Khajano - 41 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 41

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ખજાનો - 41

( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિયાના રાજા ફારોહ સહુરે હતા. નુમ્બાસા સોમાલીયા નો રાજા નહીં પરંતુ મુંબાસા શહેરનો કુખ્યાત ડાકુ નીકળ્યો. સોમાલીયાના રાજા ખૂબ જ પ્રેમાળ અને સમજદાર હતા. ચારે મિત્રોએ રાજાને બહાર નીકળવાની યોજના બતાવી તથા રાજાએ મહેલના બાંધકામ વિશે જણાવ્યું.હવે આગળ..)

ચારેય મિત્રોએ મહારાજને ફરી પાણી આપીને તેઓને ઊભાં કર્યા અને લાકડાં અને વેલાઓથી બનાવેલ નિસરણીથી છત સુધી પહોંચવામાં મદદ કરી. રાજાએ છતની બહાર ડોકાચિયું કરી જોયું. બહારનું દ્રશ્ય જોઈ રાજાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયાં. રાજાના હાવભાવ જોઈ ચારેય એકબીજા સામે જોવા લાગ્યાં.

"શું થયું રાજાજી...? બહાર નુમ્બાસા ના સૈનિકો છે ?" જૉનીએ પૂછ્યું.

"સૈનિકો તો છે પણ બીજી એક મોટી મુસીબત...!" રાજાએ કહ્યું.

" મુસીબત..? હવે કેવી મુસીબત..? જ્યારથી આ નગરમાં પગ મૂક્યો છે ત્યારથી બસ મુસીબતોનો જ સામનો કરવો પડે છે." સુશ્રુતે અકળાઇને કહ્યું.

"પણ આ મુસીબત, આપણા માટે લાભદાયી થઈ શકે છે." રાજાએ કહ્યું.

" મુસીબત વળી લાભદાયી કેવીરીતે થઈ શકે ? અને જો લાભદાયી હોય તો તે મુસીબત શાની ?" હર્ષિતે નવાઈ સાથે કહ્યું.

" રાજાજી..! પહેલાં આપ એ તો કહો કે મુસીબત છે શું ?" લિઝાએ કહ્યું.

" દીપડો...ખૂંખાર..ભૂખ્યો દીપડો...!" રાજા બોલ્યા.

"હેં....! દીપડો...? ખુંખાર અને ભૂખ્યો દીપડો..? આ તો બહુ મોટી મુસીબત કહેવાય. તો એ ચાલ્યો જાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે ?" હર્ષિતે પૂછ્યું.

" દીપડો આપણને લાભદાયી કેવીરીતે થઈ શકે ?" લિઝા બોલી.

" રાજાજી દીપડાને પણ હેન્ડલ કરી શકતાં હશે..? એમના પિતાજીએ શીખવ્યું હશે. આખરે તેઓ પહેલાં રાજકુમાર હતા. તેઓને તો બધું જ આવડતું હોય. હે ને રાજાજી..! સાચું કહ્યું ને ?"

સુશ્રુતની વાત સાંભળીને રાજા હસી પડ્યાં. રાજાને હસતાં જોઈ બાકીનાં પણ હસી પડ્યા.

" વાત એમ છે કે મેં બહાર નજર કરી તો ચારેય બાજુ સૈનિકોનો પહેરો છે. પરંતુ કોઈનું ધ્યાન તે દીપડા પર નથી. ઝાડ પર રહેલો દીપડો જાણે શિકારની શોધ કરી રહ્યો હોય તેમ ચારે બાજુ જોઈ રહ્યો છે. જો તે શિકાર માટે ઝાડ પરથી નીચે ઉતરે તો સૈનિકો વચ્ચે ભાગદોડ મચી જાય અને આ ભાગ દોડ દરમિયાન આપણે સુરંગ સુધી પહોંચી શકીએ."

"પણ રાજાજી...! સૈનિકો શું કામ ભાગ દોડ કરે...?તેઓ પાસે તો હથિયાર હશે, તેઓ દીપડાને જોઈને તેની પર હુમલો ન કરે...?" જોનીએ પૂછ્યું.

"નુમ્બાસા અને તેના સૈનિકોને હું સારી રીતે ઓળખી ગયો છું. તેઓ માત્ર માણસોને ડરાવવા ધમકાવવાનું જાણે છે. પરંતુ જીવજંતુઓ અને પ્રાણીઓનો તેઓમાં ખૂબ ડર રહેતો હશે. એમ વિચારીને જ તેઓ લોકોએ આપણને અહીં સાપોની કોટડીમાં પૂર્યા છે. તેઓને લાગતું હશે કે જેનાથી તેઓ ડરે છે.બાકીના પણ તેનાથી ડરતાં હશે."

" પણ રાજાજી...! તમે કેવીરીતે આટલું ચોક્કસાઈથી કહીં શકો કે તેઓ ખરેખર પ્રાણીઓથી ડરતાં હશે ?" ભોળા સુશ્રુતથી પુછ્યા વિના રહેવાયું નહિ.

" સૈનિકોની તો ખબર નથી પણ મને જીવજંતુઓ અને પ્રાણીઓથી બહુ ડર લાગે." હર્ષિત મનમાં જ વિચારવા લાગ્યો.

" બેટા...! તેં હમણાં જોયું નહિ ? તેઓનો જ સાપ તેમની પર નાખવાથી કેવાં ભાગી ગયા ? જોયું...! ફરી પાછું વળીને કોઈ જોવા પણ નથી આવ્યું. અને ફરી કોઈ આ કોટડીમાં આવે એ પહેલાં આપણે અહીંથી નીકળી જવું પડશે." રાજાએ કહ્યું.

" તમારી વાત તો સાચી છે. તો આપણે હવે કોની રાહ જોઈએ છીએ ?" સુશ્રુતે પૂછ્યું.

" પેલો દીપડો ઝાડ પરથી ઉતરે તેની...!" લિઝાએ જવાબ આપ્યો.

To be continue..

મૌસમ😊