The benevolent tree in Gujarati Motivational Stories by Munavvar Ali books and stories PDF | પરોપકારી વૃક્ષ

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

પરોપકારી વૃક્ષ

કળયુગમાં ખાસ મિત્ર મળવું ખૂબ મુશ્કેલ છે, તેવામાં મારો એક સારો મિત્ર બની ગયો છે, જે એક આમલીનું વૃક્ષ છે.

આ વૃક્ષ પરોપકારી કઈ રીતે તે તમને જણાવું.
એક વખત એવું બન્યું કે, હું મારા કામની અવગણના કરીને નિત્ય સવારે વિસામો ખાવા આ વૃક્ષ નીચે ધામો નાખ્યું.
કારણકે વૃક્ષ ખૂબ ઘટાદાર છે તેથી તેના છાંયડા નીચે શીતળ પવનમાં હાશકારો પોકારવો ખૂબ આંનદ આપે છે.

હું ઝાડ નીચે આમલી કે થાક ખાવા નહોતો બેસતો, હું થનડક માટે બેસતો, મારા અધુરા કાર્ય કરતો, જેમકે, હાજરી પુરવી, સમાચાર નિહાળવા, ગેમ રમવી અને પાણી નો લાવેલ બોટલ પૂરો કરી દેવો કેમકે તે ગરમ થઇ ચૂક્યું હોય છે.

હું બેસ્યો, તેવા માં મારી નજર આ વૃક્ષના જમીન પર ઉપસી આવેલા મૂળ પર પડી.
તેના પર બારીક તિરાડ પડી રહી હતી, જાણે વૃક્ષ પાણીનો મોહતાજ છે, વળી તે મૂંગો હોઈ કોને કહે?

મેં અહીં આવ્યો, બેસીને જોઈ રહ્યો, અને મને દુઃખ થયું, કેમકે બાજુમાં જ ખેતર હતું અને રોજબરોજ મજૂર પાકની વાવણી કરવા આવતા રહેતા. અને તેઓ આ વૃક્ષની આમલી પણ પાડતા, છતાં તેમનું ધ્યાન વૃક્ષ પર પડતું નહિ. આશચર્યની વાત છે!
ખેડૂત લાંબા સમયથી ગેરહાજર હતો. અને મજૂર જ આવતા. તેઓએ ખેતરમાં મગ નો મબલક પાક ઉતાર્યો છે, અને સિંચાઈ પણ કરી હતી, સિંચાઈ માટે તેમને ખેર ના આગલા ખૂણે ફુવારાનું નિર્માણ કરાવ્યું હતું.

મને વિચાર આવ્યો આ વૃક્ષ માટે મારે જ કંઈક કરવું પડશે.
તેથી, હું રોજ સાંજે મારા કામના સ્થળ પરથી પાણીનો બોટલ આખો ભરી લાવતો અને ઝાડ ને પાતો.

તેથી, રોજ મને કોઈ ફાયદો થતો, થતો રહેતો.
પ્રથમ દિવસે જ્યારે પાણી આપ્યું ત્યારે, હું બહાર નીકળ્યો એવામાં રિયાઝ ભાઈ કાર શોરૂમ વાળા મળી ગયા, અને તેમણે મને ઘરથી થોડા અંતરે લિફ્ટ આપી.

બીજા દિવસે, મેં ઝાડ નીચે બેસીને વિચારતો હતો કે, આ વૃક્ષ ખૂબ જ પરોપકારી છે, મારા માટે દુઆ કરતો રહે છે, પણ થોડા સમય પછી જ્યારે મારુ કામ પૂરું થઈ જશે, ત્યારે આ પણ મારી જિંદગીથી દૂર થઈ જશે કેમકે હું તેને મળવા આવી શકીશ નહિ. મેં વૃક્ષને કહ્યું મને કંઈ ખવડાવ મારા મિત્ર?
વૃક્ષ આમ તો રોજ છુટા પડેલા કાતરા મને આપતો જ હતો, અને એ સમજી ગયો હતો કે મને વિશેષ કંઈ જોઈએ છે, તેથી લગે તેને મનોમન મને પ્રવચન આપ્યું કે જરૂરથી કઈ આપશે. તે દિવસે પણ ફાયદો થયો, મારો સહકર્મી જે અંદાળા થી આવે તેણે પણ મને લિફ્ટ આપી, છેક મારા શહેર સુધી.

ત્રીજે દિવસે, જ્યારે મારો સવાર નો સમય હતો હું જેમ આ વૃક્ષની નજીક આવ્યો એટલામાં જન્ગલ સફાઈકર્મી તેમનો ટેમ્પો લઈ આવ્યા, અને લનગડ વડે આમલી પાડવા લાગ્યા, અને મને બે ફળી પણ આપી.

મેં સાંજે આવીને વૃક્ષ નો આભાર માન્યો અને આજે દોઢ બોટલ પાણી પીવડાવ્યું.
કારણકે, ઘણા સમયથી હું એકલતાથી પીડાતો હતો. પેહલા મારી વ્હાલી પ્રિયતમાને 9 વર્ષથી જોઈ શક્યો નથી, ઉપરાંત મારા માતાશ્રી નું અવસાન હાલ 10 દિવસ પહેલા જ થઈ ગયું.
આ વૃક્ષ મારુ એવું મિત્ર બની ગયું કે જાણે મારા પરિવાર નો જ એક સભ્ય હોય.
તેના છાંયડે તો હું પ્રારંભે વીસ મિનિટથી વધુ ન બેસતો, કેમકે અસામાજિક તત્વો દ્વારા દારૂની મિજબાની છાશવારે બનતી હતી. હું એ બધું ભુલાઈ ચુક્યો છું અને મેડિટેશનનો અભ્યાસ કરવા માટે બેસવાનું વિચારતો.
પણ હવે બે-બે કલાક સુધી બેસવાની મારી આ સુટેવ બંધાઈ ગઇ છે સમાવેશ ક્રિયાઓ કઈક આ મુજબની છે. થોપ ખાવો, તાજગી મેળવવી, વાતો કરવી, આમલી ખાવી, મારુ સવારનું નિત્યક્રમ બની ગયું છે.

મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો.