા એ પાર્થને માથે એક કિસ કરી લીધી.
"બધું જ બરાબર, પણ એણે એવું હશે કે જો આ રિચા ના દિલમાં પાર્થ વિશે થોડી નફરત ભરી દઉં એટલે પાર્થ તો ઓલરેડી મારો જ છે એમ!" પાર્થે સમજાવ્યું.
"હા... પણ એ બેખબર હતી કે આપનો પ્યાર તો એવો છે કે જે આટલી આસાનીથી તોડવા થી તો ના જ તૂટે!" રિચા એ કહ્યું.
"પ્રોમિસ કર, હવે ક્યારેય મારી લાઈફથી દૂર નહિ જા તું!" પાર્થે રિચા ના બંને હાથોને એનાં હાથોમાં લઈ લીધા!
"પ્રોમિસ! હવે ક્યારેય હું તારાથી દૂર નહિ જાઉં! તું પણ પ્રોમિસ કર!" રિચા એ પણ ખુશ થતાં કહ્યું.
"પ્રોમિસ! આઈ લવ યુ, યાર! આઈ લવ યુ સો મચ!" પાર્થે પણ કહી દીધું.
(સમાપ્ત)