Khajano - 64 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 64

The Author
Featured Books
Categories
Share

ખજાનો - 64

"તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્યો..!" ગંભીરતાથી વિચાર કરતી લિઝાએ કહ્યું.

" આવું કયા કારણે થઈ શકે...?" વિચાર કરતી લિઝા હાડપિંજર પાસે બેઠી અને તેની આજુબાજુએથી આંગળી વડે રેતી દૂર કરવા લાગી. રેતી દૂર કરતા તેને જોયું કે હાડપિંજર માનવનું જ છે જેટલા ભાગમાં હાડપિંજર રેતી સાથે ઢંકાયેલું હતું તે રેતી અને દરિયાના ખારા પાણીને કારણે ઓગળી ગયું હતું. પરંતુ ઉપરનો ભાગ એકદમ સલામત થતો. હાડપિંજર પર સ્ક્રેચીઝ અને કયાંક ક્યાંક કાણાં પડી ગયા હતા.

" અબ્દુલ્લાહીમામુ...! આ હાડપિંજરને જોતા તો એવું લાગી રહ્યું છે કે કોઈ માણસ દરિયા કિનારાની ઠંડી રેતીમાં આરામથી સુતેલો હશે. જુઓ તેના બંને હાથના હાડકા ખોપરી નીચે છે. મતલબ અહીં આ જેનું પણ હાડપિંજર છે તે વ્યક્તિ ક્યારેક ભૂતકાળમાં આરામથી સુતેલો હોવો જોઈએ ને અચાનક તેનું મોત....! આ કેવી રીતે સંભવિત છે....? હાડપિંજર જોઈ તર્ક વિતર્ક કરતી લિઝા માથું ખંજવાળવા લાગી.

" તું બરાબર વિચાર કરી રહી છે લિઝા...! મને પણ એવું જ લાગે છે કે અહીં આરામથી સુતેલો માણસ અચાનક તે જ સ્થિતિમાં મૃત્યુ પામ્યો હોય. પરંતુ તેના હાડપિંજર પર આ સ્ક્રેચીસ અને છિદ્રો શાના હશે...?" હાડપિંજર પર હાથ ફેરવતા અબ્દુલ્લાહીએ કહ્યું.

" ઓ માય ગોડ..! આ પક્ષીઓનો અવાજ...કેટલો ભયાનક લાગે...? જહાજ પરથી કિનારા પર ઉતરી ત્યારે તો આ પક્ષીઓનો અવાજ ગમતો હતો. પરંતુ સતત તેઓનો આ વિચિત્ર અવાજ....! હવે મને ઇરીટેટ કરી રહ્યો છે. આ પક્ષીઓ આટલો અવાજ કેમ કરી રહ્યા છે...? " પોતાના બંને હાથ વડે કાન બંધ કરતા લિઝાએ ઉડતા પક્ષીઓ સામે જોઈ કહ્યું.

" જહાજ પર લાગ લાગેલી તિરાડ તો રીપેર થઈ ગઈ સુશ્રુત...! તું બધું પાણી બહાર કાઢી રહ્યો...?" જૉનીએ પૂછ્યું. જૉની અને હર્ષિતે જહાજમાં લાગેલી તિરાડ પર પાટિયા લગાવી તેને બરાબર રીપેર કરી બધું ચેક કરી લીધું.

" હા ભાઈ, ઓલમોસ્ટ ડોન જેવું જ છે. ઈબતીહાજના ગજબ આઈડિયાથી હું ફટાફટ જહાજની અંદર ભરાયેલા પાણીને બહાર કાઢી શક્યો. બસ એક વાર ડ્રાયર ફેરવી બધું ડ્રાય કરી દઉં!" હાથમાં ડ્રાયર લઈ ભીના સામાન તેમજ ફર્શને ડ્રાય કરતા સુશ્રુતે કહ્યું.

" ભાઈ બહુ મથામણ કરી..! હવે કંઈક ખાવાનું મળી જાય તો મજા પડે..! એમાંય જો સોકોટ્રા ટાપુના જેવા કોઈક નવા સ્વાદિષ્ટ ફળો મળી જાય તો ખાવાની મોજ પડે ભાઈ..!" પોતાનું કામ કરતા કરતા સુશ્રુતે પેટ પર હાથ ફેરવતા કહ્યું.

" ભાઈ તું તારું કામ પતાવ આપણે ચારેય જણા જઈએ તે ટાપુને જોવા.. તેમજ તારા માટે મીઠા...સ્વાદિષ્ટ...નવા ફળોને શોધવા...!" હર્ષિતે કહ્યું.

"બસ પતી ગયું મારુ કામ..! ચાલો નીચે ઉતરીએ..!"

" મામુ અને લીઝા ત્યાં શું કરી રહ્યા છે...? અને આ પક્ષીઓનો અવાજ કંઈક વધારે પડતો નથી આવી રહ્યો..?" જહાજ પરથી નીચે ઉતરતા ઈબતીહાજે કહ્યું. ચારેય મિત્રો તેઓની પાસે ગયા. તેઓની સામે હાડપિંજર જોઈ ચારેય ભડકયાં. હાડપિંજર વસ્તુ જ એવી છે કે પહેલીવારમાં જોતાં તો ચોંકી જ જવાય.

" આ અહીં ક્યાંથી આવ્યું..?"

"એક મિનિટ..! આ હાડપિંજર પરના સ્ક્રેચીઝ તો પક્ષીઓની ચાંચના છે અને છિદ્રો..છિદ્રો રેતીમાં રહેલ ક્ષારનાં કારણે પડ્યા છે. આ હાડપિંજર તો...!" હાડપિંજરનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરતા જૉની બોલતા બોલતા અટકી ગયો.

To be continue...

( શું ખરેખર ટાપુ પર કોઈ મુશ્કેલી મંડરાઇ રહી છે કે તે માત્ર અબ્દુલ્લાહીનો ભ્રમ છે...? શું હશે હાડપિંજરનું રહસ્ય...? શા માટે જૉની બોલતા બોલતા અટકી ગયો...? જોનીને હાડપિંજર વિશે આટલું નોલેજ કેવી રીતે મળ્યું..? તે બધું જાણવા માટે મારા વ્હાલા વાચક મિત્રો આપ સૌએ ખજાનો ભાગ 35 વાંચવો પડશે. આપના સુંદર પ્રતિભાવો આપવાનું ન ચૂકતા. કોઈ સૂચન હોય તો જરૂરથી જણાવજો. તેમ આપના અનુભવો કે જ્ઞાન પણ મારી સાથે શેર કરી શકો છો.)

😊 મસ્ત રહો...! ખુશ રહો....! ખુશહાલ રહો...! 😊

☺️મૌસમ☺️