"જો પાંચેક મિનિટ પણ લેટ થશે તો જહાજ ડૂબી જશે..! લિઝા...! તું ફટાફટ સેફટી ટ્યુબ ઉપર લઈ જાવ અને જેટલો આવશ્યક અને જરૂરી સામાન છે તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને પેક કરી રાખ. ઈમરજન્સીમાં ક્યારેય પણ આપણે ટ્યુબ મારફતે દરિયામાં કુદવાનું થઈ શકે છે." હર્ષિતની વાત સાંભળી તરત જ લિઝા અને સુશ્રુત સેફટીટ્યુબ ઉપર લઈ ગયા. સાથે જરૂરી સામાન પ્લાસ્ટિકની બેગમાં પેક કરવા લાગ્યા.
જોની અને અબ્દુલ્લાહીજી એન્જિનમાં હતા. તેઓ બની શકે તેટલું ઝડપથી જહાજને કિનારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં અચાનક જહાજની ઝડપ ધીમી થવા લાગી. જોની પ્રયત્ન પૂર્વક જહાજની સ્પીડ વધારી રહ્યો હતો. પરંતુ તેને સમજાતું ન હતું કે જહાજની સ્પીડ વધવાની જગ્યાએ ઘટી કેમ રહી હતી..?
"ઓહ માય ગોડ...!કિનારો અહીંથી માત્ર પાંચ સાત મિનિટ ના અંતરે જ છે.પરંતુ જહાજની સ્પીડ ઘટતા, લાગી રહ્યું છે કે ત્યાં સુધી પહોંચી શકીશું કે નહીં...? અબ્દુલ્લાહી આપ અહીં એન્જિનને સંભાળજો હું નીચે જઈને આવું છું શું સ્થિતિ છે..? શું કારણ છે કે જહાજની સ્પીડ વધવાની જગ્યાએ ઘટી રહી છે ...?તે જાણવું જરૂરી છે."આટલું કહી જૉની જહાજની નીચેના ભાગ તરફ ગયો.
જોનીએ નીચે જઈ જોયું તો હર્ષિત અને ઈબતીહાજ આખા પલળી ગયા હતા. કમર સુધી પાણી ભરાઈ ગયું હતું. એન્જિન અને મોટરની અંદર પાણી ઘૂસી ગયું હતું. ઘણો સામાન પલડી ગયો હતો. આ દ્રશ્ય જોઈ જૉની સમજી ગયો કે સ્પીડ શા માટે ઘટી રહી છે..! તેણે આજુબાજુ નજર ફેરવી. તે વિચારી રહ્યો હતો કે" હું શું કરું જેથી એન્જિન સાવ બંધ ન થઈ જાય..? કેમકે જહાજની સ્પીડ ધીમી થતાં તિરાડમાંથી પાણીનો પ્રવાહ ધીમો તો થયો છે, પરંતુ સંપૂર્ણ રોકાયો ન હતો. જો આમ જ પાણી જહાજની અંદર આવતું જ રહેશે તો પાણી એન્જિનના નીચેના ભાગમાં... મોટરમાં... મશીનરીમાં.. ભરાઈ જશે, તો જહાજ સાવ બંધ થઈ જશે ને જહાજ ડૂબી જશે..!"
આથી જૉની પણ હર્ષિત અને ઈબતીહાજની સાથે પાણીને રોકવા મથામણ કરવા લાગ્યો. ઈબતીહાજ સાવ થાકી ગયો હતો. આથી ઈબતીહાજની જગ્યા જૉનીએ લીધી. જૉની અને હર્ષિત પાટીયાથી તે પાણીને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઈબતીહાજ હાર માનીને બેસી જાય તેવો ન હતો. તે એન્જિન અને મોટર વિભાગ પાસે ગયો જ્યાં પાણી ભરાઈ ગયું હતું. તે વિચારી રહ્યો હતો કે એવું તો શું કરવું જેથી પાણી વધારે ન ભરાય. ત્યાં તેની નજર એક જાડી રબરની પાઇપ પર પડી. તેણે પોતાનું દિમાગ દડાવ્યું. પાઇપના એક છેડાને નીચેના ભાગ પાસે રાખ્યો, જ્યાં એન્જીન અને મોટરમાં પાણી ભરાઈ ગયું હતું અને બીજા છેડાને પકડીને તે ઉપરના ભાગે લઈ ગયો અને ઉપરથી જોરથી તેણે મોઢા દ્વારા પાણી ખેંચ્યું. પાણી ખેંચવાથી ફોર્સથી પાણી પાઇપ મારફતે બહાર નીકળવા લાગ્યું. આ રીતે તેણે અંદર રહેલા પાણીને બહાર કાઢી તે નળીને દરિયામાં એવી રીતે ગોઠવી કે તેનું પાણી દરિયામાં પાછું જાય. ઈબતીહાજની ગજબની સૂઝને જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.
ઈબતીહાજના આ પરાક્રમથી પાણી ઘટતું તો ન હતું પરંતુ જે માત્રામાં પાણી જહાજની અંદર આવતું હતું તે જ માત્રામાં પાણી નળી( પાઇપ) મારફતે બહાર નીકળતું હતું. બસ આ જ કારણથી એન્જિનની મશીનરી અને મોટરમાં વધારે પાણી ન ભરાઈ ગયું અને ધીમે ધીમે પણ જહાજ કિનારા સુધી પહોંચી ગયું.
સૌના જીવનમાં જીવ આવ્યો. બધા જ મિત્રો જહાજ પરથી નીચે ઉતરી ગયા અને જાડા દોરડાથી ખેંચીને જહાજને પાણીની બહાર કાઢ્યું. જેવું જહાજ પાણીની બહાર આવી ગયું, પાંચે પાંચ મિત્રો કિનારાની રેત પર લાંબા થઈ ગયા. તેઓ ખુલ્લા આસમાનને જોઈએ રહ્યા. તેમના દરેકના થાકેલા ચહેરા પર સ્માઈલ આવી. ઠંડી રેતીમાં સુતા સુતા તેઓએ રાહતનો શ્વાસ લીધો. પછી બધા સુતા સુતા જ એકબીજા સામે જોઈ હસવા લાગ્યા.
"હાશ..! એક મોટું જોખમ ટળી ગયું. આપણો જીવ અને જહાજ બંને બચી ગયા..!' ઈબતીહાજએ કહ્યું.
એવામાં અબ્દુલ્લાહી જહાજ પરથી નીચે ઉતર્યા અને આજુબાજુ નજર ફેરવી બોલ્યા," હજુ જોખમ ટળ્યું નથી...! એક નવી જ મુસીબતનો સામનો કરવા તૈયાર થઈ જાઓ...!"
અબ્દુલ્લાહીની વાત સાંભળી પાંચેય મિત્રો બેઠા થઈ ગયા અને એક સાથે બોલ્યા, " શું...?"
To be continue...
( મુસાફરી માટે નીકળેલા ચારે મિત્રો શું જહાજને સરખી રીતે રીપેર કરી શકશે...? અબ્દુલ્લાહીજીના અનુભવ મુજબ બીજી કઈ મુસીબતનો સામનો બધાએ કરવો પડશે..? શું એ મુશ્કેલીમાંથી બધા સરળતાથી બહાર નીકળી શકશે કે કેમ..? તે માટે મારા વ્હાલા વાચક મિત્રો, આપ સૌએ ખજાનો ભાગ 34 વાંચવો પડશે. મારા વાચક મિત્રો, જો તમને મારી વાર્તા ગમી હોય... રસપ્રદ લાગી હોય... તો આપના સુંદર પ્રતિભાવો જરૂરથી મને આપજો. અગર કોઈ સુધાર કરવાની જરૂર લાગે અથવા તો આગળ તમે શું વાંચવા ઈચ્છો છો તે અંગે પણ જણાવજો. આપના સલાહ સૂચનો મારા માટે આવકાર્ય છે.)
😊મસ્ત રહો... ખુશ રહો... ખુશહાલ રહો...😊
☺️ MAUSAM☺️