Meeting a stranger on a trip.. (Mystery story) - 8 in Gujarati Adventure Stories by Dhruvi Kizzu books and stories PDF | સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 8

Featured Books
Categories
Share

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 8













ભાગ - ૮




હેલ્લો વાચક મિત્રો ,

મને ખેદ છે કે બહુ સમય લીધો છે મેં આ ભાગ મુકવામાં જેનાં માટે હું બધાંની દિલથી માફી માંગી રહી છુ . પણ આશા છે તમને આગળની સ્ટોરી વધુ રસપ્રદ બનાવશે ....

તો ચાલો રાહ કોની છે આપડે જાણીએ શું હતું એ સિક્રેટ મિશન .... !!!!


******

આપડે જોયું આગળનાં ભાગમાં કે મેઈન સર મિહિર શાહ હતાં . એનાં સિવાય ,
અન્ય સ્ટાફ : અરીજીત નિકુમ , શિવ પરમાર , વૈભવ કુટિલ .

હું હસીને પ્રશાંત તરફ જોઈને બોલી : " મને લાગ્યુ જ કે તુ સાધારણ માણસ નથી . તે મને કહ્યું કે હું મનાલી જ રહું છુ પણ એન્જોય કરવા અહીં આવ્યો છુ ત્યારે જ મને ખબર પડી ગઈ હતી આ વાત તદ્દન ખોટી છે ..... કોઈ વ્યક્તિ જ્યાં રહેતું હોય ત્યાં જ કોઈ હોટેલમાં રૂમ રેન્ટ પર રાખી રૂપિયા ન જ બગાડે .... હેલ્લો મિહિર સર ઍન્ડ ઓલ સ્ટાફ .....

હું ઘણી ખુશ છુ આપ સૌને મળીને , હવે મારી ટ્રીપ સાચા અર્થમાં યાદગાર બનશે ..... "

પ્રશાંત હલકુ હસીને : " આ વાત કે અમે પોલીસ છીએ તે હોટેલમાં પણ કોઈને ખબર ન પડવી જોઇએ એ વાતની કાળજી રહે .. "

હું : " હા ઓકે , પણ તમારુ મિશન શું છે ... ??? મારે જાણવુ છે . મને પહેલેથી જ દેશ માટે કંઈક કરવાની તમન્ના હતી . આજે તમારા મિશનમાં થોડી પણ હું મદદરૂપ થઈશ તો પણ મને ખુશી મળશે સર . "

મિહિર શાહ : " અમારો કેસ ખુબ જ જટિલ છે , જાફેદ ખાન , મહોમ્મદ અલી , અને અરમાન સિદ્દી ... આ ત્રણ અમારાં ક્રિમિનલ છે .

અમે હિમાચલ પ્રદેશથી અત્યારે આવ્યા છીએ . છેલ્લા ચાર મહીનાથી અમે આ ક્રિમિનલ ને પકડવાની કોશિશ કરીએ છીએ ..

એમ તો તેઓનું ૯ લોકોનું ગ્રુપ છે . પણ આ ત્રણ હાલ આઝાદ છે . તેઓના ક્રાઇમની શરૂઆત દિલ્હીથી થઈ હતી . અને તેઓ હિમાચલ પ્રદેશમાં નાસી છુટ્યા હતા .

અને અમે પણ તેની પાછળ ત્યાં ગયા . ત્યાં તેઓને જાણ થઈ કે અમે તેને ફોલો કર્યા છે તો તેઓ ભાગીને અહીં આવીને છુપાઈ ગયા છે .

એટલે અમે સિક્રેટ મિશન પર છીએ . જો તે ક્રિમિનલ આમ જ આઝાદ રખડશે તો દેશમાં ક્રાઇમ વધતું જ જશે . તારે એ વાતની તકેદરી રાખવાની રહેશે કે આ વાતો આ રૂમની બહાર ન જાય . અને તમારો સ્વભાવ પણ કોઈને ખબર ન પડવી જોઇએ કે આ કંઈક ખાસ ઇન્વેસ્ટીગેશન હેઠળ કામ કરે છે .

તદ્દન સામાન્ય માણસ બનીને આપડુ કામ કરવાનું રહેશે ... ઓકે . "

હું : " પણ સર .. એ વોન્ટેડ ક્રિમિનલ્સ કરે છે શું .... ??? "

અરીજીતસર વધુમાં બોલ્યાં : " એનાં પર ઘણાં કેસ ચાલે છે ... જેવાં કે , ડ્રગ્સ સપ્લાયનો ધંધો , દારૂના ઠેકાનો ધંધો , ગર્લ્સના ગિડનેપિંગ અને તેની સપ્લાયિંગ , આ ઉપરાંત નાની મોટી ખૂન ખરાબી પણ તેઓના ફરિયાદી પક્ષથી ફરિયાદમાં નોંધાયેલી છે .

એટલે હવે આપડે થોડી પણ બેદરકારી દાખવ્યા . વગર ઝડપથી આપણું કામ કરવું પડશે . "

પ્રશાંત મારી તરફ જોઈને : " ચીકુ , તું સૌ પ્રથમ એ ચાની ટકરીવાળા ભાઈનો સ્કેચ બનાવડાવ . ત્યાર બાદ બીજી કામગીરી અમલમાં મુકીએ રેડી ને સર ... ?? "

મિહિર શાહ : " હા એમ જ કરીએ . "

હું અને પ્રશાંત પેઈન્ટર પાસે જઈએ છીએ અને સ્કેચ બનાવડાવીએ છીએ ....

હું : " હા બસ સેમ આજ હતો એ માણસ પ્રશાંત . સેમ ટુ સેમ આ જ છે ... "

અમે હવે ફરી હોટેલ પહોંચીએ છીએ અને એ સ્કેચ સરને આપી દઈએ છીએ . તે સ્કેચ ની કોપી વિવિધ જગ્યાએ અને ત્યાંની સ્થાનિય પોલીસને આપી દઈએ છીએ જેથી અમારું કામ સહેલું અને ઝડપી બની જાય .

એક જ દિવસ બાદ એ માણસની ખબર અમને મળી જાય છે . બધાં તેનાં ઘર પર જાય છે અને એને લઈ સીધા પોલિસ સ્ટેશન પહોંચે છે .

મિહિર સર કડક શબ્દોમાં : " સાચે સાચું બોલજે મને તારા પર પુરે - પુરો શક છે . જરાય જૂઠ બોલ્યો તો તને આ મારી રિવોલ્વર જ જવાબ આપશે . હવે બોલ આ ત્રણને તું કેમ ઓળખે છે .... ??? અને અત્યારે તેઓ ક્યાં છે ... ??? "

તે માણસ : " સર મને આ ત્રણ વિશે કશું જ નથી ખબર મેં તો એમના ચહેરા પણ આજે જોયા . સર મારો વિશ્વાસ કરો . "


*****



શું આ વ્યક્તિનો ખરેખર કોઈ વાંક નથી ... ???

......

તમે પોલીસની જગ્યા પર હોત તો શું કરત . ? જણાવો તમારાં મંતવ્યો મિત્રો ... !!

આગળ શું થશે જાણવા માટે વાચતા રહો ભાગ - ૯ .

આભાર મિત્રો ....



To be continued .......