મારો અને મારા મમ્મી નો સબંધ આજકાલ ફોટોમાં જોઈએ એવો બિલકુલ નથી. 👎👎હું અને મારી મમ્મી એમ જોઈએ તો વિશ્વના નોર્થ પોલ અને સાઉથ પોલ્ જેવા છીએ. 🤣આજકાલ ફોટોમાં જોવા મળતા મમ્મીને ચીકીને બાથ ભરતા અમે તો બિલકુલ નથી. અમારો સંબંધ તું થી ચાલુ થાય અને બા મમુડી ડોસી બેરી આવી રીતે પૂરો થાય. રસપ્રદ એ નથી કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ કે નહીં પણ રસપ્રદ એ છે કે અમે દુશ્મની ખૂબ સારી રીતે નિભાવી જાણીએ નાનપણથી મમ્મી કે એના કરતાં ઊંધું કરવાની મારી ટેવ ખરી. નાનપણથી જ મેં એમની કોઈ વાત માની નથી કેમ કે મને એ બધી વાતમાં ખોટા લાગતા મજાની વાત એ છે કે એમને પણ હું બધી જ વાતમાં ખોટી લાગુ અને આ અમારા બંને માટે નોર્મલ છે અને અમારા ઝઘડા નું કારણ આ જ હોય.😃
હવે જ્યારે હું મોટી થઈ ત્યારે મને સમજાયું કે મમ્મી સાચી પડી. આવો તો મને ક્યારેય નહીં થાય કે મમ્મી સાચી હતી જેમ બધી સ્ટોરીમાં છેલ્લે સમજાય કે મમ્મી સાચી હતી એવું હજી સુધી નથી થયો અને થશે પણ નહીં. પણ મને જે સમજાયું એ શેર કરવા માંગો છું.મેં ખૂબ ભણી ગણી લીધો અને નઈ નઈ તો ભારતના મેજર સિટીઝ ફરી લીધા છે.મેં લોકો જોયા છે, નોકરી કરી છે, હું બહાર નીકળી છું, જાત જાતની વાનગી ખાધી છે,ઘાટ ઘાટના પાણી પીધા છે,લોકો સાથે પોતાનો હક્ મંગેલા છે,લીધેલો છે, છીનવેલો છે અને એક ઘણા કેસમાં મેં ઘણું જ હતું પણ કરેલું છે.👐👐એટલે મને એટલું સમજાયું કે બાર જે વાતાવરણ મળે છે આપણને ત્યાં આપણે લડી શકીએ છીએ,બાધી શકીએ છીએ, છીનવી શકીએ છીએ અને મર્યાદામાં રહેવા બંધાયેલા પણ છીએ પણ ઘરે આવું થતું નથી. મમ્મી સાથે આપણે દાદાગીરી કરી શકીએ હકથી માંગી શકીએ અને એનું નામ પણ વગાડી શકે જેમ કે હું બગાડું છું બા બરી ડોશી ડેરી ડોસી અને કેટલું બધું.
મેં જોઈ છે એને નાનપણથી એટલે કે હું દુનિયામાં આવી ત્યારથી એ બહુ કંઈ ભણેલી નથી પણ નાનપણથી એ પોતાનું ઘર સરસ સંભાળે છે. મારા પપ્પા નો ટેન્શન, અમારા જેવા બાળકોનું નૌટંકી, મહેમાનો ની આગતા સ્વાગત, અમુક નાટકીય સગા વાલાઓની હોશિયારીઓ, ભોળપણથી બધું જ સંભાળી લે મારી મમ્મી. એની પાસે કોઈ ડીગ્રી નથી પણ એ રસોઈ માંન એક્કો છે, શાકભાજીવાળા પાસે બહારગેનિંગ સરસ કરી લે છે,કરિયાણુ ચોંટી ને લાવે છે, સગા વાલા અને પ્રેમથી સંભાળી લે છે, મારા પપ્પાના જાત જાતના નાટકો ને સંભાળી લે છે અને અમે ત્રણ ભાઈ-બહેનની અલગ લેવલની જ નાટક કંપનીને એ મારપીટ થી પણ હેન્ડલ તો કરી જ લે છે. અને મજાની વાત એ છે કે આની ક્યાંય ડીગ્રી નથી હોતી. આ તમારી આવદત્ હોય છે જે ક્યાંય પણ વેચાતી નહિ મળે. એક સુંદર સરળ અને સૃહદય ગૃહિણી બનતા એને ખૂબ આવડે છે.
અમને ખબર છે જેમ મમ્મી મને વાત વાતમાં ખોટી લાગતી હોય એ મારા પપ્પા ભી મને બધી વાતમાં ખોટા જ લાગે.છતાં ય એને મેં પતિ પરાયણતા નિભાવતા જોઈ છે. એવું નથી મારા પપ્પા સાચા હોય પણ એ એના તરફ રહે. હવે ભણેલા ગણેલા લોકો સાચા ની તરફ રહેવાનો પ્રયત્ન કરતા હોય અને એનાથી ઘણા સંબંધો તૂટતા હોય પણ મારી મમ્મી એ આવા સંબંધો પણ સારી રીતે નિભાવી જાણ્યા છે.
હવે સવાલ એવો થાય કે વાર્તામાં હું આ લાંબી લચક ભાષણથી જ કામ ચલાવીશ?.....
ના ના વાત તો બહાદુર મમ્મીની છે....😆એ સમય એવો હતો કે જ્યારે ભારત થોડું થોડું આગળ વધવાની તૈયારીમાં હતો અને અમારો આ ધરતી ઉપર આવવાનો સમય હતો એટલે કે 1980 થી 1990 વચ્ચેની વાત અને હું તો વાવાઝોડું જ લઈને આવી હતી. એક તો દિવાળીનો સમય મામાના ઘરે બધા બીઝી અને લાભ પાંચમના દિવસે અમે ધરતી ઉપર આવી ગયા. હવે સરસ મજાની હોસ્પિટલમાં આપણે આવી ગયા. હવે બધા જે કહે છે એના ઉપરથી વાત ચાલુ થાય છે. આમ તો હું ઘરની બીજી દીકરી અને ત્રીજું સંતાન હવે એ જમાના પ્રમાણે દીકરો જોતો હતો અને બીજી દીકરી આવી ગઈ. નાના એવું નહીં એક મોટી બહેનને એક મોટો ભાઈ તો ખરો જ પણ એક નાનો ભાઈઓ આવો જોઈએ અને અમે ટપકી પડ્યા.એવું કહે છે કે મારા દાદી ને દીકરો જોઈતો હતો,પણ આપણે શું ફેર પડે આપણે તો આવી ગયા ને હવે મુશ્કેલી નો સમય ચાલુ થાય છે મારે કારણે બિચારી મમ્મી ને સાસરે ના લઈ ગયા. આપણે આપણા મામાના ત્યાં જલસા કરીને મોટા થતા થવા લાગ્યા મમ્મી છ મહિનાથી વધારે સમય રોકાણી પિયરમાં એટલે એને સીવણ ક્લાસીસ ચાલુ કરી દીધા અને ચણીયા અને બ્લાઉઝ ને ફ્રોક ને આવું બધું સીવા લાગ્યા અને આ બધું કંઈ ઝડપથી નથી થયું બિચારી ચાર પાંચ મહિના વ્યવસ્થિત શીખી ત્યારે થયું.હવે આ બધું મને કેમ યાદ છે ખબર નથી પણ આવું હતું ખરું અને મારા આંખો આગળ સંસ્મરણો આના ફર્યા કરે છે.
મેં મમ્મીને જતા જોઈ હોય છે ગાયત્રી હવનમાં અને ગાયત્રી મંત્રો માટેમેં મારી મમ્મીને ગાયત્રી હવનમાં જતા જોયા છે ગાયત્રી મંત્રો બોલતા જોયા છે આ એ સમય દરમિયાન ની વાત છે.જ્યારે હું દીકરી તરીકે જન્મે અને મારી મમ્મીને પિયર માંથી સાસરે લેવા માટે કોઈ આવતું ન હતું. ત્યારે પણ મેં એને ક્યારેય રડતા નથી જોઈ..હવે હું બહુ નાની હતી છતાંય મારા આંખ સામે આ બધા ચિત્રો ફર્યા કરે છે મજા ની વાત એ છે કે મારી મમ્મી એ પોતાની જાતને આ સમય દરમિયાન લડતા ઝઘડતા કે મગજ ખરાબ કરતા નથી જોઈ.ઉલટા ની એણે સીવણ ક્લાસ શીખ્યા અને બધું સીવણ કરતા પણ શીખી ગયું.
આના પછીના બીજા કિસ્સાઓ કહો તો આપણે ઘોડિયામાં હિચકતા હીચકતા પણ પિક્ચર આંખમાં ઉતારેલા છે. એ જમાનો એવો હતો કે સાસરે રહેલી વહુ ને સૌથી છેલ્લે જમવાનું અને રસોઈ બધાની બનાવવાન. એક દિવસ મને યાદ છે મારી મમ્મી એ 15 20 જણા જે ઘરમાં રહેતા હતા એ બધાની રસોઈ બનાવી સાંજે બધા પુરુષો ઘરે આવ્યા એમણે બધાએ જમી લીધું. મારા દાદીએ અને દાદાએ છેલ્લે જમ્યું અને સૌથી છેલ્લે ઘરની બે ત્રણ વહુઓનો વારો આવ્યો. હવે શાક વધ્યું ન હતું રોટલી અને છાશ પીને બધી વહુએ સંતોષ માન્યો. હવે જે ને પોતાના પિયરમાં ઘીના ડબ્બા ગોળના ડબ્બા તેલના ડબ્બા અને 15 20 ગાયો રાખી હોય એ માણસો સાસરામાં છાશ અને રોટલી ખાઈને પણ સંતોષ માની લે આ એની સહનશીલતાની હદ કહી શકાય...!! એ જમાનો તો એવો હતો કે સાસરાવાળા ગરીબ હોય અને તમે પિયરથી ઘરેણા લાવ્યા હોય તો એ ઘરેણા પણ વટાવી ખાય અને તમને ઢોર માર પણ મારે.
જ્યારે મારે કાકા ના મેરેજ થયા અને નવા કાકી આવ્યા તે પણ લુખ્ખા ઘરે થી આવ્યા અને આ ઘરે આવીને એને ખાવાનું મળ્યું અને ચમચા કેરી કરવાનો પણ ટાઈમ મળ્યો એટલે ચકી છકી ગઈ ગઈ.બધાએ સાસરીયા વાળા એના તરફ....!!!કામ મારી મમ્મી કરે અને એ ઘરમાં કાંઇ ના કરે નવી નવી સાડીઓ પહેરીને ફરે અને બધા ના કાન ભરે અને આ મેં એને રૂબરૂ કરતા પણ જોયેલી છે. એની આડોળાઈ અને અયોગ્ય વર્તનના કારણે ઘણી વાર મારી મમ્મીને માર પણ પડતો.આ મારી આંખના કેમેરામાં કેદ પણ થયેલું છે મને ત્યારે તો બહુ નહોતું સમજાતું પણ હવે સમજાય છે કે મારી મમ્મી આવું સહન પણ શું કામે કરી લે છે ? એના પિયરમાં તો કોઈ વસ્તુની ખામી નહોતી આવા લોકો સાથે રહેવું પણ શું કામે જોઈએ ? પણ એક ભારતીય સ્ત્રી તરીકે એ ક્યારે ય રિસાઈને કે ઝઘડા કરીને તો પિયર નથી જ ગઈ.એને સંબંધ નિભાવી પણ જાણ્યા સંબંધ પચાવી પણ જાણ્યા અને અયોગ્ય પરિસ્થિતિઓમાં રહી અને અમને મોટા પણ કરી જાણ્યા.એ પણ કોઈ પણ જાતની કમ્પ્લેન વગર.
મને ઘણા તો એવા કિસ્સાઓ યાદ છે કે જ્યારે હું તો પાંચમા છઠ્ઠા ધોરણમાં આવી ગઈ હતી અને યાદશક્તિની બાબતમાં હું એવું માનું છું કે મને કંઈ કહેવું જ ન પડે. એક દિવસની વાત છે ઘરનો વિસ્તારો વધારે હોવાથી બે કાકા ઉપરના ઘરમાં રહેતા હતા અમે નીચેના ઘરમાં રહેતા હતા. અને દાદા દાદી પણ અમારી સાથે નીચે રહેતા હતા..હવે શું પ્રોગ્રામ બન્યો હોય ને કેવી રીતે ખાનગીમાં બન્યો હોય એની જાણ ના હોવાથી હું મારી મમ્મી મારા ભાઈ બહેન અમે બધા નીચે હતા. મારી મમ્મી એ બિચારીએ ટમેટાનું શાક વઘારી નાખ્યું અને રોટલા ઘડી નાખ્યા. આજુબાજુમાંથી છાશ માંગી લે આવ્યા. પહેલાના જમાનામાં છાશ બનાવતા નહીં આસપાસના પટેલ પાડોશ છાશ ફ્રીમાં આપી દેતા. હવે તે દિવસે બન્યું એવું કે હું તો ઘરની બહાર રમતી હતી. મારી બેન ઓસરીમાં બેસીને લેસન કરતી હતી અને મારા ભાઈને લેસન ને કઈ લેવાદેવા હતા નહીં એટલે એણે ટમેટાનું શાક અને રોટલો દાબી લીધું.પણ મેં જોયું કે મારા પપ્પા, મારા કાકા, મારા દાદા, જેટલા પણ કામેથી આવ્યા એ ધીમે ધીમે લપસી અને ઉપરના માટે જતા રહ્યા. અને મારી મમ્મી બીજાની વાસણ ધોતી હતી એને તો કઈ આઈડિયા પણ નહોતો કે શું ચાલી રહ્યું છે. ..,પણ હું ગધેડા કરવામાં એક નંબર ....😄બધાય ઉપર શું ખુશ ખુશ કરતા હતા એ જાણવા તો હું ઉપર ચડી જ... મને બે વાર દરવાજો બંધ કરીને બહાર કાઢવામાં આવી છતાં હું ગઈ અને દરવાજો ધમધમ કરીને ખોલાવ્યો....તો અંદર બધા ગોળ ગોળ બેસીને પકોડા ખાતા હતા..🥲🥲પકોડા એટલે બ્રેડ વચ્ચે બટાકાનો મસાલો ભરી અને ચણાના લોટના લોયામાં બોળીને તળેલી વસ્તુ. અત્યારે આ બધી વસ્તુઓ બહુ કોમન છે પણ 80 90 ના દાયકામાં આ વસ્તુ ઘરમાં કઈ પ્રસંગ હોય કે મહિને બે મહિને કંઈક વેરાઈટી બનતી હોય ત્યારે બનાવવામાં આવતી.હવે મેં કર્યો ગધેડો..🤣મને માર પડ્યો પણ તોય અમે રાણા રાણી કરી અને બધા નીચેથી ઉપર આવ્યા અને ઉપરના લોકો ઉપર જ હતા. અચાનક બધા ઝગડવા માંડ્યા અને મજાની વાત તો એ હતી કે અમને ત્રણ નાના છોકરાઓને મૂકી અને ઘરના વડીલો બધા બાર બંધ કરી અને કંઈક વેરાઈટીની આઈટમ ખાઈ લે છે...?મારી માને જાણે નથી અને છતાંય ઉપર આવી અને મારી મમ્મી કંઈ બોલતી નથી. નીચે જઈ અને શાક રોટલી જમી અને વાસણ સાફ કરી આંગણ સાફ કરીએ અને સુઈ જાય છે. ત્યારે મારું બધું તોફાનમાં ગયું કે હું લૂચી છું, તોફાની છું, ઝઘડાઓ કરાવું છું, પણ હાલ મને એ વસ્તુ સમજાય છે કે કોઈ બાપ પોતાના છોકરાઓને મૂકીને છાનું છાપુનું ખાઈ પણ કેવી રીતે શકે? અને ત્યારે તો એ પોતાની ઘરવાળીને પણ મૂકીને ખાઈ લેતા હતા 😒 અને આ વખતે તો મને ખબર પડી પણ મારી મમ્મીને તો ઘણા બધા વખતથી ખબર હશે ને આવું ઘણી બધી વાર થયું હશે કે એ બધા બાર બંધ કરી અને આ બધું ખાઈ લે છે અને એના છોકરા અને એને અલગ રાખી દેવામાં આવે છે જાણ પણ નથી કરવામાં આવતી. આ બધું સહન કરી લેવું. આ બધું ચલાવી લેવું એક ઊંચકોટીની મહિલા જ કરી શકે!!! મારા જેવી મહિલા હોય તો ગધેડા કરે મારામારી કરે અને સીસીટીવી કેમેરા રાખીને બધાની બજાવે....🤣🤣પણ એક ખાનદાની વહુ તરીકે એને આવા વાતાવરણમાં 25-30 વર્ષ કાઢ્યા હશે...પછી જઈને કંઈક છુટકારો થયો અલગ થયા ત્યારે અને એ બી આવા લોકોને ટોળકીથી છુટકારો થયો પણ એ ટોળકીના સરદાર એવા મારા પપ્પા એની સાથે તને જિંદગી નિભાવી જ કાઢી.એ એના જીવનના ઉચ્ચ મૂલ્યો દર્શાવે છે કે કે આવા સમયે પણ એણે લગ્નજીવન નિભાવી જાણવા જીવન સાથેની મોટામાં મોટી ભૂલો પણ માફ કરી દીધી. આજે ના થાય આજના સમયના લોકો ના કરી શકે.... 🙏🙏🙏
આનાથી મોટી અત્યાચાર ની વાતો કરો તો અમે બે બહેનો અને એક ભાઈ હતા. બાકીના પપ્પા ના ભાઈ બહેનોને અમે બધા ભેગા રહેતા હતા ત્યારે એમને દીકરાઓ હતા મોસ્ટલી દીકરાઓ બધા પ્રાઇવેટ સ્કુલમાં ભણવા જાય અને અમે બે દીકરીઓ સરકારી સ્કૂલમાં જઈએ.દીકરાઓને બધાને સાયકલો યુનિફોર્મ નવા ચોપડા આવું બધું મળે અમને બે બહેનોને ફાટેલા કપડા જે હોય એ. રવિવારી ના કપડા, સરકારી શાળામાંથી મળતી ફરીને પુસ્તકો,અને ગામના એક છેડેથી બીજા છેડે ચાલીને અમે ભણવા જતા. મારી મમ્મી બધું જોતી એ ક્યારે બોલી નહીં. અમે ઘરના ખૂબ કામ પણ કર્યા. રસોઈથી માંડીને વાસણ ઉટકવા, સુધીથી ફળિયુ સાફ કરવાથી લઈને પાડવા સુધી.અમે નાનપણમાં બધું જ કામ કરેલું છે મોટા થયા તો ભી ભણવાની સાથે બધું કામ તો સાથે રહેતું જ ...હવે હસવાની વાત એ થઈ કે છોકરાઓ બધા દસમામાં બે બે ત્રણ ત્રણ ગુલ્લીઓ મારી અને કામે લાગી ગયા 😌અને મારી બેન અને હું ગ્રેજ્યુએટ થયા પોસ્ટ ગ્રેજ્યુએટ થયા માસ્ટર ડિગ્રી લીધી અને બંને સર્વિસ પણ લીધી એબી સરકારી નોકરીમાં. હવે સરકારી નોકરીમાં ફ્રી પડ્યા વેકેશન આવે એટલે આ બધી ઘટનાઓ વિચારીએ તો પણ આંખમાં ઝઘડિયા તો આવી જ જાય કેમ કે આ બધી ફિલ્મ આંખ સમક્ષ 20 25 વરસના થયા ત્યાં સુધી ફિલ્મ ચાલતી જ હતી.સગાવવાનો અયોગ્ય વર્તન,મારકૂટ, સગાવો સામે અપમાન કરવું, ઘરના બધા કામ કરવા છતાં એ ઘરમાં કોઈ વેલ્યુ નહીં, દીકરીઓ દીકરીઓ કરીને અસ્વીકાર કરવી, અને આ બધું એક ગ્રહણી તરીકે જોવું સહન કરવું..પરિવારનો સાથ આપો અયોગ્ય લોકોને પણ માન આવે એવુ જીવન જીવી જાણવું એક શબ્દ બોલ્યા વગર એ કેવી રીતે થઈ શકે?.....મતલબ આજના જમાનામાં તો કોઈ આવું સહન કરી ના જ લે છતાં અત્યારે 68 વર્ષ ની મારી માં 48 વર્ષથી આવું ચલાવી લે છે. સરપ્રાઈઝ થાય છે ને અમે ધરાઇ નથી ચલાવતા અને સમય પણ બદલાયો અમારી એવી રીતે થઈ કે અમે પગભર છીએ ગર્વથી જીવીએ છીએ અને કોઈના બાપની સાડીબાર કરવી પડતી નથી
અમારે આ બધું કહેવાનો અર્થ એ છે કે આ એક માં છે જેણા પોતે ઘણું સહન કર્યું અને એમાંથી પણ પોતાની દીકરીઓને ઝાંસીની રાણી બનાવી. 🙏હા હું માનું છું ઝાંસીની રાણી બનવા માટે તમારે યુદ્ધમાં જવાની જરૂર નથી દરેક આવી સ્ત્રી જે ઘરમાં ચાલતા પોલિટિક્સ , એબ્યુસ શારીરિક અને માનસિક તાણ,અન્યાય, ભેદભાવ ગેરવર્તુળાક માં પણ, શૂન્ય થઈને પોતાના અસ્તિત્વને મિટાવીને પોતાના છોકરાઓને ઉછેરે છે એ ઝાંસીની રાણી છે.....અને આવી ઝાંસીની રાણી કદાચ 80ના 90 ના દાયકામાં દરેક ઘરમાં એકાદ-બે તો હશે જ..!! યુદ્ધ તો સમાજ સામે નથી, યુદ્ધ તો કોઈ પાર્ટી કે પક્ષ સામે નથી, યુદ્ધ તો ઈશ્વર અને આપણી વચ્ચે નથી, યુદ્ધ તો આવા લોકો સાથે છે જે સંકોચિત માનસિકતા નો શિકાર છે અને લોકોને દબાવવામાં માને છે
..લોકોના હક છીનવામાં માંગે છે ....લોકોને માર્જિનલ પોઝિશન પર જીવાળવા માંગે છે....અને લોકોને જીવતાજીએ જીવત લાશ બનાવીને રાખે છે....બહારથી ખુશ દેખાતા પરિવારમાં આવી કેટલી સ્ત્રીઓ વળી બાકી હશે...હવે નહીં જોવા મળતી હોય પણ આવી સ્ત્રીઓ અસ્તિત્વમાં હોય છે...હું એવું નથી કહેતી કે જેટલી સ્ત્રીઓ રાડો પાડતી હોય એ ખરેખર આવી માનસિકતા નો શિકાર હોય છે કેમકે મેં એવી સ્ત્રીઓ પણ જોઈ છે કે જે પરણે એ ત્યાં સુધી ઘરમાં કાંઈ જોયું ના હોય પણ સાસરે જઈને અલગ લેવલની નોટંકીઓ કરતી હોય છે આવી સ્ત્રીઓમાંથી જો કોઈ આવી વિરાંગના મળી આવે તો એ તો દેવી સમાન જ છે...
🙏🙏🙏
આ ઘટના મારી આસપાસ થયેલી બધી જ ઘટનાઓનો કમ્પાઈલેશન છે. ભલે બધી ઘટનાઓ મારા ઘરની નથી. વાસ્તવમાં એક પણ મારા ઘરની નથી પણ આ બધી ઘટનાઓ મેં જોઈ છે..આ બધી માઓને મેં જોઈ અને બધી જ ઘટનાઓ સત્ય પણ છે સમાજને એક દર્પણ બતાવવાનો એક પ્રયત્ન હતો કે મધર્સ ડે આવી માતાઓ માટે છે.....ઓમ્ નમઃ શિવાય....