Meeting a stranger on a trip.. (Mystery story) - 7 in Gujarati Adventure Stories by Dhruvi Kizzu books and stories PDF | સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 7

Featured Books
Categories
Share

સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) - 7















ભાગ - ૭



મારા વર્ણન કરેલાં દરેક સ્થળની માહિતી તેણે વાંચી .. , આ માહિતી ઉપરાંત તેણે મને એ સ્થળોની પણ બીજી માહિતી જે મેં ક્યારેય નોટ પણ નહતી કરી .... મેં તો શું , કોઈ સાધારણ માણસની નજર આવી નાની - નાની વાતમાં પડે જ નહીં .....

મને આ માણસ સાધારણ લાગતો જ ન હતો . હવે હું થોડી સચેત થઈને રહેવા લાગી . એનાં કામ પર દરેક હરક્ત પર આડકતરી રીતે નજર રાખવા લાગી ...

હવે મને મારાં સફર કરતાં , આ મનાલી ની ટ્રીપ કરતાં , આ માણસમાં વધુ રસ પડવા લાગ્યો હતો . તેની આ રહસ્યમય હરકતો કરવાં પાછળનો કોયડો મારે ઉકેલવો હતો .

મેં શરૂઆત મથી તેની બધી જ કરેલી હરકતોની એક લિસ્ટ બનાવા માંડી ... તેનો સ્વભાવ , પરિસ્થિતિ અનુસાર પલટી મારી પોતાની વાતમાં કોઈને પણ ભોળવી લેવાંની એની ચપળતા , નાની - નાની વાતો માંથી પણ મોટું તારણ શોધવાની કુશળતા , તેનું એ પર્સનલ કામ , એ ડાયરી જેનાથી એને મને હંમેશા દુર રહેવા કહ્યું હતું ..... એની દરેક સ્થળોની એ જનરલ નોલેજ જે એ મારા કરતાં પણ વધુ જાણતો હતો ....

આ દરેક બાબતો મારા માટે નોંધવા જેવી હતી .... કારણ કે હવે મને શંકા નહીં ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈ સામાન્ય માણસ નથી ...

ધીરે ધીરે અમે અમારો સફર આગળ વધારવા લાગ્યાં . અને એની હરકતો પણ ડાયરી માં નોંધ કરવાં લાગી ....

અમે અહીંનાં બીજા રમણીય સ્થળો જેવાં કે , વાન વિહાર નેશનલ પાર્ક , રહાલા વોટર ફોલ , મનિકરન ગુરુદ્વારા , બેઝ રિવર , ગુલાબા , હિડિમ્બા ટેમ્પલ , જોગની વોટર ફોલ , જેવા દરેક સુંદર સ્થળોની મુલાકાત લીધી ...

અમે બધી જ જગ્યા પર મોજથી ફર્યા . વચ્ચે - વચ્ચે અમે મજાક - મસ્તી પણ કરતાં ગયાં . એક દિવસ ની વાત છે , રોજની જેમ મેં પ્રશાંતના રૂમમાં તૈયાર થઈ ડોર બેલ વગાડ્યો . તેણે ડોર ખોલ્યો .

આજે તે એકલો ન હતો . અંદર કેટલાંક લોકો પણ તેની સાથે બેઠા હતા . તેણે મને આજે મારી સાથે નહીં આવી શકે એમ કહી ડોર બંધ કરી દીધો . પણ આજે મારા મન એ જીદ પકડી હતી કે બધુ જ ચેપ્ટર જાણીને રહીશ .

મેં ફરી ડોર બેલ માર્યો . તેણે ખોલ્યો . અંદર મિટિંગ ચાલતી હતી . મેં જીદ કરી અંદર આવવાની ...

તેણે મને સાફનાં કહી દીધી . પણ હું જતી હતી ત્યાં મારે કાને કોઈનાં શબ્દો પડ્યાં .


અંદરથી કોઈ મિટિંગમાં પુછી રહ્યું હતું , " સુલાંગ વેલી પર જે ચા અને નાસ્તાની ટકરી છે તેની કંઈ ખબર મળી .. ?? મને તો એ ટકરીનાં માલિક પર પુરે પુરી શંકા છે .. તેને તમારાં માંથી કોઈ એ જોયો છે ... ??? આજે હાલ તે ત્યાં ન હતો ... એનો સ્કેચ બનાવા માટે કોઈની મદદ મળી જાય તો .... "


હું જબકીને પ્રશાંતને સાઈ માં કરી અંદર જતા બોલી : " હા , મેં જોયા છે એ અંકલ ને ... , શાયદ હું તમારી મદદ કરી શકીશ .... !!!!! "

એક હેલ્થી અને પહેરવેશ પોલીસ લાગતાં માણસ એ મને અટકાવી અને પુછ્યુ , " ત્યાં જ ઊભા રહો ... તમે કોણ છો ... !!! ???? "

પ્રશાંત મારી ઓળખાણ કરાવતાં : " હા , સર .... આ અહીં સામેની રૂમમાં જ ગેસ્ટ છે ... મારાં ટ્રીપ દરમિયાન એ મારી સાથે હતી . એ ટુરમાં ઘણો રસ લે છે .... , એટલે તે આપણને થોડી મદદ કરી શક્શે . "

હું પ્રશાંતની વાતમાં જોડાતા : " હા સર , હું જાણું છુ એ ટકરીનું નામ રાધે છે ... અને હા , તમે કોઈ સ્કેચની વાત કરી રહ્યાં હતા ... !!! તેમાં પણ હું તમારી મદદ અવશ્ય કરી શકીશ .... "

એ પોલીસ જેવા લાગતાં માણસ : " રાધે ..... !!! હા ... હા એ જ છે ... થેંકસ ..... છોકરી .... "

હું : " સર મને તમે ચીકુ કહી બોલાવી શકો છો ... અને તમારું નામ .... ???? દેખાવ એ તો આપ પોલીસ જેવાં લાગો છો ... !!! તમે પોલીસ છો .... ???? "

પ્રશાંત એ મારું ઇંન્ટ્રોડકશન કરાવતા બધાંને કહ્યું : " સર આનું નામ ચીકુ છે .. અને ચીકુ આ મારાં સ્ટાફનાં મેમ્બર્સ છે . અમે સિક્રેટ મિશન પર છીએ ... અમે પોલીસ છીએ અને અહીં ત્રણ ગુનેગારોને પકડવા આવ્યાં છીએ .... આ અમારાં મેઈન સર મિસ્ટર મિહિર શાહ ... "



શું હતું એ સિક્રેટ મિશન ...... ????

.......

જાણવા માટે વાચતા રહો ... સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. (રહસ્ય કથા) ભાગ - ૮ .


આ ધારાવાહી પર તમે તમારા. એક્સપિટેશન પણ આપી શકો છો . તમારા મંતવ્યો અને ફિડબેક આપશો ....



To be continued ......