" ઓ માય ગોડ આ રાજા છે કે રાક્ષસ ? આટલો બધો બિહામણો આદમી તો મેં મારા જીવનમાં પહેલીવાર જોયો." ધીમેથી જોનીના કાનમાં કહેતા લિઝા જોનીની પાછળ સંતાઈ ગઈ.
"ડરીશ નહીં લિઝા..! અમે બધા છીએ ને ? લિઝાનો જમણો હાથ પકડતા હર્ષિતે કહ્યું.
" ડોન્ટ વરી લિઝા..! કહેતા સુશ્રુતે લિઝાનો ડાબો હાથ પકડી લીધો.
" બોલો, શું સમાચાર લઈને આવ્યા છો ? શું અમારા જાસુસો ને ખજાનો મળી ગયો ?" પગ પર પગ ચડાવી ખૂબ જ ડરામણા સ્વરે રાજાએ કહ્યું.
રાજાનો અવાજ સાંભળી લિઝા તો ચોકી જ ગઈ. સુશ્રુતની હાલત પણ લિઝા જેવી જ હતી. જ્યારે હર્ષિત અને જોની એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈને કંઈ જ સમજાતું ન હતું કે શું કહેવું.
"સૈનિકો, કોણ છે આ બધા લોકો ? કેમ અહીં આવ્યા છે ? આ ફાલતુ છોકરાઓ આપણા પ્રદેશના તો લાગતા નથી. ક્યાંના છે તેઓ ? બધાને બંદી બનાવી દો અને તેમની પાસેથી જાણી લો કે ખજાનો ક્યાં છે ? તેમની પાસે જે જે માહિતી હોય તે મેળવી લો. મારો આદેશ ન મળે ત્યાં સુધી તેઓને છોડવા નહીં. અને હા તેમની પાસે જે કંઈ પણ કીમતી સામાન કે અગત્યની વસ્તુ હોય તે લઈ લો." આટલો આદેશ આપી રાજા તેમના સ્થાને ઉભા થયા. આદેશ મળતા જ સૈનિકોએ ચારયને ઘેરી લીધા.
" ક્ષમા મહારાજ અમે કોઈ ગુનો કર્યો નથી. અમે તો અહીં તમને ખજાના વિશે જણાવવા આવ્યા છીએ અને તમારી મદદ લેવા આવ્યા છીએ. અમને બંદી ન બનાવો. કૃપા કરી અમને છોડી દો." ગભરાતા સ્વરે જોનીએ કહ્યું.
" હા... હા.... હા.... ખજાના વિશેની માહિતી....! ખુબ સરસ..! એ તો તમે નહીં કહો તો પણ અમે તમારી પાસેથી કઢાવી લેસું. બાકી વાત રહી મારી મદદ લેવાની, હા... હા... હા... શું સમજો છો મને તમારા જેવા આલતુ ફાલતુને મદદ કરવા અહીં હું બેઠો છું ? લાગે છે તમે લોકો મને ઓળખતા નથી. નુમ્બાસા....નુમ્બાસા....નામ છે મારું, વિદેશીને લૂંટવા કામ છે મારુ હા.... હા..." સિંહાસન પર હીરા જડિત વીંટીઓ પહેરેલ આંગળીઓ ફેરવતા ફેરવતા નુમ્બાસાએ અટ્ટહાસ્ય કરતા કહ્યું.
સૈનિકોએ ચારેયને પકડી લીધા અને અંદર બંદી કરવા માટે લઈ જવા લાગ્યા. "અમે કંઈ કર્યું નથી... અમારો શું વાંક છે? અમને છોડી દો... વગેરે વગેરે આજીજીઓ ચારેય મિત્રો કરતા રહ્યા, પરંતુ સૈનિકોએ તેમની એક ન સાંભળી. ચારેય સૈનિકોની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરતા રહ્યા જ્યારે સૈનિકો તેઓને પરાણેને ખેંચીને લઈ ગયા. સૈનિકોએ ચારેય પાસેથી બધો જ સામાન છીનવી લઈને બધાને એક કોટડીની અંદર ધકેલી દીધા.
ચારેયની હાલત જોયા જેવી થઈ ગઈ. ચારેય ખૂબ ગભરાયેલા અને બગવાયેલા હતા. કોઈને કંઈ જ સમજ નહોતી પડતી કે હવે શું કરવું ? કોટડીની અંદર ધક્કો લાગતા ચારેય કોટડીની અંદર ગયા. કોટડીની અંદર એકદમ અંધકાર હતો. ચારે મિત્રોએ એકબીજાનો હાથ પકડી લીધો અને આજુબાજુ જોવા લાગ્યા ત્યાં અચાનક ઉપરથી જોનીના માથા પર સાપ પડ્યો અચાનક સાપને જોઈને તેણે મોટેથી બૂમ પાડી, સાથે બાકીના ત્રણથી પણ બૂમ પડી ગઈ.
જોનીયે હાથથી સાપને પકડીને પોતાનાથી દૂર ફેંકી દીધો ચારેય મિત્રો એકબીજાને ભેટી પડ્યા ચારેમાં સૌથી વધારે સુશ્રુત ખૂબ ગભરાયેલો લાગતો હતો.ત્યારે અચાનક જ સુશ્રુતના પગ પાસે કંઈક સળવળાટ થયો.
" જ...જ...જો.. જોની... મારા પગ પાસે કંઈક છે." જોની અને લિઝાનો ફિટ હાથ પકડતા, આંખો બંધ કરી, ગભરાયેલા સ્વરે સુશ્રુતે કહ્યું. જોની લિઝા અને હર્ષિતે ધીમે રહીને નીચે જોયું તો તેઓની આંખો પહોળીની પહોળી રહી ગઈ અંધારામાં સાપની ઝીણી ઝીણી ચમકતી આંખો દેખાઈ રહી હતી અને માત્ર એક સાપ નહીં ઘણા સાપોની આંખો ચમકતી દેખાઈ રહી હતી.
To be continue...
મૌસમ😊