Ek Hati Kanan.. - 10 in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક હતી કાનન... - 10

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 10)
આખરે કાનનનાં લગ્ન થઈ ગયાં.
કાનન પક્ષે એક માત્ર કાનન.જો કે ગોંડલમાં કાનનનાં બિલકુલ સગાં જ ન હતાં એવું પણ નહીં.પરંતુ એ બધાં અંદરથી સાથ આપનાર પણ બહાર પડતાં ડરનારાં.કાનન પણ આ વાત જાણતી હોવાથી કોઈને આમંત્રણ આપીને શરમાવવાનું તેને યોગ્ય ન લાગ્યું.લગ્ન સમયે મનનનાં માતા-પિતા અને ભાઈ-ભાભી એ તેને પૂરતી હૂંફ આપી અને કાનને પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરી મન મક્કમ કરી લીધું.
લગ્ન ના આગલા બે દિવસ સુધી બધાએ ખૂબ સમજાવ્યા હતા ધૈર્યકાન્ત અને તેના પિતાજીને. મનન નાં માતા-પિતા,મોટા ભાઈ-ભાભી પણ રૂબરૂ મળવા આવીને સમજાવવાનો પ્રયત્ન કરી ગયાં હતાં.છેલ્લે છેલ્લે કાનન અને મનને પણ અપમાનની પરવા કર્યા વિના પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.પરંતુ ન માન્યા ધૈર્યકાન્ત અને ન માન્યા દાદાજી. બધા એ વાત જાણતા હતા કે બન્નેમાંથી એક જણ માની જશે તો બીજાની સંમતિ આપોઆપ મળી જાય તેમ હતી.પરંતુ પરિણામ આવ્યું શૂન્ય. અને કારણ પણ એ જ જૂનાં અને જાણીતાં.
“મને બીજી જ્ઞાતિનો છોકરો તો ન જ જોઈએ જમાઈ તરીકે.”
“મારાં કુળથી ઉતરતાં કુળનો છોકરો મારો જમાઈ બની જ ન શકે.”
પરંતુ કાનન જાણતી હતી પપ્પાની અસહમતી નું સાચું કારણ,એકમાત્ર કારણ.પોતે પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરવા માગતી હતી.પપ્પાના અહમને ઠેસ લાગી હતી.ઘરમાં જાણે પોતાના શાસન સામે બળવો થયો હતો એવી લાગણી અનુભવતા હતા ધૈર્યકાન્ત.કાનન ને દુઃખ તો એ વાતનું હતું કે પોતે પપ્પાને જયારે પહેલીવાર વાત કરી ત્યારે પપ્પાએ એક પણ વાર પોતાની વાત સમજવાની તો બાજુએ રહી, પૂરી વાત સાંભળવાની દરકાર પણ નહોતી કરી.છેલ્લી ઘડીએ તો કાનન ને લાગ્યું કે મમ્મી અને દાદીબા પણ પપ્પાને સાથ આપી રહ્યા છે.જો કે સરૂબેન અને દાદીબા એ વાત સમજી ગયાં હતાં કે અત્યારે પોતાના પતિ અને પુત્રને હૂંફની વધુ જરૂર છે.બહારથી દૃઢ દેખાતા ધૈર્યકાન્ત અંદરથી ખળભળી ઉઠ્યા હતા.પોતાની પુત્રી દ્વારા જ પોતાના અહમને લાગેલી ઠેસથી.ધૈર્યકાન્ત ના મનમાં એવું દૃઢપણે ઠસી ગયું હતું કે પોતાના કોઈ નિકટની વ્યક્તિના ટેકાથી,જે કદાચ તેની પત્ની કે માતા પણ હોઈ શકે,જ કાનને આટલી હિંમત કરી છે,અન્યથા કાનન માટે આ શક્ય જ નથી.
છેલ્લા બે દિવસથી પપ્પાને સમજાવવાના પ્રયત્નો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થઇ રહ્યા હતા તેનાથી કાનન પોતે પણ ગૂંચવાઈ ગઈ હતી,ડગમગી પણ ગઈ હતી.
એકવાર મનનને એ પૂછી પણ બેઠી હતી કે”મારું પગલું પપ્પા કેમ સહન કરી શકશે?બહારથી દૃઢ દેખાતા પપ્પા તૂટી તો નહીં પડે ને? હું મારા પપ્પાના ભોગે મારો આનંદ શોધવા નથી નીકળી પડી ને?શું મારે આટલું જલ્દી પરણવું અને આ રીતે પરણવું જરૂરી છે ખરું?
તૂટી રહી હતી કાનન.
છિન્નભિન્ન થઇ રહી હતી કાનન.
ખોવાઈ રહી હતી કાનન.
સર્વસ્વ ગુમાવી રહી હતી કાનન.
જાણે કે હારી રહી હતી કાનન.
પરંતુ હારના વિચારે જ કાનન જાગૃત બની ગઈ.નબળા વિચારોના વાદળને વિખેરી નાખ્યાં.સાવધ બની ગઈ. અત્યારે પણ પોતાના સ્વમાન માટેની લડતમાં પપ્પા સામે અને જરૂર પડ્યે સમાજ સામે પણ કૂદી રહી હતી કાનન.સ્વેચ્છાએ,પરિણામની પરવા કર્યા વિના.
બપોરના સમયે તક મળતાં જ કાનને મનન સમક્ષ પોતાની ઈચ્છા દર્શાવી.
“મનન,પપ્પાને સમજાવવાની હું વધુ એક તક લેવા માગું છું અને તે માટે અમને તારી સંમતિ જોઈએ છે.”
“કાનન,આપણા સંબંધો સંવાદના છે,રજા લેવાના કે માગવાના નહીં.તેં જે નક્કી કર્યું હશે તે કલાકોના મનોમંથન બાદ જ નક્કી કર્યું હશે. એટલે આ બાબત મારે કશું જ કહેવાપણું નહીં હોય.” મનને લાગણીભર્યા સ્વરે કહ્યું.
“મનન,હું લગ્ન પછી પણ બે દિવસ પપ્પા મમ્મી જોડે રહેવા માગું છું.એક છેલ્લો પ્રયત્ન.પપ્પા પણ સમજી લે કે કાનન-મનન ના લગ્ન દૈહિક કરતાં આત્મિક વધુ છે.”
સ્તબ્ધ થઇ ગયો મનન.
એકીટસે તાકી રહ્યો મનન.
બસ, આ જ કાનન ને તેણે પ્રેમ કર્યો હતો.
આ જ હતી તેની સ્વપ્નમૂર્તિ.
કાનનનું નવું જ સ્વરૂપ આજે જોવા મળતું હતું.
બસ આવો જ સાથ ઝંખ્યો હતો જિંદગીભર.
અને મળી પણ ગયો હતો રમત રમતમાં.
સવારે લગ્ન અને સાંજે તો કાનન માંડવી આવવા રવાના થઇ ગઈ.એકલી.
કશુંક નવું કરી રહી હતી કાનન.
જાણે કે એક ઈતિહાસ સર્જી રહી હતી કાનન.
કમાવતર થયેલ માવતરને સમાવતર કરવા માટે એક છોરુ સછોરુ બનીને આવી રહ્યું હતું.
પહેલી વાર અને કદાચ છેલ્લી વાર પપ્પા સાથે સીધી જ ચર્ચા કરવાના મક્કમ નિર્ધાર સાથે માંડવી આવી રહી હતી કાનન.
કોઈ પણ વાંક ગુના વિના પણ પપ્પા એ જે રીતે તરછોડી હતી અને પોતાના હિતેચ્છુ હોવાનો દાવો કરતા પપ્પાના એ દાવાની પોકળતા,મમ્મી-દાદીનો પણ છેલ્લી ઘડીનો અસહકાર આમ એકે એક વાત સીધી રીતે ચર્ચવા આવી રહી હતી કાનન.
જાણે કે છેલ્લાં વર્ષોનો સુષુપ્ત જ્વાળામુખી આજે જાગી રહ્યો હતો.છતે માતા પિતાએ એકલે એકલે પરણવાનું અને પોતાનાં ભાવિ જીવનમાં તેની સાસરા પક્ષ તરફથી પડનારી સંભવિત અસરો સમજી ના શકે એટલી અબુધ કાનન ન હતી.જો કે આ બધી બાબતો કાનન ના ધ્યાનમાં પણ હતી અને ભવિષ્યના કોઈ પણ સંઘર્ષ માટે તે તૈયાર પણ હતી.
બસમાં વિચારોનું જાણે કે ઘોડાપુર ઉમટ્યું હતું. વિચારોનું ઘોડાપુર એટલું તીવ્ર હતું કે બસ પણ જાણે સામાન્ય ગતિએ ચાલવાને બદલે ધસી રહી હોય એવું કાનન અનુભવતી હતી.
બસનો કંડકટર પણ ગમે તે કારણે કાનન ની મનોસ્થિતિ પામી ગયો હોય એમ રસ્તામાં એકાદ બે વાર તબિયતના સમાચાર પૂછી ગયો અને ચા- પાણી પીવાં હોય તો લઇ આવવાની તૈયારી બતાવી.
બસમાં કાનન સમક્ષ પોતાની જિંદગીનાં એક પછી એક દૃશ્યો જાણે કે પસાર થઇ રહ્યાં હતાં.
કાનન ની યાદ શક્તિ એટલી બધી તીવ્ર હતી કે પોતાના ભાઈ નું મૃત્યુ પણ યાદ હતું અને તે સમયે પપ્પા એ મારેલી થપ્પડ પણ યાદ હતી.કદાચ એ થપ્પડે જ કાનન ને નાનપણથી આટલી બંડખોર બનાવી હતી.એ થપ્પડ અને તે પછી પપ્પાનું બદલાયેલું વર્તન બંને આજ પણ કાનન માટે એક વણઉકલ્યો કોયડો હતો,એવા તો ઘણા સંજોગો કાનને સ્વીકારી લીધા હતા અને મનના એક ખૂણે ધરબી દીધા હતા.આજે કાનન પોતાના જિંદગીનાં એક એક બનાવોનું,નિર્ણયોનું વિશ્લેષણ કરી રહી હતી.
આમ ને આમ પોતાની જાત સાથેની વાતમાં,જાત સાથેની રાત્રિ,લગ્ન પછીની પ્રથમ રાત્રિ પૂરી થઇ.
(ક્રમશ:સોમવારે)