Khajano - 67 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 67

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 67

"હર્ષિત...! પેલાં દિવસે..તે કાગળનો ટુકડો તું કેમ સંતાડતો હતો ? એવું તો એમાં શું હતું ?" હર્ષિત સામે જોઈ લિઝાએ સવાલ કર્યો.

લિઝાએ પૂછેલા સવાલને સાંભળીને હર્ષિત લિઝા સામે જોઇને મલકાયો. થોડીવાર માટે તે લિઝાની સામે જ જોઈ રહ્યો.

" સામે શું જુએ છે ? બોલ ને..એ કાગળમાં એવું તો શું હતું જેને તું સંતાડતો હતો..?"

"કંઈ નહીં..!" કહેતા હર્ષિતે નકારમાં હસીને પોતાનું મોઢું હલાવ્યું.

" ના કહેવું હોય તો કંઈ નહીં..! હું ફોર્સ નહિ કરું...! પણ.." લિઝા બોલતા બોલતા અટકી ગઈ.

" પણ..પણ શું લિઝા..?"

" કંઈ નહીં..સમય આવ્યે સમજાઈ જશે " લિઝાએ કટાક્ષમાં હસીને હર્ષિતને વળતો જવાબ આપ્યો.

" બાય ધ વે.. તેં તારા ફેમેલીને જાણ તો કરી છે ને કે તું અમારી સાથે છે..? ઇન્ડિયામાં કોઈ તારી રાહ તો જોતું નથી ?"

" હા, ઘરે જાણ કરી છે. અને ઇન્ડિયામાં કોઈ રાહ તો જોતું નથી મતલબ..? લિઝા..! હું તારા કટાક્ષ અને તારા ઈરાદા બન્નેને સારી રીતે ઓળખી ગયો છું...!" કહેતા હર્ષિત લિઝા સામે જોઈ હસવા લાગ્યો. લિઝા પણ હસી પડી.

" મારા કહેવાનો મતલબ તું જાણી જ ગયો છે તો કહી દે જે હોય એ શરમ શાની રાખે છે ?"

" આજ સુધી કોઈ મળ્યું જ નથી તારા જેવું..કોણ રાહ જુએ મારી..?"

" મારા જેવું..? મતલબ તું મારા જેવીની શોધમાં હતો ?"

" હા, પણ તારા જેવું ક્યાંય નથી મળ્યું મને. ભગવાનએ કદાચ એક જ નંગ બનાવ્યો હશે."

"વધારે પડતો શાણો ના બન..! જે હોય તે સીધે સીધું કહી દે..!" લિઝાએ આસમાનમાં ચમકતાં ચાંદ સામે જોઇને કહ્યું.

"જે ચાંદ સામે તું જોઈ રહી છે તે ચાંદ પર તારી સાથે મારે ડિનર કરવું છે. મારા હાથથી બનાવેલ લઝીઝ ભોજન તને મારા હાથથી ખવડાવવું છે."

"વ્હોટ..?" નવાઈ સાથે લિઝાએ પાછળ જોયું.

" સૂસ..તું..?" હર્ષિત અને લિઝા બન્ને એક સાથે બોલ્યાં.

" ચાંદ સામે જોઈ તેં તો કીધું કે સીધે સીધું બોલ..તો કહી દીધું સીધે સીધું..!" ભોળો સુશ્રુત હસીને બોલ્યો. લિઝા અને હર્ષિત એકબીજાની સામે જોઈ હસવા લાગ્યા.

" સાથે મને પણ લઈ જજે ચાંદ પર..લઝીઝ ભોજનનો સ્વાદ માણવા..!" કટાક્ષ કરતાં હર્ષિત બોલ્યો.

"અરે બધા આવજો. હું ક્યાં ના પાડું છું. બસ પહેલા મને તો ચાંદ પર જવા દો."મજાક કરતાં સુશ્રુત હસીને બોલ્યો.

આમને આમ હસી મજાક કરતા સૌ રસ્તો પસાર કરવા લાગ્યા.

થોડાં દિવસો બાદ.... તેઓનું જહાજ ઝાંઝીબાર ટાપુએ પહોંચવા આવ્યું.

" અબ્દુલ્લાહી મામુ...! આપણે ઝાંઝીબાર રોકાણ કરવાનું છે..?" ઈબતીહાજે દૂર દૂર દેખાતા ટાપુને જોતા કહ્યું.

" ઝાંઝીબાર...! આમ તો ઝાંઝીબાર પર રોકાવવાથી આપણને ઘણી જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી અને સસ્તા ભાવે મળી રહેશે જેમકે રસોઈમાં ઉપયોગી મરી મસાલા તેમજ વિશિષ્ટ અને સૂક્ષ્મ પ્રકારના હથિયારો. પરંતુ...અહીં હજુ પણ અંગ્રેજોનું શાસન છે. અહીંની આદિવાસી પ્રજા અંગ્રેજોની ગુલામ છે. બેટા, તને તો અંગ્રેજોનો ખાસ કંઈ અનુભવ નથી. પરંતુ આ હિન્દુસ્તાનીઓને પૂછ. તેઓ અંગ્રેજોની ગુલામી અને અંગ્રેજોના વર્તન વ્યવહારથી બખૂબી પરિચિત હશે. આથી આપણું ત્યાં જવું થોડું સંકટ ભર્યું રહેશે..!" ઊંડો શ્વાસ લેતા અબ્દુલ્લાહીજીએ કહ્યું.

" હા મારા દાદાજી એક સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ રસોઈયા મહારાજનો વેશ ધારણ કરીને બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે મોકલતા હતા. તેમજ પોતાના સાથે રહેલા રસોઈના સામાનમાં જરૂરી શસ્ત્રો પણ છુપાવીને સ્વાતંત્ર્ય સેનાનીઓ સુધી પહોંચાડતા હતા." પોતાના દાદાજીને યાદ કરતા સુશ્રુતે કહ્યું.

"તેઓ... તેઓ ખરેખર રસોઈયા હતા કે માત્ર સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરવા માટે રસોઈયાનો વેશ ધારણ કરતા..?" હર્ષિતે પૂછ્યું.

"મારા દાદાજીને રસોઈ બનાવવાનો શોખ હતો. પોતાના રસોઈના શોખ સાથે તેઓ દેશને આઝાદી અપાવવા માટે ઝઝૂમી રહેલા સ્વાતંત્ર સેનાનીઓની મદદ કરવામાં તેઓ ગર્વ અનુભવતા હતા. તેઓ બહુ જ નીડર અને બહાદુર હતા." પોતાના દાદાજી ઉપર ગર્વ અનુભવતા સુશ્રુતે કહ્યું.

To be continue...

મૌસમ😊