Khajano - 60 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 60

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ખજાનો - 60

"ભાઈ...! તેં તો ગજબ કરી લીધો. આટલી બધી શાર્કને એક સાથે જોઈ મારો તો જીવ અધ્ધર થઈ ગયો હતો. પરંતુ માત્ર 10/15 મિનિટમાં જ તેં તો આટલી વિશાળકાય અને આટલી મોટી શાર્કને શાંત પાડી દીધી. એવું તો શું હતું તારી આ નાનકડી સોયમાં...?" આશ્ચર્ય સાથે હર્ષિતે પૂછ્યું.

"હર્ષિત સાચું કહી રહ્યો છે. તેં તો કમાલ કરી દીધો. અમે તો વિચારી પણ નહોતા શકતા કે હવે શું કરીશું..? કેવી રીતે આટલી બધી શાર્કથી બચીશું..? જ્યારે તેં તો દસ-પંદર મિનિટમાં જ બધી શાર્કને શાંત પાડી દીધી. પરંતુ ભાઈ મને ડરે છે કે આ શાર્કના જીવને કોઈ નુકસાન તો નહીં થાય ને...? કેમકે ભલે મનુષ્ય છીએ...નો ડાઉટ...! આપણો જીવ બચાવવા માટે આપણે હથિયાર ઉઠાવી શકીએ છીએ...! પરંતુ જળચર પ્રાણીઓને ખલેલ પહોંચાડવામાં પણ આપણો જ હાથ રહ્યો છે. તેઓને ક્યાંક આપણે અડચણરૂપ થયા હશું ત્યારે જ તેમણે આપણી પર હુમલો કર્યો હશે. ભાઈ..! મને ચિંતા થાય છે કે જો આટલી બધી શાર્કના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થશે તો પ્રકૃતિને નુકસાન કરવામાં આપણે જવાબદાર બનીશું. પ્રકૃતિને નુકસાન થાય તે મારાથી બિલકુલ સહન નહીં થાય. ભાઈ...! તું જણાવ અમને કે તેં આ જે શાર્કને સોય ભોંકી છે તેનાથી તેઓને નુકસાન તો નહીં થાય ને..?" પ્રકૃતિની ચિંતા કરતી લિઝા બોલી.

"ડોન્ટ વરી લિઝા...! સોય જેવા આ નાના હથિયારોથી આપણો જીવ બચ્યો છે. તમે જોયું હશે તો આ દરેક સોયને મેં આ ડબ્બીમાં બોળી હતી અને પછી શાર્ક પર નિશાન તાકયું હતું. આ ડબ્બીમાં રહેલ ઔષધીનો ઉપયોગ જે તે આક્રમક પ્રાણીને શાંત પાડવા માટે થાય છે. આનાથી તેની આક્રમકતા... ગુસ્સો... તેની તાકાત... થોડા સમય માટે શાંત થઈ જાય છે. તેના તંતુઓ... તેનું શરીર... થોડા સમય માટે શિથિલ બની જાય છે. જેથી સામેની વ્યક્તિ કે અન્ય પ્રાણીઓ પર તે ઘાતક સાબિત ન થાય. આ ઔષધીથી કોઈ પણ પ્રાણીના શરીરને ઈજા પહોંચતી નથી કે તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચતું નથી. ત્રણ ચાર કલાક બાદ તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. આદિવાસીઓ આ હથિયારનો ઉપયોગ ક્યારેક પોતાના રક્ષણ માટે પ્રાણીઓ તેમજ બહારથી આવેલા મનુષ્ય પર કરતા હોય છે." ઈબતીહાજએ પેટી પેક કરતાં હસીને કહ્યું.

" અરે વાહ... ખુબ સરસ... ઈબતીહાજના નોલેજને ધન્ય છે. તારી આ કળાને ધન્ય છે..! આજ તું ન હોત તો કદાચ આ જહાજ અત્યારે મૂળ સ્થિતિમાં ન હોત. રાજાજીને ધન્ય છે કે તેણે અમારી સાથે તમને મોકલ્યા..!" ઈબતીહાજનો આભાર વ્યક્ત કરતા સુશ્રુતે કહ્યું.

"તો હવે આપણે ડરવાની જરૂર નથી અને કિનારા પાસે જવાની પણ જરૂર નથી લાગતી. હર્ષિત તું જોનીને કહી દે કે આપણા જે તે માર્ગ તરફ જહાજને હંકારે " લિઝાએ કહ્યું.

હર્ષિત એન્જિન રૂમમાં ગયો અને લિઝાનો સંદેશો તેણે જૉનીને આપ્યો. જૉનીની બાજુમાં જ અબ્દુલ્લાહી બેઠા હતા. જોની જહાજને કિનારા પાસે ન લઈ જતા તે મૂળ માર્ગે જહાજને હંકારવા જતો હતો. ત્યાં અબ્દુલ્લાહીજીએ તેને રોક્યો.

"મને લાગે છે કે આપણે કિનારાની નજીક તો આવી જ ગયા છીએ. આપણે અહીં જ કિનારા પાસે જઈને આજની રાત રોકાણ કરવું જોઈએ."

"પરંતુ કેમ અબ્દુલ્લાહી છે ...? હવે શાર્કનો કોઈ ભય નથી. તો અહીં રાત્રે રોકાણ કરીને મુસાફરીનો સમય બગાડવો મને યોગ્ય નથી લાગતો..!" જૉનીએ કહ્યું.

"વાત તારી બરાબર છે, પરંતુ મને કંઈક અજીબ ફીલિંગ થઈ રહી છે.મને અંદરથી એવું થાય છે કે આપણે કિનારા પર ચાલ્યા જવું જોઈએ. કિનારો બહુ દૂર નથી તો આજની રાત ત્યાં રોકાઈ જવામાં શું હર્જ છે...?" અબ્દુલ્લાહીએ કહ્યું.

એવામાં જહાજના નીચેના ભાગમાંથી કંઈક અવાજ આવ્યો. આ સાંભળી બધા જ મિત્રો જહાજની નીચેના ભાગ તરફ ગયા અને ત્યાં જઈ બધાએ જે દ્રશ્ય જોયું તે જોઈશું ચોકી ગયા.

To be continue....

( શું બધા મિત્રો જહાજને કિનારા પર લઈ જવા દેશે..? જહાજના નીચેના ભાગે શું સમસ્યા થઈ હશે...? જેને જોઈને બધા ચોકી ગયા..! આ જાણવા માટે મારા વ્હાલા વાચક મિત્રો આપે પછીનો ભાગ વાંચવો પડશે.)

😊 મસ્ત રહો.... ખુશ રહો....ખુશહાલ રહો... 😊

☺️મૌસમ☺️