samjan in Gujarati Fiction Stories by Hitaxi Vaghela books and stories PDF | સમજણ

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

Categories
Share

સમજણ

ભવાની....તું સાંભળે છે ને?

ક્યારની શાંત અવાજે ભવાનીને ઉઠાડતી કમલા હવે ઉશ્કેરાઈ. એને ઘણા પ્રયત્નો કરી જોયા પણ ભવાની પળવાર પણ હલી નહીં. છેવટે એણે નિર્ણય કર્યો કે હવે એ જંપશે નહીં. એ રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરી લાવી અને સીધો ભવાનીનાં મોઢા પર જીકી દીધો. છતાં પણ ભવાનીના શરીર પરની રુવાંટી પણ ઊભી થઈ નહીં. એનાં મોઢા પરથી પાણીના રેલા એની લટો ભીંજવીને ગળા સુધી આવતા હતા. એનું મોઢું ભીંજાયેલું હોવા છતાં સાવ ફિક્કું પડી ગયું હતું. છતાં પણ કમલા એને ઉઠાડવાના નક્કામા પ્ર્યાશો કરતી હતી અને બોલતી હતી કે તારું મૌન મારાથી ન જીરવાય. ભલે મને તારા સમજાવ્યા વીના સમજાતું ન હોય પણ તું અહી ખોટ ખાય છે.

તારી આંખો થી લઈને તારાં સ્મિત સુધી, તારા નેણ થી લઈને તારી ભીંજાયેલી પાપણ સુધી, તારી ખાલી આંખોથી લઈને મારા પર હેત વરસાવતી તારી બોલી સુધી મને તારા તમામ હાવભાવને સમજવાની ઊંડી સમજ તે જ મને આપી છે. આટલું કહેતા કહેતા તો બહારના ઓરડા તરફ થી આવતા અવાજ પર કમલા નુ ધ્યાન દોરાયું ને કમલા ફરી ઉશ્કેરાઈ. એ બહારના ઓરડામાં આવીને ઘાટા પાડીને બધાંને કહેવા લાગી કે ભવાની ઉઠશે એ એને આમ નકારીને ઘર બહાર ન જ ધકેલી શકે. આખા ઓરડામા એકદમથી શાંતિ છવાઈ ગઈ તમામ લોકો એકીટશે કમલાની નિશબ્દ આંખોમાં જોતા હતા. એની આંખો જાણે વાદળો જેવી હતી કે હમણાં એક જાપ્ટા સાથે વર્ષી પડશે.

એને ગાંડી માનીને નકારવી કે એનાં દુઃખમા એને પડખે ઊભું રહેવું એ ઓરડામાં બેઠેલા કોઈને સમજાતું નહતું. કમલાનો એક માત્ર એવો સાથ હવે છૂટી ગયો હતો. ત્રણ ઓરડામાં હવે ફ્કત આસપાસના લોકોની ભીડ અને ઓરડામાં પડતો ભરબપોર નો તડકો હતો. ભવાની હવે ફરી ઉઠવાની નથી એ વાત કદાચ હવે કમલા એ માની લીધી અને છેવટે શાંત થઈને ઓરડાના એક ખૂણામાં જઈને બેસી ગઈ. છેવટે કરવામાં આવતી તમામ વિધિ આસપાસના રહેવાસીઓ કરવા તૈયાર હતાં પણ કમલા નુ શું? તમામ લોકો બસ એજ વિચારતા હતા કે ગાંડી ઘેલી કમલા છેવટે સાવ એકલી આટલા ત્રણ ઓરડામાં કરશે શું? બધા પાસે અઢળક સવાલો હતાં પણ તેનો જવાબ માત્ર એ હતો કે ઈશ્વર પર છોડી દેવું.

તમામ વિધિઓ પત્યા પછી જયારે કમલા ઘરમાં આંટા મારતી હતી. ત્યારે એને યાદ આવે છે કે ભવાની એને કવિતાઓ ને વાર્તાઓ સંભળાવતી. એ ભાગતી ભાગતી ભવાની ના ઓરડામાં પહોંચી ગઈ અને ભવાની ના પલંગ પર ના ગાદલાં ને જમીન પર ફેંકી દીધું. આખા પલંગ નીચે કેટકેટલા પત્રો અને કાગળ હતા. જે કદાચ ભવાનીએ કમલા માટે જ લખયા હશે.

કમલા માટે આ તમામ કાગળો કોરા કાગળ સમાન હતા. ના એને શબ્દોની સમજ હતી કે, ના એને લખાયેલા પત્રો વિશે ની સમજ હતી. છતાં પણ એણે તમામ કાગળો ને એક થપ્પે ભેગા કર્યા અને જેમ ભવાની ને કહેતી હોય એમ કહેવા લાગી....ભવાની જો તું મને ના કહે તો મારે જાતે વાર્તા સમજવાની કઈ રીતે?
એને આમ બોલતા બોલતા કમલા ની અત્યાર સુધી ન ભીંજાયેલી આંખોં એક સાથે જ ભરાઈ આવી.
- હિતાક્ષી વાઘેલા

મને ચોક્કસથી જણાવજો કે તમને મારી આ વાર્તા કેવી લાગી અને ટીકાઓને પણ ખુલ્લાં હાથે આમંત્રણ છે.
મને અવશ્ય review આપજો. આવી અઢળક વાર્તાઓને હવે તો નવલકથા લઈને પણ હું તમારી સમક્ષ આવીશ.

You can also read my content in pratilipi application. And follow me on Instagram.
Share some love.
Thank you.